Wolf Dairies - 41 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 41

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 41

અક્ષય પોતાનો શર્ટ ઉતારીને પંછીની પાસે બેઠો અને તેને પોતાની બાહોમાં લઇ લીધી.

“પંછી.. આંખો ખોલ..” ચિંતામાં અક્ષયએ કહ્યું.

“તું કેટલો ગરમ છે.” અક્ષયની છાતી પર હાથ મુકતા પંછીએ ધીમેથી આંખો ખોલી કહ્યું.

“તું ઠીક છે?” તેના માથા પર હાથ ફેરવતા અક્ષયએ કહ્યું.

“હવે ઠીક છું. તારી આંખો બહુ ક્યુટ છે.” અક્ષયની આંખોમાં જોતા પંછીએ કહ્યું.

“લાગે છે ઠંડી માથા પર ચડી ગઈ છે.” હસીને અક્ષયએ કહ્યું.

પંછી એમ જ અક્ષયની બાહોમાં સુઈ ગઈ. અક્ષય આખી રાત તેને જોતો રહ્યો. તે પણ એમ જ સુઈ ગયો.

પંછી સવારમાં આળસ ખાતા પલંગ પર બેઠી થઇ.

“તું..” જેવું તેનું ધ્યાન બાજુમાં સુતા અક્ષય પર પડ્યુ, તેના હોશ ઉડી ગયા.

તેના અવાજથી અક્ષય ઉઠી ગયો. અને પલંગ પર બેઠો થયો.

“તે શર્ટ કેમ નથી પહેર્યો?” મોઢું પોતાના હાથથી ઢાંકતા પંછીએ કહ્યું.

“કેમકે મારે તારી સાથે સુવું હતું.” હસીને તેને કહ્યું.

“શું? કાલે રાતે.. આપણે સાથે..” મોઢાં પરથી હાથ હટાવતા પંછીએ કહ્યું.

“બહુ સારી રાત હતી.” લુચ્ચું હસતા તેણે કહ્યું.

“અક્ષય તું..” અક્ષયને મારવા જતા પંછીએ હાથ ઉંચો કર્યો.

પણ અક્ષયએ તેનો હાથ પકડી તેની કમર પકડી તેને પોતાના તરફ ખેચી તેના હોઠ ચૂમી લીધા.

તેના આમ કરવાથી પંછીને ઝાટકો લાગ્યો.

“આ શું કર્યું તે..” ખોટો ગુસ્સો કરતા પંછીએ કહ્યું.

“તને મારી આંખો ક્યુટ લાગે છે.. તો હોઠ પણ ગમવા જોઈએ ને?” પંછીની નજીક જતા અક્ષયએ કહ્યું.

પંછી માથું નીચું કરી શરમાઈ રહી હતી.

“પંછી.. અક્ષય.. ચાલો કોલેજ જવામાં મોડું થાય છે.” બહારથી પ્રિયાએ બુમ પાડી.

મોકો જોઈ પંછી શરમાઈને બહાર નીકળી ગઈ.

બધા છેલ્લા વર્ષમાં આવી ગયા હતા. અને એન્યુઅલ ફંક્શન આવી ગયો હતો. બધાએ જ પોતાની જોડીઓ બનાવી લીધી હતી.

ક્રિસ અને પંછી ઘરેથી સાથે નીકળ્યા હતા. નીરજભાઈ અને રીતુબેનએ તેમનો ફોટો પણ પાડ્યો. તેમણે લાગી રહ્યું હતું કે ક્રિસ અને પંછી એકબીજાની નજીક આવી રહ્યા છે. પણ સચ્ચાઈ તેઓ જાણતા નહોતા.

બધા જ સાથે મળીને નાચી રહ્યા હતા. બધાએ ત્યાં ગ્રુપમાં ફોટોસ લીધા. ખુબ ડાન્સ કર્યો. બધા થાકીને હવે બેઠા હતા.

“સેમ... મારે તને એક વાત કહેવી છે.” સેમ પાસે બેઠેલા રાહુલએ કહ્યું.

“હા બોલને.” રાહુલનો હાથ પકડીને સેમએ કહ્યું.

“હવે આપને પતિ પત્ની બનવા જઈ રહ્યા છીએ. તો હું ઈચ્છું છું કે આપણી વચ્ચે કોઈ રાઝ ના રહે. મેં ઘણી વાર કોશિશ કરી કે હું તને બધું કહી દઉં. પણ મારી હિંમત જ ના થઇ.” ગભરાતા રાહુલએ કહ્યું.

“એવી તો શું વાત છે?” હવે સેમને પણ ચિંતા થઇ રહી હતી.

રાહુલએ પોતાના રક્ષક હોવાની બધી વાત સેમને જણાવી.

“એ બધાથી મને કઈ ફર્ક નથી પડતો રાહુલ. તું મારી સાથે છે એ જ મારા માટે બહુ છે. હું ક્યારેય તારા કામ વચ્ચે નહિ આવું.” શાંતિથી સેમએ જવાબ આપ્યો.

“થેંક્યું.” તેણે સેમને ગળે લગાવી.

“જો એ ત્યાં એકલી છે. એને જઈને કહી દે આજે.” ક્રિસ અને પ્રિયાએ અક્ષયને પંછી પાસે મોકલ્યો.

“અહી એકલી કેમ ઉભી છે?” પંછીને તારાઓ તરફ જોતા અક્ષયએ કહ્યું.

“કઈ નહિ. થોડી બેચેની લાગે છે.” પંછીએ કહ્યું.

“ડાન્સ?” અક્ષયે હાથ લંબાવ્યો.

પંછીએ ખુશ થતા પોતાનો હાથ આપ્યો.

પંછી અને અક્ષય ધીમા મ્યુસિક પર એકબીજાનો હાથ પકડીને નાચી રહ્યા

“કાશ તું હંમેશા મારી સાથે આમ જ રહે.. તારી આ ક્યુટ આંખોને હું દુર જવા દેવા નથી માંગતી.” પંછી અક્ષયના સોહામણા ચહેરાને જોઇને વિચારી રહી હતી.

“શું વિચારે છે? કે મારી આંખો કેટલી ક્યુટ છે..!!” લુચ્ચું હસતા અક્ષયએ કહ્યું.

“ના..” પકડાઈ ગઈ હોય એમ પંછીએ નજરો ફેરવી લીધી.

“સુંદર છોકરીઓ ખોટું બોલતી હોય ત્યારે એમના ગાલ ગુલાબી થઇ જાય.” પંછીને કમરથી પકડી પોતાની નજીક લાવતા અક્ષયએ કહ્યું.

“અક્ષય... બધા છે અહી..” પોતાને છોડાવાની કોશિશ કરતા પંછીએ કહ્યું.

“મને બીજાથી ફર્ક નથી પડતો. ખાલી તારાથી પડે છે. તને મારી આંખો ગમે છે. પણ મને તો તું પુરેપુરી ગમે છે.” અક્ષય કહી રહ્યો હતો.

પંછીએ આશ્ચર્ય સાથે અક્ષય સામે જોયું. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

“હા, મને તું પસંદ છે. બહુ જ પ્રેમ કરું છું હું તને. તું જન્મો સુધી અહી છે..” પંછીનો હાથ પોતાના હ્રદય પર મુકતા અક્ષયએ કહ્યું.

શરમાઈને પંછી નીચે જોઈ રહી હતી.

“હવે હા પણ કહી દે યાર..” દુરથી તેમને જોતા ક્રિસએ કહ્યું.

“હું પણ તને બહુ જ પ્રેમ કરું છું અક્ષય.” અક્ષયને ગળે વળગતા પંછીએ કહ્યું.

દુર બેઠેલા ક્રિસ, પ્રિયા, સેમ અને રાહુલ પણ ખુશ થઇ ગયા.

“તું રડે છે કેમ?” અક્ષયની આંખમાં આંસુ જોઇને પંછીને પણ દુઃખ થઇ રહ્યું હતું.

“હું ખબર નહિ કેટલાય વર્ષોથી આ ક્ષણની રાહ જોતો હતો પંછી. મેં તને સાચે જ બહુ દુઃખ પહોચાડ્યું છે. ખબર નહિ કિસ્મત હજુ આપણી કેટલી પરીક્ષા લેશે. પણ મારા મનએ હંમેશા તને પ્રેમ કર્યો છે. કદાચ મેં શરૂઆત કઈ વિચારીને કરી હશે. પણ અંતમાં મેં હંમેશા તને તૂટીને પ્રેમ કર્યો છે.” અક્ષય હજુ પણ રડી રહ્યો હતો.

“મને કઈ સમજાઈ નથી રહ્યું અક્ષય કે તું શેની વાત કરે છે. પણ મને ખબર છે તું મને ચાહે છે. મને તારા પર વિશ્વાસ છે. તું મને હવે દુઃખી નહિ થવા દે.” અક્ષયના આંસુ લૂછતાં તેણે કહ્યું.

દુરથી રોહન તે બંનેને જોઈ રહ્યો હતો.

બધા પાર્ટી પતાવીને ઘર તરફ જઈ રહ્યા હતા. પ્રિયા અને અક્ષય સાથે નીકળી ગયા હતા. સેમને ઘરે મુકીને રાહુલ પોતાના ઘર તરફ નીકળ્યો. પંછી અને ક્રિસ પણ ઘર તરફ જઈ રહ્યા હતા.

“ક્રિસ...” ક્રિસના ખભા પકડતા બાઈક પર બેઠેલી પંછીએ કહ્યું.

“શું થયું?” પંછીનો ધ્રુજતો અવાજ સાંભળીને ક્રિસએ બાઈક રોકી.

“મને ખબર નહિ શું થઇ રહ્યું છે ક્રિસ..” પંછી આખી ધ્રુજી રહી હતી.

“બસ પહોચી ગયા.” ક્રિસએ પોતાના ઘર આગળ પહોચી પંછીને પોતાનું જેકેટ ઓઢાડ્યું.

“શું થયું બેટા?” તે બંને જેવા ઘરમાં પ્રવેશ્યાં રાજેશભાઈએ પૂછ્યું.

“પપ્પા તમે જલ્દી પંછીના મમ્મી પપ્પાને બોલાવી લો ને. તેની તબિયત ઠીક નથી લાગી રહી. હું એને ત્યાં સુધી દવા પીવડાવુ.” પંછીને પોતાના રૂમ તરફ લઇ જતા ક્રિસએ કહ્યું.

નીરજભાઈ અને રીતુબેન પણ ત્યાં આવી ગયા હતા. શું થઇ રહ્યું છે તે સમજતા તેમને વાર ના લાગી. તેમણે કેયુરભાઈ અને રાહુલને પણ ત્યાં જ બોલાવી લીધા.

“મા.. પપ્પા..” પલંગ પર ઓઢીને સુતી પંછી ઉભા થવાની કોશિશ કરી હતી.

“હા અમે તારી સાથે છીએ.” પંછીને સહારો આપતા રીતુબેનએ કહ્યું.

તે હજુ પણ ધ્રુજી રહી હતી. અચાનક જ તે નીચે ઢળી પડી.

ક્રિસ અને રાહુલએ તેની તરફ જવાની કોશિશ કરી પણ કેયુરભાઈએ
હાથના ઈશારાથી તેમને રોક્યા.

કોઈએ તેને ઉભી કરી નહિ. રીતુબેનના ઇશારાથી બધા તેનાથી દુર ખસી ગયા.

ધીમે ધીમે એક ગુલાબી પ્રકાશ તેના શરીરમાંથી રેલાવા લાગ્યો અને આખા રૂમમાં તે છવાઈ ગયો. તે ધીમે ધીમે તીવ્ર બનતો ગયો. બધાની આંખો તેના પ્રકાશથી બંધ થઇ ગઈ.

એ પ્રકાશ ધીમો થતા પંછી ઉભી થઇ શકી. પણ તેનું માથું સખત ભમવા લાગ્યું. અને તે બેભાન થઈને ત્યાં જ ઢળી પડી.

****

● અક્ષય શેના વિશે વાત કરી રહ્યો હતો?

● શું પંછી અક્ષયના વુલ્ફ હોવાની વાતને સ્વીકારશે?

● શું પંછીની શક્તિઓ પાછી આવી રહી હતી?

ક્રમશઃ