અત્યંત ભયંકર બિહામણા અને કાળા ડિબાંગ લાગતા પ્રેતાત્મા ઓ માનવીને જ્યારે દેખાવા લાગે છે ત્યારે માનવીએ ઉત્પાત મચાવતાં ને બદલે શાંતિ પૂર્વક કામ લઈને તેમના આગમનના ઉદ્દેશને સમજવું જોઈએ .અને સાચું પૂછો તો આવા શાંતિપૂર્ણ વ્યવહારને જ મનાવતા કરી શકાય છે બાકી આધ્યાત્મિક શક્તિઓ વડે આવા નિર્દોષ પ્રેતાત્મા ઓ ને દુઃખ પહોંચાડવું તેને તો અમાનુષિતા જ કહી શકાય. મનાવતા ક્યારેય નહીં. ફીમેલ સાથેની રોમન એ કરેલી મિત્રાચારી એ રોમન ના કર કમળમાં કેટલું મોટું કાર્ય મૂકી દીધું તેની જાણ રોમન ને કાર્યના આરંભ અને અંત સુધી નહોતી થઈ. અને રોમન ના હાથે એક એવું મહાન કાર્ય થઈ ગયું કે જે આવનાર ભવિષ્યમાં લોકોને બહુ મોટી અંધશ્રદ્ધા માં થી બહાર લાવવા માટે મદદરૂપ બનશે. અને તે મહાકાર્ય નું નામ હતું સ્પ્રિંગ લેંગ્વેજ. કે જેના દ્વારા માનવી પ્રેતાત્મા ઓ ના સર્વસામાન્ય વચનો સમજી શકશે. પછી તે પ્રેતાત્મા ગમે તે નો હોય માનવીનો કે કોઈ પશુઓનો કે પક્ષીનો. અને સૌથી મોટી અને અંતિમ સમજવા લાયક વાત તો એ હતી કે જે ભયાનકતા નર્મમતા નિર્જનતા અને સન્નાટા ને જોઈને ભયંકર રાક્ષસ પણ દુમ દબાવી ને ભાગી જાય તે જે ભયાનકતા ની વચ્ચે રોમન ત્રણ વર્ષ સુધી સતત અને નિરંતર રહ્યો. આની પાછળ પણ એક જ પરિબળ જવાબદાર હતું અને તે પરિબળ હતું રોમન ની સકારાત્મક પ્રયોગાત્મક બુદ્ધિ. કે જે બુદ્ધિ એ રોમનને પરિસ્થિતિઓને સહન કરવાની સમજણ આપી. જેના દ્વારા રોમન બહુ મોટા પણા નો અધિકારી બની ગયો .હવે કથા તેના અંતિમ ચરણમાં પ્રવેશ કરી રહી છે.
પારલૌકિક સત્તાઓ માનવી કરતાં હજારો ગણી શક્તિશાળી હોય છે.અને તે અનુુુુસાર female ને પણ અંંત નો અણસાર આવી જ ચૂક્ય્યો છે. કે હવેે તેના આ પ્રેત દેહનું પણ ટૂંક સમયમાં જ મૃત્યુ થવાનું છે અર્થાત કેટલાક લોકોના મંતવ્યયે ડેથ આફ્ટર ડેથ .
રોમન ની નિરજન અને ભયંકર રાત્રીઓ પસાર થઇ રહી છે અને એ જ રાત્રિ્ ઓ ની અંદર ફીમેલ ની ગતિવિધિઓ માં પણ ક્યાંક અપસેટ નેસ દેખાઈ રહી છે.જો ધ્યાનથી સાંભળી એ તો female ની રાત્રી વાળી ઓલ્ટરનેટિવ વૉક થી ઉત્પન્ન થતાં અવાજની અંદર કોઈક ઘેરી ચિંતા ની પણ અનુભુતી સ્પષ્ટ વર્તાઇ રહી છે. કારણકે કદાચ પ્રેત દેહ ના અંત પછી પણ ડેથ આફ્ટર ડેથ incomplete જ કહેવાશે . કારણ કે ફિમેલ પણ એ વાત તો જાણતી જ હતી કે સદ ગતિ ના આરંભમાં બિંદુ પર જ ડેથ આફ્ટર ડેથ નું પૂર્ણ વિરામ કહી શકાય .પ્રેત દેહ ના મૃત્યુ પછી માત્ર ગતી જ મળે છે.
સદ્ગતિ ક્યારેય નહીં. સદગતિ માત્ર સદેહ નો સદુપયોગ થવાથી જ મળતી હોય છે. એટલે ફીમેલ ને પણ એ ચિંતા તો સતાવી જ રહી છે કે નવા પશુજન્મ માં મારી માત્ર હત્યા જ થશે કે પછી મારા મૃતદેહ નું ભોજન કરીને કોઈ પશું કે કોઈ માનવી મને સદગતિ અપાવશે?જો પશું નુ ભોજન ના થાય તો પણ ચાલે પરંતુ કમસેકમ તેના મૃતદેહનો સદુપયોગ તો થવો જ જોઈએ. જેમ કે મારનાર પશુ તેના મૃતદેહને ખાઈ ને તેની ની જઠરાગનિ તૃપ્તિ કરે અથવા મારનાર મનુષ્ય તેના દેહ નો લોકહીત માટે ઉપયોગ કરે.આવી હજારો ચિંતાઓ female ને પણ સતાવી જ રહી છે.જેની અનુભુતિ રાત્રે સ્પષ્ટપણે વર્તાઈ રહી છે.
અને એક દિવસ ડેસ્ટિનેશન કેમ્પ વાળા અત્યંત ચિંતિત સ્વરમાં વાઈલ્ડ ચેનલ વાળા ઓ ને ફોન કરે છેઅને બધી જ હકીકત કહી સંભળાવે છે. વાઇલ્ડ ચેનલવાળા તાબડતોબ લસ્સિ નો સંપર્ક કરે છે.અને લસ્સિ ની પાસેથી આખી વાત સાંભળીને દંગ રહી જાય છે.