Savcheti, salamti, seva saptah in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | સાવચેતી, સલામતી અને સેવા સપ્તાહ

Featured Books
Categories
Share

સાવચેતી, સલામતી અને સેવા સપ્તાહ


સાવચેતી, સલામતી અને સેવા સપ્તાહ

ડિસેમ્બર –વિશ્વ એઇડ્સ દિવસ

સહુ પ્રથમ ઈ.સ.૧૯૮૮મા શરુ થયેલ એઇડ્સ દિવસ દર વર્ષે ખતરનાક અને જીવલેણ રોગ એઇડ્સ વિષે સમજ અને સહાનુભૂતિનો સંદેશો આપે છે.એ.આઈ.વી.વાઇરસ દ્વારા ફેલાતો આ રોગ આજે વિશ્વની સહુથી મોટી સમસ્યા છે.આજના ટેકનોલોજીના યુગમાં વધતા જતા અનૈતિક સંબંધો આ મહારોગનો વ્યાપ વધારવા કારણભૂત છે.આ રોગ થયા પછી દર્દીને દવા કરતા લાગણી અને હુફની બહુ જરૂર પડે છે.એક સંશોધન મુજબ આ રોગની ગંભીરતા એ છે કે નવા ચેપગ્રસ્ત બનતા લોકોમાં અડધાથી વધુ ૨૫ વર્ષની ઉમરના અને તે ૩૫ વર્ષ સુધીમાં તો મ્રત્યુ પામે છે.વિકાસશીલ દેશોમાં જ ૯૫ ટકાથી વધુ લોકો એઇડસ પીડિત છે.

સામાન્ય રીતે આ રોગના પોતાના કોઈ આગવા ચિહ્નો નથી છતાં રોગપ્રતિકારક શક્તિનો ક્રમશઃ ઘટાડો થતા આવી વ્યક્તિ એઇડ્સગ્રસ્ત થયાની શંકા રહે છે.ઉપરાંત શરીરમાં વજનમાં માત્ર એક જ માસમાં 10 ટકા કે તેથી વધુ ઘટાડો થાય છે,ઝાડા,ઉધરસ અને તાવ પણ એક માસથી વધુ સતત રહે છે.ચામડી પર ડાઘ પડે અને ખંજવાળ,જીભ પર છરી બઝ્વી,શરીરની લસીકા ગ્રંથીમાં સોજો જેવા અન્ય લક્ષણો જોવા મળે છે.

આ રોગથી બચવા સહુથી અગત્યનો અને મુખ્ય ઉપાય ભારતીય સંસ્કૃતિ મુજબ મર્યાદાપૂર્ણ જીવન જીવવું અને નૈતિક જાતીય સંબંધો અર્થાત જીવનસાથી પ્રત્યે વફાદાર રહેવું.ઉપરાંત ભાવિ પેઢી માટે ખાસ કિશોરાવસ્થામાં જ એઈડ્સની સમજ આપતા કાર્યક્રમો રાખવા,શાળામાં જાતીય શિક્ષણ આપવું અનિવાર્ય બની ગયું છે.એઇડ્સ સંબંધી સલાહ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી મળતી સલાહ અને સારવારનો યોગ્ય ઉપયોગ કરવો.

ડિસેમ્બર -સીમા સુરક્ષા(BSF) સ્થાપના દિન-

૧ ડીસેમ્બર ૧૯૬૫ના રોજ દેશની સીમાનું રક્ષણ કરવા ,ગેરકાયદેસર ઘુષણખોરી અટકાવવા,દાણચોરી રોકવા બોર્ડર સિક્યોરીટી ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી.ત્યારથી આ દિવસ તેનો સ્થાપન દિન તરીકે ઉજવાય છે. આપણા સુખ ચેન્નઈ ચિંતા કરનાર જવાનો પોતાના કુટુંબને છોડીને દેશની રક્ષા કર્તા દિવસ રાત ઠંડી,ગરમી,વરસાદ બધી જ તકલીફો હસતાં મોએ સહન કરે છે,તેવા બોર્ડર પરના જવાનો સાથે વિવિધ કાર્યક્રમો આ દિવસે બોર્ડર પર રાખવામાં આવે છે.

ડિસેમ્બર –આંતર રાષ્ટ્રીય વિકલાંગ દિવસ

સમાજમાં રહેલા અપંગો પ્રત્યે સંવેદના અને ઉત્સાહ ઉમંગથી તેમને આપની જીંદગીમાં આવકારવાનો સંદેશો આપવા આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.આવી વ્યક્તિઓને દયા નહિ પણ સામાન્ય વ્યક્તિની જેમ જીવતા અને કામ કરતા શીખવે તેવી વિશેષ તાલીમ અને તકો આપવાની જરૂર છે.વિકલાંગો માટેનો કાયદો ઈ.સ.૧૯૯૫માં ઘડાયો હોવા છતાં તેનો પૂરો અમલ ણ થતો હોવાથી તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સરકારના સમાજ સુરક્ષા ખાતા તરફથી અનેક યોજનાઓ વિકલાંગોને સહાય શિક્ષણ-તાલીમની અમલમાં છે તેની પૂરી જાણકારી આવા લોકો સુધી પહોચાડવી જોઈએ.

ઈ.સ.૧૯૮૫માં જીલ્લા રીહેબીલીટેશન સેન્ટર પણ સ્થાપવામાં આવ્યા,જે દ્વારા દેશના 11 જિલ્લાઓમાં ગ્રામ્ય અશક્ત લોકોને ઘરઆંગણે વ્યાપક સેવાઓ પૂરી પાડવાનો છે.

ડિસેમ્બર -નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દિવસ

કટોકટી અને મુશ્કેલીમાં નાગરિકોને જરૂરી સહાય કરતુ નાગરિક સંરક્ષણ દળનો વાર્ષિક દિન ૬ ડિસેમ્બરે ઉજવાય છે.શિસ્ત,સેવા અને સમર્પણની ભાવનાથી ભરપૂર એવું રાજ્યનું ગૃહ રક્ષક દળ સ્વ.શ્રી મોરારજીભાઈ દેસાઈએ ઈ.સ.૧૯૪૬ન ૬ ડીસેમ્બરના ૫૦૦ સ્વય્મ્સેવાકોનું સંગઠન બનાવી રચેલું.જે કુદરતી કે માનવસર્જિત આપતિઓમાં શિસ્તબદ્ધ રીતે સેવા આપી,નાગરિકોમાં સામર્થ્ય અને રાષ્ટ્રીય એકતાનું નિર્માણ કરે છે.આવા નિ:સ્વાર્થ સેવાપરાયણ હોમગાર્ડ જવાનોની જવાંમર્દીને લાખ સલામ!

ડિસેમ્બર -સશસ્ત્ર દળોનો ધ્વજ્દિન –

ઈ.સ.૧૯૪૯થી આજના દિવસે શરુ થયેલ આ દિન દેશભક્ત વિકલાંગ સૈનિકો કે એમના શહીદ પરિવારોની જવાબદારી રાષ્ટ્રની છે અને ભારતનો દરેક નાગરિક તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુભવતા હંમેશ તેમની સાથે જ છે એવી ભાવના વ્યક્ત કરવા ઉજવાય છે.આપણે આ દિવસે ઉદાર હાથે ફાળો મોકલી સરકારના પ્રયાસોમાં સહકાર સાથે દેશભક્તિનો એક ઉતમ મોકો ચૂકીએ એ જ આજના દિવસની સાર્થકતા...