Samarpan - 11 - last part in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | સમર્પણ - 11 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

સમર્પણ - 11 - છેલ્લો ભાગ

" સમર્પણ " પ્રકરણ-11

આપણે પ્રકરણ-10 માં જોયું કે નીમાની કૂખે દિકરો તો જન્મ્યો પણ તે મૃત્યુ પામ્યો, આ સમાચાર નમ્રતાને મળતાં નમ્રતાને ખૂબજ દુઃખ થયું અને તે વિચારવા લાગી કે આટલા બધા વર્ષો પછી પણ નીમાભાભીનો ખોળો ખાલી જ રહી ગયો. આ વાતની ખબર જ્યારે નીમાભાભીને થશે ત્યારે તે આ સદમો બરદાસ્ત નહિ કરી શકે અને તેનું શું પરિણામ આવશે તેની કલ્પના કરી શકાય તેમ નથી...!! અને તે જ ક્ષણે તેને વિચાર આવ્યો કે મારી કૂખે બે બાળકો અવતર્યા છે તેમાંથી હું એક બાળક નીમાભાભીના ખોળામાં મૂકી દઉં તો...!! અને તેણે આમ કરવા નિર્ણય પણ કરી લીધો પછી તેણે પોતાનો નિર્ણય પોતાના પતિ અનિષને જણાવ્યો, અનિષે પણ આ વાત સ્વીકારી લીધી અને જીવરામશેઠના ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો તેમજ સમગ્ર પરિવારના સભ્યો નમ્રતાની મહાનતા ઉપર ગર્વ અનુભવવા લાગ્યા...હવે આગળ...

સમય પસાર થયે જતો હતો નમ્રતા અને નીમાના બંનેના બાળકો સાથે સાથે મોટા થતા જતા હતા બંને વહુઓ હવે બાળકોને લઈને પોતાને પિયરથી સાસરે આવી ગઈ હતી. પણ નીમાના સ્વભાવમાં કોઈ ફરક પડતો નહતો.

નમ્રતાએ આખા પરિવારને વિનંતિ કરી હતી કે, પોતે નીમાભાભીને બાળક દત્તક આપ્યું છે તે વાત કોઈએ નીમાભાભીને જણાવવી નહિ, નીમા પોતાના સ્વભાવ પ્રમાણે વારંવાર પોતાના દિકરાના પેટ ભરીને વખાણ કર્યા કરતી હતી અને નમ્રતાની કૂખે દીકરી જન્મી માટે મેણાં ટોણાં માર્યા કરતી હતી આ વાત મોટી ભાભી નિલમથી બિલકુલ સહન થતી ન હતી. નમ્રતા હંમેશાં નિલમને રોકી લેતી હતી કે, " જવા દો ને ભાભી, એ તો એમનો સ્વભાવ જ એવો છે...!! "

પરંતુ એક દિવસ નીમા કંઇક વધારે પડતું જ બોલી ગઈ અને નિલમથી આ વાત બિલકુલ સહન થઈ શકી નહિ તેથી તે બોલી ઉઠી કે, " નીમા, તું જેને તારો દિકરો સમજી ગળે વળગાડે છે તેમજ તારી કૂખે દિકરો જન્મ્યાનું આટલું બધું અભિમાન કરે છે તે તારો દિકરો છે જ નહિ....!! એ નમ્રતાનો દિકરો છે તારા ખોળે પણ દિકરો જ જન્મ્યો હતો પણ તે જન્મ લેતાની સાથે જ મૃત્યુ પામ્યો હતો.

અને તારો ખોળો ખાલી ન રહે, તું દુઃખની દુનિયામાં ડૂબી ન જાય તે ઈરાદાથી નમ્રતાની કૂખે ટ્વીન્સ બાળકો જન્મ્યા જેમાં એક દિકરો હતો અને બીજી દીકરી હતી. અને તેણે તેના પોતાના અરમાનોનો ત્યાગ કરીને પોતાનો દિકરો તારા ખોળામાં મૂકી દીધો છે. અને તને માતા બનવાની અધિકારી બનાવી છે, તું જીવનભર નમ્રતાના પગ ધોઈને પાણી પીવે તો પણ તેના અહેસાનનો બદલો તું વાળી શકે તેમ નથી...!! " આ વાત સાંભળીને નીમા તો જાણે અચંબામાં ડૂબી ગઈ અને તરત જ પોતાના પતિ આનંદને ફોન કરીને આ વાતની ખાત્રી કરી લીધી.

આનંદે પોતાની પત્ની નીમાને બધીજ સાચી વાત કહી સંભળાવી ત્યારે નીમાને આખી હકીકત સમજાઈ ગઈ અને તે નમ્રતાના પગમાં પડી ગઈ તેમજ ચોંધાર
આંસુએ રડવા લાગી તેને પોતે નમ્રતા સાથે કરેલા વર્તનથી પોતે નાનમ અનુભવવા લાગી.

નમ્રતાએ તેને ઉભી કરી પોતાના ગળે વળગાડી લીધી અને બંને એકબીજાને ભેટીને ખૂબજ રડી પડ્યા. નિલમની આંખો પણ આંસુથી છલકાઈ આવી.

નિલમ, નીમા અને નમ્રતા ત્રણેય વહુઓ સગી બહેનોની જેમ રહેવા લાગી, જીવરામશેઠના ઘરમાં તો જાણે સ્વર્ગ ઉતરી આવ્યું અને જીવરામશેઠનું ઘર આખાય મલકમાં વખણાવા લાગ્યું.

સમયને પસાર થતા ક્યાં વાર લાગે છે...?? નીમાનો દીકરો અને નમ્રતાની દીકરી ત્રણ વર્ષના થઈ ગયા હતા, નમ્રતા ફરીથી ભારેપગે હતી. નિલમ તેમજ નીમા, નમ્રતાની ખૂબજ કાળજી રાખતા હતા.

અને એ દિવસ આવી ગયો જેની સમગ્ર પરિવાર રાહ જોઇને બેઠું હતું. નમ્રતાએ એક સુંદર દિકરાને જન્મ આપ્યો ને જીવરામશેઠના ઘરમાં ખુશીઓનો વરસાદ થયો. નમ્રતાના દીકરાનું નામ નીમાએ ' અરમાન ' પાડ્યું.
સમાપ્ત.