આ દુનિયામાં રહેવાનો હક એકલો માનવીનો જ નથી. તે એકલો માણસ જ નથી રહેતો પણ બીજા ઘણા જીવો પણ અહીં વસવાટ કરે છે ..
માનવીની સાથે અહીં પ્રાણીઓ છે.... જાત જાતના પક્ષીઓ છે ....તેમજ સુંદર ફૂલો છે.... વનસ્પતિઓ છે...
પ્રકૃતિ ને આ પાંચ મહાભૂતો માંથી બનેલ માનવીને પ્રકૃતિ આકર્ષે છે .
માનવીને કુદરતની ખુલ્લી વિશાળતા અને વિશુદ્ધ સુંદરતા , શાંતિ, આરામ પ્રાપ્ત થાય છે એ અન્યત્ર ક્યાંય પ્રાપ્ત નથી કરી શકતો.
પ્રકૃતિની ભુલભુલામણીમાં ભલભલા ફસાયા છે અને તોય પ્રકૃતિ વિશે જાણી નથી શકાયું.
પ્રકૃતિ નો એક અર્થ "કુદરત ."
બીજો અર્થ એટલે" સ્વભાવ ."
કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે આપણે બધું જ સમજાતું હોય તો પણ આપણે પ્રકૃતિ પ્રમાણે વર્તીએ છીએ.
તેને શીખવું નથી પડતું તે તો સ્વભાવિક રીતે થતું જ રહે છે.
બાળક હોય અને તે ખાવા જાય તો કોળિયો હંમેશા મોઢામાં જાય છે.. ભલેને એને કંઈ જ ખબર નથી પડતી તે સ્વભાવિક રીતે જ બધું કરે છે .
આમ પ્રકૃતિ તેનો સ્વભાવ નથી છોડતી આની પાછળનું કારણ છે શુ?
આ તો પ્રકૃતિની અજાયબી છે.
પ્રકૃતિ ને વધારે પડતી આગળ પાછળ નથી કરી શકાતી.
એટલે કે તે તેની લિમીટમાં જ રહે છે.
જો પ્રકૃતિ લિમિટ ની બહાર જાય તો તેમાં અવરોધ ઊભો થાય છે .
પ્રકૃતિનો હંમેશા એક જ નિયમ છે.
જેવું તમે પ્રકૃતિને આપો છો તેવું જ તમને પાછું આપે છે.
આ બધું નિયમથી જ થાય છે.
નિયમ ની બહાર ના થાય પણ લોકો સમજતા નથી ..
આ ચારે ય વેદમાં જ્યારે વેદ પૂરો થાય છે ત્યારે વેદમાં અંત લખેલું છે( ધીસ ઇઝ નોટ ધેટ) તું જે આત્મા ને ખોળે છે તે આત્મા નથી. "ન ઈતી ન ઈતી" માટે તારે આત્માને જાણવો હોય તો તુ જ્ઞાની થા પ્રકૃતિને ઓળખ.
પ્રકૃતિ વિશે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ જગત ભગવાને બનાવ્યું નથી પણ સ્વભાવિક રીતે ઉત્પન્ન થયું છે.
કહેવાનો મતલબ ઈશ્વર પહેલા પ્રકૃતિ ઉત્પન થયેલી છે.. અને ઈશ્વરને પણ તેના નિયમો પ્રમાણે ચાલવું પડે છે... બધું જ કર્મને આધીન છે ઈશ્વરને પણ કર્મ પ્રમાણે જ મનુષ્યને આપવું પડે છે..
આખું જગત પ્રકૃતિની ભુલભુલામણીમાં ફસાયેલું છે.
પુરુષ અને પ્રકૃતિ
પુરુષ અને પ્રકૃતિને તો અનાદિથી ખોળ ખોળ કરે છે. પણ એમ એ હાથમાં આવે તેમ નથી. ક્રમિક માર્ગમાં પ્રકૃતિ આખીને ઓળખે ત્યાર પછી પુરુષ ઓળખાય. તે અનંત અવતારેય ઉકેલ આવે તેમ નથી. જ્યારે અક્રમ માર્ગમાં જ્ઞાની પુરુષ માથે હાથ મૂકે તો પોતે પુરુષ થઈ આખી પ્રકૃતિને સમજી જાય. અને બન્નેય કાયમનાં છૂટાં ને છૂટાં જ રહે.
પ્રકૃતિની ભૂલભૂલામણીમાં ભલભલા ફસાયા છે અને તે ય શું કરે? પ્રકૃતિથી જ પ્રકૃતિને ઓળખવા જાય છે ને, તે ક્યારે પાર આવે? પુરુષ થઈને પ્રકૃતિને ઓળખવાની છે, તો જ પ્રકૃતિના પરમાણુએ પરમાણુ ઓળખાય.
પ્રકૃતિ એ તો સ્ત્રી છે, સ્ત્રીનું સ્વરૂપ છે ને 'પોતે' (સેલ્ફ) પુરુષ છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે 'ત્રિગુણાત્મકથી વેગળો થા.' તે ત્રિગુણ! તે પ્રકૃતિના ત્રણ ગુણથી મુક્ત એવો 'તું' પુરુષ થા. કારણ કે પ્રકૃતિના ગુણમાં રહીશ તો 'તું' અબળા છે અને પુરુષના ગુણમાં રહે તો 'તું' પુરુષ છે.
જગતના નિર્માણમાં ઈશ્વરે મનુષ્ય ના બે રૂપો નિયત કર્યા છે.
એક પુરુષ અને બીજી સ્ત્રી .
સમગ્ર વૈશ્વિક ઘટા ટોપના કેન્દ્રમાં એકલો પુરુષ નથી કે એકલી સ્ત્રી નથી.
"એક્ સેક્સ ને અન્ય સેક્સ વિરુદ્ધ મુકવી કે એક ને બીજા કરતા ચઢીયાતી કે ઉતરતી માનવી અથવા બતાવવી એ ક્રિયા મનુષ્ય જગતના તખ્તા પર લોકોએ બન્ને પાર્ટીને એકબીજાની વિરુદ્ધ મેદાનમાં ઉતારવી એ ખાનગી સમાજ વ્યવસ્થા નું પરિણામ છે.."
તાત્પર્ય માનવજાતિના વિકાસ માં સ્ત્રી નો ફાળો પુરુષ જેટલો જ હોવો જોઈએ સ્ત્રીઓ સ્ત્રીઓ છે પુરુષ પુરુષ છે તુલના નો કોઈ સવાલ જ નથી તેઓ પોતપોતાની રીતે અનન્ય છે.
પુરુષ અને સ્ત્રી વિદ્યુતના ધન અને રુણ ધ્રુવો સમાન છે .તેઓ અસમાન ધ્રુવો છે.તેઓ એકબીજા પ્રત્યે ચુંબકીય તત્વ ની જેમ ખેંચાઈ છે... તેઓ અસમાન ધ્રુવો છે તેથી સંઘર્ષ સ્વભાવિક છે... પરંતુ સમજદારી દ્વારા, પ્રેમ દ્વારા એકમેકના જીવનમાં તેઓ એકબીજા પ્રત્યે સહૃદય બનીને તમામ સમસ્યાઓ ઉકેલી લાવી શકે છે ...છતાં વિશ્વની મોટાભાગની સંસ્કૃતિ આદિકાળથી સ્ત્રીને હર હંમેશ માટે ઉતરતી ગણાવતી આવી છે... સ્ત્રી એટલે આનંદ ,ગુલામી માટે નિમાયેલી જાતિ.
પુરુષપ્રધાન સમાજે ઊભો કરેલો આદર્શ ,રિવાજો અને સંસ્કૃતિના નામે સ્ત્રી ખુદ સ્વેચ્છાએ તેમા ખૂપતી જાય છે.
પુરુષ સામાન્ય પણે કહે છે કે તેમને બુદ્ધિમાન મહિલાઓ પસંદ હોય છે...જયારે ખરેખર તેમને પોતાના કરતા ઓછી જાણકારી ધરાવતી અને ઓછું મગજ ધરાવતી મહિલા સાથી પસંદ હોય છે.. તેથી તેઓ પોતાને વધારે બુદ્ધિમાન ગણાવી શકે. એવું મનોવૈજ્ઞાનિકો નું માનવું છે... કેમકે.. પુરુષ પોતાને ઉત્તર તો માનવા તૈયાર થતો નથી. તે એનો સ્વભાવ છે..
મારી સમજ પ્રમાણે પ્રકૃતિ, સ્ત્રી અને પુરુષ ને સમજવાનો પ્રયત્ન કર્યો છે ભૂલ ચૂક માફ. 🙏🏻🙏🏻