Woman and man in nature. - 2 - Honesty of woman .. in Gujarati Women Focused by Shanti Khant books and stories PDF | પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 2 - સ્ત્રી ની પ્રમાણિકતા..

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 2 - સ્ત્રી ની પ્રમાણિકતા..

સોએ સો ટકા પ્રામાણિક હોય એવી વ્યક્તિ જગતમાં ભાગ્યે જ જડે.
આવામાં, આજના દિવસે આપણે મહિલાઓએ શાંતિપૂર્વક એ વિચારવું રહ્યું કે ઓનેસ્ટ બનવું સ્ત્રીઓ માટે થોડું વધારે અઘરું શા માટે છે?

કોઇ જૂઠું બોલે ત્યારે મને સૌથી વધારે ગુસ્સો આવે છે… ખોટું કરનાર માણસથી મને સૌથી વધારે નફરત છે… હું બધું જ ચલાવી લઉ, પરંતુ ચીટિંગ તો હરગિઝ નહીં… આવું કહેનાર અનેક સ્ત્રીઓ આપણી આજુબાજુ છે.
નિખાલસતા, પારર્દિશતા અને પ્રમાણિકતા સામી વ્યક્તિ અપનાવે ત્યારે એ ખૂબ વહાલી લાગે. પરંતુ ખુદને અપનાવવાની આવે ત્યારે મોતિયા મરી જાય.

સ્ત્રીઓ કોઇ ચોક્કસ હેતુ, ખુદનો બચાવ, અન્યનો બચાવ, ઝઘડો ટાળવો કે બદલો લેવો કે કોઈને ઉતારી પાડવો… આ બધા માટે ક્યારેક અપ્રમાણિક બને છે. અને ક્યારેક કોઇ કારણસર પોતાની જાતને પણ છેતરે છે.
જોકે મોટાભાગની સ્ત્રીઓ પાસે એમની ડિસઓનેસ્ટી માટે વાજબી લાગી શકે તેવી દલીલો હોવાની જ.

હું સ્ત્રીઓની પ્રમાણિકતાની વાત કરીશ… જે સ્ત્રીઓ કામઢી છે, તેઓ પોતાનાં કામ માટે પ્રમાણિક છે. તેઓ ઘરનાં કે બહારનાં કોઇ કામમાં દિલચોરી નથી કરતી. જાત ઘસાઇ જાય ત્યાં સુધી સમર્પિત બનીને પરિવાર અને બાળકો માટે કાર્યરત રહે છે. આ મારું ઘર છે, આ મારો પરિવાર છે અને એમનાં માટે કંઇપણ કરવું એ મારી ફ્રરજ છે આ ભાવના જૂઠ, પલાયનવાદ કે આળસને નજીક પણ ફરકવા નથી દેતી. સામે છેડે જેને આપણે ફૂવડ સ્ત્રીઓ કહીએ છીએ તેમની પાસે ‘નાચ ન જાણે આંગન ટેઢા’ એ ન્યાયે જૂઠ-આળસનાં અનેક બહાનાં હોય છે.

સ્ત્રીઓની એક પોઝિટિવ ખૂબી એ હોય છે કે તેઓ પેરન્ટ્સ માટે ખાસ્સી પ્રમાણિક હોય છે. યુવાનીમાં હરવા ફ્રવામાં બોયફ્રેન્ડ માટે કે લવમેરેજ જેવા કેસોમાં એ પેરન્ટ્સને કદાચ છેતરે તો પણ એ માટેનું ભારોભાર દુઃખ એમનાં મનમાં રહે જ. સાસરામાં દુઃખી સ્ત્રી પેરન્ટ્સ દુઃખી ન થાય એ માટે જૂઠું બોલે… બાકી બહુધા સ્ત્રીઓ પેરન્ટ્સને પોતાનાં કોઇપણ પ્રકારનાં ખોટા વર્તન દ્વારા દુઃખી કરતી નથી.

એ જ રીતે બાળકોને પણ ખાસ કારણ વિના છેતરવું, જૂઠું બોલવું કે હર્ટ કરવું એને ગમતું નથી…

આ સિવાય કેટલીક સ્ત્રીઓ બહાદુર અને સિદ્ધાંતવાદી હોય છે.
જેઓ પરિણામની ચિંતા કર્યા વિના સત્યને વળગી રહે છે. પરંતુ આવી સ્ત્રીઓનું પ્રમાણ ઓછું હોય છે.

સ્ત્રીઓએ અપ્રામાણિક બનવું પડે છે. એનાં માટે સ્ત્રીઓની પોતાની ફ્તિરત ઉપરાંત અસલામતી, સામાજિક પરિવેશ અને સ્ત્રીઓ માટેની સમાજની માનસિકતા પણ કારણભૂત છે.

એના માટે જે સંબંધો સૌથી મહત્ત્વના છે એ બોયફ્રેન્ડ કે હસબન્ડ સાથેના સંબંધોમાં એને સૌથી વધારે અપ્રમાણિક રહેવું પડે છે.

જેમ કે સ્ત્રી લગ્ન પહેલાનાં એનાં સંબંધો અંગે પ્રાયઃ જૂઠું બોલે છે ..

અગર એ સાચું બોલવા જાય તો આખી જિંદગી મ્હેણાં સાંભળવા પડે. અગર સત્ય બહાર આવે તો પણ સ્ત્રી પોતે ખોટી સાબિત ન થાય એ માટે પોતે કહેલા જૂઠને વળગી રહે છે.

બહુ ભરોસાપાત્ર પતિ હોય તો જ સ્ત્રી સત્ય બોલવાની હિંમત કરી શકે.
લગ્ન પછી સ્ત્રી લગ્નેત્તર સંબંધોમાં ઇન્વોલ્વ હોય તો એ પતિ સામે તો ઠીક અંગત ફ્રેન્ડ સામે પણ ખોટું જ બોલશે કે ‘જસ્ટ વી આર ફ્રેન્ડ્ઝ…’ સંબંધો ઓફિશિયલ ન બને ત્યાં સુધી બોયફ્રેન્ડને કઝીન તરીકે પણ બિન્ધાસ ઓળખાવશે.

એ જ રીતે સ્ત્રી પોતાની સેકસ્યુઅલ ફેન્ટસી અંગે પણ હંમેશાં જૂઠું બોલે છે. એટલું જ નહીં ઓર્ગેઝમ અંગે પણ હંમેશાં ગોળ-ગોળ વાત કરે છે.

પતિનાં પોકેટમાંથી ક્યારેય પૂછયા વિના પૈસા ન લીધા હોય એવી સ્ત્રીઓને દીવો લઇને શોધવા જવું પડે.
આમાં અપ્રામાણિકતા નથી આવતી, હકની ભાવના છે.
બીજી તરફ, જાતે કમાઈ લેતી સ્ત્રીઓ પોતાની કમાણીનાં અમુક પૈસા પતિ સમક્ષ જૂઠું બોલાવીને છુપાવી રાખે છે.
હાઉસવાઇફ પણ ખોટો હિસાબ લખીને પૈસા બચાવે છે. પતિ જ્યારે પૈસા માંગે ત્યારે પહેલાં તો એ મારી પાસે નથી એવું કહીને વાત ટાળે છે. અગર પતિ ધમકી આપે, ઝઘડો કરે કે ઇમરજન્સી સમજાવે ત્યારે જ એ પૈસા આપે છે. નોટબંધી વખતે સ્ત્રીઓએ આવી ખાનગી બચતો ના છૂટકે જાહેર કરવી પડેલી.

એવું નથી કે બચાવેલા પૈસા સ્ત્રીઓ પોતાના જ મોજશોખ પાછળ વાપરે છે. એ પૈસા નથી આપતી કારણ કે પરિવારને એ સંકટ સમયે મદદ કરી શકે એવી એની વૃત્તિ હોય છે. છતાં પુરુષ વર્ગ સ્ત્રીઓને જૂઠી કહીને ઉતારી પાડે છે, આ ખોટું.

પતિનો અણગમો સમજી નારી પતિ સાથેનું ઘર્ષણ ટાળવા પણ ક્યારેક સચ્ચાઈ છૂપાવવા પ્રેરાય છે. પતિની દ્રષ્ટિએ જે ખરીદી બિનજરૂરી હોય તે પત્ની માટે મહત્ત્વની પણ હોય એવા સંજોગોમાં એ હોમ અપ્લાયન્સિસથી લઇને કપડાં અને ઘરેણાં પણ પતિથી છુપાવીને ખરીદે છે, તો ક્યારેક લાવી હોય એના કરતાં અડધી કિંમત કહેશે તો ક્યારેક બમણી…પતિથી છુપાવીને અનેક સ્ત્રીઓ પોતાનું પર્સનલ ઇન્વેસ્ટમેસ્ટ પણ કરે છે. કારણ કે આજની સ્ત્રીઓ જાણે છે કે અગર સંબંધો તૂટયા તો આ પૈસા એને આર્થિક આધાર આપી શકે. સ્ત્રીઓ આવી જે બાબતે અપ્રામાણિક બને છે એ બાબતે પતિને છેતરવાનો સ્ત્રીનો ઇરાદો નથી હોતો, પણ એ ઘર્ષણ ટાળવા ઇચ્છે છે.

આપણા પુરુષ પ્રધાન સમાજની માનસિકતા સંપૂર્ણ પણે બદલાઇ નથી.
સ્ત્રીઓને ઇન્વેસ્ટમેન્ટમાં શું ખબર પડે? પતિને પૂછયા વિના નિર્ણય કેમ લેવાય? સ્ત્રીની બુદ્ધિ તો પગની પાનીએ, એમને તો ખર્ચતાં જ આવડે કમાવા જાય તો ખબર પડે અથવા કમાય છે એટલે ઉડાવી દેવાના.

આ પ્રકારનાં વિધાનોથી સ્ત્રીઓ બચવા ઇચ્છે છે. ઘરમાં કોઇ વસ્તુ તૂટી જાય, પોતાનાથી ખોવાઇ જાય કે બગડી જાય તો સાસુ કે પતિના ડરથી એકવાર તો તે બહાના જ બનાવશે. કારણ કે લાઇફ છે, આવું તો ચાલ્યા કરે જેવી હૈયાધરપતની અપેક્ષા તે રાખી શકતી નથી.

પરિવારની સમજણ પર જેમને ભરોસો નથી તેમને બોલવામાં, વ્યવહારમાં અને શોપિંગ-સેવિંગ જેવી બાબતમાં અપ્રામાણિક બનવું પડે છે.

રહી વાત જાત પ્રત્યેની પ્રામાણિકતાની. આપણે આપણી ઇચ્છા-અરમાન-અભિપ્રાયોના મામલે કેટલી હદે પ્રામાણિક રહી શકીએ છીએ? પોતાના પ્રેમને અલવિદા કરી પિતાએ બતાવેલા યુવક સાથે લગ્ન કરી જાતને છેતરે છે.

ગમતા શોખનું ગળું ટૂંપવામાં સ્ત્રીઓ અવલ્લ છે. તબિયત સારી ન હોવા છતાં પરિવાર ડિસ્ટર્બ ન થાય એ માટે કામ કરતી સ્ત્રીઓની સંખ્યા આજેય ઓછી નથી. પરિવારનાં સુખ માટે ખુદને ન ગમતું પણ એ કરી લે છે.