Dil A story of friendship - 6 in Gujarati Fiction Stories by Dr Jay Raval books and stories PDF | દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-6: મિત્રતાની શરૂઆત

Featured Books
Categories
Share

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-6: મિત્રતાની શરૂઆત

ભાગ-6: મિત્રતાની શરૂઆત


દેવ સાંજે કેફેમાં પહોંચ્યો. તે પોતાનું કામ કરી રહ્યો હતો. એટલામાં તેને ઇશીતાને કેફેની અંદર આવતા જોઈ. તે આવી અને બાજુમાં જ્યાં સ્ટેન્ડ અપ અને બીજા શો માટેની જગ્યા હતી ત્યાં ટેબલ ઉપર જઈને બેસી ગઈ. તેણે પોતાની ડાયરી કાઢી અને સાથે પોતાનું ગિટાર કાઢ્યું. પોતાનું ગિટાર સેટ કર્યું અને તે પ્રેક્ટિસ કરવા લાગી.

અચાનક દેવને યાદ આવ્યું કે તે જ્યારે જોબ માટે અહીં આવ્યો હતો ત્યારે જ એને જોઈ હતી, જે ગિટાર લઈને બેસી હતી. હવે તેને સમજાયું કે ઇશીતાનો ચહેરો તેને કેમ જાણીતો લાગતો હતો. દેવ તેની પાસે ગયો. ઇશીતા પોતાની ધૂનમાં જ હતી.

"વુડ યુ લાઈક ટુ ઓર્ડર સમથિંગ, મેં'મ?" દેવે પૂછ્યું.

"નો, થેન્ક્સ." ઇશીતાએ ઉપર જોયું.

દેવને જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ. દેવને જોઈને તેણે કહ્યું.
"તું? આઇ મીન તું અહીંયા શું કરે છે?"

"હા, હું અહીં પાર્ટ ટાઈમ જોબ કરું છું." દેવે જવાબ આપ્યો.

અચાનક ઇશીતાને કંઈક યાદ આવતા, "ઓહ, આઈ એમ સો સોરી સવાર માટે. હું એમ જ કંઈપણ કહ્યા વગર નીકળી ગઈ. થેન્ક યુ સો મચ ડાયરી માટે." ઇશીતાએ કહ્યું.

"ઇટ્સ ઓકે, વેલકમ." કહીને દેવ પોતાનું કામ કરવા ત્યાંથી જતો રહ્યો.

******************************

જ્યારે પણ હવે બંને સામેથી નીકળતા ત્યારે એક સ્માઇલની આપ-લે થતી. વાતચીત કયારેય નહોતી થતી. હજી સુધી બંનેને એકબીજાના નામ શુધ્ધા ખબર નહોતી. દેવને ખબર હતી ડાયરીના કારણે પણ ઇશીતાએ તેને હજી સુધી કહ્યું નહતું. થોડા દિવસો સુધી આ સિલસિલો ચાલતો રહ્યો.

કોલેજના સ્ટુડન્ટસ તે કેફેમાં દરરોજ આવતા. તે દેવને જોતા, તેની મજાક ઉડાવતા, તેના ઉપર કોમેન્ટ કરતા. દેવ ચૂપચાપ આ બધું હસતા મોઢે સાંભળી લેતો અને કોઈને પણ સામે જવાબ નહોતો આપતો. લવને આ બધું નહોતું ગમતું. તે દેવને કહેતો કે આ જોબ છોડી દે, આમાં શું રાખ્યું છે. પણ દેવ એનું માને તોને. તે ટસથી મસ ના થયો.

"ચાલ, આજે ક્યાંક બહાર જઈએ. જ્યારથી આયો ત્યારથી કોલેજ અને કેફેમાં જ પડ્યો રહે છે તું." લવે પોતાના ફોનમાં જોતા જોતા કહ્યું.

"ના, યાર. મારે સાંજે ડ્યુટી છે. કેફે જવાનું છે." દેવે મક્કમતાથી જવાબ આપ્યો.

"એવું શું રાખ્યું છે એમાં, છોડને. લોકો તારા ઉપર કેવી કેવી કોમેન્ટ કરે છે અને તું ચૂપચાપ સાંભળી લે છે. મને સાંભળીને જ બે લગાવી દેવાની ઈચ્છા થઈ જાય છે." લવે ગુસ્સામાં કહ્યું.

"એ તું નહીં સમજે."

"સારું, જેવી તારી મરજી. બાય." કહીને દરવાજો પછાડતા લવ રૂમમાંથી નીકળી ગયો.

"ઉભો રે ઓય, સાંજે મને લેવા આવી જજે કેફે. હું વહેલા નીકળવા પ્રયત્ન કરીશ. ત્યાંથી જ આપણે ક્યાંક જઈશું બસ." તેણે લવને મનાવ્યો.

"કોઈ જ બહાના નહીં ચાલે આજે. બાય." કહીને તે જતો રહ્યો.

રોજની જેમ દેવ સાંજે કેફેમાં પહોંચી ગયો અને કામ કરવા લાગ્યો. એટલામાં ઇશીતા આવી. રોજની જેમ પોતાની જગ્યા ઉપર જઈને બેસી ગઈ. આજે તે કંઈક અલગ લાગી રહી હતી. દેવ થોડી વાર તેને જોઈ રહ્યો. આજે તે એકદમ ટીપટોપ તૈયાર થઈને આવી હતી જાણે કે એને ક્યાંય બહાર જવાનું હોય.

દેવ પોતાના કામમાં પરોવાઈ ગયો. એટલામાં તેની બેચનો સૌથી તોફાની છોકરો પ્રખર ત્યાં આવ્યો. તે રોજ દેવની ઉપર કોમેન્ટ કરતો અને તેની મજાક ઉડાવતો. એટલામાં લવ કેફેની બહાર આવ્યો અને ઇશારામાં તેણે દેવને બહાર જવા માટે બોલાવ્યો. દેવે ઇશારામાં પાંચ મિનિટમાં આવવાનું કહ્યું. એટલામાં પ્રખર ઉભો થયો અને ફોન ઉપર વાત કરતા કરતા હાથે કરીને તેણે પોતાના પગથી દેવને નીચે પાડી દીધો. દેવના હાથમાંથી આખી ટ્રે ઉંધી પડી ગઈ.

પ્રખરે પોતાનો બચાવ કરતા ઉપરથી દેવને લાફો મારી દીધો અને કહ્યું,"દેખાતું નથી? આંધળો છે? બ્લડી વેઈટર." કહીને બેસી ગયો.

દેવે માફી માંગતા કહ્યું,"સોરી, સર."

કેફેના તમામ લોકોએ આ જોયું, ઇશીતાએ પણ આ જોયું. લવ પણ બહાર ઉભા ઉભા આ બધું જોઈ રહ્યો હતો. તેનાથી રહેવાયું નહીં. તેણે પોતાના શર્ટની બાંય ચડાવી અને કેફેમાં પ્રવેશ્યો. પ્રખરની પાસે જઈને ખેંચીને ત્રણ ચાર લાફા ઝીંકી દીધા. "ભૂલ તારી છે અને હાથ પેલાની ઉપર ઉઠાવે છે."

એટલામાં દેવ આવ્યો અને તેણે લવને શાંત પાડ્યો.
"અને તું કેમ સામે જવાબ નથી આપતો. તારી ભૂલ છે જ નહીં એ તને પણ ખબર છે. ઉપરથી સોરી પણ કહે છે." દેવ સામે જોઇને તેણે કહ્યું.

"અને તું, આજ પછી જો હાથ ઉપાડ્યો છે ને એની ઉપર તો હાથ તોડી નાખીશ તારા." ચેતવણીભર્યા સૂરમાં લવે પ્રખરને કહ્યું.

"ચાલ, નથી કરવી આપણે કોઈ જોબ." તે દેવને ખેંચીને બહાર લઈ ગયો.
એની પાછળ પાછળ ઇશીતા પણ ત્યાંથી નીકળી ગઈ.

બંને કારમાં બેઠા. દેવને ખબર હતી કે લવ ખૂબ ગુસ્સે છે એટલે તે ચૂપચાપ બેસી રહ્યો. થોડી વાર પછી દેવે કહ્યું, "સોરી."
લવે તેનો કંઈ જવાબ ના આપ્યો. તે કાર ચલાવતો રહ્યો. તેણે કાર ડુમ્મસનાં દરિયાકિનારે જઈને ઉભી રાખી. દેવ આ બધું જોઈ રહ્યો.

"અહીં શા માટે..."
"ચૂપચાપ, ચાલ. અત્યારે મારે બીજું કંઈ બોલવું નથી." દેવને અટકાવતાં લવે કહ્યું.

કાર પાર્ક કરીને બંનેજણા દરિયાકિનારા ઉપર લટાર મારવા નીકળ્યા.
"અહીં આવવાનો સવારથી જ પ્લાન હતો. તે આખા મુડની પથારી ફેરવી નાખી. આખો દિવસ કેફે કેફે કેફે. હવે જો ત્યાં ફરી ગયો છે કે મેં તને ત્યાં કામ કરતો જોયો છે ને તો તારી વાત છે. તોડી નાખીશ તને પણ." લવે દેવને ધમકાવ્યો.

"સારું હવે, આવી ગાયોને પણ અહીંયા. તારો પ્લાન કેન્સલ તો નથી થયો ને. ચાલ હવે ગુસ્સો દરિયામાં વહાવી દે અને એક જપ્પી આપ." દેવે હાથ ફેલાવ્યા.

"ચલ હવે આ બધા નાટકો બંધ કર અને બટરીંગ ઓછું કર." કહીને હસતા હસતા દેવને ભેટ્યો.

'હેલ્પ, હેલ્પ." એટલામાં દૂરથી કોઈ છોકરીની બુમો સંભળાઈ.

બંનેએ આજુ બાજુ નજર ફેરવી. તેમને દૂર એક છોકરી અને તેની છેડતી કરતાં બે છોકરાઓ દેખાયા. એ જોઈને બંનેએ એ દિશામાં દોટ મૂકી. તે છોકરીને છોડાવી અને પેલા બંને છોકરાઓને માર માર્યો. એ બંને છોકરાઓ ભાગી ગયા. લવ તેમની પાછળ મારવા માટે ભાગ્યો.

"આર યુ ઓલ... તું? અહીંયા?" દેવે તે છોકરીને પર્સ આપતાં આશ્ચર્યમાં કહ્યું.

ઇશીતાએ દેવને જોઈને કહ્યું," ઓહ, હા." તેને કંઈ સુજ્યું નહીં તે ચૂપ થઈ ગઈ.

"ઓલ ઓકે? કંઈ વાગ્યું નથી ને?" દેવે ફરી પૂછ્યું.

"યા,યા, આઈ એમ ફાઈન." કહીને તે ઉભી રહી ગઈ.

એટલામાં લવ પાછો આવ્યો, "ભાગી ગયા, સાલાઓ. નહીં તો આજે કોઈકનો ગુસ્સો કોઈકની ઉપર નીકળતો." તેણે દેવ સામે જોઇને કહ્યું. તેણે ઇશીતા સામે જોયું, "આ તો પેલી, કોલેજ વાળી, મિસ ડાયરી. એજ ને?" તેણે વારાફરતી બંને સામે જોયું. બે સેકન્ડ માટે સન્નાટો છવાઈ ગયો.

દેવે ઇશીતા સામે સ્માઈલ કરી અને બાય કહીને ઉતાવળમાં લવને ખેંચીને ત્યાંથી આગળ જવા લાગ્યો.

"હેય?" ઇશીતાએ બૂમ લગાવી.

બંનેજણા ત્યાં અટકી ગયા. બને પાછું ફરીને ઉભા રહ્યા.

"હાય, આઈ એમ ઇશીતા." તેણે હાથ લંબાવ્યો.

"આઈ એમ દેવ." તેણે હાથ મિલાવ્યો.

"આઈ એમ લવ." લવે કહ્યું.

"થેન્ક યુ ટુ બોથ ઓફ યુ. આજે તમે મારી ખૂબ મદદ કરી છે. ફ્રેન્ડ્સ?" બંનેએ ફરી હાથ મિલાવ્યો.

"આજે મારો જન્મદિવસ છે. હું કેક લઈને આવી છું. હું મારો જન્મદિવસ દર વર્ષે અહીંયા જ ઉજવું છું. એકલા રહીને. આજેપણ હું અત્યારે એના માટે જ આવી હતી. વુડ યુ લાઈક ટુ જોઈન મી?" ઇશીતાએ કહ્યું.

"ઓહ, હેપ્પી બર્થ ડે! સ્યોર. પણ કેમ એકલા અને એ પણ અહીંયા." દેવે સામે પ્રશ્ન કર્યો

"વેલ, મારા કોઈ એવા ફ્રેન્ડ્સ નથી. પણ હવેથી હું કહી શકું છું કે આઈ હેવ ફ્રેન્ડ્સ." ઇશુએ ખુશ થતા કહ્યું.

"હેપ્પી બર્થ ડે. બીજી કોઈ સેવા કરી શકીએ તમારી. આજે તમારા જન્મદિવસના શુભ અવસર ઉપર સેવક હાજર છે." લવે પોતાના અંદાજમાં મજાક કરી.

"નૌટંકી!" કહીને તે હસતા હસતા ગઈ. કેક અને ગિટાર લઈને તે પાછી આવી.

ઇશીતાએ કેક કાપી અને ત્રણેએ જન્મદિવસ ઉજવ્યો. તેમણે ઘણાં બધાં ફોટોસ લીધા અને પછી શાંતિથી દરિયાને નિહાળતા દરિયાકિનારે બેસી ગયા.

"આ ટુનટુનિયુ વગાડતા આવડે છે કે ખાલી શો ઓફ માટે રાખ્યું છે?" લવે મસ્તી કરવાનું શરૂ કર્યું.

"આવડે છે હોં, ચાંપલા." કહીને તેણે ગિટાર હાથમાં લઈને વગાડતા એક ગીત ગાયું.

"વાહ, બોસ. માની ગયા. તારો અવાજ ખૂબ સુંદર છે. તારે ખરેખરમાં સિગિંગ શરૂ કરી દેવું જોઈએ." બન્નેએ ઇશીતાને કહ્યું.

"થેન્ક્સ. યુ નો મારે પણ સિંગર જ બનવું છે. પણ શક્ય નથી."તેણે ઉદાસ ચહેરે કહ્યું. "બાય ધ વે હમણાં સાંજે તો જબરો એંગરી યંગ મેન બની ગયો હતો ને કેફે માં. પણ જે કાંઈ કર્યું એ બરાબર કર્યું. પણ તું કેમ કાંઈ નહોતો કરતો દેવ?" ઇશીતાએ જવાબ આપ્યો.

"હું શું કરું પણ? હું કંઈ કરી શકવાની હાલતમાં જ નહોતો." દેવે બચાવ કર્યો.

"હાં, જાને તારા હાથમાં તો મહેંદી મુકેલી હતીને." લવે ટોન્ટ માર્યો.

એટલામાં લવનો ફોન વાગ્યો અને તે ફોન ઉપર વાત કરવા જતો રહ્યો.

"તું શું કામ આવું રોજ સહન કરે પણ? લોકો આવી કોમેન્ટ કરે ને એવું કરે તો. છોડી દે ને. તારે કંઈપણ મદદ જોઈતી હોય તો મને કહેજે." ઇશીતાએ કહ્યું.

"હા, હવે હું નથી કરવાનો એ જોબ. મેં છોડી દીધી આજથી જ. થેન્ક્સ. એક વાત પૂછું?" દેવે કહ્યું.

"હા, પૂછને."

"તારા કોઈ ફ્રેન્ડ્સ નથી તો પછી તે આટલી જલ્દી અમને કેવી રીતે ફ્રેન્ડ્સ બનાવી લીધા?"

"તું કો-ઇનસીડન્ટ્સમાં માને છે. ગોડ્સ સાઈન?"

"મતલબ? સમજણ ના પડી?"

"સમજવું જો. પેલા દિવસે તને મારી ડાયરી મળવી, કેફેમાં ફરી ભટકાવું અને આજે આમ આ રીતે તે મારી મદદ કરી. આ ઇત્તેફાક નથી. આને હું સંકેત તરીકે જોઉં છું અને એટલે જ મેં તમને ફ્રેન્ડ્સ બનાવી લીધા." ઇશીતાએ સહજતાથી ઉત્તર આપ્યો.

"બાય ધ વે,તારી ડાયરી મેં વાંચી નથી. શુ લખ્યું છે એમાં?" દેવે જાણવા માટે પૂછ્યું.

"કંઈ નથી. એમાં મેં જાતે લખેલા ગીતો છે અને કેટલીક એવી વાતો જે હું કોઈને ના કહી શકું એ લખી નાખું. હું અહી ઘણીવાર આવું છું ગિટાર અને સિગિંગની પ્રેક્ટિસ કરવા માટે. ક્યારેક બોલાવીશ તને પણ મારી સંગીતની મહેફિલમાં." કહીને તે બંને સૂર્યાસ્તને જોઈ રહ્યા.

ફોન નંબરોની આપ-લે થઈ અને વોટ્સએપ ઉપર ગ્રુપ બની ગયું 'દિલ: અનબ્રેકેબલ ફ્રેન્ડશીપ."

******************************

"અને આ રીતે અમારા ત્રણેયની ફ્રેન્ડશીપની શરૂઆત થઈ. એ દિવસ હતો ઇશુનો જન્મદિવસ, 25મી ઓગસ્ટ." દેવે એક ફોટો પોતાના હાથમાંથી બાજુમાં મુકતા કહ્યું.

"અમે લોકો એ દિવસ પછી લગભગ બધી જ જગ્યાએ સાથે હોતા, લેક્ચર હોલ, કેન્ટીન, ગાર્ડન, ડુમ્મસ. અને ધીમે ધીમે અમે ત્રણે એક ફેમિલી જેવા થઈ ગયા હતા. એ ફેમિલી અવે ફ્રોમ હોમ."

"અચ્છા, એટલે 25 ઓગસ્ટ લખ્યું હતું. એકદમ ફિલ્મી સ્ટોરી છે તમારી તો. પછી શું થયું?" કાવ્યાએ પૂછ્યું.

"25 ઓગસ્ટ સાથે બે યાદો જોડાયેલી છે. એક સારી અને એક ખરાબ. સારી તને ખબર પડી ગઈ. ખરાબ હું ભૂલી નથી શકતો. તને પણ આગળ જતાં એના વિશે ખબર પડી જશે." કહીને દેવે આગળ કહેવાનું ચાલુ રાખ્યું.

(ક્રમશઃ)