Lalshah of human life in Gujarati Motivational Stories by Ajay Khatri books and stories PDF | મનુષ્ય જીવન ની લાલશાહ

Featured Books
  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

Categories
Share

મનુષ્ય જીવન ની લાલશાહ

કેટલાય ભવો ના સારા કરેલ કર્મોએ મનુષ્ય અવતાર ની પ્રાપ્ત થાય છે જેનો ઉલ્લેખ અનેક ધાર્મિક શાસ્ત્રો અને પુરાણો કરવામાં આવેલ છે. આ અમુલ્ય જીવન જીવવાની કળા સાથે બુદ્ધિ શક્તિ નો ઉપયોગ સારા અને નર્સા કામો મા કેમ કરવો તે કુદરતે મનુષ્ય ની ઉત્પતિ વખતે તેના જ પર છોડ્યુ હતું

હે.. મનુષ્ય તને આપેલ બુદ્ધિ નો સદઉપયોગ કરજે.. તથાસ્તુઃ ..કહી ભગવાન એ પૃથ્વીલોક પર મનુષ્જીવન નો પ્રારંભ કરતા અઢારે વર્ણ મા ક્ષત્રિય ધર્મ પાડનાર ને મનુષ્ય જાતિ ની રક્ષા કાજે જે બળવાન અને વૈભવશાળી મનુષ્યને રાજા તરીકે ની ઓળખ આ સંસાર માં આપવામાં આવી અને મનુષ્ય જીવન જીવવા નો પ્રારંભ થયો..

આ પૃથ્વી લોક પર સિદ્ધરાજ નામ ના એક મહાપ્રતાપી રાજા હતા એમનું રાજ્ય એક સમૃદ્ધ રાજ્ય કહેવાતું તેઓ મહાન યોદ્ધા સાથે ઉદાર મન ના દાનવીર આ રાજા ના ખજાના માં કુબેર ભગવાન નો સાક્ષાત્ બિરાજમાન હતા.

રાજા ના દરબાર માંથી કોઈપણ મનુષ્ય ખાલી હાથે પાછો ન ફરતો , રાજા ના દાન ની ચર્ચા દેશ વિદેશ માં પ્રખ્યાત થઈ હતી.

દિન દુઃખીયારાઓ રાજા ની ઉદારતા ની પ્રસંનતા કરતા થાકતા ન હતા રાજા હમેશા પોતાના વિસ્તાર ને વિકસાવવા માં વ્યસ્ત રહેતા હતા કેટલાય નાના રાજ્યો ને પોતાના વિસ્તાર માં સમાવી એક મહાન રાષ્ટ્ર ની રચના કરવાની તેઓ ચાહના રાખતા હતા.

એક દિવસ રાજા સિદ્ધરાજ દરબાર ભરી ને બેઠા હતા ત્યારે એક સાધુ મહાત્મા તેઓ ના દરબાર માં આવતા રાજા આદરપૂર્વક મહાત્મા ને પૂછ્યું કે હે મહર્ષિ હું આપની શું સેવા કરી શકું.. મહાત્મા કહે છે હે રાજન આપના દાન ધર્મ ની ચર્ચા સાંભળી હું તમારા રાજ્ય માં આવ્યો છું.

રાજા કહે છે અચુક આપ સાચી જગ્યા પર આવ્યા છો. મહર્ષિ માંગો આપને શું સેવા કરીશકુ સાધુ એ પોતાની જોલી બતાવી ને કહે છે હે રાજન આ જોલી ને સોનામહોર થી ભરી દો.. રાજા એ હસતા હસતા મહર્ષિ ને કહ્યું બસ મહાત્મા એટલું જ આપ માંગો છો .રાજા કારભારી ને હુકમ કરે છે મહાત્મા ની જોલી સોનામહોર થી ભરી આપવા કારભારી ને આજ્ઞા થતાં સોના મોહર ભરેલો થાળ જોલી માં નાખવા છતાંય જોલી ભરાતી નથી બીજી ત્રીજી વખત પછી પણ જોલી ભરાતી નથી તેથી રાજા ને અચરજ થાય છે અને મહાત્મા ના પગ માં પડી માફી માંગે છે.ત્યારે મહાત્તમા કહે છે હે રાજન આ જોલી મનુષ્યના હૃદય માંથી બનાવેલી છે. જે ક્યારે પણ ભરાતી જ નથી તે હંમેશા વધુ ને વધુ ઇચ્છઓ વ્યક્ત કરતી રહે છે.
એક મકાન બનાવી ચુકેલો વ્યક્તિ મહેલ ની અપેક્ષા કરે છે. જમવા અનાજ હોય છે છતાંય રાજ ભોગ ની ઈચ્છા કરતો રહે છે.બધું એ મળ્યા પછી પણ મનુષ્ય જગત જીતવા ની લાલસા માં આંધળો બનતો જાય છે

જીજ્ઞાશા ની લાય માં મનુષ્ય ભટક્યા જ કરે છે
સાંભળો રાજન
તારા જ રાજ્ય ના એક ગરીબ ખેડૂત ની આ વાત છે તવંગર અને મહેનતું આ ખેડૂત ને ખેતર માંથી હીરા ઝવેરાત અને સોના મોહર મળે છે.જેના થી તે પોતાનું જીવન સરળતાથી ગુજરાન ચલાવી શકે તેમ હતું પરંતુ એ ખેડૂત ને મળેલ અઢળક સંપતિ માંથી મકાન ને ભવ્ય બનાવવા અને અન્ય સુવિધા ઓ માટે તથા તેના સંતાનો પણ આ સંપત્તિ નો દૂર ઉપયોગ કરવા લાગ્યા આ પરિસ્થિતિ નજરે ખેડૂત તારા રાજ્ય માંથી ચાલ્યો ગયો દિવસો દિવસ સંતાનો ની પરિસ્થિતિ ખરાબ થવા લાગી અને જાવ જલાલી થી જીંદગી પસાર કરતાં સંતાનો ને ફરીથી ખેતી ના કામે લાગવું પડ્યું.. હા મહર્ષિ આપ સત્ય વચન કહો છો.. એ ખેડુત મારા રાજ્ય ના કરશન ભગત કરી ને હતા સંતાનો નો અનીતિભાવ જોઈને કરસન ભગત અન્ય રાજ્ય મા ચાલ્યા ગયા હતા.. પરંતુ હે મહર્ષિ આપ આ બધું કેમ જાણો છો.. તો સાંભળો રાજન હમેશા કોઈ પણ મનુષ્ય કોઈ પણ વસ્તુ કે ચીજ માં સંતોષ નથી રાખતો તેને અંતે પસ્તાવું જ પડે છે.
એટલે દરેક વ્યક્તિ એ પોતાના હૃદય અને મન પર કાબુ રાખી પ્રભુ એ આપેલ સંપત્તિ અને પ્રતિષ્ઠા ને શાંત મને સંતોષી થઈ ને ભોગવે છે તેવા મનુષ્યને પરમ બ્રહ્મ પ્રાપ્ત થાય છે.મહાત્મા ના આ ઉપદેશ નું જ્ઞાન થતાં ની સાથે જ રાજા સિદ્ધરાજ અન્ય નાના રાજ્યો ને પોતાના વિસ્તાર માં સમાવેશ કરવાનું ટાળી દઈ અન્ય લાલશા ઓથી પર બ્રહ્મજીવન જીવવાનું નિર્ણય લે છે ત્યારે એ મહર્ષિ કહે છે હે રાજન મારું પૂર્વાશ્રમ નું નામ તમે નહીં પૂછો.. તો સાંભળો રાજન મારું પૂર્વાશ્રમ નું નામ કરસન ભગત હતું.. નામ સાંભળતા ની સાથે જ રાજા સિદ્ધાર્થ આશ્ચર્યચકિત થઈ જતાં એ મહર્ષિ રૂપી કરસન ભગત ને પગે પડી કહ્યું હે મહર્ષિ મને માફ કરશો હું આપને અને સમય ને ન પારખી શક્યો.. ત્યારે મહર્ષિ કરશન ભગતે કહ્યું હે..રાજન ક્યારે પણ કોઈ પણ વસ્તુ , પ્રદાર્થ કે સંપત્તિ રૂપી અહમ કે અભિમાન ની ચાદર ઓઢી ને પોઢસો તો સમય ક્યારે તમને નિંદ્રા મા પોઢાડી ને ચાલ્યો જશે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો.. અલબત્ત મનુષ્ય ને કુદરતે જે આપ્યું છે તેના થી સંતોષ માનવું જોઇએ એજ સાચી સમજદારી છે.. અર્થાત્ મનુષ્ય ના ભાગ્ય મા લખ્યું છે તે થવાનું જ છે એમાં કોઈપણ અન્ય જાતિ કે પરીબળ કામ નહીં કરે...✒️ અસ્તુ...💐