ભાગ - ૨
લેખક - મોદી મિત
ભાગ એક માં વાચ્યું કે રોશન અને મોહિત વચ્ચે મારામારી થઈ હતી . પરંતુ આ વાત ઝીલ ને નઈ ખબર . હવે આગળ જોઈએ .
બિનિતા મોહિત ને બોલવા ગઈ. અને મોહિત આયો પણ રોશન આજ માં આયો કારણ કે તેના પગ મા પાટો આયો તો.
બિનિતા - " અરે તને આ હાથે શુ થયુ છે કેવીરીતે ચિરો પડ્યો ? "
મોહિત - " જવા દે ને ! "
બિનિતા - " સારું ના કેવું હોય તો ના કે ..."
મોહિત - " હું ઝીલ ને બોલાઈને આવું . "
બિનિતા - " હા હું રોશન ને બોલાઇને આવું "
મોહિત ( ગુસ્સા માં ) - " એ આવશે ને તો હું નાઈ આવું ."
બિનિતા - " કેમ ! ...? શું થયું જગડો થયો છે તમારા બંને વચ્ચે ? "
મોહિત - " હા ....! "
બિનિતા - " કોના કારણે ? કાલ તો તમે સાથે હતા ! "
મોહિત - " સવાલ ના કર હું ઝીલ ને બોલવા જાઉં છું ! "
મોહિત ઝીલ ને બોલવા ગયો પણ બિનિતા આશ્ચર્ય માં પડી ગઈ કાલે આ બંને સાથે હતા અને આજે પાછું શું થયું તે પૂછવા બિનિતા રોશન ના ઘરે ગઈ ને રોશન ના ભાઈ ને પૂછ્યું
બિનિતા - " રોશન ક્યાં છે? "
રોશન નો ભાઈ - " એ સૂઈ ગયો છે તે ને પગ મા પાટો આયો છે તે અઠવાડ્યા સુધી નાઈ આવું શકે . "
આ વાત સાંભળી ને વિચાર માં પડી ગઈ કે આ લોકો વચ્ચે થયું શું ?
બિનિતા પાછી આવી ત્યારે ઝીલ અને મોહિત વાતો કરતા હતા
ઝીલ - " આ શું થયું મોહિત શું કર્યું તે હાથે !.....હે .?
મોહિત - " અરે કંઈ નાઈ ઘર માં કામ કરતા કરતા વાગી ગયું ?
ઝીલ - " ધ્યાન થી કર કામ ! "
બિનિતા - " કેમ જૂઠું બોલે છે! "
મોહિતે બિનિતા ને ઇસરા માં કીધું પછી કાઉ છું તને અત્યારે તું ચૂપ રે .
ઝીલ - " રોશન નઈ આવતો ? "
બિનિતા એ મોહિત ની સામુ જોઈને કીધું
બિનિતા - " એના પગ મા પાટો આયો છે તે આ અઠવાડિયામાં નઈ આવી શકે . "
ઝીલ - " તમે બંને સાથે કામ કરતા હતા કે શું ? બંને ને એક સાથે વાગ્યું છે ! "
મોહિત - " ના ના ઝીલ તું ચલ ને આપડે પત્તા રમીએ .! "
ઝીલ - " પત્તા માં શું રમવું છે ?."
મોહિત - " માંગુસ રમીએ ."
ઝીલ - " સારું તારી મરજી ."
તે લોકો રમતા રમતા વાતો કરતા હતા . એટલા માં રોહિણી બેન ઝીલ ને બોલાવી તો ઝીલ જતા જતા બોલી
ઝીલ - " હું આઉ હમણાં તમે જતા નઈ હો.."
ઝીલ ગઈ પછી બિનિતા એ મોહિત ને પૂછ્યું કે શું થયું છે તારા અને રોશન વચ્ચે ?
મોહિત - " રોશન અને મારા વચ્ચે એક વાત જગડો થયો છે એ વાત ઝીલ ને ના કહેતી તું હોને નઈ તો ઝીલ મને નઈ બોલાવે ! હોને .."
બિનિતા -" કંઈ બાબત પર જગડો થયો ? "
મોહિત તે બિનિતા ને બધું કહી દીધું કે
મોહિત - " હું અને રોશન ઝીલ ને નાનપણ થી પ્રેમ કરીએ છીએ .અને પેલો રોશન મને ઝીલ નો ભાઈ બોલતો હતો તેથી મને ગુસ્સો આયો અને ને મે એને ધક્કો માર્યો ને પછી મારામારી થઈ . "
બિનીત - " એટલે તમે બંને ઝીલ નું કહેલું માનો છો ! "
મોહિત - " પણ આ વાત તું કોઈ ને કેહતી ના ...! "
બિનિતા - " સારું.. હું કોઈ ને નઈ કહું ."
એટલા માં ઝીલ આવી ને બોલી
ઝીલ - " યાર આજે મારા થી નઈ રમાય કારણ કે હું બાર જાઉં છું કાલ રમીશું આપડે ."
ઝીલ ના આઇ તો બિનિતા અને મોહિત પણ ઘરે જતા રહ્યા પરંતુ બિનિતા ના મગજ માં ગણા સવાલો ફરતા હતા અને સૌથી મોટો સવાલ એ હતો કે બિનિતા કોનો સાથ આપે મોહિત નો કે રોશન નો ?
તેના પછી ના દિવસે વિશાલ ઝીલ ના ઘરે રેહવા આયો . વિશાલે મોહિત બોલાયો મોહિત વિશાલ ને જોઈ ને બઉ ખુશ થયો . મોહિત બોલ્યો
મોહિત - " બઉ દિવસે આયો લા ...! "
વિશાલ - " હા યાર બઉ ભણવાનુ હોય છે..! "
મોહિત - " હા કેવું ચાલે તારું બોર્ડ દસમું ધોરણ ..? "
વિશાલ - " બસ ચાલે છે .! ચલ ને આપડે ઝીલ ના ઘરે જઈ ને વાતો કરીએ ."
મોહિત - " હા ચાલો ! "
વિશાલ - " આ તને હાથે શું થયું? "
મોહિત - " કંઈ નઈ જવા દેને .."
વિશાલ અને મોહિત ઝીલ ના ઘરે ગયા ત્યાં ઝીલે મોહિત ને જોઈ ખુશ થઈ . અને એ લોકો વાતો કરતા હતા .
એટલા માં રોહિણી બેન આયા રોહિણી બેન મોહિત ને પસંદ નતા કરતા કારણ કે મોહિત તે લોકો કરતા ગરીબ હતો એન ઝીલ ની મમ્મી ઝીલ ને અમીર ઘર માં મોકલવા માગતી હતી .
અને બીજી બાજુ બિનિતા એ નક્કી કરીનાખ્યું કે તે રોશન નો સાથ આપશે અને મોહિત ને ઝીલ થી દુર મોકલી દેશે . બિનિતા રોશન ના ઘરે ગઈ અને કીધું
બિનિતા - " મને મોહિતે બધું કહી દીધું છે કે તમે બંને ઝીલ ને પસંદ કરો છો અને કેમ જગડો થયો છે તે બધું કહી દીધું . "
રોશન - " મોહિત અત્યારે ક્યાં છે ..? "
બિનિતા - " ઝીલ ના ઘરે વિશાલ સાથે . ."
રોશન ( ગુસ્સા માં ) - " મને ખબર હતી એ સાલો કૂતરો વિશાલ ના બહાને ઝીલ ના ઘરે જાય છે ! "
બિનિતા - " આપડે બંને મળીને મોહિત ને ફસાઈ દઈએ તો ? "
રોશન - " કેવી રીતે ? "
બિનિતા - " આપડે એને ઝીલ થી અલગ કરી દઈ શું ...! "
બિનિતા અને રોશને સાથે મળીને મોહિત ને મોહિત ને ઝીલ થી દુર કરવા માં લાગી ગયા .....
હવે આગળ શું થાય છે એ જોઈએ આના આગળ ના ભાગ એટલે ....
ભાગ - ૩ માં જોઈએ