The Author Kaushik Dave Follow Current Read દેવપ્રિયા (ભાગ-૧૦) અંતિમ ભાગ By Kaushik Dave Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books ભારતીય કાયદા સીરીઝ (B) આગળ નાં ભાગ માં જણાવેલ મુજબ કાર્ય શાલ પર સ્ત્રીઓને થતી જાત... નારદ પુરાણ - ભાગ 58 સનત્કુમાર બોલ્યા, “જે પ્રતિદિન પ્રાત:કાલે પચીસ વાર ‘ૐ નમો ના... રાય કરણ ઘેલો - ભાગ 2 ૨ પાટણની હવા પણ રાજા હજી પૂરેપૂરો જાગ્રત થયો ન હતો. જ... એ દુર્ભાગીઓ જેમને મર્યા બાદ પણ શાંતિ નસીબ ન થઇ ઇતિહાસની કેટલીક બાબતો હંમેશા વિવાદાસ્પદ બની જતી હોય છે ખાસ ક... આળસુ સજ્જન આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Kaushik Dave in Gujarati Fiction Stories Total Episodes : 10 Share દેવપ્રિયા (ભાગ-૧૦) અંતિમ ભાગ (27) 1.3k 3.5k 1 " દેવપ્રિયા "( ભાગ-૧૦) અંતિમ ભાગ... દેવપ્રિયા ભાગ-૯ માં જોયું કે ભાર્ગવ શ્યામાને લઈને પોતાના ગામ આવે છે.. પણ ગામ લોકોના ભાર્ગવના પિતાનો સામાજિક બહિષ્કાર કરતા ભાર્ગવ ચાણોદ રહેવા જવાનું નક્કી કરે છે.. હવે આગળ.. ભાર્ગવ-"બાપુજી, મારાથી તમારૂં દુઃખ જોવાતું નથી. મારા કારણે આપની બેઇજ્જતી થઈ રહી છે. તેમજ તમને કામ પણ મલતુ બંધ થયું.. એટલે મેં અને શ્યામા એ વિચાર્યું કે અમે આવતીકાલે આપણું ગામ છોડીને ચાણોદ રહેવા જવાના છીએ.. આપે મને ગોરપદા નું કામ શીખવાડ્યું છે.. તેમજ હું ટ્યુશન કરીશ.અમે જીવન પસાર કરીશું... બાપુજી આપ અમને રજા આપજો." આ સાંભળીને ભાર્ગવના પિતા બોલે છે. " બેટા, હું તો ખર્યુ પાન.. ગામ લોકોની વાત પર ખોટું ના લગાડ. હવે તો તું પણ ગોરપદુ જાણે છે.. મને કામ નહીં મલે એટલું જ ને.. !..આમ તો તારા લગ્ન સંબંધ ને આંચ આવવી જોઈએ નહીં.. આખી જિંદગી આ ગામ સાથે લગાવ છે.. હું કરકસરથી જીવન પસાર કરીશ પણ ગામ છોડીને આવી શકીશ નહીં." ભાર્ગવ:-" હા, બાપુજી, મને ખબર છે.. મારા ગયા પછી કદાચ તમને પાછું કામ મલી પણ જાય.. તમે અને મમ્મી ચાણોદ આવતા જતા રહેજો.. પછી હું તમને બંનેને ચાણોદ બોલાવીશ. હવે અમને રજા આપો." ભાર્ગવ ના પપ્પા:-" બેટા તું થોડા દિવસ માટે જા.. હું ગામલોકોને સમજાવીશ. ને બેટા, વહુને મદદ માટે તારી માં ને મોકલીશ. તું ચિંતા ના કર.મહાદેવજી બધું સારું કરશે.. લે આ થોડા રૂપિયા તું રાખ.સંતાનનો જન્મ થાય તો જણાવજે હું આવીશ.," ભાર્ગવ ની માતા:-" શ્યામા વહુ ,તારી તબિયત સાચવજે. હું સમયસર આવી જઈશ.માતાજીની તારા પર કૃપા બની રહે.મારા આશીર્વાદ તમને બંનેને છે." આમ ભાર્ગવ અને શ્યામા ચાણોદ રહેવા જાય છે. ભાર્ગવનો મિત્ર સુરેશ ભાર્ગવને ભાડાનું મકાન અપાવે છે. તેમજ એક સંસ્કૃત પાઠશાળામાં શિક્ષક તરીકે કામ અપાવે છે. ધીરે ધીરે ભાર્ગવ એના સ્વભાવ અને આવડતના લીધે લોકોમાં પ્રશંસા પામે છે. ધીરે ધીરે ભાર્ગવ અને શ્યામા નવી જગ્યાએ સેટ થઇ જાય છે. શ્યામાની ડિલિવરીનો સમય નજીક આવે છે. ભાર્ગવની મમ્મી ચાણોદ આવે છે. શ્યામા એક પુત્ર રત્નને જન્મ આપે છે. જેનું નામ" દેવ " પાડવામાં આવે છે. દેવના જન્મ ના બે મહિના પછી.. દેવપ્રિયાના પિતાશ્રી દેવપ્રિયાને લેવા આવે છે... પણ શ્યામા કહે છે કે મારા માટે કુટુંબ પ્રેમ જ અગત્યનો છે. મારૂં ઘર એક સ્વર્ગ છે.. હવે દેવ બે વર્ષનો થાય છે. શ્યામાને અભ્યાસમાં રસ હોય છે. એટલે ડાયરેક્ટ આઠમા ધોરણની પરિક્ષા ઈંદોરથી આપીને પાસ થાય છે.. હજુ શ્યામાને વધુ સ્ટડી કરવી હોય છે. એટલે ઈંદોર થી ડાયરેક્ટ દસમાની પરીક્ષા આપવાની તૈયારી કરે છે. એક દિવસ ની વાત છે. ભાર્ગવ નર્મદા નદીમાં સ્નાન કરીને પુજા પાઠ કરીને નર્મદા ના દર્શન કરતો હોય છે.. ત્યારે. ભાર્ગવ એક માણસને સ્નાન કરતો જુએ છે.. એ વ્યક્તિ સ્નાન કરીને બહાર આવે છે.. ભાર્ગવ એ વ્યક્તિ ને ઓળખી કાઢે છે.. અને બુમ પાડે છે... સૌરભ.. સૌરભ.. સૌરભ.. એ વ્યક્તિની નજર પડે છે. ભાર્ગવ એ વ્યક્તિ પાસે જાય છે.. બોલે છે:-" મારું નામ ભાર્ગવ છે.. ને તારૂં નામ સૌરભ ને?" "હા,બોલો , તું મને ઓળખે છે?" "હા, તારો ફોટો મારી મમ્મી એ બતાવ્યો હતો.. લગભગ ત્રણ વર્ષ પહેલાં મધ્યપ્રદેશ ની ટુર પર ગયો હતો ને ખોવાઈ ગયો હતો.એ જ ને?" "હા,પણ તને ખબર કેવીરીતે પડી?" "મારી મમ્મીએ એ વાત કહી હતી. તારા એક મામા ઉમરેઠમાં રહે છે એમણે લાગતા વળગતા લોકો ને તારો ફોટો અને માહિતી મોકલી હતી. તને શોધવા કેટકેટલા પ્રયત્નો કર્યા હશે? ને તારા માં બાપ પણ કેટલા દુઃખી થતા હશે? ચાલ ભાઈ મારા ઘરે.. આપણે નિરાંતે વાત કરીશું?" સૌરભ આ વાત સાંભળીને આશ્ચર્ય પામ્યો. ભાર્ગવ સૌરભને સાથે લઈ ને પોતાના ઘરે જાય છે. ભાર્ગવ એની પત્ની સાથે ઓળખાણ કરાવે છે. ભાર્ગવ:-" આ મારી પત્ની શ્યામા અને મારો નાનો દિકરો દેવ..મારા પપ્પા મમ્મી ગામડે રહે છે... ને શ્યામા આ મારા મમ્મીના ગામનો ભાણિયો... સૌરભ.." સૌરભને જોઈ ને શ્યામા બોલે છે:-" ભાઈ ક્યાંક ખોવાયેલા ખોવાયેલા લાગો છો?..પણ.. અહીં કેવી રીતે મળ્યા? કોઈ વિધિ કરાવવા આવ્યા છે." ભાર્ગવ:-" ના,ના... એ નર્મદામાં સ્નાન કરતો હતો ને મેં ઓળખી લીધો..એની બહુ જુની વાતો છે.. હું નાનો હતો ત્યારે એને ઉમરેઠમાં જોયો હતો ત્યારે એ રાધા બની હતી.." આમ બોલીને ભાર્ગવ હસ્યો. "હા,પણ સૌરભ તું ક્યાં ખોવાઈ ગયો હતો?" ભાર્ગવ બોલ્યો. સૌરભ બોલ્યો:-" કંઈ નહીં.. મમ્મી પપ્પા ને ખબર છે. બસ નર્મદા દર્શન કરતો અહીં આવી ગયો.... પણ મારે અહીં નારાયણ બલિ કરાવવી છે.. ભાર્ગવ તને કોઈ પંડિતજી ઓળખે છે?" ભાર્ગવ:-" અરે હું જ કરાવું છું. હું આમ તો ભરૂચ પાસેના ગામનો પણ શ્યામા સાથેના લગ્ન પછી ચાણોદ રહેવા આવી ગયો.. અહીં સંસ્કૃત પાઠશાળા માં વિદ્યાર્થીઓને ભણાવું છું અને ગોરપદુ તેમજ ગુરુજી સાથે નારાયણ બલિ કરાવું છું.. હું કાલે તારા માટે વ્યવસ્થા કરી આપું.. શ્યામા તું જમવાનું બનાવ." શ્યામાની નજર સૌરભના ડાબા હાથ પરના ટેટુ પર પડી.. જોઈને હસી.. બોલી:-" સ્વામી આ સૌરભભાઇ તમારા મિત્ર કે સગા થતાં હસે પણ .. પણ.." ભાર્ગવ:-" પણ..પણ.. શું શ્યામા એ મારા ભાઈ જેવા જ છે.. હું ઉમરેઠ ખબર આપી દઉં કે સૌરભ ચાણોદ છે." શ્યામા:-" નાથ, આ સૌરભભાઇ તો મારા ભાઈ જ થાય ..કેમ સૌરભભાઇ? એમ બોલીને શ્યામા ધીમેથી બોલી સાચું ને સૌંદર્યા..!" આ સાંભળીને સૌરભ ચમકી ગયો.. એણે ટેટુ સંતાડવાનો પ્રયત્ન કર્યો.. શ્યામા:-" હું શું કહું છું સ્વામી, આ થોડું કરીયાણાની વસ્તુ ઓ લાવવાની છે તો આ દેવ ને પણ લેતા જાવ ત્યાં સુધી અમે ભાઈ બહેન વાતો કરીએ.." " સારું સારું.. તો હવે સૌરભને ભાઈ કહું કે સાળો?" હસતા હસતા ભાર્ગવ બોલ્યો. ભાર્ગવ પુત્ર દેવને લઈને બજાર ગયો. સૌરભને શ્યામાની વાતથી નવાઈ લાગી. બોલ્યો :-" તમે મને ભાઈ તો બનાવ્યો.. હું પણ તમને દીદી કહીશ..પણ આપણે કેવીરીતે ભાઈ બહેન?" શ્યામા:-" ભાઈ તમારા પર મહાદેવની કૃપા છે. મારા પર માતાજીની.. બસ એ રીતે.. હા પણ ભાઈ તમે એક ભવમાં બે ભવ જીવન કેવી રીતે જીવ્યા! ..બહુ કષ્ટો ભોગવવાં પડ્યા સૌંદર્યા બનીને?" સૌરભે શ્યામા સામે આશ્ચર્ય થી જોયું.. શ્યામા બોલી:-" ભાઈ ,તમને મહાદેવનો શ્રાપ પછી મહાદેવની કૃપા મલી એ મારી દિવ્ય દ્રષ્ટિ થી જાણી લીધું." "પણ દીદી તમે છો કોણ? આ દિવ્ય દ્રષ્ટિ તો દૈવી શક્તિ હોય તો જ મલે." શ્યામા બોલી:-" આગાઉ હું દેવ કન્યા દેવપ્રિયા હતી.. તમારા ભાઈની સેવા તેમજ કૃપા દ્રષ્ટિથી હું પણ શ્રાપ મુક્ત થઈ. એ રીતે પણ આપણે ભાઈ બહેન.. . પૃથ્વી પર તો તમે જ મારા ભાઈ.. એટલે જ્યારે ભાઈ મલે ત્યારે ભાઈ બીજ. અને રક્ષાબંધન... ગણાય.. મને લાગે છે કે તમારા નવા જીવનનો ઉદય થાય છે.. તમારા નવજીવન ની શુભકામનાઓ ઈચ્છું છું. હું તમને રક્ષા સૂત્ર બાંધીને જમાડીશ.. મારા ભાઈ બનશો ને?" "હા,દીદી ,તમને તો મારો ભૂતકાળની ખબર પડી ગઈ.. હવે મારે નવા જીવનની શરૂઆત કરવાની છે ને મા-બાપ ની સેવા કરવાની છે.. એમની પસંદગી પ્રમાણે લગ્ન." શ્યામા મજાકમાં બોલી. "મારી બે ત્રણ સહેલીઓ સ્વર્ગમાં જ છે તેઓ પણ પૃથ્વી પર યોગ્ય પાત્ર હોય તો લગ્ન કરવા થનગને છે.. ભાઈ શું કહો છો? મેસેજ કરૂં?" "દીદી , મારી મજાક ના કરો.. પપ્પા કહે એ પ્રમાણે જ.." થોડીવારમાં ભાર્ગવ અને દેવ આવી ગયા. શ્યામા એ કંકુ ટીકો કરીને રક્ષા સૂત્ર બાંધીને સૌરભને ભાઈ તરીકે જમાડ્યો.. બીજા દિવસે સૌરભે ભાર્ગવ પાસે નારાયણ બલિ કરાવીને પિતૃઓનું તર્પણ કર્યું. પછીના દિવસે સૌરભે ભાર્ગવ ની રજા લઈ ને અમદાવાદ ગયો. શ્યામા પોતાની સામાજિક જવાબદારી ઉઠાવે છે.. સાથે સાથે SSC ની પરીક્ષા. ...આપીને first class પાસ થાય છે.. અને.. એક દિવસ.. દેવપ્રિયાના પિતાશ્રી પાછા દેવપ્રિયાને મલવા આવે છે.. એ નાનકડા દેવને રમાડીને શ્યામ સાથે એકાંતમાં બેસીને વાતચીત શરૂ કરે છે.. દિવ્ય પુરુષ:-" પુત્રી, હવે તો તારો શ્રાપ પુરો થયો છે.. તારામાં દૈવી શક્તિ પણ આવી હશે.. પણ તેં ક્યારેય એનો ઉપયોગ કર્યો નથી.. આ તારૂં શ્યામ રૂપ જોઈ શકતો નથી. તું પુનઃ દેવપ્રિયા બનીને મારી સાથે સ્વર્ગમાં ચાલ... તારા વગર અમે રહી શકતા નથી." શ્યામા :-" પિતાશ્રી મને માફ કરજો.. હું હવે આ શ્યામ સ્વરૂપે જ જીવવા માગું છું.. દેવપ્રિયા તરીકે નહીં... હવે સ્વર્ગમાં આવી શકીશ નહીં.. મારા માટે મારૂં ઘર જ એક સ્વર્ગ છે. આપ કદાચ મને સ્વર્ગમાં પ્રવેશ કરાવી શકો.. પણ મારો પુત્ર દેવ તેમજ મારા સ્વામી ને સ્વર્ગમાં પ્રવેશ કરાવી શકશો નહીં...જેમ આપ મારા માટે ચિંતિત થાવ છો.. એમ મને પણ મારા પુત્ર દેવ પ્રત્યે તેમજ મારા સ્વામી પ્રત્યે પ્રેમ અને લગાવ છે.. હું અને મારા સ્વામી સાત જન્મોના બંધનમાં બંધાયા છીએ.. આપ મને એ પ્રમાણે આશીર્વાદ આપો." આ સાંભળીને દિવ્ય પુરુષ શ્યામાને આશીર્વાદ આપે છે.. સાથે સાથે જમાઈ ભાર્ગવ અને દેવને આશીર્વાદ આપીને સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે.. એ વખતે FM radio પર ગીત આવે છે. गोरी रे प्रित की डोर ना तूटे, गोरी रे प्रित की डोर ना तूटे, इस जनम में,उस जनम में, सौ जनम में साथ ना तूटे, मेरी जान कंवर सा, इस जनम में उस जनम में, सौ जनम में साथ ना तूटे, म्हारा छेल भंवर सा, અહીં શ્યામા ( દેવ પ્રિયા)ની કહાની પુરી થતી નથી...પણ.. શ્યામા અને ભાર્ગવના જીવનની નવી શરૂઆત થાય છે.. *** ( " દેવપ્રિયા " ધારાવાહિક વાર્તાનો આ અંતિમ ભાગ છે. આમ આ ધારાવાહિક વાર્તા સમાપ્ત થાય છે. સર્વ મિત્રો અને વાંચકો એ આ ધારાવાહિક વાર્તા વાંચીને મને પ્રોત્સાહિત કર્યો છે.. એ બદલ દિલથી સૌનો આભાર માનું છું.સૌને કૌશિક દવેના જય શ્રી કૃષ્ણ 🙏 જય મહાદેવ 🙏 જય માતાજી 🙏) @કૌશિક દવે . ‹ Previous Chapterદેવપ્રિયા (ભાગ-૯) Download Our App