આગળના પ્રકરણમાં જોયું કે અવનીની વાત સાંભળી મયંક અવનીના ઘરે આવવા નીકળે છે.....,સાથે કહ્યું કે હું ફોન કરું પછી છત પર આવજે......
હવે આગળ........,
અવની મયંકના ફોનની રાહ જોતી હતી.. રાતના 10:45 એ મયંકનો ફોન આવે છે.....
અવની : હેલ્લો આવી ગયા તમે ?
મયંક : હા.. હું આવી ગયો,ગાર્ડનના રસ્તેથી છત ઉપર આવીશ. તું પણ આવી જા ઉપર..
અવની: હા..
અવની ફોન કાપી ઘરમાં જોવે છે બધા સુઈ ગયા હતા... એટલે એ ઉપર જાય છે.. ત્યાં મયંક ઉભો હતો અવની મયંકને હગ કરીને રોવે છે, મયંક પણ થોડીવાર અવનીને રડવા આપે છે જેથી એનું મન શાંત પડે....
મયંક : હવે શાંત થઈ જા... ( અવનીના કપાળ પર હળવું ચુંબન આપીને કહે છે)
અવની : માયુ આવું થયું એમા મારો શુ વાંક.. ?કેમ આવું હમેશાં મારી જોડે જ થાય છે?
મયંક : વાંક તારો નથી પણ આવા વિકૃત વિચારના માણસોનો છે... રસ્તામાં આવતો હતો,ત્યારે એ જ વિચાર આવ્યો કે આ પાઠક સરને મારુ..
અવની : એવું કંઈ નથી કરવું, તમારે પણ 12th છે, જો સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી નાખે તો?
મયંક : તું મારી ચિંતા ના કરીશ.., પણ આ પાઠક સર ને સબક શીખવવો જ પડશે....
અવની : ના માયુ તમે એવું કંઈ જ નહીં કરો... તમને મારી કસમ છે... જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે એનો હિસાબ કરી લઈશું....
મયંક : તું આ બધું મનમાં ના રાખતી નહિ તો આ બધી વસ્તુની અસર તારી સ્ટડી પર પડશે....
અવની : હા... પણ ભૂલવા માટે મને થોડો સમય જોઈશે...
મયંક : હું છું તારી સાથે હવે કાંઈ નહિ થાય તને.. આમ પણ તું સ્ટ્રોંગ છે... પાઠક સરને શુ જવાબ આપવો એ તને ખબર જ છે...
અવની : જવાબ તો આપવો જ પડશે... નહીં તો કોણ જાણે કેટલી છોકરીઓ સાથે આવું કરશે... આપણું આ બોર્ડનું વર્ષ છે, જો આપણે કંઈક કરીશું તો એ સસ્પેન્ડ થશે...આપણી સાથે બીજા સ્ટુડન્ટ્સને લોસ થાય... ,અને એન્ડ ટાઇમ પર નવા ટીચર પણ નહીં મળે.... મારી સાથે થયું છે ,તો હું યોગ્ય સમય પર જવાબ આપી દઈશ... પણ મારા લીધે બીજાને પ્રોબ્લેમ થાય એવું નથી કરવું....
મયંક : તારું જે ડીસીજન હશે હું તારી સાથે છું... પણ હવેથી તું ક્યાંય એકલી નહિ જાય... ,કેમકે તું હવે મારી પણ જવાબદારી છે...
અવની : હા.. હવે ઘરે નથી જવું?? બધા રાહ જોતા હશે...
મયંક : ના હું ઘરે કહીને આવ્યો છું.. કે અવની પાસે જાવ છું એનું મૂડ નથી સારું એટલે...
અવની : આવું કાંઈ કહેવાય... મમ્મી શુ વિચારે કે અત્યારથી આ બધું શુ છે...
મયંક : મમ્મીની ચિંતા તું ના કરે તો સારું... એ આપણી બંને માટે બહુ ખુશ છે... જો આ ચોકલેટ તારી માટે,, કહ્યું કે લઈને જા..
અવની : સારું કહેવાય...
મયંક : તું પ્લીસ બધી વાતો મનમાંથી કાઢી મુકજે... એના લીધે તને હું કે ઘરના કોઈ પણ સભ્ય ભવિષ્યમાં આ વાતના લીધે નહીં સંભળાવીએ... તું ભણવામાં ધ્યાન આપ..
અવની : હા.. તમારી જ બીક હતી મને... ક્યાંક આપણે દૂર થઈ ગયા તો ,આ ઘટનાને લીધે..પણ થેન્ક યુ મને સમજવા માટે...
ક્યાંય સુધી મયંક અને અવની આવી રીતે વાતો કરતા રહ્યા , ત્યાં અવની કહે છે કે તમારે જવું જોઈએ એટલે મયંક પણ જવા તૈયાર થઈ જાય છે .. મયંક જોરથી અવનીને બાહોમાં ભરી લે છે....
સાથે કહે છે કાલે તારે સ્કૂલ આવવાનું છે... મારી માટે અને આપણા સપનાઓ માટે... અનવી હા કહી પછી બંને અલગ પડ્યા...
અવની પોતાના રૂમમાં આવીને ક્યાંય સુધી આજે બન્યું એ વિશે વિચારી રહી હતી, સાથે મયંકનું બદલાયેલું સ્વરૂપ પણ જોઈ લીધું.... જે હંમેશા ગુસ્સો કરતો એ આજે અવની સાથે ઉભો હતો.. ,આ વાતને લીધે અવની પણ બહુ ખુશ હતી... એ વિચારોમાં એ ક્યારે સુઈ જાય છે, એ ખબર જ નથી રહેતી...
મયંક પણ ઘરે પહોચ્યો ત્યાં એના મમ્મી (સંગીતાબહેન)મયંકની રાહ જોઇને હોલમાં બેઠા હતા...મયંક આવ્યો એટલે એમણે પોતાની પાસે બોલાવ્યો...
સંગીતાબહેન : મયંક આમ રાત્રે ગયો કાંઈ ચિંતા
જેવી વાત હતી ???
મયંક : ના મમ્મી બહુ ચિંતાની વાત ન હતી..અને મયંક અવની સાથે બનેલી તમામ ઘટના કહે છે....
સંગીતાબહેન : સારું થયું તું જઈ આવ્યો... કેમ કે આવી વાતો સ્ત્રી કોઇ દિવસ કોઈને કહેતી નથી... હમેંશા હ્દયમાં છુપાવી રાખે છે... ત્યારે આવી હાલતમાં સૌથી વધારે એ માણસની જરૂર હોય છે કે જેને એ દિલથી ચાહે છે...
તારે એનો સાથ આપવી જોઈએ.... લોકો શુ કહે છે કે, તારા બીજા દોસ્ત શુ કહે છે એની પર ધ્યાન આપ્યા વગર તું તારી અને અવની પર ધ્યાન આપ...એ લોકો બોલશે કેમ કે એ તમને જોઈ રાજી નથી.... એ બધા એ જ બોયસ હશે જેમ ને અવનીએ રિજેક્ટ કર્યા છે...
મયંક : આ બધી વાતની તમને કેમ ખબર પડી... ?
સંગીતાબહેન : તારા દીદી એ બધી વાત કરી...
મયંક :સારું
સંગીતાબહેન : અવની સાથે તું રહે છે., તને ખબર છે એ કેવી છે, તો બીજાની વાતમાં આવીને આવું ન કરશો... કેમ કે અવની પાસે બધાં રસ્તા છે તારાથી દુર રહેવાના, પહેલું કારણ તો તારા પપ્પાનો ધંધો જ છે... તે કહ્યું પછી કોઈ દિવસ તને સંભળાવ્યું ??
મયંક : ના...
સંગીતાબહેન : તો એથી વિશેષ શુ હોય...જો આવી સંસ્કારી દીકરી આપણા ઘરમાં આવે તો આપણે ભાગ્યશાળી કહેવાઈએ....
જેમ સમય જશે એમ તમે એકમેકને વધુ જાણવા લાગશો... હવે ભણવાની સાથે અવની પણ તારી જ જવાબદારી છે... મને વિશ્વાસ છે કે એનું ધ્યાન રાખીશ...
મયંક : હા મમ્મી હું મારાથી બનતું બધું કરીશ બસ અવની ખુશ રહે.....
( અવની અને મયંકના જીવનમાં આગળ શું થાય છે એ વાંચવાનુ ભૂલશો નહિ)
*ક્રમશ.......