Operation Chakravyuh - 1 - 19 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 19

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 19

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-19

રાવલપિંડી, પાકિસ્તાન

"મોસાદમાં મારો એક જૂનો મિત્ર અત્યારે ચીફ એનાલિસ્ટની પોસ્ટ પર કાર્યરત છે..જેનું નામ એડવર્ડ ફ્રીડમેન." પોતાને નાથન અંગે શું માહિતી મળી હતી એ અંગે જણાવતા રાજવીર શેખાવતે નગમાને કહ્યું. "ફ્રીડમેને મને જણાવ્યું કે નાથન પિંડીમાં ક્યાં અને કયા વેશમાં રહે છે એ જાણવું અશક્ય છે કેમકે એ સતત પોતાની ઓળખ બદલતો રહે છે."

"પણ એક જગ્યા છે જ્યાં નાથન દર રવિવારે જાય છે. એ સ્થળ છે પિંડીની સૌથી મોટી ચર્ચ એવી ક્રિસ્ટ ચર્ચ, ત્યાં રવિવારે સવારે યોજાતી પ્રેયરમાં ભાગ લેવા નાથન જતો હોવાની માહિતી મને ફ્રીડમેન જોડેથી મળી છે. આ ઉપરાંત ફ્રીડમેન જોડેથી મળેલો નાથનનો ફોટો પણ મેં તને એક અનનોન આઈડી પરથી મેઈલ કર્યો છે."

રાજવીર શેખાવતની વાત સાંભળી રહેલી નગમા અચાનક કંઈક યાદ આવતા બોલી પડી.

"સર, હું જાઉં છું ક્રિસ્ટ ચર્ચ..કેમકે, આજે રવિવાર જ છે."

"હા, આજે તો રવિવાર છે." શેખાવતે કહ્યું. "આપણું તો કામ જ એવું છે કે ક્યારે કયો વાર હોય એ યાદ જ ના રહે. એની વે, બેસ્ટ ઓફ લક.!"

"થેન્ક્સ..!" આટલું કહેતા જ નગમાએ રાજવીર શેખાવત સાથેનો સંપર્ક વિચ્છેદ કરી માધવની તરફ જોતા કહ્યું.

"માધવ, આપણે ક્રિસ્ટ ચર્ચ જવાનું છે. તું ફટાફટ કેપ્ચર લેન્સ આંખમાં લગાવી લે, હું એમાં નાથનનો ફોટો અપલોડ કરી રહી છું." પોતાના મોબાઈલની સ્ક્રીન પર ત્વરિત વેગે આંગળીઓ ચલાવી રહેલી નગમાએ માધવને આદેશાત્મક સુરમાં કહ્યું.

નગમાની વાત સાંભળી માધવે પોતાની ટ્રાવેલ બેગનું એક ટાયર નીકાળી એમાંથી એક નાની કાળા રંગની ડબ્બી નીકાળી એની પર મોજુદ એક બટન દબાવ્યું..આમ થતાં જ એ ડબ્બીમાં લાલ રંગની એક લાઈટ થઈ અને ડબ્બી ખુલી ગઈ.

"પાંચ સેકંડ.." માધવને હાથનાં ઈશારાથી પાંચ સેકંડ રાહ જોવાનો સંકેત કરતા નગમાએ કહ્યું..જેવી પાંચ સેકંડ પૂરી થઈ એ સાથે જ એને માધવને કહ્યું. "લેન્સ લગાવી લે, અને ડબ્બી ખિસ્સામાં રાખી દે."

માધવ આ બધાં અદ્યતન ગેઝેટ વિશે ટ્રેઈનિંગ દરમિયાન શીખ્યો હોવાથી એને ખૂબ જ ઝડપથી નગમાના કહ્યાં પ્રમાણે ડબ્બીમાં મોજુદ લેન્સને પોતાની જમણી આંખમાં લગાવી લીધો. લેન્સ લગાવીને માધવે એ ડબ્બીને પોતાના જેકેટના ખિસ્સામાં રાખી દીધી.

"રિવોલ્વર, બૉમ્બ અને બાકીની જેટલી પણ જરૂરી વસ્તુઓ છે એ પણ સલામતી ખાતર જોડે રાખી લે." નગમાએ પોતાના જિન્સની અંદર જર્મન બનાવટની રિવોલ્વર રાખતા કહ્યું.

એક તરફ જ્યાં નગમા અને માધવ ઈઝરાયલી ગુપ્તચર સંસ્થા મોસાદનાં નાથન નામક જાસૂસને શોધવા ક્રિસ્ટ ચર્ચ જવાની તૈયારીમાં હતાં તો બીજી તરફ હોટલની બહાર મોજુદ મિર્ઝા અને તાહીર પોતાની ઘડિયાળમાં નવ વાગવાની રાહ જોઈને બેઠા હતાં. મસૂદે કહ્યા મુજબ જો નગમા, માધવ કે દિલાવર હોટલ રૂમમાંથી નવ વાગે બહાર ના આવે તો રૂમમાં ઘૂસીને એમનો ખેલ ખતમ કરી દેવાનો હતો અને એ લોકો કોણ હતાં અને બલવિંદરના ઘરેથી શું લાવ્યાં હતાં એ જાણવાનું હતું.

નવ વાગવામાં હવે બે મિનિટની વાર હતી, મિર્ઝા અને તાહીરે પોતપોતાની ઓટોમેટિક રિવોલ્વર રેડી કરી રાખી હતી. જેને ચલાવવા એ બંને ભારે ઉતાવળા હતાં.

"ચલો ભાઈ, હવે નીકળીએ.." નવ વાગતા જ એ બંને પોતાની કારમાંથી હેઠે ઊતર્યા અને હોટલનાં ગેટ તરફ આગળ વધ્યા. હજુ તો એ બંને દસેક ડગલાં જ આગળ વધ્યા હતા ત્યાં એમની નજર હોટલના પાર્કિંગ તરફથી આવી રહેલી સફેદ રંગની ઓલટો પર પડી.

"મિર્ઝા, આ તો એ જ ગાડી છે..અને અંદર બેસેલા બંને જણા પણ એ જ છે જે બલવિંદરના ઘરમાં હતાં." માધવ અને નગમાને તાહીર ઓળખી ગયો હતો. "ચલ ફટાફટ કારમાં બેસ, આપણે એમનો પીછો કરવો પડશે."

આ સાથે જ મિર્ઝા અને તાહીર દોડીને પોતાની કારમાં ગોઠવાઈ ગયાં. તાહીરે કારના એક્સીલેટર પર પગ રાખ્યો અને કારને ઓલટો પાછળ દોડાવી મૂકી.

"ભાઈ, આ ગાડીમાં તો બે જ વ્યક્તિ છે." ડ્રાઈવિંગ સીટની બાજુમાં બેસેલા મિર્ઝાએ કાર હંકારી રહેલા તાહીરને ઉદ્દેશીને કહ્યું. "પેલો લાલ વાળ વાળો પહેલવાન દેખાતો નથી."

"લગભગ એ હજુ હોટલમાં જ હશે." કાર હંકારી રહેલો તાહીર બોલ્યો. "એને પછી જોઈ લઈશું પહેલા એ જોવાનું છે કે બે દિવસ હોટલ રૂમમાં ભરાઈ રહ્યાં બાદ આ બંને ક્યાં ચાલ્યાં?"

પોતાની કારનો પીછો થઈ રહ્યો છે એ બાબતથી અજાણ નગમા પૂરઝડપે કારને આર્મી હોકી ગ્રાઉન્ડ નજીક આવેલી ક્રિસ્ટ ચર્ચ તરફ ભગાવી રહી હતી. નગમા અત્યારે પરંપરાગત વસ્ત્રોની જગાએ પોતાના આગવા રૂપમાં દ્રશ્યમાન થઈ રહી હતી. સફેદ ટીશર્ટ, બ્લુ ડેનિમ જીન્સ અને બ્લેક લેઘર જેકેટમાં સજ્જ નગમા આજે આગવા અંદાજમાં આવી ચૂકી હતી.

"માધવ, દિલાવરને કોલ કરી એને ક્રિસ્ટ ચર્ચ આવવાનો સંદેશો આપ." ગાડી હંકારી રહેલી નગમાએ માધવને ઉદ્દેશીને કહ્યું. નગમાની વાત પૂરી થાય એ પહેલા તો માધવે પોતાના મોબાઈલમાંથી દિલાવરનો નંબર ડાયલ કરી દીધો હતો.

****************

ચેન્ગશિંગ આઈલેન્ડ,શાંઘાઈ, ચીન

"મિસ્ટર લી, જો શક્ય હોય તો તમે અત્યારે બીટકોઇન્સને બદલે પૈસા ટ્રાન્સફર કરો." અર્જુને સમજી વિચારીને પોતાની વાત રાખતા કહ્યું. "જો એવું હોય તો હું કાલ સાંજે તમે મોકલાવેલા પૈસા મોકલાવી દઈશ અને ત્યારે તમે બીટકોઈન મોકલાવી આપજો. મારે કાલે સવારે ક્રૂડ લેવાનું હોવાથી પૈસાની આવશ્યકતા છે."

"અરે આટલી નાની વાત.." નશામાં ટલ્લી થઈ ગયેલા લીએ વિંગને આદેશ આપતા કહ્યું. "વિંગ, શેખ સાહેબના એકાઉન્ટનાં દોઢ કરોડ યુઆન ટ્રાન્સફર કરી દે."

"પણ સર..!" વિંગ કંઈક બોલવા જતો હતો ત્યાં એને હાથનાં ઈશારાથી આગળ બોલતો અટકાવી લીએ ક્રુદ્ધ સ્વરે કહ્યું.

"કહેવામાં આવે એટલું કર."

લીનો ગુસ્સાભર્યો અવાજ સાંભળી વીંગ હુસેની બનેલા અર્જુનના કહ્યા મુજબ કોમર્શિયલ બેન્ક ઓફ દુબઈના એક એકાઉન્ટ પર પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાં લાગી ગયો.

આ તરફ બધાંની નજરોથી છુપાઈને નાયકે પોતાની જમણા હાથની વચ્ચેની આંગળી પર લગાવેલી એક સેલોટેપ જેવી પારદર્શક માઈક્રો ચીપ નિકાળીને આઈ.ટી રૂમના મુખ્ય કોમ્યુટરનાં સી.પી.યુ પર લગાવી દીધી. આ એક જટીલ તકનીકી રચના ધરાવતી અત્યંત અદ્યતન માઈક્રોચીપ હતી, જેને કોમ્પ્યુટરનાં સી.પી.યુ પર લગાવવા માત્રથી જ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની અંદર રહેલો ડેટા બધો જ ડેટા ચીપમાં આવી જતો. આ ચીપને સેટેલાઇટ થકી રૉની આઈ.ટી હેડક્વાર્ટર જોડે જોડવામાં આવી હતી.

"સર, પાસવર્ડ.." અર્જુનના કહ્યાં મુજબની બધી જ ડિટેઈલ ફિલઅપ થઈ ગયાં બાદ લીને ઉદ્દેશીને વીંગ બોલ્યો.

"ચલ આઘો ખસ.." વીંગ સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતા લી બોલ્યો. પોતાના માલિકને બરાબરની ચડી ગઈ હોવાનું જાણતો વીંગ ચૂપચાપ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો.

લી એની જગ્યાએ લેપટોપ સામે ગોઠવાયો, આલ્ફાબેટ અને નંબરથી બનેલા એક પાસવર્ડને ખૂબ જ ઝડપથી કીબોર્ડની મદદથી ટાઈપ કરીને લી કોમ્પ્યુટર સ્ક્રીન ભણી આંખો ફાડી-ફાડીને જોઈ રહ્યો.

એકાદ મિનિટ બાદ કોમ્પ્યુટરની સ્ક્રીન પર done! લખેલું જોતા જ લીએ અર્જુન તરફ નજર ઘુમાવીને કહ્યું.

"મિસ્ટર હુ..હુસેની, તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયાં."

"શુક્રિયા જનાબ..!" અર્જુને લીને ગળે લગાવીને કહ્યું. "ચલો ત્યારે પછી હું અને મારો ભાઈ નીકળીએ. ડ્રાઈવર અમારી રાહ જોતો હશે."

"સારું..જેવી તમારી મરજી." વીંગની જગ્યાએથી ઊભા થતા લી બોલ્યો. "બાકી આપણે પરમદિવસે મળીએ છીએ, ભાઈ પણ તમારી જોડે બિઝનેસ અંગે અમુક ચર્ચાઓ કરવા માંગે છે."

"સ્યોર..અમે આવી જઈશું પરમદિવસે અહીં." નાયકની તરફ જોઈ અર્જુને એ ખાતરી કરી લીધી કે એને એનું કામ યોગ્ય રીતે કરી લીધું હતું.

"અહીં નથી આવવાનું." લી બોલ્યો. "આપણે ફેક્ટરીએ મળીએ..ત્યાં સ્નેક વેનમ ડ્રગ્સ કઈ રીતે બને છે એ પણ તમને જોવા મળશે."

"ખૂબ સરસ..તો પછી તમે કહેશો ત્યાં અમે આવી જઈશું." નાયકને ટેકો આપી દરવાજા તરફ આગળ વધતા અર્જુન બોલ્યો. નાયક પણ ટલ્લી થઈ ગયો હોય એવી એક્ટિંગ કરી રહ્યો હતો.

"ગુડ નાઈટ." બીજા માળની સીડીઓ ઉતરતા અર્જુન અને નાયકને ઉદ્દેશીને લીએ કહ્યું, અને પછી તે ત્રીજા માળની સીડીઓ તરફ આગળ વધ્યો.

પાંચેક મિનિટ બાદ અર્જુન અને નાયક શાહિદ સાથે કારમાં ચેન્ગશિંગ આઈલેન્ડથી મુખ્ય રોડ તરફ જતા રસ્તે આવી પહોંચ્યા હતાં.

"નાયક ચીપ લાગી ગઈને?" પોતાની હથેળી પર લાગેલી ડીજીટલ સ્કીનને નીકાળી પોતાની કારમાં રહેલ એક સ્પેશિયલ બેગમાં મૂકતા અર્જુને નાયકને ઉદ્દેશીને કહ્યું.

"હા, એકદમ નક્કી જગ્યાએ.." નાયક હસીને બોલ્યો.

"આજે તો ધાર્યા કરતા બમણું મળી ગયું." હાથમાં પહેરેલી ઘડિયાળને પણ એક બોક્સમાં મૂકતાં અર્જુને કહ્યું.

અડધા કલાક બાદ અર્જુન અને નાયકને હોટલનાં ગેટ જોડે ઉતારી શાહિદ કાર લઈને ત્યાંથી નીકળી ગયો. અર્જુન અને નાયક જેવા પોતાના રૂમમાં આવ્યા એ સાથે જ એને સેટેલાઇટ ફોનની મદદથી રૉ ઓફિસ સંપર્ક સાધ્યો.

"હેલ્લો.. કોણ બોલો?" ફોન રિસીવ કરતા જ વેણુએ પૂછ્યું.

"ગાંડીવધારી."

"બોલો ઓફિસર.." અર્જુને પોતાનું કોડનેમ બોલતા જ વેણુ ઓળખી ગયો કે કોલ કરનાર અર્જુન હતો.

"હું અને નાયક આજે લીની ઓફિસે ગયાં હતાં." આટલું કહી અર્જુને લીની ઓફિસમાં જે કંઈ બન્યું હતું એ અંગે બધી વાત વેણુએ જણાવી દીધી.

"મતલબ કે આપણે જે કોમર્શિયલ બેન્ક ઓફ દુબઈમાં એકાઉન્ટ બનાવ્યું હતું એમાં લીએ પોતાના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યાં."

"હા.!"

"આ તો ખૂબ મોટું કામ કરી નાંખ્યું તમે." વેણુ બોલ્યો. "લીના એકાઉન્ટની લેણ-દેણ પરથી શક્યવત એ માહિતી મળી જશે કે એને ગુજરાતમાં કોઈને પૈસા મોકલાવ્યાં હતાં કે નહીં!"

"હમમ.. લી નશામાં હોવાથી એ વિશે વિચારી જ ના શક્યો કે આ ટ્રાન્સફર એના ભાઈ અને પાકિસ્તાની આતંકવાદીઓ વચ્ચેનો સંબંધ ઉજાગર કરવામાં ખૂબ જ કારગર નિવડવાનું છે."

"ઓફિસર, વેરી ગુડ વર્ક." પ્રશંષાના સૂરમાં વેણુએ કહ્યું. "તમે ખરેખર આ મિશન માટે ઉત્તમ પસંદગી છો."

"જય હિંદ." આટલું કહી અર્જુન વેણુ સાથેનો સંબંધ વિચ્છેદ કરવા જતો હતો ત્યાં એના રૂમની ડોરબેલ વાગી ઉઠી.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)