Wolf Dairies - 36 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 36

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 36

“ક્યાં ગયા બંને?” બહાર નીકળીને ક્રિસએ વિચાર્યું.

અચાનક તેનું ધ્યાન નીચે પડેલા સમાન પર પડ્યું.

“પ્રિયા... શું થયું તને?” નીચે પડેલી પ્રિયાને જોઇને ક્રિસ તેની તરફ દોડ્યો.

પ્રિયાના માથા પરથી હજુ પણ લોહી વહી રહ્યું હતું. અહી શું થયું હશે તે સમજતા ક્રિસને વાર ના લાગી.

પ્રિયાને પોતાની બાહોમાં ઉઠાવી ક્રિસ તેને રૂમમાં લાવ્યો. તેનું ડ્રેસિંગ કરી તેને સુવડાવી.

“હું બધું સરખું કરી દઈશ. હવે હું તારી સાથે છું.” પ્રિયાના કપાળને ચૂમતા ક્રિસએ કહ્યું.

સાંજ પડી ગઈ હતી. ક્રિસ આજે જાતે જમવાનું બનાવી રહ્યો હતો. પ્રિયા પણ ઉઠી ગઈ હતી. તેણે અરીસામાં પોતાના ઘાવ જોયા. તેને એ બધું ફરીથી યાદ આવતા તે રડવા લાગી.

“શું થયું પ્રિયા?” રૂમમાં આવતા ક્રિસએ કહ્યું.

“મારે તારી સાથે કોઈ વાત નથી કરવી.” કહી ગુસ્સામાં પ્રિયાએ ક્રિસને બહાર કાઢી રૂમ બંધ કરી દીધો.

“પ્રિયા.. મારી વાત તો સંભાળ.. પ્લીસ..” દરવાજાની બહાર ઉભા ક્રિસએ કહ્યું.

દરવાજાની પેલી બાજુ પ્રિયા પણ રડી રહી હતી.

આટલા સમયમાં ક્રિસએ પહેલી વાર પ્રિયાને રડતા જોઈ હતી. તે સાચે જ બહુ દુઃખી થઇ હતી.

ક્રિસ ત્યાં જ દરવાજા પાસે આખી રાત બેસી રહ્યો.

“બસ હવે બહુ થયું.” વિચારીને પ્રિયાએ પોતાનો બધો જ સમાન પેક કરી દીધો. સામાન લઇ તે બહાર નીકળી.

“ક્યાં જાય છે?” દરવાજો ખૂલવાથી ઉઠી જતા ક્રિસએ કહ્યું.

“ખબર નહિ. પણ હવે હું આ ઘરમાં તારી સાથે નહિ રહું..” બોલીને પ્રિયા ગુસ્સામાં ઘરની બહાર નીકળી.

ક્રિસએ પ્રિયાનો હાથ પકડી તેને પાછળ ખેચી. પ્રિયાની નજીક જઈને તેની કમર પકડી.

“દાદીને તારી જરૂર છે.. ના જઈશ...” કહી ક્રિસ પ્રિયાને ગળે વળગ્યો.

“અને સૌથી વધારે મને છે..” ક્રિસ કહી રહ્યો હતો એટલામાં જ પ્રિયા બેભાન થઇ તેના પર ઢળી પડી.

“પ્રિયા..” પ્રિયાના ઘાવમાંથી લોહી વહી રહ્યું હતું. ક્રિસએ તેને ફટાફટ પોતાના રૂમમાં સુવડાવી. ડોક્ટરને બોલાવી તેની સારવાર કરાવી. ઘણા દિવસથી ભૂખ્યા રહેવાના લીધે તેને ચક્કર આવી ગયા હતા. ડોક્ટરએ તેને ઇન્જેક્શન આપ્યું હતું પણ તે હજુ ઊંઘમાં જ હતી. જાણે કેટલીય રાતોથી તે સુતી જ ના હોય.

રાત થઇ ગઈ હતી. દાદીને જમાડીને ક્રિસ પ્રિયા પાસે જઈને બેઠો. પ્રિયા ઊંઘમાં આમ તેમ હલી રહી હતી. કદાચ તેને ઠંડી લગતી હશે એમ વિચારી ક્રિસ તેની પાસે પલંગમાં જઈને તેના ધાબળામાં પગ નાખી બેઠો.

પ્રિયા ક્રિસને વળગીને સુઈ ગઈ. ક્રિસએ પણ તેને પોતાની બાહોમાં લીધી. અને તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો. સવાર થઇ ગઈ હતી.

“તું અહિયાં આમ...” ક્રિસને આમ પોતાની પાસે જોઇને પ્રિયા ગભરાઈ ગઈ.

“કેવું છે તને હવે?” ક્રિસ પહેલી વાર પ્રિયાનું ધ્યાન રાખી રહ્યો હતો.

“સારું.” દુર ખસી પોતાના વાળ સરખા કરતા પ્રિયાએ કહ્યું.

“તું તૈયાર થઇ જા. હું દાદીની તબિયત પૂછતો આવું.” કહીને ક્રિસ રૂમની બહાર નીકળી ગયો.

“આને અચાનક શું થઇ ગયું?” પ્રિયા વિચારવા લાગી.

“જમી લે.. બે દિવસથી કઈ નથી ખાધું તે..” ક્રિસએ પ્રિયા માટે જમવાનું લાવતા કહ્યું.

“તું અમારામાંથી એક નથી..” જેસના શબ્દો યાદ આવતા પ્રિયા ગભરાઈ ગઈ.

“મને ભૂખ નથી. અને તને ક્યારથી મારી ચિંતા થવા લાગી? તું તો હંમેશા મને હેરાન કરતો હતો ને? તો હવે આ બધા નાટકો કેમ?” મોઢું ફેરવતા પ્રિયાએ કહ્યું.

“નાટકો... નાટકો...?” ગુસ્સાથી ક્રિસ ઉભો થયો. અને પ્રિયાનો હાથ પકડીને તેને ખેચીને ઘરની બહાર લાવ્યો.

“જલ્દી પાછળ બેસ... તને નાટકો બતાવું.” ક્રિસ પોતાની બાઈક પર બેઠો.

પ્રિયાને ખબર પડી ગઈ હતી કે ક્રિસ બહુ જ ગુસ્સામાં છે. હમણાં કઈ કહેવું યોગ્ય નથી તેમ સમજી તે એની પાછળ બેસી ગઈ.

ક્રિસએ પોતાની બાઈક સીટી હોસ્પિટલ બહાર આવીને રોકી.

“મને ક્યાં લઇ જાય છે? મારે નથી જવું કોઈ ડોક્ટર પાસે..” અકળાઈને પ્રિયા બોલી.

“હું તને ઉઠાવીને લઇ જઉં એના કરતા ચુપચાપ ચાલ મારી જોડે.” પાછળ ફર્યા વગર ક્રિસએ કહ્યું.

“આનો ભરોસો નહિ. આતો કઈ પણ કરી શકે.” ધીમેથી પ્રિયા બબડી રહી હતી.

ક્રિસએ મોઢાં પર આંગળી મૂકી ઈશારો કરી પ્રિયાને ચુપચાપ ચાલવા માટે કહ્યું.

એક કાચના રૂમ આગળ આવીને ક્રિસ ઉભો રહ્યો. અને પ્રિયાને એ દરવાજા અંદર જોવાનું ઇશારાથી કહ્યું. પ્રિયાએ ક્રિસનો હાથ છોડી અંદર નજર કરી.

“જેસ...” પ્રિયાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો.

અંદરએ રૂમમાં જેસ પલંગ પર સુતી હતી. તેને બહુ બધા પાટા બાધ્યા હતા. તે બેભાન પડી હતી. તેને જોઇને લાગતું હતું કે તેને ખુબ જ વાગ્યું હતું.

પ્રિયાએ ગભરાઈને ક્રિસ સામે જોયું.

“એનો અકસ્માત થયો કાલે.” કહી ક્રિસ ઘર તરફ ચાલવા લાગ્યો.

“ક્રિસ.. આ તે કર્યું છે?” ક્રિસને રોકતા પ્રિયાએ કહ્યું.

“તને શું લાગે છે?” ક્રિસએ પ્રિયા સામે જોયા વગર આગળ ચાલતા કહ્યું.
ક્રિસ અને પ્રિયા બંને ઘરે પાછા આવી ગયા.

“તે એવું કેમ કર્યું?” પ્રિયાએ ઘરે આવીને ક્રિસનો હાથ પકડતા કહ્યું.

“તારી જાતને જ આ સવાલ પૂછ, જવાબ સાચો મળશે.” હસીને પ્રિયાએ પકડી રાખેલા પોતાના હાથ તરફ જોતા તેને કહ્યું.

તે જતો રહ્યો હતો, છતાં પ્રિયા ત્યાં ઉભી શરમાઈ રહી હતી.

“દાદી ક્યાં છે?” ક્રિસને જતા જોઈ પ્રિયાએ પૂછ્યું.

“એ ચેક અપ કરાવા ગયા છે. આવી જશે સાંજ સુધીમાં.” કહીને ક્રિસ પોતાના રૂમમાં જતો રહ્યો.

“શું સાચે જ તું બદલાઈ ગયો છે ક્રિસ? હું ઈચ્છું છું કે તું હંમેશા આવો જ રહે.” પ્રિયા મનમાં વિચારી રહી હતી.

પ્રિયા જમવાનું બનાવી રહી હતી. સાંજ થઇ ગઈ હતી.

“શું થયું?” ક્રિસને તૈયાર થઈને બહાર જતા જોઈ પ્રિયાએ પૂછ્યું.

“દાદીનો ફોન આવ્યો હતો. એમને કોઈ ગાડી નથી મળી રહી. હું એમને લેવા જાઉં છું. આવું થોડી વારમાં.” કહી ક્રિસ બહાર નીકળ્યો.

“ક્યાં રહી ગયા આ બંને.” રાત થઇ ગઈ હતી, છતાં ક્રિસ કે દાદીના કોઈ સમાચાર નહોતા. પ્રિયાએ ક્રિસને ઘણા ફોન કર્યા પણ તેનો ફોન બંધ હતો.

“હવે મારે જ જવું પડશે. ભલે આ સારું હોય કે નાં હોય પણ ક્રિસ માટે મારે કરવું જ પડશે.” વિચારીને પ્રિયા ઘરની બહાર નીકળી અંધારા તરફ જઈને કોઈ જોવે નહિ તેમ તેણે એક વુલ્ફ્નું રૂપ ધારણ કર્યું. તે બહુ જ ઝડપથી ભાગવા લાગી. એટલી ઝડપથી કે કોઈ તેને જોઈ પણ નાં શકે. તે જંગલ વિસ્તારના રસ્તા પરથી જવા લાગી જેથી કોઈની નજરોમાં તે આવે નહિ.

તેનું ધ્યાન અચાનક જ રસ્તા વચ્ચે જમા થયેલી ભીડ પર પડ્યું. તેણે ફરી પોતાનું રૂપ બદલ્યું અને તે પ્રિયામાં ફેરવાઈ ગઈ.

“ક્રિસની કાર..” તે ફટાફટ ભીડને ચીરતી વચ્ચે પહોચી.

એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. એક ટ્રક સાથે ક્રિસની કારનું એક્સીડેન્ટ થયું હતું. ટ્રક તો ઊંડી ખીણમાં પડી ગયો હતો. પણ ક્રિસની કાર બચી ગઈ હતી.

“ક્રિસ..” પ્રિયા સ્ટ્રેચર પર બેભાન પડેલા ક્રિસ તરફ ભાગી.

“તેને તરત જ હોસ્પિટલ લઇ જવો પડશે.” કહી ડોકટરે તેને એમ્બ્યુલન્સમાં ખસેડ્યો.

પ્રિયા પણ ડોક્ટર અને ક્રિસ સાથે એમ્બ્યુલન્સમાં બેઠી. ક્રિસની સારવાર શરુ થઇ ગઈ હતી. પ્રિયાએ રાહુલ અને સેમને પણ ફોન કરીને હોસ્પિટલ બોલાવી લીધા હતા.

“પ્રિયા સંભાળ તારી જાતને.. એને કઈ નહિ થાય.” સેમએ પ્રિયાને રડતા જોઇને કહ્યું.

“ડોક્ટર કેવું છે હવે તેને?” ડોક્ટરને બહાર આવતા જોઈ પ્રિયાએ પૂછ્યું.

“હવે એ ઠીક છે. એને વાગ્યું બહુ જગ્યાએ છે. પણ એના ઘાવ ઊંડા નથી. એક અઠવાડિયું એને આરામ કરવો જ પડશે. બાકી કોઈ ખતરો છે નહી. એ સાચે જ નસીબ વાળો છે કે આવા મોટા એક્સીડેન્ટ પછી પણ એને મામુલી ખરોચ જ આવી છે. તમે એને એક બે દિવસમાં ઘરે લઇ જઈ શકો છો. જાઓ મળી લો.” ડોક્ટરએ કહ્યું.

“થેંક્યું. ડોક્ટર.” કહી પ્રિયા ક્રિસના રૂમમાં તેની પાસે પહોચી.

****

● ક્રિસના અકસ્માતમાં કોનો હાથ હશે?

● શું ક્રિસ પ્રિયાને પ્રેમ કરવા લાગ્યો છે?

● દાદીની શું હાલત હશે?

ક્રમશઃ