“કરન... તારા સાથીઓને બોલાવી લે.” બધાને શાંત પડતા જોઈ કેયુરભાઇએ કહ્યું.
“અમે અહી જ છીએ.” બહાર નીકળતા તેને કહ્યું.
“સુમેર..?” જેક અને બધાને ઝટકો લાગ્યો.
“હા હું. તને શું લાગે છે? પર્સી વિશે તને માહિતી મેં કેમ આપી? અને પર્સીને જેલમાંથી કોણે ભગાડ્યો? ક્રિસના કિડનેપ વિશે મને કઈ રીતે ખબર પડી? આ બધી મારી ચાલ હતી. જેમાં તમે બધા ફસાઈ ગયા.” હસતા સુમેરએ કહ્યું. તેની પાસે ક્યુરેટરના બીજા ઓફિસર પણ હતા. તે બધાએ તેમને ઘેરી લીધા.
“એને છોડી દે..” ભાનમાં આવતા રોહનએ કહ્યું.
“તું પણ બેવકૂફ છે રોહન. તારી પત્ની એ દિવસ આપણી વાત સાંભળી ગઈ હતી. તેણે તને સમજાવાની કોશિશ કરી પણ તું માન્યો નહિ. એ દિવસ મારો નિશાનો તું હતો. યાદ કરતા તેણે કહ્યું.
****
પંછી અને અક્ષયને રોહનએ પકડી લીધા હતા. તેમની મદદ કરવા માટે રાહુલ અને ક્રિસ પણ ત્યાં આવી ગયા હતા. ગાયત્રીબેનએ પોતાના બીજા વુલ્ફ સાથીઓને પણ ત્યાં મોકલી દીધા હતા.
કેયુરભાઈ રોહન પર વાર કરીને પંછી અક્ષયને બચાવવાનું નાટક કરવા જઈ રહ્યો હતો. પણ ત્યાં વચ્ચે જ જેસ આવી ગઈ. અને તેની છાતીમાં ચપ્પુ વાગી ગયું. જેસ ત્યાં જ ઢળી પડી. પ્રિયા અને સેમ ત્યારે જ ત્યાં પહોચી ગયા. તે બધા સામે એકલું નહિ લડી શકાય તેમ વિચારીને કેયુરભાઈ હોસ્પિટલ તરફ ભાગ્યા. તે જાણતા હતા કે આ બધાનો જીવ પોતાના બાળકોમાં જ છે.
કેયુરભાઈ ત્યાં પહોચ્યા ત્યા સુધીમાં ગાયત્રીબેન ત્યાં આવી ગયા હતા. તે એક વુલ્ફ હતી. એટલે તેની સામે કેયુરભાઈ જીતી શકતા નહિ. તેથી તેમણે દરવાજાને બહારથી બંધ કરીને તેમાં આગ લગાવી દીધી. પણ એટલામાં જ ત્યાં રીતુબેન અને નીરજભાઈ આવી ગયા. તેમણે કેયુરભાઈ પર વાર કર્યો. તેમને લાગ્યું કે તે મરી ગયો. પણ તે જીવતો ભાગી નીકળવામાં સફળ રહ્યો.
ગાયત્રીબેનએ શ્લોક અને રોમીને બચાવવા માટે તેમને વુલ્ફ બનાવ્યા. પણ પોતે જીવી શક્યા નહિ. રીતુબેન અને નીરજભાઈ બાળકોને સહીસલામત બચાવી લીધા.
બીજી તરફ જેસની હાલત બહુ નાજુક હતી.
“તને કઈ નહિ થાય.” પંછીએ જેસ પર પોતાની શક્તિ વાપરી.
જેસએ તે જ સમયએ એક છોકરીને જન્મ આપ્યો.
“પ્રિયા.. હું આ તને સોંપુ છું. તેને પોતાની સાથે આ બધાથી બહુ દુર લઇ જજે. મને વિશ્વાસ છે તું એની સારી મા બનીશ.” કહી જેસ ત્યાં જ મૃત્યુ પામી.
હસતા કેયુરભાઇએ બધું જણાવ્યું.
“નહિ... આટલા વર્ષો મેં આ બધાથી નફરત કરી. પણ જેસને તે મારી હતી.” ગુસ્સાથી રોહનએ કહ્યું.
“આગળ વધ્યો તો આનું મૃત્યુ આજે જ નસીબ થઇ જશે.” કિમના ગળે ચપ્પુ દબાવતા કેયુરભાઈએ કહ્યું.
“તમે આટલી હદ સુધી નીચે પડી જશો આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું.” કિમની આસપાસનું ચક્ર પોતાની શક્તિઓથી તોડતા પંછીએ કહ્યું.
“તમે બધા.. અહી?” પંછી, સેમ, રાહુલ, પ્રિયા અને અક્ષયને ત્યાં આવતા જોઈ કેયુરભાઈના હોશ ઉડી ગયા.
“તારું ધ્યાન હતું ને તેમની પર..” ગુસ્સામાં કેયુરભાઈએ સુમેર સામે જોયું.
“શું ખાલી તમે જ યોજનાઓ બનાવી શકો? અમને આ પહેલાથી જ ખબર હતી કે સુમેર તમારો માણસ છે.” હસીને અક્ષયએ કહ્યું.
“આ બધા તમારા જ બાળકો છે પપ્પા. હવે તો આ બધું બંધ કરો. શું મળશે આ બધું કરીને?” ધીમેથી રાહુલએ કહ્યું.
“તાકત.. અને હવે તું પણ મારો દીકરો નહિ રહ્યો. તું એક વુલ્ફ છે. મને બસ ચંદ્રમણીથી મતલબ છે. મારી નાખો આ બધાને..” ગુસ્સાથી કેયુરભાઈએ કહ્યું.
“છોડી દે એને..” કહી ક્રિસએ વુલ્ફનું રૂપ લીધું અને રોહન પોતાના વેમ્પાયરના રૂપમાં આવ્યો.
તે બંને એક સાથે કિમને બચાવવા માટે લડી રહ્યા હતા.
કેયુરભાઈના વેમ્પાયરએ તેમના પર હમલો કર્યો.
“આ મારી દીકરી છે. તેને કદી કમજોર સમજતો નહિ.” પ્રિયાએ વુલ્ફ બનતા કેયુરભાઈ પર વાર કર્યો.
કિમ તેની જાળમાંથી બહાર નીકળી ગઈ.
“તને આમ તો નહિ છોડું.” જેક અને શ્લોક વુલ્ફ બની સુમેર સાથે લડી રહ્યા હતા.
ઈવ અને સેમ કરન સાથે લડી રહ્યા હતા.
બધા જ લડી રહ્યા હતા. વેમ્પાયરને હારતા જોઇને કેયુરભાઈએ પોતાના એક સાથીને ઈશારો કર્યો. તેના સાથીએ હકારમાં માથું હલાવી પંછી પર વાર કર્યો. અને બીજી તરફ કેયુરભાઈએ અક્ષય તરફ ચપ્પુ ફેક્યું.
“પપ્પા..” પંછી તરફ કરેલો વાર નીરજભાઈએ વચ્ચે આવી પોતાના પર લઇ લીધો.
બીજી તરફ કેયુરભાઈએ ફેંકેલું ચપ્પુ રોહનએ પોતાના પર લઇ લીધું.
“પપ્પા..” કિમએ તરફ દોડી.
“મને માફ કરી દે કિમ.. ના તો હું સારો પિતા બની શક્યો અને ના તો સારો પતિ. પ્રિયા અને ક્રિસ જ તારા ખરા મા બાપ છે. ક્રિસ, હું તારો અને પ્રિયાનો આભારી રહીશ. મેં તમારી સાથે આટલું ખોટું કર્યું તે છતાં તમે મારી દીકરીને પોતાની બનાવી. મને માફ કરી દેજે દોસ્ત.” ક્રિસ સામે જોઇને રોહનએ પોતાના પ્રાણ છોડ્યા. કિમ ત્યાં જ રડવા લાગી.
“હવે હું ઠીક છું. ખબર નહિ કેટલા વર્ષોથી આ દુઃખમાં હું જીવતો રહ્યો. મારા જીવથી વ્હાલી દીકરીને મેં ખોઈ નાખી. પણ તને જીવતી જોઇને મને હવે શાંતિ મળી ગઈ. હવે હું ખુશીથી મરી શકીશ.” નીરજભાઈની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.
“તમે હંમેશા મારા હિરો રહ્યા છો પપ્પા. તમે દુનિયાના બેસ્ટ પપ્પા છો.” પંછી કહી રહી હતી. ત્યાં જ બીજો વાર તેના પર થયો.
પણ તે રીતુબેનએ પોતાના પર લઇ લીધો.
“મમ્મી..” પંછીએ મમ્મી પપ્પા બંનેનો હાથ પકડી લીધો.
“તું હજુ પણ અમારી પંછી જ છે.” રીતુબેનની આંખમાંથી પણ આંસુ વહી રહ્યા હતા.
“હા મા. હું તમારી એ જ પંછી છું જે તમને આજે પણ બહુ જ પ્રેમ કરે છે.” પંછીની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.
રીતુબેન અને નીરજભાઈએ એકબીજા સામે જોઇને પોતાનો જીવ છોડી દીધો.
“નહી...” કહી પંછીએ ગુસ્સામાં ચીસ પાડી.
ગુસ્સાથી તેની આંખો ગુલાબી થઇ ગઈ. તેના વાળ અને શરીર ગુલાબી આગમાં ફેરવાઈ ગયું.
“ચંદ્રમણી જોઈએ છે ને બધા ને? વર્ષોથી બસ એના માટે જ આટલા જીવ લીધા છે તમે બધાએ.. કિમ.. સેમ.. અહી આવો.” પોતાના બંને હાથ લંબાવતા પંછીએ મોટેથી કહ્યું.
સેમ અને કિમએ પણ પોતાની શક્તિઓ જાગૃત કરી અને પંછીની જેમ ગુલાબી રંગમાં ફેરવાઈ ગયા.
“હાથ આપો.” પંછીના કહેતા કિમ અને સેમએ તેના હાથ પકડ્યા.
બધા જ તેમને આમ જોઈ રોકાઈ ગયા.
તે ત્રણેય કેયુરભાઈએ બનાવેલા કુંડાળામાં પ્રવેશ્યાં.
તે ત્રણેય શક્તિઓ વાપરીને હવામાં ઉડવા લાગ્યા. બધી મીણબત્તીઓ ફરી લાગી ગઈ. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો પણ મીણબત્તીઓ ઓલવાઈ નહિ.
એક ગુલાબી પ્રકાશ તે કુંડાળાની વચ્ચે ઉદ્ભવ્યો. ત્યાં વચ્ચે એક વાદળી નંગ આકાશમાં ઉડવા લાગ્યો.
“આ જ છે ચંદ્રમણી.. જે તમને જોઈતો હતો. પણ હવે આ કોઈને નહિ મળે. પોતાની બધી શક્તિઓ આ ચંદ્રમણી પણ લગાવો.” સેમ અને કિમને હુકમ કરતા પંછીએ કહ્યું.
“નહિ.. મારો ચંદ્રમણી..” કહી કેયુરભાઈ તે કુંડાળા તરફ દોડ્યા. પણ એટલી બધી શક્તિઓ ત્યાં હોવાથી તે કુંડાળાને અડતા જ તે બળીને રાખ થઇ ગયો.
પંછી, સેમ અને કિમએ એક સાથે તે ચંદ્રમણી પણ હમલો કર્યો. અને તે ચંદ્રમણી આટલી શક્તિ સહન ના કરી શકતા ટુકડાઓમાં વહેચાઈ ગયો અને પછી નાશ પામ્યો એક વિસ્ફોટ સાથે.
બધા જ એ ધમાકો થતા નીચે પડી ગયા.
પંછી, કિમ અને સેમ પણ ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા.
સુમેર અને કરનને ક્યુરેટર સંસ્થાએ પકડી લીધા.
જેકને નવો હેડ ઓફિસર બનાવવામાં આવ્યો.
બધા જ સેમના મનાલીવાળા ઘરમાં બેઠા હતા.
ઈવ અને જેકએ, કિમ અને રોમીએ, સેમ અને શ્લોકએ લગ્ન કરી લીધા.
"આખરે ચંદ્રમણી પર શરૂ થયેલી આ જંગ તેના ખતમ થવાથી પતી ગઈ." પોતાના બાળકોને એકબીજા સાથે ખુશ જોઈને અક્ષયએ કહ્યું.
"અંધકાર અને બુરાઈ મળીને મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. પણ પ્રેમ અને સત્ય એ બધા સામે જીતી જ જતું હોય છે. અને આ જીત આપણા બધા ના પ્રેમની છે." અક્ષયનો હાથ પકડતા પંછીએ કહ્યું.
આખરે અંતમાં બધાને પોતાનો સાચો પ્રેમ મળી જ ગયો. તે બધા જ ક્યુરેટર માટે પેરિસમાં કામ કરતા રહ્યા. અને દુનિયાને સુરક્ષિત રાખવાની જવાબદારી સંભાળી.
જયારે બાળકોને ખુશ જોઇને અક્ષય અને પંછી, પ્રિયા અને ક્રિસ, સેમ અને રાહુલ પાછા મનાલીમાં આવીને રહેવા લાગ્યા.
સમાપ્ત.
હું આપ સૌ વાચક મિત્રોની આભારી છું. જેમણે આ સફરમાં મારો સાથ અને સહકાર આપ્યો. હું એ દરેક વ્યક્તિની આભારી છું, જેમણે મને આ નવલકથા લખવા માટે પ્રેરણા આપી છે.
- માનસી વાઘેલા.