Wolf Dairies - 31 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 31

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 31

બીજા દિવસ સવારે બધા જ કોલેજ કેન્ટીનમાં બેઠા વાતો કરી રહ્યા હતા.

“આ ક્રિસ ક્યાં ગાયબ થઇ ગયો?” આજુબાજુ જોતા પંછીએ કહ્યું.

“ઓહ હા. હું કહેવાનું જ ભૂલી ગયો બાસ્કેટબોલની મેચ છે આવતા મહિને. તો એના માટે આપણી કોલેજની ટીમ બનાવી રહ્યા છે એ બધા.” પંછી સામે જોઇને રાહુલએ કહ્યું.

“કેમ એ લોકોએ તને ના લીધો એમની ટીમમાં? કે પછી તને હારવાનો ડર લાગે છે?” હંમેશાની જેમ રાહુલનો મજાક ઉડાવતા સેમએ કહ્યું.

“તું તારું મોઢું બંધ રાખીશ?” હાથ બતાવતા રાહુલએ કહ્યું.

“ઓહ યાર... તારો હાથ. આમાંથી તો લોહી નીકળે છે.” રાહુલનો હાથ પકડતા સેમએ કહ્યું.

“હા એ કાલે જીમમાં ડમ્બેલ મારા હાથ પર પડી ગયું હતું. એટલે જ હું ટીમના સિલેકશન માટે નથી ગયો.” સેમ સામે જોતા રાહુલએ કહ્યું.

“ચલ જલ્દી આપણે ડ્રેસિંગ કરી લઈએ.” વાગ્યું રાહુલને હતું પણ દુઃખ સેમના ચહેરા પર દેખાઈ રહ્યું હતું.

“હા.” કહીને રાહુલ ઉભો થયો. સેમએ હજુ પણ રાહુલનો હાથ પકડી રાખ્યો હતો.

પંછીને બાય કહીને બંને ત્યાંથી બહાર નીકળ્યા.

“લાગે છે કોઈકને પ્રેમ થઇ રહ્યો છે.” તે બંને સામે જોઇને હસતા પંછીએ કહ્યું.

“હાય...” પાછળથી પંછીને ટપલી મારતા ક્રિસએ કહ્યું.

“ક્યાં હતો તું યાર..” બોલી પંછી પાછળ ફરી પણ અક્ષયને ક્રિસ સાથે જોઇને તેની બોલતી બંધ થઇ ગઈ.

“આ અક્ષય છે. અમારી બાસ્કેટબોલ ટીમનો કેપ્ટન. આપણા ક્લાસમાં જ છે. હજુ નવો જ આવ્યો છે. અને અક્ષય આ પંછી છે. મારી બેસ્ટ ફ્રેન્ડ.” પંછીના ખભાને પકડતા ક્રિસએ કહ્યું.

માથું હલાવતા પંછી અક્ષયને જોઈ રહી.

“તમે બંને વાત કરો. હું કંઇક જમવાનું લઈને આવું.” કહીને ક્રિસ ઓર્ડર આપવા માટે ગયો.

પંછીની સામેવાળી ખુરશીમાં અક્ષય બેસી ગયો. પંછી હજુ પણ તેને જ જોઈ રહી હતી.

“મારાથી સહન નહિ થાય.” બોલી અક્ષયએ જોરથી ટેબલ પર હાથ પછાડ્યો અને ત્યાંથી બહાર નીકળી ગયો. પંછી તેને આમ જોઈ બહુ જ ગભરાઈ ગઈ.

“અરે આ ક્યાં ગયો?” પાછા આવીને ક્રિસએ કહ્યું.

“એને કંઇક કામ યાદ આવી ગયું હતું. મારે પણ લાઈબ્રેરીમાં થોડું કામ છે.” કહીને પંછી પણ બહાર નીકળી.

“હવે આ ને શું થયું?” કહીને ક્રિસ જમવા બેઠો.

પંછી અક્ષયની પાછળ બહાર નીકળી. પણ અક્ષય કોલેજની બહાર થોડે દુર આવેલા જંગલ તરફ ચાલવા લાગ્યો.

“ઓયે હેલ્લો... ક્યાં જઈ રહ્યો છે? મારે વાત કરવી છે તારી જોડે.” પાછળથી બુમ પાડતા પંછીએ કહ્યું.

“ક્યાં ગયો આ છોકરો?” અક્ષય અચાનક જ દેખાતો બંધ થઇ ગયો.

પંછીનું અચાનક જ આસપાસ નજર પડી. સાંજ પડી રહી હતી. પંછીને જાતજાતના પ્રાણીઓના અવાજ સાંભળવા લાગ્યા.

“નહિ.. નહી... કહી તેને પોતાના કાન પર હાથ રાખ્યો. તેનું માથું ભમી રહ્યું હતું. અચાનક તેને ચક્કર આવવા લાગ્યા.

“ક્રિસ..” તેને ધીમેથી કહ્યું. અચાનક જ ક્રિસએ આવીને તેને પકડી લીધી.

તે ક્રિસની બાહોમાં જ બેભાન થઇ ગઈ.

પંછીની આંખ ખુલી ત્યારે તે પોતાના ઘરમાં સોફા પર સુતી હતી. અને રીતુબેન તેના પર પાણી છાંટી રહ્યા હતા.

“બેટા તું ઠીક તો છે ને?” પાસે બેઠેલા નીરજભાઈએ તેને પૂછ્યું.

“હા પપ્પા. ખબર નહિ મને અચાનક જ ચક્કર આવી ગયા હતા. હવે હું ઠીક છું.” માથા પર હાથ મુકતા પંછીએ કહ્યું.

“તને ખબર નથી પડતી? આમ કોઈ જંગલમાં જાય એકલા? કઈ થઇ જતું તો?” ગુસ્સેથી ક્રિસએ કહ્યું.

“સોરી. મને કંઇક આવાજ આવ્યો એ તરફ તો હું જોવા માટે ગઈ. હવે આવું નહિ કરું.” કાન પકડતા પંછીએ કહ્યું.

“સારું હવે આરામ કર. હું પણ જઉં ઘરે અંકલ.” કહી ક્રિસ પોતાના ઘર તરફ જવા નીકળ્યો.

પંછી જમીને ફટાફટ પોતાના રૂમમાં આવીને બેસી ગઈ. તેને વાંચવાનો પ્રયત્ન કરી જોયો. પણ તેનું ક્યાય મન નહોતું લાગી રહ્યું. તેનું ધ્યાન બસ પેલા છોકરા પર જ હતું. તેના શબ્દો હજુ સુધી પંછીના કાનમાં ગુંજી રહ્યા હતા. આખરે થાકીને તે ધાબા પર જઈને ઠંડી હવામાં ઉભી રહી.

“શું થયું મારી પ્રિન્સેસને આજે? મૂડ ઠીક નથી?” ધાબા પર આવતા પંછીની પાછળ ઉભેલા નીરજભાઈએ કહ્યું.

“ના પપ્પા. એવી તો કોઈ વાત નથી. બસ ઊંઘ નથી આવી રહી. એટલે ઉપર આવીને ઉભી છું થોડી વાર.” પંછીએ ખોટું બોલતા કહ્યું.

“તારો બાપ છું બેટા.” નીરજભાઈએ પંછીની બાજુમાં ઉભા રહેતા કહ્યું.

“તમારી સાથે ક્યારેય એવું થયું છે પપ્પા? કે કોઈક વ્યક્તિ કારણ વગર તમને નફરત કરે?” આખરે પંછીએ પૂછ્યું.

“હમમ.. હા બન્યું તો છે.” નીરજભાઈએ વિચાર્યા બાદ કહ્યું.

“તો ત્યારે તમે શું કર્યું હતું? શું તમને સામે ગુસ્સો નહોતો આવ્યો?” પંછીએ આકાશના તારાઓ તરફ જોતા કહ્યું.

“હા. ગુસ્સો તો આવ્યો હતો. પણ બેટા એક વાત યાદ રાખજે, ગુસ્સો પણ બધા લોકો પર નથી ઠાલવી શકાતો.” હસીને નીરજભાઈએ કહ્યું.

“મતલબ?” કઈ ના સમજતા પંછીએ પૂછ્યું.

“મારાથી દુર ભાગવા વાળું માણસ કોઈ બીજું નહિ.. પણ તારી મમ્મી જ હતી.” મુસ્કુરાતા નીરજભાઈએ કહ્યું.

“હા. અમારી શરૂઆત કઈ સારી નહોતી થઇ. અમે પણ બહુ ઝગડ્યા હતા. અને એકબીજાને નફરત પણ કરી હતી. એ નફરત ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ કઈ ખબર જ ના પડી.” પંછી સામે જોતા તેમણે કહ્યું.

“પછી શું થયું પપ્પા?” ધ્યાનથી સાંભળતા પંછીએ કહ્યું.

“પછી શું થવાનું હતું? મને ખબર હતી કે તે કોઈ મુસીબતમાં છે. અથવા તો એવી કોઈક ખોટી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, જેથી તે મને અવગણે છે. એને મારી ચિંતા છે એટલે તે ઈચ્છે છે કે હું સુરક્ષિત રહું. મેં બસ સમયના ઠીક થવાની રાહ જોઈ. એનો સાથ ના છોડ્યો. અને આખરે તેણે એના મનની બધી જ વાત મને કહી. અને અમે બંનેએ મળીને બધી જ મુસીબતો સાથે ઝીલી. અને ત્યારથી અમે બંને સાથે છીએ. અને ખુશ પણ.” પંછીને સમજાવતા તેમણે કહ્યું.

“તમે સાચા છો પપ્પા. થોડો સમય આપવો જોઈએ વ્યક્તિને પોતાની વાત કહેવા માટે. ચાલો હવ સુઈ જઈએ.” હસીને પંછી સુવા માટે ચાલી ગઈ.

“હા બેટા ક્રિસ પણ તેની સમસ્યાઓથી તારી નજીક નથી આવતો. એ એક દિવસ તને જરૂર બધું જ કહેશે.” ખુશ થતા નીરજભાઈએ પંછીને સંભળાય નહિ તેમ કહ્યું.

“શું વિચારે છે?” અક્ષયની પાછળ ઉભેલી ગાયત્રીબેનએ કહ્યું.

અક્ષય કોઈ જોઈ ના શકે તેમ પંછીના ઘર પાસે આવેલા વૃક્ષોમાં છુપાયેલો હતો.

“તમે અહી શું કરી રહ્યા છો? તમારે અહી ના આવવું જોઈએ.” પાછળ ફરતા અક્ષયએ કહ્યું.

“હા. ખતરો છે અહી બહુ.” આજુબાજુ નજર નાખતા ગાયત્રીબેનએ કહ્યું.

“ચાલો ઘરે.” ઘર તરફ જતા અક્ષયએ કહ્યું.

“જવું તો તારે પણ ત્યાં ના જોઈએ અક્ષય.” ઘરમાં આવ્યા બાદ ગાયત્રીબેનએ કહ્યું.

“હું બસ તેને... જોવા... મતલબ સાંભળવા ગયો..” અક્ષય બોલી રહ્યો હતો.

“મને બધી ખબર છે. મેં તે બાપ દીકરીની વાત સાંભળી.” અક્ષયની વાત વચ્ચેથી કાપતા તેમણે કહ્યું.

“હા. પણ તેના પપ્પા તેને ક્રિસ સાથે સમજી રહ્યા છે. જયારે વાસ્તવિકતા તે નથી.” અક્ષયએ મુસ્કુરાતા કહ્યું.

“મને નથી ખબર સાચું ખોટું શું છે. પણ તે વાતને આ વર્ષે 25 વર્ષ થશે. જેનો મતલબ તું સમજે જ છે.” ગાયત્રીબેનએ કહ્યું.

“તેને તો આ બધો સંજોગ જ લાગશે.” બીજા રૂમમાંથી બહાર આવતા પ્રિયાએ કહ્યું.

“તું એને તારી નહિ બનાવે તો પેલો ક્રિસ તમારી વચ્ચે આવશે. તેના પિતા પર ભરોસો કરવા જેવો નથી. તે માણસ કઈ પણ કરી શકે તેમ છે.” અક્ષય માથું ઝુકાવીને ગાયત્રીબેનની વાત સાંભળી રહ્યો હતો.

“આપણે કઈ ના કર્યું તો તેમને જે જોઈએ છે તે મળી જશે.” ચિંતા કરતા પ્રિયાએ કહ્યું.

“હા સારું. હું બસ પરિસ્થિતિ સમજી રહ્યો હતો. તમને બંનેને ભલે ગમે તે લાગતું હોય. પણ વાત કઇંક અલગ છે. ક્રિસ આ બધાની સાથે હોઈ શકે, પણ તેમનો ભાગ નહિ. મને તેની જોડેથી કોઈ ખતરો નથી લાગતો. એ છતાં આપણે કાલથી કામ શરુ કરીશું.” પ્રિયા સામે જોઇને કહીને અક્ષય બહાર જતો રહ્યો.

“આ થઈને અક્ષય વાળી વાત.” હસીને પ્રિયાએ કહ્યું.

****

● અક્ષય ક્યાં ખતરા વિશે વાત કરી રહ્યો હતો?

● ક્રિસ કોનો ભાગ હતો?

● કઈ વાતના 25 વર્ષ થવાના હતા?

ક્રમશઃ