હવે આગળ,
કાજલ બસમાંથી નીચે ઉતરી ઘર તરફ ચાલે છે દેવનું ધ્યાન કાજલ ઉપર જ છે તે કાજલને જ્યાં સુધી જોઈ શકે ત્યાં સુધી તેને જોઈ જ રહે છે પણ કાજલ એક પણ વાર તેની તરફ ફરીને સામે જોતી નથી નથી તે તેના ઘર તરફ આગળ જ વધી રહી છે .બસ કાજલના ગામમાંથી ઉપડીને રસ્તા પર દોડવા લાગે છે સાથે સાથે દેવના વિચાર પણ દોડવા લાગે છે .દેવ હજી પણ તે વિચાર કરે છે કે એવું બન્યું છે શું કે તે આટલી મોટી વાત કરીને જતી રહી દેવ પોતાના મનને મનાવે છે અને ખુદ સાથે વાતો કરવા લાગે છે કે દેવ કાઈ વાંધો નહીં પણ જે થયું તે ભૂલી ને આગળ વધી જા અને તેને પણ પોતાની લાઈફમાં આગળ વધવા દેવું જોઈએ તો હવેથી હું ખુદ જ તેના થી દુર રહીશ અને હું ખુદ પણ પોતાની જિંદગીમાં આગળ વધીશ તેમ કહી પોતાના મનને મનાવી આગળ વધે છે .દેવ બાબાપુર આવતા બસમાંથી નીચે ઉતરી બીજી તરફ જઈને બેસી જાય છે .દેવ આજે પણ ત્યાં પહોંચી ફરી એકવાર તે શોપ પર જઈને તે લીંબુ સોડાનો ઓર્ડર આપે છે દુકાનદાર સોડા બનાવા લાગે છે દુકાનદાર સોડા બનાવી દેવને આપે છે અને દેવ સોડા પીવા લાગે છે સોડા પીને દેવ રૂપિયા આપી અને ત્યાં સામે બાંકડા પર બેસીને બસની રાહ જોવા લાગે છે .
થોડી જ વારમાં બસ આવે છે દેવ બસમાં બેસી અમરેલી જવા લાગે છે અમરેલી ના રસ્તા તરફ બસ દોડવા લાગે છે અને સાથે સાથે દેવના વિચાર પણ દોડવા લાગે છે દેવ હવે ભણીને આગળ વધવા માંગે છે અને તે બધું ભુલીને અને કાજલને પણ ભુલાવી આગળ વધવા માંગે છે દેવ હવે બધુ ભૂલવા માંગે છે તે હવે આગળ વધવા માંગે છે દેવ મનમાં ને મનમાં બધું સમજાવી તે અમરેલી બસ સ્ટોપ આવતા તે બસમાંથી નીચે ઉતરી ભાવેશને કૉલ કરે છે ત્યાં ભાવેશ સામે જ ઉભો દેખાય છે તો દેવ કૉલ કટ કરીને ભાવેશ તરફ ચાલવા લાગે છે દેવ ભાવેશ પાસે પહોંચીને દેવ અને ભાવેશ બાઇકમાં બેસીને આઈટીઆઈ તરફ બાઇક લઈને નીકળી જાય છે આઈટીઆઈ માં પહોચીને તે લેક્ચરમાં જતા રહે છે .દેવ લેક્ચરમાં તો જાય છે પણ તેનું મન હજી સુધી કાજલથી દુર રહેતું નથી કાજલના બોલેલા એક એક શબ્દ હજી સુધી તેના મનમાં જ ફર્યા રાખે છે દેV હજી સુધી કાજલ શા માટે આવું કહ્યું તે હજી સુધી દેવની સમજથી બહાર રહે છે .દેવ પોતાના મનને મનાવાની કોશિશ કરે છે પણ તે નાકામ રહે છે આમને આમ લેકચર પૂરો થાય છે દેવ કલાસમાંથી બહાર આવે છે સાથે સાથે ભાવેશ પણ બહાર આવે છે આમ પણ લેકચર પૂરો થતાં દેવ અને ભાવેશ ઘર તરફ નીકળવાની તૈયારી કરે છે ભાવેશ દેવને પોતાની બાઇકમાં બેસાડીને બસ સ્ટોપ તરફ પોતાની બાઇક ચલાવા લાગે છે થોડી જ વર્મા બસ સ્ટોપ આવતા ભાવેશ અને દેવ બંને બાઇક પાર્ક કરીને બસ સ્ટોપ ની અંદર દાખલ થાય છે દેવ અને ભાવેશ પ્લેટફ્રોમ ન.5 પર આવીને બસની રાહ જોવા લાગે છે .થોડી જ વાર એમ જ બેસી રહે છે બંને માંથી કોઈ કાઈ બોલતું નથી એમ જ બેસી રહે છે ભાવેશ ને પણ દેવ કાઈ બોલતો નથી એટલે તે પોતાની વાત આગળ વધારવા માટે હજી દેવને બોલાવે ત્યાં જ દેવની બસ આવી જાય છે દેવ ભાવેશને કાલે સવારે મળીએ તેટલું કહીને બસ તરફ ચાલવા લાગે છે ભાવેશ આજે દેવના આ વર્તન થી થોડો અચંબામાં મુકાય છે દેવ બસમાં બેસી જાય છે અને ભાવેશ પાર્ક કરેલી બાઇક લઈને પોતના ઘર તરફ ચાલવા લાગે છે .
શુ દેવને ફરીવાર કાજલ સાથે મુલાકાત થશે? શુ દેવ અને કાજલ એકબીજાથી દૂર રહી શકશે? શુ દેવ અને કાજલ પોતાના ફ્યુચર માટે એકબીજાને દૂર રાખી શકશે? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ.