Beauty - A Mystery (Part-2) Final Part. in Gujarati Fiction Stories by Kaushik Dave books and stories PDF | સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૨૪) અંતિમ ભાગ.

Featured Books
Categories
Share

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૨૪) અંતિમ ભાગ.

"સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૨૪) અંતિમ ભાગ..

"સૌદર્યા- એક રહસ્ય ".. ભાગ-૨૩ માં જોયું કે સૌરભ જબલપુર થી નર્મદા કિનારેના સ્થળો પર મુલાકાત લઈ ને પોતાના ઘરે આવે છે. એના પિતા સાથે શેઠની પુત્રીના લગ્નમાં જાય છે. ત્યાં એની નવી જોબ નક્કી થાય છે. શેઠની નાની પુત્રી સુલેખા મલે છે..

હવે આગળ...

સુલેખા:-" તમારી જોબ માટે અમારા તરફથી હા છે. અરે.. હા.. આજે તો તમને પસંદ કરવા પણ કોઈ આવવાનું છે.. પણ મને ખાતરી છે કે તમે એ છોકરીને જોશો તો એક જ નજરમાં પસંદ કરી લેશો.. તો પછી તમારા લગ્ન નું આયોજન હું જ કરીશ.. આજ થી આપણે ફ્રેન્ડ.."

સૌરભ સુલેખાનો આભાર માની ને હાથ મીલાવે છે.

સુલેખા:-" મારે હવે જવું જોઈએ.. અમારા બીજા પાર્ટનર હમણાં જ તમને મલવા આવશે.. ને જો તમને છોકરી પસંદ પડે તો કહેજો.. હું તમને congratulation કરવા માટે મલીશ."

આટલું બોલીને સુલેખા હસી ને ગઈ.

સૌરભ કંપનીના બીજા પાર્ટનરની રાહ જુએ છે.

સૌરભ એના પપ્પા મમ્મીની પણ શોધવા માટે જોતો હોય છે.

એજ વખતે સૌરભને એક આવાજ સંભળાય છે...

" હાય.. સૌરભ.. તું અહીં?" એ પાયલ હોય છે.

પાયલની સાથે વિજય પણ હોય છે.

તેઓ સૌરભ સાથે હાથ.. હેલ્લો કરે છે.

સૌરભ:-" મમ્મી અને પપ્પા પણ સાથે જ છે. પપ્પાના શેઠની પુત્રીના લગ્ન છે.. એટલે આમંત્રણ છે."
વિજય:-" ઓકે.. હું હમણાં આવું. પાયલ તું આવે છે સાથે!"

પાયલ:-" હું હમણાં આવું. સૌરભ સાથે થોડી વાતચીત કરીને.."
વિજય જાય છે ‌.

પાયલ:-" પછી સૌરભ શું વિચાર્યું..? તારી જોબમાં તો ઈન્કમ પણ ઓછી હશે... નવી જોબ માટે પ્રયત્ન કર્યો? વિજયને એક સેક્રેટરીની જરૂર છે.. વાત કરૂં?"

સૌરભ :-" ના.. મને નહીં ફાવે.. પણ પાયલ તું વિજય સાથે ખુશ તો છે ને?. "

પાયલ:-" હા, કેમ પુછે છે?"

સૌરભ:-" બસ ,એમજ.."

પાયલ:-" હું અહીં આવતી હતી ત્યારે તું જેની સાથે વાત કરતો હતો એ છોકરીને ઓળખે છે? અગ્રવાલજીની નાની ડોટર.. સરસ દેખાય છે.. તને ગમે છે?" એ તો તારી સાથે બહુ close હોય એ રીતે વાત કરતી હતી."

સૌરભ:-" હા, એણે એની ઓળખ આપી..જે કોઈ ગમે એ બધા સાથે લગ્ન થોડું કરાય!. લગ્ન તો બે દિલો નું જોડાણ છે.."

સૌરભે એની નવી જોબ વિશે પાયલને વાત કરતો નથી..‌

પાયલ:-" ઓકે.. એટલે તને એવું પાત્ર મલી ગયું?"

સૌરભે પાયલની વાત ને હસી કાઢી.

સૌરભ:-" હું પપ્પા પાસે જાવું છું."

એમ બોલીને સૌરભ પાયલથી છુટો પડ્યો.

સૌરભ પાછો આઘો પાછો થાય છે.. ને ચિંતા માં પડે છે ‌
ત્યાં સૌરભના પપ્પા આવે છે.

" બેટા ,તારી જોબ માટે કંપનીના પાર્ટંનર મલ્યા.? તને બહુ રાહ જોવડાવી."

" પપ્પા, હું રાહ જોતો હતો ને શેઠની નાની પુત્રી સુલેખા મલી. એક પાર્ટનર બીંદુ મેડમ છે.. પણ એમના લગ્ન હોવાથી સુલેખા એ જોબ માટે હા પાડી.. પણ પપ્પા ,ચિંતા બીજા ની છે? કોણ કેવા હશે?.. ને.. પપ્પા.. બીજું!" સૌરભ બોલ્યો.

" બેટા, હું સમજી ગયો.. જો હમણાં જ બીજા પાર્ટનરને મેં જોયા છે.. આવતા જ હશે... ને બીજું ને?.. તો હું છોકરીના મા-બાપ ને મલીને આવ્યો છું... થોડીવારમાં હું લેવા જઉં.. છું.. આપણે એક રૂમમાં બેઠક કરીને નક્કી કરીએ.. ઓકે.. ચાલ હું જાવ છું. તારી મમ્મી એક ઓળખીતા બહેન સાથે વાત કરે છે."

"ઓકે.. પપ્પા..."

સૌરભના પપ્પા છુટા પડે છે.

સૌરભને હવે કંટાળો આવ્યો.

એ હવે થોડું ફરીને નજર માંડતો હોય છે.

એ વખતે સૌરભની પાછળથી ચુડીઓનો રણકાર થાય છે.
સૌરભને થાય છે કે.. હશે.. કોઈ લેડિઝ.. આવતી.. કે જતી..

એટલામાં સૌરભ ને અવાજ સંભળાય છે.

"આમ ક્યાં નજર માંડ્યા કરો છો? કોઈ મલવા આવવાનું છે? "

સૌરભે નજર કરી.
એને નવાઈ લાગી.‌

જોયું તો.. સુગંધા.. સુંદર લહેંગા ચોલી અને દુપટ્ટા સાથે.‌..
ખૂબસૂરત લાગતી હોય છે...

"ઓહ્ તું સુગંધા!.. અહીં.. લગ્ન માં આવી.. તારા સગા છે?"

"કેમ? હું ના આવી શકું? હા.. પણ તમે કોની રાહ જુઓ છો?"

સૌરભ બોલ્યો નહીં..

સુગંધા:-" એટલે મને કહેવા માગતા નથી.. એમને?.. જો હવે તમને વાત કરું.. મારે તમારો ઈન્ટરવ્યુ લેવાનો છે.. મારી કંપની માટે.. તમને સુલેખા એ વાત કરીજ હશે.. સુલેખા એ ફોન કરીને મને કહ્યું હતું કે એણે તો તમને કંપનીની જોબ માટે પસંદ કરી લીધા છે..."

સૌરભ હસી પડ્યો..ને બોલ્યો..

" બોલો.. મેડમ..સર શું પુછવા માંગો છો?"

"ઓહ્. એટલે હું પારકી લાગું છું.? આપણે ફ્રેન્ડ છીએ.. મને મેડમ ના કહો.."

"ઓકે.. તો મનેય તમે.. તમે.. ના કહો.."

"સારું સારું.. હવે ઈન્ટરવ્યુ શરૂ.. " એમ બોલીને સુગંધા એ એની ચુડીઓનો અવાજ કર્યો.

બોલી:-" બોલ.. કેવી લાગે છે?"

સૌરભે ચુડીઓ તરફ નજર કરીને બોલ્યો.." સુંદર.. તારા પર તો સરસ લાગે.. પણ આ તારા ડાબા હાથ પર ટેટુ કરાવ્યું છે?"

સુગંધા:-" જો તારા હાથ પર હોય તો મારા પણ હાથ પર હોવું જોઈએ.ને!. કેવું દેખાય છે?"

સૌરભે ટેટુ જોયું.. ને ચમક્યો..

"ઓહ્.. આ તો તેં મારા નામનું " સૌરભ" લખાવ્યું ..છે.. સરસ.. પણ પણ.."

" હા.. ' સૌરભ ' નામનું ટેટુ..કેમ ફ્રેન્ડના નામનું ના બનાવાય?"

"ઓકે.. ઓકે.. પણ તારે જોબ માટે શું પુછવાનું છે?"

" મારી સાથે કામ કરીશ ને? મારે તો પુછવાનું હતું એ પુછી લીધું.. ને જાણવાનું હતું એ તો ક્યારનું જાણી લીધું.."

"એટલે.. આ જોબ મને મલે.. એટલે..જ.."

સુગંધા:-" જો.. ફ્રેન્ડ.. આપણે પહેલી વખત મલ્યા ત્યારે જ મને થયું હતું કે જુદી માટીની સૌંદર્યા છે.. પણ કોઈ રહસ્ય છે. સૌંદર્યા ઉંઘ માં બબડતી.. પાયલ.. વિજય.. સૌરભ.. ને પાછી.. અમદાવાદની.. મારી ફ્રેન્ડ બિંદુ ને વાત કરી.. એના ફાધર અને મારા ફાધર ફ્રેન્ડ.... બિંદુ એ તપાસ કરી તો.. એ તો પાયલને અને વિજયને ઓળખતી હતી.. પછી તો કામ આસાન જ હતું.."

સૌરભ બોલ્યો:-" એટલે મારા ફાધર ને નવી જોબ પણ.."

સુગંધા હસી.. ને બોલી:-" આવડત અને પ્રમાણિકતા ને કારણે મલી . ઓકે.. ત્યારે.. આપણે નવા વર્ષથી કંપની નું કામ શરૂ કરીશું"

સૌરભ :-" પણ તું તો ઈંદોર રહે છે. ને બિંદુ મેડમના તો લગ્ન થયા.. હું એકલો ?"

સુગંધા:-" લો.. કર વાત.. એકલા કામ ક્યાં કરવાનું છે.. સુલેખા તારી સાથે જ છે.‌ બિંદુ દીદી તો લગ્ન પછી આ કામમાં જોઈન થવાના જ છે.. ને મારી વાત કરે છે તો..હમમ.. વિચાર છે કે અમદાવાદમાં જ શિફ્ટ થઈ જવું પડશે.. તને શું લાગે છે?"

સૌરભ:-" તારી મરજી..તો ક્યારથી જોઈન થવાનું છે.. એ કહેજે.."

સુગંધા:-" તો હું જાવ છું.. મારે પણ ઘણું કામ છે.. પપ્પા મમ્મી આવ્યા છે.. આટલામાં જ હશે.."

આમ બોલીને સ્મિત આપીને સુગંધા સૌરભથી છુટી પડી.

હવે સૌરભને સુગંધાને જોતા હાશ થઈ..

ચાલો સુગંધા સાથે કામ કરવા તો મલશે... પણ ..

સુગંધા એ પોતાના હાથ પર મારા નામનું ટેટુ બનાવ્યું છે...પણ..
એણે મારી સાથે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો નહીં... ને..

પપ્પા એ મારા લગ્ન માટે છોકરી જોઈ છે...

સૌરભ વિચારમાં પડી ગયો..

મારે મારા પ્રેમ નું બલિદાન?.. હશે... પપ્પા અને મમ્મી કહે એ પ્રમાણે..જ.‌

સુગંધા સાથે કામ કરવા તો મલશે...

શું સુગંધા એ સગાઇ કરી લીધી હશે!..

આમ વિચારોમાં અટવાયેલો સૌરભ રઘવાઈ ને મમ્મીની રાહ જુએ છે..

મમ્મી આવે તો સારું.. એને હું મારા સુગંધા સાથેના પ્રેમની વાત કરી શકું..

મમ્મી પપ્પા ને સમજાવે...કદાચ પપ્પા નો વિચાર બદલાય.

એટલામાં સૌરભની મમ્મી સૌરભ પાસે આવે છે.

" ચાલ બેટા,છોકરીના મા-બાપ આવી ગયા છે."

"હા, મમ્મી મારી જોબ નક્કી થઇ ગઈ. એના એક પાર્ટનરને તો હું ઓળખું છું.. પણ મારા માટે જોઈ છે..એ.. છોકરી કોણ છે? એના માબાપ ક્યાં છે? મમ્મી તેં છોકરી જોઈ છે? કેવી દેખાય છે?"

" સારું થયું બેટા ,તારી જોબ પણ થઈ. અને હવે છોકરી પણ પસંદ કર. હા, એના માબાપ ને મલી છું.. છોકરી તો મને પસંદ જ છે. ચાલ આપણા માટે અગ્રવાલ શેઠે એ માટે વ્યવસ્થા કરી છે.. અહીં એક રૂમ છે. ત્યાં જવાનું છે.. "

"ઓકે.. મમ્મી.. તને ગમી એટલે મને પસંદ જ પડશે ‌ ચાલો."

થોડીવારમાં સૌરભ એની મમ્મી સાથે રૂમ તરફ જતો હોય છે.
ત્યારે સૌરભના પપ્પા સાથે કોઈ બે જણને જુએ છે.

સૌરભ નજીક જાય છે..

જુએ છે એના પપ્પા સાથે સુગંધાના પપ્પા અને મમ્મી હોય છે.

સૌરભની ખુશ થાય છે.. કદાચ.. કદાચ.. સુગંધા માટે..?

પપ્પા તો જબરી સરપ્રાઈઝ આપી રહ્યા છે!

એટલામાં સૌરભના પપ્પા બોલે છે.

" ચાલ બેટા આપણે આમની સાથે રૂમમાં.. પછી હું ઓળખાણ કરાવું."

બધા રૂમમાં જાય છે..

સૌરભે સુગંધાના પપ્પા મમ્મી ને પ્રણામ કર્યા.

બોલ્યો:-" હું ઓળખું છું.. આ સુગંધાના પપ્પા મમ્મી છે."

સુગંધાના પપ્પા:-" પણ સૌરભજી હું તો તમને પહેલી વખત મલી રહ્યો છું.!"

સૌરભ થોડો ખચકાયો..

ઓહ્ ઉતાવળ કરી..ડો.સુભાષના લગ્ન વખતે તો ઓળખાણ..સૌંદર્યા ... તરીકે.. મારી સાચી ઓળખ તો સુગંધા જ જાણે છે..

સૌરભ:-" ઓહ્ વાત એમ છે કે હમણાં જ સુગંધા મલી. એણે કહ્યું કે એના મમ્મી પપ્પા આવ્યા છે.. ને સુગંધાનો ચહેરો એની મમ્મી સાથે મલતો આવે છે.. "

સુગંધાના પપ્પા:-" એટલે જોબમાં જોઈન કરવાનું પાકું ને.! મારી સુગંધા અને બિંદુ પાર્ટનર છે. ફાવશે ને?"

સૌરભ:-" હા..હા.. ચોક્કસ.. સુગંધાને ઓળખું છું.. જબલપુર મલી હતી."

હવે સૌરભના પપ્પા મુળ વાત પર આવે છે..

સૌરભના પપ્પા:-" જો બેટા, તારા માટે જે કન્યા પસંદ કરી છે.. એ શર્માજીની પુત્રી છે. હવે શર્માજી તને વાત કરશે."

સુગંધાના પપ્પા:-" જુઓ સૌરભજી, અમે તો તમને પહેલી વાર મલી રહ્યા છીએ. અગ્રવાલજી મારા મિત્ર છે. એમના આગ્રહ ને વશ થઈ ને તમારી કુંડળી અને મારી ડોટરની કુંડળી મેળવી છે. ૩૬ માં થી ૨૮ ગુણાંક મલે છે.. મને ખબર પડી છે કે તમને પણ જ્યોતિષ જોતા આવડે છે.. આ મારી ડોટર ની કુંડળી.. અને મેળાપક રિપોર્ટ.."

સૌરભ તો આ સાંભળી ને ખુશ થાય છે.

મન મન ભાવન, મુંડી હિલાવન..

એમ હસતાં હસતાં હા પાડી..

ને જન્માક્ષર હાથમાં લીધા.

જન્માક્ષરમાં કન્યાનું નામ " સૌંદર્યા ગૌરી " લખેલું હોય છે.

આ વાંચી ને સૌરભને નવાઈ લાગી.. નિરાશ થયો..

અરે.. સુગંધાને એક બહેન પણ.. છે !..એ તો કોઈ એ મને કહ્યું પણ નહીં!....ને મેં તો એને જોઈ પણ નથી..

સુગંધાની મમ્મી રૂમની બહાર જાય છે..

એટલામાં એક કન્યા ચંદેરી સાડી પહેરી ને આવે છે. એની સાથે સુગંધાની મમ્મી હોય છે.

એ કન્યા એ ઘુંઘટ ઓઢીને આવેલી હોય છે.

એ બધાની સાથે ગાદી ઉપર બેસે છે.

સૌરભની બેચેની વધે છે.. એ સુગંધા ક્યાં? એ માટે નજર માંડ્યા કરે છે...

સુગંધાના પપ્પા હસ્યા.

બોલ્યા:-" સૌરભની કુંડળી મારી ડોટર સાથે મલે છે.. જો તમારી હા હોય તો ગોળ ધાણા ખાઈને નક્કી કરીએ."

સૌરભ આ જોઈ ને ગુંચવાયો..
સુગંધાના પપ્પા બોલ્યા :-" મારી ડોટર ગીત પણ સરસ ગાય છે.. જો તમારે બંને ને વાત કરવી હોય તો અમે બધા બહાર જઈએ."
સૌરભ વધુ ગુંચવાયો..
"ના.. ના.. પપ્પા મમ્મીની પસંદગી..પણ..પણ.. સુગંધા ક્યાં છે?"
સુગંધાના પપ્પા બોલ્યા :-" બેટી , આ તારા સૌરભજી ને એક ગીત સંભળાવ."

સૌરભ ચમક્યો... તારા.. સૌરભજી? હજુ તો નક્કી પણ નથી..

એટલામાં ઘુંઘટમાં રહેલી કન્યા એ હાથની ચુડીઓનો રણકાર કર્યો.

સૌરભનું ધ્યાન એના હાથ પર ગયું...

ઓહ્.. એમ... વાત છે..

એ કન્યા એ ગીત ગાવાનું શરૂ કર્યું.

गोरा गोरा हाथा माहीं,
महेदी आज रचाई,
पांव में पायल,
नाक में नथनी,
बिंदीया सेर सजाई,
जीभर निहारु बालम,
अहीया मत शरमाऊं,
करशु सोणा शणगार,
मैं बन-ठन के आईं,
मैं बन-ठन के आईं,


चुड़ी चमके रे मोतीडा भलके,
चुडी चमके रे मोतीडा भलके,

ओ.. निरखु .. ओ निरखु..
मारा बालमा चुड़ी चमके
मारा सायबा चुड़ी चमके....
......
આ ગીત સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા..

સૌરભ બોલ્યો.." ઓહ્. એટલે આ સુગંધા જ છે એમ ને.. પણ કુંડળી માં " સૌંદર્યા ગૌરી " નામ?"

સુગંધાના પપ્પા:-" જુઓ સૌરભજી , મને સુગંધા એ બધી વાત કરી. એની ખુશી માટે હું રાજી થયો. અગ્રવાલજી મારફતે તપાસ પણ કરાવી.. હવે જન્માક્ષરમાં લખેલા નામ વિશે કહું.. તમે તો મેળાપક રિપોર્ટ તો વાંચ્યો જ નહીં.. એમાં તો તમારા અને સુગંધા નું જ નામ છે.. વાત એમ છે કે સુગંધાનો જન્મ થયો ત્યારે એના જન્માક્ષર એના મામાએ બનાવીને મોકલ્યા હતા.. એમણે સૌંદર્યા ગૌરી નામ લખાવ્યું હતું.. એ એના મામા એ પાડેલું નામ.. પણ અમે સુગંધા નામ રાખ્યું હતું.. એ જન્માક્ષર તો તમે આખા જોયા જ નહીં.. અંદરના પાના પર તો સુગંધા નામ લખેલું છે.. ચાલો હવે ગોળ ધાણા ખાવા છે કે પાછા લઈ જવાના છે..?"
સૌરભ શરમાઇ ગયો..
બોલ્યો:-" પપ્પા મારી હા છે.. પણ સુગંધા તો ઘુંઘટ નીચે કરતી નથી.. એને પણ પુછી જુઓ..એની હા.. છે?"
સુગંધા એ હસતા હસતા ઘુંઘટ ઉતાર્યો.. ને સૌરભને સુગંધાનો હસતો ચહેરો દેખાયો..

સૌરભના મુખ પર ચમક આવી ગઈ.. ને એણે પણ સ્મિત કર્યું...

સુગંધા:-" મારી તો પહેલેથી જ હા છે."

સુભગ મિલન થયું આજે,

સુગંધા છે સાથ,

આકાશે મેઘધનુષના સાતે રંગ દેખાય,

એમાંના એક પ્રેમ રંગે સૌરભ રંગાય,

જોઈ કાજલ નેણ ને,

મોહની સ્વરૂપ,

મનની સુંદરતા હમાં,

જીવન સુંદર દેખાય...
આ પછી બંને પક્ષો એ ગોળ ધાણા ખાઈને સગાઇ નક્કી કરી.

અને... મકરસંક્રાંતિ પર્વ પછી સૌરભ અને સુગંધાના લગ્ન લેવાનું નક્કી કર્યું.

સૌરભના આગ્રહ થી જબલપુરમાં સાદગીથી આર્યસમાજમાં બંનેના લગ્ન થયા.

બધા વડિલોએ ,ડો.સુનિતા દીદી અને " માં ચંદ્ર કલા માં" ના આશીર્વાદ લીધા..
અહીં જીવનની કહાની પુરી થતી નથી...

સુગંધા અને સૌરભના જીવનની નવી શરૂઆત થાય છે..

*** ( " સૌંદર્યા-એક રહસ્ય " ધારાવાહિક વાર્તાનો આ અંતિમ ભાગ છે. આમ આ ધારાવાહિક વાર્તા સમાપ્ત થાય છે. સર્વ મિત્રો અને વાંચકો એ આ ધારાવાહિક વાર્તા વાંચીને મને પ્રોત્સાહિત કર્યો છે.. એ બદલ દિલથી સૌનો આભાર માનું છું.સૌને કૌશિક દવેના જય શ્રી કૃષ્ણ 🙏 જય મહાદેવ 🙏 જય માતાજી 🙏)
@કૌશિક દવે .