એક નાનકડું ગામ. એ ગામ માં કોઈ પણ ખુશ નહોતું. એ ગામ માં રમણલાલ કરીને બહુ મોટા ગુંડો રેહતો. એનું બહુ ચાલતુ, એ ગામમાં એવો રિવાજ કે ગામમાં કોઈ નવી સ્ત્રી રહેવા આવે કે લગ્ન કરીને આવે, તો એને સૌથી પહેલા આ રમણલાલના ઢોલિયે એને પેલા જવાનું.
પછી જ એ એના પિયુ જોડે લગનની પહેલી રાત મનાવી શકે.
ત્રણ સખીયુ વગડામા માટીની માટલીમાં દહી જમાવેલુ. એ જમાવેલુ દહીં લઈને તેઓએ પોત-પોતાના ઘરે જવાનું હતું. તો ત્રણે બાઇ એ પોત પોતાનુ દહીં ભરેલી માટલી જેવી ઉઠાવી કે એમાંની એક બાઇની માટલી થોડી છટકી અને ફૂટી ગયી. ફક્ત ફૂટી એટલું જ નહીં પણ એમાનુ એનું બધું જ દહીં પણ ઢોળાઈ ગયું.
અને એટલામાં એ બંને બાઇ એને બોલી...
"એ મુઇ, તારું તો બધું દહીં ઢોળાઈ ગયું..." - હવે ...?
મૂંઝવણમાં આવી તેની બીજી બંને સહેલિયે એને પુછ્યું.
અને આણે હસતાં હસતાં જવાબ આપ્યો. ફૂટી ગયી તો ફૂટી ગયી. હવે શું.??? બીજું દહીં જમવી લઈશ... "હા હા હા..."
એના આવા ખડખડાટ હાસ્ય સાંભળી, તેની બંને સહેલિયુ બોલી, "હે મુઇ ગાંડી, આ તારું બધું દઈ ઢોળાઈ ગયું ને તને હસુ આવે છે. ચિંતા કર ચિંતા. આટલી હસે છે શાની...?" થોડા ઊંચા સ્વરે, અને થોડા કઠણ ભર્યા શબ્દોમાં તેની બહેનપણી તેને બોલી...
અને આ તો એને મસ્ત હસતા હસતા એને કહ્યું, આવ બેસ....
તને એક વાત કરું...
એક ગામ હતું. એમાં એવો રિવાજ હતો, અને રિવાજ તો શું, ગામમાં એવો કપરો માહોલ હતો, કે એ ગામમાં જે પણ નવી બાઇ પરણી આવે તેને તે ગામના ગુંડા રમણસિહ ને ઢોલિયે પેલા જવાનું. અને પછી જ એ પોતાનુ ઘર સંસાર માંડી શકે. પણ એક દી એવું થયું કે એક બાઇ પરણી આવી અને કોઈને ખબરનાં રહી, બસ એ ચૂપચાપ પરણીને આવી અને સીધી ઘરે જ જતી રહી, કોઈને પણ ખબર ના રહી. અને એવા માં થોડા સમય પછી તે બાઇ ને એક મસ્ત મજાનો બાબો આવ્યો. એટલે તેનું પરિવાર એકદમ સુખી થઈ ગયું.
એમને એવું થયું કે હાલો આ સારું કે હવે આપણો પરિવાર પણ સુખી થઈ ગયો. એવામા એક દી એ બાઇ ને ઘરે મેમાન અવાના થયાં, અને ઘરમાં દૂધ થઈ રયું. તો મેમાનને ચા કરવા માટે તે દૂધ લેવા બાર ગયી.
પણ એ બાઇની સુંદરતાનુ વર્ણન કરું તો, જાણે આભથી શક્ષાત અપ્સરા પ્રકટ થઈ હોય તેવું આભરણ જેવું રૂપ. શંકરને માથે રમતો કળતરો નાગ જેવો એનો કેડ સુધીનો ચોટલો, હરણની મ્રૂગલી જેવા એના નેણ, મોતી જેવી એની આંખો, દૂધ ને પણ લજાવે એવો એના શરીરનો રંગ અને હરણની ચાલ જેવી એની ચાલ. વર્ણન કરતા થાકે નહીં તેવી એ રૂપ રૂપ નો અંબાર. પણ કાળ ને કઈ જુદુ જ લખવું હશે. એટલે એ આજે દૂધ લેવા બહાર નીકળી કે તરત પેલા ગુંડા રમણલાલના માણસો એને જોઈ ગયા. અને એ વાત આ બાઈ બરાબર સમજી ગયી. શાંતિથી દૂધ લઇ ઘરે આવી, મેમાનને ચા પાઈ, ને મેમાન તો જતા રહ્યાં, પણ રાત પડી કે એનો પતિ કામે થી ઘરે આવ્યો.
અને હજી તો ઘરે આવીને બેઠો તો, કે એવામાં એ બાઇ એ વાત કરી, "સાંભળો છો, આજે સાંજે મેમાન આવ્યા'તા તો દૂધ થઈ રયુ તું, તો હું દૂધ લેવા બહાર ગયી તી. પણ મને પેલા રમણલાલના ગુંડા જોઈ ગયાં છે. હવે મને મારી ઈજ્જત સલામત નથી લાગતી."
એનો પતિ હજી તો કંઈ બોલવા જાય એટલામાં ઘર નો દરવાજો ખખડ્યો, અને એ રમણલાલનાં માણસો આવી એ બાઇ ને જબરદસ્તીથી ઉપાડી લઈ ગયા.
ક્રમશઃ