Wolf Dairies - 30 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 30

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 30

“હું તો બસ તને થેંક યુ કહેવા...” પંછીએ ઉભા થતા ધીમેથી કહેવાનો પ્રયત્ન કર્યો.

“નશો કરીને છોકરાઓ પર પડતી મેં બહુ છોકરીઓ જોઈ છે. તો એ બધું બીજા કોઈક જોડે કર. મને તારા થેંક યુમાં કોઈ રસ નથી.” કહીને તે ઉભો થઇને ચાલવા માંડ્યો.

પંછી તેને જતો જોઈ રહી. પંછીની આંખમાંથી આંસુ પડી રહ્યા હતા. તે ફટાફટ આંખો લુછીને ક્લાસ તરફ વળી. ક્લાસમાં પણ તે પહેલી બેંચ પર જ એકલો બેઠો હતો. તેના પર નજર નાખીને પંછી સેમ જોડે આવીને બેઠી. પંછીની નજર હજુ એના પર જ હતી. પણ તે પંછી તરફ નહોતો જોઈ રહ્યો.

“પંછી.. તું પણ એને જોઇને ઘાયલ થઇ ગઈ ને?” સેમએ પંછીને કોણી મારતા કહ્યું.

“હ... શું?” તું કોના વિશે વાત કરી રહી છે?” પંછીનું જાણે અચાનક જ ધ્યાન ભંગ થયું હોય તેમ તે બોલી.

“આ પેલો છોકરો. જેને ક્લાસની બધી જ છોકરીઓ જોઈ રહી છે તે.” એ છોકરા તરફ ઈશારો કરતા સેમએ કહ્યું.

“ના. મને એવા બધાથી કોઈ મતલબ નથી.” બીજી તરફ નજર કરતા પંછીએ કહ્યું.

જેમ તેમ ક્લાસ પૂરો કરીને પંછી બહાર નીકળી. અને પાર્કિંગમાં આવીને ક્રિસની રાહ જોતી ઉભી રહી.

ત્યાં જ પેલો કેન્ટીનવાળો છોકરો પોતાની બાઈક લઈને પંછી સામે નજર નાખ્યા વગર ત્યાંથી નીકળી ગયો.

તેને જોતા જ પંછીએ પોતાનું મોઢું ફેરવી લીધું.

“સોરી... સોરી... મારે મોડું થઇ ગયું.” ક્રિસએ આવતા સાથે જ કહ્યું.

“કઈ વાંધો નહિ. ક્યાં હતો તું એ કહે પહેલા.” કમર પર હાથ મુકતા પંછીએ કહ્યું.

“જો ને મેં પ્રિયાને ફોન કર્યો તો ત્યારે લાગ્યો નહોતો. એ પછી એનો સામેથી ફોન આવ્યો, કે એનો કાલે અકસ્માત થયો. એક કાર સાથે તે અથડાઈ ગઈ હતી.” ક્રિસએ કહ્યું.

“હે ભગવાન...એ ઠીક તો છે ને? આપણે એની પાસે જવું જોઈએ ક્રિસ. એ તો બિચારી એકલી હોસ્ટેલમાં રહે છે.” ચિંતા કરતા પંછીએ કહ્યું.

“હા એટલે જ હું તેને મળવા ગયો. પણ જાણવા મળ્યું કે તેના એક સંબંધી હમણાં જ આપણા શહેરમાં રહેવા માટે આવ્યા છે. તો તે એમના ઘરે રહેવા માટે ગઈ છે. તો એ લોકો તેનું ધ્યાન રાખે છે.” ક્રિસએ બધું જણાવ્યું.

“સારું. એના સંબંધી છે સાથે, તો પછી કઈ વાંધો નથી.” પંછીએ કહ્યું.

“તે મને મિસ કર્યો ને આજે..? હે...?” પંછીને ખભા પર મારતા ક્રિસએ કહ્યું.

“જા ને ક્રિસ..” ક્રિસથી દુર જતા પંછીએ કહ્યું.

“ચાલ જુઠ્ઠી..” ક્રિસએ તેને વધારે છેડતા કહ્યું.

“તારે ઘરે જવું છે? કે હું એકલી જઉં?” આગળ જતા પંછીએ કહ્યું.

“અરે મજાક કરું છું મારી મા... ચલ બેસ.” બાઈક પર બેસતા ક્રિસએ કહ્યું.
અને બંને મિત્રો ઘર તરફ વળ્યા.

“આમ જોઈ રહીશ તો એ તને મળી નથી જવાની...” થોડે દુર બરફથી ઢંકાયેલી ઝાડીઓ પાછળ ઉભેલા પેલા કેન્ટીન વાળા છોકરાની પાછળ ઉભેલી પ્રિયાએ તેને કહ્યું.

“મને તે જોઈતી પણ નથી..” ત્યાંથી આગળ ચાલતા તેને કહ્યું.

“પણ મને તો તે જોઈએ છે.” હસતા પ્રિયાએ કહ્યું.

તે પોતાના મોટા અને ભવ્ય બંગલામાં પ્રવેશ્યો, જે શહેરથી થોડેક દુર આવેલો હતો.

પ્રિયા ત્યાં પહેલાથી જ બેઠી હતી. અને પોતાના પગના ઘાવ પર એક સ્ત્રી જોડે પટ્ટી મરાવી રહી હતી.

“આ ને શું વાગ્યું હશે વળી તો પટ્ટી બાંધે છે મા?” બેરુખીથી તેને પ્રિયા સામે જોઇને કહ્યું.

“તું ત્યાં હોત તો તને પણ ખબર પડી જાત. પેલા બંને પોલીસવાળા રાજેશભાઈ અને નીરજભાઈ તો હતા જ ઉપરથી રાહુલ પણ ત્યાં હતો. આ બધામાં મારે રાહુલ પર વાર કરવો પડ્યો. અને તું કેવો દોસ્ત છે? તને મારી જરાય પરવાહ નથી?” તેની સામે જોતા પ્રિયાએ કહ્યું.

“અક્ષય અને પરવાહ? તો તું એને હજુ ઓળખતી જ નથી પ્રિયા.” હસતા તે સ્ત્રીએ કહ્યું.

તે સ્ત્રીનાં શરીરનો બાંધો પાતળો હતો. તેની ઉમર અક્ષય અને પ્રિયા કરતા વધારે હતી. પણ તે સાવ ઘરડી કહી શકાય તેવી જરાય નહોતી લાગતી. તેની ચાલ ટટ્ટાર અને અવાજ પણ મજબુત હતો. તેની નાની આંખો તેના નાના ચહેરા પર શોભતી હતી.

“હા એ તો સાચી વાત છે. પણ આજે આ વાતને મેં ખોટી સાબિત થતા જોઈ છે.” હસતા પ્રિયાએ કહ્યું.

“અચ્છા? એવું તો શું થયું આજે?” પ્રિયા સામે જોતા તે સ્ત્રીએ કહ્યું.

“ગાયત્રી આન્ટી.. તમારા દીકરા અક્ષયનું દિલ આજે એક છોકરી પર આવી ગયું.” અક્ષયને હેરાન કરતા પ્રિયાએ કહ્યું.

“હું તારો બીજો પગ પણ તોડી નાખીશ.” દાંત ભીસતા અક્ષયએ કહ્યું.

“નહિ પ્રિયા. તારી આ વાત તો ખોટી છે. અક્ષય અને પ્રેમ? હું નથી માનતી.” ગાયત્રીબેનએ કહ્યું.

“તો જોઈ લો એને..” પંછીનો કોલેજમાં લીધેલો ફોટો બતાવતા પ્રિયાએ કહ્યું.

“આ તો..” ફોટો પકડતા ગાયત્રીબેનએ કહ્યું.

“મા... તું છોડને આ બધી બકવાસ.” ફોટો હાથમાંથી લઈને દુર ફેંકતા અક્ષયએ કહ્યું.

“મતલબ તેણે પોતાનો વાદો નિભાવ્યો.. ગજબની તાકત છે આ છોકરીમાં.” ખુશ થતા ગાયત્રીબેનએ કહ્યું.

“મા... તેને કઈ નથી ખબર. અને તે કોની છોકરી છે એ ખબર છે તને?” નજર બીજી દિશામાં ફેરવતા અક્ષયએ કહ્યું.

“જેની તે પહેલા હતી.. એમાં તો ફેરફાર કેમ આવે?” ગંભીર થતા ગાયત્રીબેનએ કહ્યું.

“જોયું? મેં પણ અક્ષયને એ જ સમજાવ્યું. પણ તે માનવા જ તૈયાર નથી. અને બિચારી પંછીને અવગણે છે.” મોઢું બગડતા પ્રિયાએ કહ્યું.

“મને આ બધું ઠીક નથી લાગતું. અને આ કોઈક જાતનો સંજોગ પણ તો હોઈ શકે ને?” વાત ફેરવતા અક્ષયએ કહ્યું.

“હા હોઈ શકે. જો તું એને સંજોગ જ બનાવવા માંગતો હોઈશ તો. પણ જો તું એનો ઉપયોગ કરવા માંગતો હોઈશ તો આ એક તક છે. જે તને વર્ષો પછી મળી છે. અને બધા તારા જેવા નસીબદાર નથી હોતા.” અક્ષયના ખભા પર હાથ મુકતા ગાયત્રીબેનએ કહ્યું.

“હું ફરીએ ભૂલો કરવા નથી માંગતો. હું તેને આમ નહિ જોઈ શકું.” માથું ઝુકાવતા અક્ષયએ કહ્યું.

“અને તેને બીજા કોઈ સાથે જોઈ શકીશ?” દુઃખી થતા પ્રિયાએ કહ્યું.

પણ તેના દુઃખને તેણે કોઈને જાણવા ના દીધું.

પ્રિયાના શબ્દો અક્ષયને તીરની જેમ વાગી રહ્યા હતા.

“તું પરિસ્થિતિને બદલી શકે તે માટે તને મોકો મળ્યો છે. એકની એક ભૂલ કરવાથી તું બચી પણ તો શકે છે.” ગાયત્રીબેનએ કહ્યું.

“અને જો હું પ્રયત્ન જ ના કરું તો ભૂલ થવાની જ કોઈ શક્યતાઓ નથી રહેતી. હવે આ વિષય પર મારે કોઈ ચર્ચાઓ નથી કરવી..” પોતાના રૂમ તરફ જતા અક્ષયએ કહ્યું.

પંછીનો ફોટો ઉડીને અક્ષયના રૂમમાં આવી ગયો.

“કેમ તું પાછી આવી? શું એક વાર સહન કરવા માટે આ દુઃખ ઓછું હતું? અને તું ગમે તેટલા પ્રયત્ન કરી લે હું તને મારી નજીક નહિ જ આવવા દઉં.”

“આ સાચું છે કે બસ આંખોનો વહેમ? ના.. તું એ હોઈ જ ના શકે.. તું તો કોઈક બીજી છે. તું મારી શ્વેતા ના હોઈ શકે. તું તો પંછી છે. તારો બસ ચહેરો એના જેવો છે. પણ એ જ ચહેરો... એ જ મુસ્કુરાહટ.. બધું જ એનું એ જ છે. આ કઈ રીતે બની શકે? આ મારી શ્વેતા હોઈ જ ના શકે. શું સાચે તું ફરીથી મારા માટે પાછી આવી છે. કે પછી આ બસ એક સંજોગ છે? પણ જો તું શ્વેતા નથી તો હું કેમ તારી તરફ ખેચાઇ રહ્યો છું? તું કેમ મને આમ બેકાબુ કરી દે છે? તને જોઇને કેમ ફરી જીવવાની ચાહત થઇ રહી છે? જે આટલા વર્ષોમાં ના થયું તે હવે કેમ થઇ રહ્યું છે? કોણ છે તું પંછી?” પંછીનો ફોટો હાથમાં લેતા અક્ષયએ કહ્યું.

****

● શ્વેતા કોણ હતી?

● અક્ષય કેમ પંછીથી દુર ભાગી રહ્યો હતો?

● પ્રિયાને કોણે માર્યું હતું?

● પ્રિયાએ કેમ રાહુલ પર હુમલો કર્યો હતો?

ક્રમશઃ