મેક્સ ટેલમેએ કહ્યું હતું કે "આલ્બર્ટ ખૂબજ ઝડપથી Higher Mathematics ભણવા અને સમજવા લાગ્યો હતો અને થોડાજ સમયમાં તે મારાથી પણ આગળ નીકળી ગયો હતો". Geometry અને Algebra (ભૂમિતિ અને બીજગણિત) સમજવામાં લાગી ગયો આલ્બર્ટ. તેને લાગ્યું કે પ્રકૃતિને એક ગણતીય સંરચનામાં સમજી શકાય છે.
તેણે બાર વર્ષની ઉંમરમાં Calculus ની સમજ મેળવી. ૧૪ વર્ષની ઉંમરમાં તેણે Integral Calculus (અભિન્ન ગણતરી) માં મહારથ હાંસિલ કરી લીધી. જર્મનીનાં એક ફિલોસોફર Immanuel Kant એ "Critique of Pure Reason" નામની એક પુસ્તક લખી હતી. જેમાં તેમણે Mata Physics નાં લીમીટસ્ અને સ્કોપસ્ બતાવ્યા હતા. Mata Physics એ ફિલોસોફીની એક બ્રાન્ચ છે. આલ્બર્ટે Kantની આ પુસ્તક આખી વાંચી નાખી. આલ્બર્ટ એ વખતે બસ તેર વર્ષનો હતો અને તેને Kant બધી વાતો પુરી રીતે સમજમાં આવી ગઈ હતી.
આલ્બર્ટનાં કાકા Jacob પણ તેની સાથે રહેતા હતા. તેઓ એક એન્જીનીયર હતા અને આલ્બર્ટને તેમની સાથે ખૂબ ગમતું હતું. Jecob નાં લીધે જ આલ્બર્ટની રુચિ Maths માં વધી હતી. આલ્બર્ટને બીજગણિત સમજમાં નહોતું આવતું તો જેકોબે તેને ખૂબ જ સરળ રીતે બીજગણિત શીખવાડ્યું હતું. જેકોબે બતાવ્યું કે Algebra (બીજગણિત) ખૂબ મજેદાર વિષય છે. જેમાં આપણે એક નાના જાનવરનો શિકાર કરીએ છીએ જેનું નામ આપણને નથી ખબર એટલે આપણે એને X(એક્સ) કહીયે છીએ. પછી જ્યારે આપણે એ જાનવરનો શિકાર કરીને એને પકડી લઈએ છીએ ત્યારે તેને આપણે એને સાચું નામ આપીએ છીએ. બસ, આજ હોય છે બીજગણિત.
આલ્બર્ટ માટે તેનું ઘર જ સૌથી મોટી સ્કૂલ હતી, જ્યાં તેણે ઘણુંબધું શીખ્યું. Scientific Experiment (વૈજ્ઞાનિક અનુસંધાન) કરવાની પ્રેરણા પણ આલ્બર્ટને ઘરેથી જ મળી હતી અને આમાં તેનો સાથ આપ્યો હતો તેના પિતા અને કાકાએ, કેમ કે તેઓ પણ ઇચ્છતા હતા કે આલ્બર્ટ પણ મોટો થઈને એન્જીનીયર બને. તેઓ એ પણ જાણતા હતા કે આલ્બર્ટનો સ્વભાવ શું છે અને સાથે સાથે ત્યાં યહૂદીઓને કેટલી સમસ્યાઓ હતી. એટલા માટે ક્યારેક સ્કૂલમાં આલ્બર્ટનાં માર્ક્સ કોઈ વિષયમાં ઓછાં આવતા તેઓ આલ્બર્ટને કશું પણ નહોતા બોલતા.
સાલ ૧૮૯૪... તેર વર્ષનો થઈ ચુકેલો આલ્બર્ટ. આલ્બર્ટનાં પિતા હરમન અને કાકા જેકોબે Munich માં ઇલેક્ટ્રિક સપ્લાય કરવા માટે એક બોલીમાં ભાગ લીધો, પરંતુ તે કામ તેઓને ના મળ્યું. તેઓ પાસે એટલા પૈસા નહોતા કે તેઓ Direct Current એટલે કે DC કરંટને Alternative Current એટલે કે AC કરંટમાં ફેરવી શકે. આલ્બર્ટનાં પિતા હરમન અને કાકા જેકબની કંપનીને ખૂબ મોટું નુકસાન થયું અને તેઓને પોતાની Munich ની કંપનીને બંધ કરવી પડી. નવા ધંધાની શોધમાં આઈન્સ્ટાઈન પરિવારને Italy (ઇટલી) નાં Milan (મિલાન) શહેરમાં જવું પડ્યું. ત્યાંથી થોડાં મહિનાઓ બાદ તેઓ Pavia (પેવીઆ) જતાં રહ્યાં, પરંતુ આલ્બર્ટને Munich (મ્યુનિક) માં જ રોકાવું પડ્યું અને Luitpold Gymnasium School માં પોતાનું ભણતર પૂરું કરવું પડ્યું. આલ્બર્ટ પોતાનો પરિવાર દૂર જવાનાં કારણે ખૂબ ઉદાસ રહેવા લાગ્યો.
તેને "Luitpold Gymnasium" પસંદ નહોતી, પરંતુ જર્મનીની આ એક જ એવી મોટી સ્કૂલ હતી કે જ્યાં ભણીને વિદ્યાર્થીઓ કોઈ યુનિવર્સિટીમાં દાખલ થવા માટે તૈયાર થઈ શકતા હતા. આલ્બર્ટનાં પિતા ઇચ્છતા હતા કે તે Electric Engineering માં ડીગ્રી હાંસલ કરે, પરંતુ "Luitpold Gymnasium" માં ભણતા તેઓ School Authority ની સામે લડી પડ્યા. આલ્બર્ટે સ્કૂલની Teaching Mathod (ભણાવાની રીત) નો સખત વિરોધ કર્યો, આલ્બર્ટનું કહેવું હતું કે અહીંયા અમને ફક્ત ગોખાવામાં આવે છે અને અમારી Creative Thoughts (સર્જનાત્મક વિચારો) અને કોઈ ચીજને સરખી રીતે શીખવા માટે કોઈ કશું જ નથી વિચારતું.
આલ્બર્ટ તે સ્કૂલમાં એક દિવસ પણ ભણવા નહોતા માંગતા... અને ડિસેમ્બર ૧૮૯૪માં તેઓ બીમારીનું બહાનું કાઢીને Pavia - Italy (પેવીઆ - ઇટલી) પોતાનાં પરિવાર પાસે જતા રહ્યા. આલ્બર્ટને ઇટલી ખૂબ સારું લાગ્યું.....
વધુ આવતા અંકે.... આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સામાન્ય બાળકથી જીનિયસ બનવાની સફર