Wolf Dairies - 45 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 45

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 45

સમય પાણીની જેમ ઝડપથી પસાર થઇ ગયો. આખરે એ દિવસ આવી જ ગયો. તે પૂર્ણિમાની રાત હતી. પ્રિયાએ શ્લોકને જન્મ આપી દીધો હતો. અને સેમએ રોમીને. પંછીને હજુ એક મહિનાની વાર હતી. બધા જ બહુ ખુશ હતા.

“પંછી ક્યાં છે?” ક્રિસએ પૂછ્યું.

“તે રસ્તામાં જ છે. અક્ષય સાથે આવે છે.” રાહુલએ કહ્યું.

“એને આવી હાલતમાં અહી આવવાની શું જરૂર છે?” પ્રિયા અને સેમ વાત કરી રહ્યા હતા.

ત્યાં જ ક્રિસનો ફોન રણક્યો.

“શું? કઈ રીતે?” હું હમણાં જ આવું છું.” ગભરાઈને ક્રિસએ ફોન મુક્યો.

“શું થયું?” પ્રિયાએ પૂછ્યું.

“કેયુરકાકા અને તેમના બીજા સાથીઓએ પંછી અને અક્ષયને પકડી લીધા છે. મારે એમની પાસે જવું પડશે.” ઉતાવળમાં ક્રિસએ કહ્યું.

“આજે તો પૂર્ણિમા છે. એટલે આજે જ પંછીનો જીવ જોખમમાં છે. હું પણ સાથે આવીશ.” ચિંતામાં રાહુલએ કહ્યું.

તે બંનેનું ધ્યાન પ્રિયા અને સેમ અને પોતાના બાળકો પર પડ્યું.

“અમારી ચિંતા ના કરશો.” પ્રિયા અને સેમ બંનેએ એક સાથે કહ્યું.

હા કહી ક્રિસ અને રાહુલ ત્યાંથી નીકળી ગયા.

એ પછી એવું કંઇક થયું જે અમારામાંથી કોઈએ નહોતું વિચાર્યું. એક પછી એક વ્યક્તિ ત્યાં એ જંગલમાં ભેગા થવા લાગ્યા. આખરે અમારા બધા જ વચ્ચે લડાઈ થઇ. રોહન જે એક વેમ્પાયર હતો તે પણ અમારી સામે લડ્યો. એ લડાઈમાં અમે બધા જ ઘવાઈ ગયા. એ પછી પ્રિયા અને સેમ પણ ત્યાં પહોચી ગઈ. જયારે બાળકો સાથે હોસ્પિટલમાં ગાયત્રીબેનને રાખ્યાં. ક્રિસ અને રાહુલને મરતા બચાવવા માટે પ્રિયાએ તે બંનેને વુલ્ફ બનાવી નવું જીવન આપ્યું. જયારે બીજી તરફ કેયુરભાઈએ અને તેમના સાથીઓએ હોસ્પિટલમાં બાળકો પર હમલો કર્યો. ગાયત્રીબેન અને બાળકો ખુબ ઘવાઈ ગયા. તે બધાને એક રૂમમાં પૂરી તેમણે બહારથી આગ લગાવી દીધી. શ્લોક અને રોમીને બચવા ગાયત્રીબેનએ તે બંનેને પણ વુલ્ફમાં ફેરવ્યા. છેલ્લે છેલ્લે જ ખરું પણ રીતુબેન અને નીરજભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. અને તે ખરા સમયે હોસ્પિટલ પહોચી ગયા. રીતુબેનએ પોતાની શક્તિ વડે કેયુરભાઈને મારી નાખ્યા. અને બાળકોને બચાવ્યા. પણ તે ગાયત્રીબેન ને ના બચાવી શક્યા. જંગલમાં પંછી અને રોહનની શક્તિ વડે એક મોટો ધમાકો થયો. બધાને લાગ્યું કે અમે મારી ગયા છીએ. પણ પંછીની શક્તિની મદદ થઈ અમે બધા એક સુરક્ષિત જગ્યાએ પહોચી ગયા હતા. પણ અફસોસ કે અમારા બાળકો અને ક્રિસ ત્યાં જ રહી ગયા. આ વાત માત્ર ક્રિસ જાણતો હતો કે અમેં બધા જીવતા છીએ. કેમકે જો આ વાત બધા જાણી જતા તો જીવન ફરી અઘરું થઇ જતું. જયારે આપણા પોતાના જ લોકો આપણા દુશ્મન બની જતા હોય છે ત્યારે તેમની સાથે જીવવું અઘરું થઇ જતું હોય છે.

અમે બધા જ સેમના કાકા પાસે અહી પેરિસ આવી ગયા. અને અહી આવીને જ વસ્યા. અમે અમારા નામ ઓળખ બધું જ બદલી નાખ્યું. એ પછી અમે ભારત પાછા ક્યારેય ના ગયા.

ક્રિસએ નીરજભાઈ અને રીતુબેનને જયપુર જતા રહેવા માટે માનવી લીધા. અમને હંમેશા તમારી યાદ આવી છે શ્લોક અને રોમી. પણ તમારી સુરક્ષા સૌથી વધારે મહત્વની હતી. ક્રિસ ત્યાં હોવાથી એ ચિંતા પણ ઓછી થઇ ગઈ હતી.

અમને ખબર હતી કે એક દિવસ તો તમે અમારી પાસે જરૂર આવશો. અને આ એક દિવસની રાહ અમે બહુ વર્ષો સુધી કરી છે.” રડતા તેમણે કહ્યું.

બધાની જ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.

“અમને માફ કરી દો મમ્મી પપ્પા. અમે તમને બહુ ખોટા સમજતા હતા. પણ તમે બહુ સહન કર્યું છે.” આંસુ લૂછતાં જેકએ કહ્યું.

“સહન તો તમે કર્યું છે બાળકો. તમને અમે હંમેશા પોતાનાથી દુર રાખ્યાં છે. અમને માફ કરી દો.” બધાની આંખો આંસુથી છલકાઈ રહી હતી, છતાં એક ખુશી હતી કે છેવટે બધા એક સાથે છે.

“તો હવે પપ્પાને આપણે કઈ રીતે બચાવીશું? અને તેમને કોને પકડી લીધા છે?” શાંત થઇ શ્લોકએ પૂછ્યું.

“આ કામ અચાનક કોઈક એ કેમ કર્યું હોય? આટલા વર્ષોમાં કેમ નહિ?” ઈવએ પણ મનમાં ચાલતા સવાલો પૂછ્યા.

“આ હમલો આમ અચાનક જ નથી થઇ રહ્યો બેટા. આ પહેલા પણ એ લોકોએ અમને નુકશાન પહોચાડવાની કોશિશ કરી હતી. જેક જયારે નાનપણમાં તારા પર હમલો થયો હતો ત્યારે એની પાછળ પણ રોહનનો જ હાથ હતો. પણ અમે એને હરાવ્યો હતો. પણ જયારે સેમ અને કિમની શક્તિઓ તેમને મળી ત્યારે રોહનને પણ પોતાની શક્તિઓ પછી મળી ગઈ છે. અને આ વર્ષે ૨૫ વર્ષ પુરા થાય છે. મતલબ ચંદ્રમણી મેળવી શકાશે. એ રોહન જ હશે જે ચંદ્રમણીનો ઉપયોગ કરી રહ્યો છે.” પંછીએ કહ્યું.

“તો પછી આપણે ત્યાં જવું જોઈએ.” કિમએ કહ્યું.

“એ એજ તો ઈચ્છે છે. કે તમે એની જાળમાં ફસાઈને ત્યાં જાઓ.” અક્ષયએ કહ્યું.

“તો અમે શું કરીએ? કઈ રીતે અંકલ ક્રિસને બચાવીએ?” રોમીએ કહ્યું.

“આજનો દિવસ રાહ જોવો. કોઈ ક્યાય જશો નહિ. કેમકે ક્યુરેટરમાં પણ આપણા ઘણા દુશ્મનો છે. અને વિચારો પર્સીને તમે હજુ હમણાં જ તો પકડ્યો હતો. તો એ આટલી જલ્દી ઇન્ડિયા કઈ રીતે પહોચી ગયો? એ પણ ક્યુરેટર જેવી શક્તિશાળી સંસ્થાને ચખ્મો આપીને. આ શક્ય જ નથી. આમાં જરૂર અંદરના કોઈક વ્યક્તિનો હાથ છે. એ લોકો તમને ત્યાં મિશનના નામએ મોકલવા ઈચ્છતા હતા. એટલે જ અમે તમને ઇન્ડિયા ના જવા માટેનો ઓર્ડર કર્યો.” રાહુલએ કહ્યું.

“તો હવે આપણે શું કરીશું?” સેમએ પૂછ્યું.

“કાલે એ લોકોને ચખ્મો આપીને ચુપચાપ ઇન્ડિયા જવા માટે નીકળી જાઓ. તમે લોકો કોન્ફરેન્સમાં જાઓ છો એવું ઓફિસમાં જણાવો. બધા અલગ અલગ સમય અને વેશમાં જાઓ. બધા જયપુર ભેગા થાઓ, અને ત્યાંથી મનાલી જાઓ. જેથી કોઈ તમને ઓળખી ના જાય.” પ્રિયાએ બધી યોજના જણાવી.

“તમે ત્યાં નહિ આવો?” ઈવએ પૂછ્યું.

“બેટા અમે ત્યાં આવશું તો રોહન એ વાત જાણી જ જશે. અને મારી માને પણ જાણ થઇ જ જશે. અમે અહી એ જાણીએ કે ક્યુરેટરમાં કોણ છે જે આ બધું કરી રહ્યું છે. અમે તમારી સાથે જ છીએ.” પંછીએ બધાને હિંમત આપતા કહ્યું.

“સારું. અમે કાલે જ નીકળીશું.” જેકએ કહ્યું.

“તમે બધા તમારું ધ્યાન રાખજો. કિમ અને સેમ તમે બંને તમારું ખાસ ધ્યાન રાખજો. ઈવ તું લડી શકે છે. પણ કિમ બને ત્યાં સુધી તારી શક્તિઓ કોઈ સામે હમણાં વાપરતી નહિ. દુશ્મનો સામે પણ નહિ. અને કઈ પણ જરૂર પડે તો અમને યાદ કરજો. અમે તમારી મદદ માટે જરૂર આવશું.” બધાને ભેટીને તેમણે વિદાય આપી.

“પંછી તે એ લોકોને ઉદયપુર થઈને મનાલી જવાનું કેમ કહ્યું?” બધાને જતા જોઈ રાહુલએ કહ્યું.

“કેમકે મારા અંદાજા મુજબ આ ૨૫મુ વર્ષ છે. તેને ચંદ્રમણીની તલાશ હજુ પણ હશે જ. અને જો હું સાચી છું તો આપણે બધાને ભેગા કરવા પડશે. મારા મમ્મી પપ્પાને પણ. અને જેવી સેમ ત્યાં જશે મારી મમ્મીને તેની જાણકારી મળી જ જશે. એટલે આપણું કામ સહેલું બની જશે.” હસતા પંછીએ કહ્યું.

“મને બસ કિમની ચિંતા છે. જો એની સામે બધું સાચું આવી ગયું તો? તો એ આપણી દુશ્મન પણ બની શકે છે.” ચિંતામાં પ્રિયાએ કહ્યું.

“આ વાત આજે નહિ તો કાલે તેની સામે તો આવશે જ. અને નિર્ણય પણ તેનો જ હશે. આપણે તેમાં કઈ કરી નહિ શકીએ.” અક્ષયએ કહ્યું.

“મને વિશ્વાસ છે કે એ આપનો જ સાથ આપશે.” પ્રિયાના ખભે હાથ મુકતા પંછીએ તેને શાંત પડી.

****

● કિમને શક્તિઓ વાપરવાથી કેમ ના કહ્યું?

● ક્યુરેટરમાં કોણ છૂપું દુશ્મન છે?

● બધા કિમથી કઈ વાત છુપાવી રહ્યા છે?

ક્રમશઃ