Wolf Dairies - 28 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 28

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 28

“આપણે પાણી પાસે જઈને બેસીએ ચાલને.. મને તે ગમે છે.” તે વ્યક્તિનો હાથ પકડતા પંછીએ કહ્યું.

“હા.” પંછીને પકડીને તે પાણી સુધી લાવ્યો. બંને પાણીની નજીક જઈને બેઠા.

“મને અહી આમ તારી પાસે બહુ જ સારું લાગે છે.” તેના હાથમાં હાથ પરોવતા પંછી તેના ખભા પર માથું રાખીને બોલી.

“તારે હવે ઘરે નથી જવું? તું શું આખી રાત આમ જ બેસી રહીશ?” પંછીના ખભા પર હાથ મુકતા તેને કહ્યું.

“નહિ... હું તને મુકીને ક્યાય નહિ જાઉં.. બિલકુલ નહિ..” કહેતા પંછી ઉભી થઇ.

તે બિલકુલ નાના બાળકની જેમ જીદ કરી રહી હતી.

“હેય પંછી.. ચાલ મારી સાથે.” અચાનક જ બીજી તરફથી આવતા રોહનએ કહ્યું.

તે વ્યક્તિ રોહનને જોઈ રહ્યો. તેને હજુ પણ પંછીનો હાથ પકડી રાખ્યો હતો.

“શું થયું તને?” કહીને રોહન પંછીને પકડવા જતો હતો.

“એને અડીશ નહિ. દુર રહે એનાથી..” ગુસ્સામાં તેને રોહનને કહ્યું.

“હેય દોસ્ત.. હું તેને ઓળખું છું. તે મારી સાથે છે.” હાથ ઉપર કરતા રોહનએ કહ્યું.

“એટલે તે એના ડ્રિંકમાં દારૂ મિલાવ્યો?” હસતા તે માણસએ કહ્યું.

રોહન આગળ કઈ બોલી શક્યો નહિ.

“હું તારા આ મોઢાંનો નકશો બગાડું તે પહેલા તું અહીંથી નીકળી જઈશ તો તારા માટે સારું રહેશે.” મોટા અવાજે તે માણસએ કહ્યું.

“ઓકે.” કોઈ સાંભળી જશે તે બીકથી રોહન ત્યાંથી જતો રહ્યો.

અચાનક જ પંછી ચક્કર આવતા નીચે પડી ગઈ. પેલો વ્યક્તિ પંછીને ઉઠાવી રહ્યો હતો.

અચાનક ધીમે ધીમે એ વ્યક્તિ દુર જઈ રહ્યો હોય તેવો પંછીને આભાસ થયો. તેને બધું જ ધૂંધળું દેખાઈ રહ્યું હતું.

“મને મુકીને ના જઈશ.” અચાનક જ પંછીએ બુમ પાડી. અને તે પલંગમાંથી ઉભી થઇ.

“શું થયું?” પંછીના બાજુના પલંગ પર સુતી સેમએ અચાનક જ ઉઠીને કહ્યું.

“હું ક્યાં છું? અને આપણે અહી શું કરી રહ્યા છીએ?” પંછીએ પૂછ્યું.

“તું મારા ઘરે છે.” લાઈટ ચાલુ કરતા સેમએ કહ્યું.

“તારા ઘરે? પણ કેમ? આપણે તો પાર્ટીમાં હતા ને? તો અહી ક્યારે? કઈ રીતે..?” પંછીને કઈ સમજાઈ નહોતું રહ્યું.

“રાતે તે કંઇક વધારે જ પી લીધી હતી.” અંગુઠાનો ઈશારો બતાવતા સેમએ કહ્યું.

“પણ મેં તો ઓરેંજ જ્યુસ... એ તો જેસએ...” માથું પકડતા પંછીએ કહ્યું.

“એના પર ક્યારેય ભરોસો કરીશ નહિ.” પાણી આપતા પ્રિયાએ કહ્યું.

“તું અમને ફૂડ કોર્ટ પર એક ખુરશી પર સુતી મળી. અમે તને બહુ ઉઠાડી પણ તું જાગી નહિ. હવે આવી હાલતમાં તને ઘરે કઈ રીતે લઇ જવી? એટલે અમે તને અમારા પીજી ઘર પર લઇ આવ્યા.” સેમએ બધી વાત કહી.

“અરે નહિ.. મમ્મી પપ્પા મારી ચિંતા કરતા હશે. મારે જલ્દી ઘરે જવું પડશે.” ઉભા થવા જતા પંછીએ કહ્યું.

“એની કોઈ જરૂર નથી. એમને ખબર છે તું અહી છે એ.” પંછીને નીચે બેસાડતા પ્રિયાએ કહ્યું.

“એ કઈ રીતે? શું એમને ખબર પડી કે મેં નશો..” ચિંતા કરતા પંછી બોલી રહી હતી.

“અરે ના યાર.. મેં એમને ક્રિસના જોડેથી નંબર લઈને ફોન કર્યો અને કહ્યું કે તું બહુ થાકી હતી તો સુઈ ગઈ છે. તો આજે તે મારી સાથે રોકાય છે. કાલે આવી જશે ઘરે. અને તેમણે કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો. એટલે તેમને કઈ ખબર નથી. તું ચિંતા ના કરીશ અને શાંતિ થઈ સુઈ જા હવે.” હસતા પ્રિયાએ કહ્યું.

“તમે લોકો યાર.. દુનિયાના સૌથી બેસ્ટ દોસ્તો છો.” પ્રિયાને ગળે લગાવાતા પંછીએ કહ્યું.

“પણ હવે પછી તે એકલા આવી રીતે નશો કર્યો તો તારી ખેર નથી. તારે અમને પણ પીવડાવું જોઈએ ને? આપણે સાથે મળીને પાર્ટી કરતા યાર.” કહીને સેમ પણ તે બંનેને ગળે વળગી. બધા તેની વાત સાંભળી હસવા લાગ્યા.

સવાર પડતા જ પંછી પોતાના ઘરે પહોચી. રવિવારની રજા જ હોવાના લીધે તે ઘરે આવીને પણ સુઈ ગઈ.

“ઓહ મારું માથું...” માથું સખત દુઃખવાના કારણે કપાળ પર હાથ મુકતા પંછીએ કહ્યું.

“કોફી તૈયાર છે.” પંછીના રૂમમાં આવતા તેના પપ્પા નીરજભાઈએ કહ્યું.

“પપ્પા તમે કેમ અહી સુધી...?” ઉભા થતા પંછી કહેવા જતી હતી.

પણ નીરજભાઈ તેના પલંગ પાસેની ખુરશીમાં બેઠા અને પંછીને પણ બેસાડી, “અરે બેસ બેટા. આજે તો રજા છે. તો તારા પપ્પા આજે તો પોતાની વ્હાલી દીકરી માટે કંઇક કરી જ શકે છે.”

“થેંક યુ. તમે દુનિયાના બેસ્ટ પપ્પા છો.” ગળે લગતા પંછીએ કહ્યું.

“અમને તો બધા ભૂલી જ ગયા છે.. બાપ દીકરી ભેગા થાય એટલે હું તો એમને દેખાતી જ નથી.” દરવાજા પર ઉભા પંછીના મમ્મી રીતુબેનએ કહ્યું.

“નહિ મા.. તમે બંને દુનિયાના બેસ્ટ મમ્મી પપ્પા છો.” હસતા પંછીએ કહ્યું.

“સારું તારે જે પણ કામ હોય તે તું પતાવ. અમે બંને અને રાજેશભાઈ અમારા એક મિત્ર કેયુરભાઈના ઘરે જઈ રહ્યા છીએ. ક્રિસ થોડી વારમાં આવશે તેવું તેને હમણાં ફોન કરીને કહ્યું. તો તારું ધ્યાન રાખજે. અમે જઈએ.” કહીને નીરજભાઈ અને રીતુબેન પંછીના રૂમમાંથી બહાર નીકળ્યા.

“જલ્દી પાછા આવજો.” કહીને પંછી પોતાની કોફી પીવા લાગી.

“શું આપણે હવે પંછીને આપણી સાથે લઇ ના જવી જોઈએ?” રીતુબેનએ રૂમમાંથી બહાર નીકળતા નીરજભાઈને ધીમેથી કહ્યું.

“એ ને હજુ સમજતા વાર લાગશે. આપણે યોગ્ય સમયની રાહ જોવી પડશે. જો અત્યારે પંછીને આપણે બધું કહીશું તો એ આપણી વાત માટે રાજી નહિ થાય. એને એ માટે પહેલા તૈયાર કરવી પડશે. અને મને પૂરો વિશ્વાસ છે કે આ કામ માટે ક્રિસથી વધુ યોગ્ય વ્યક્તિ બીજું કોઈ હોઈ જ નાં શકે.” માથું ઊંચું કરતા નીરજભાઈએ કહ્યું.

“તમને લાગે છે કે એ છોકરો આ કરી શકશે?” રીતુબેનએ ચિંતા કરતા પૂછ્યું.

“એ તો હવે સમય જ બતાવશે.” કહીને બંને જવા લાગ્યા.

પંછી પોતાની કોફી પતાવીને બારી પાસે ઉભી હતી. સરસ ઠંડો પવન તેના ખુલ્લા વાળને અડી રહ્યો હતો. અને તે કોઈક ગહેરા વિચારોમાં ખોવાઈ ગઈ હતી.

“કોણ હતો એ માણસ? મને એનો ચહેરો પણ યાદ નથી આવી રહ્યો. પણ બસ એટલું યાદ છે કે મેં તેની સાથે ડાન્સ કર્યો હતો. મને કેમ એવું લાગ્યું કે હું તેને બહુ પહેલાથી જાણું છું. કોણ હતો એ માણસ..” પંછી વિચારી જ રહી હતી.

ત્યાં ક્રિસ ત્યાં આવી ગયો.

“ઓયે મારી બેવડી દોસ્ત.. ક્યાં વિચારોમાં છે?” હસીને ક્રિસએ કહ્યું.

“ક્રિસ... તને તો હું મારી નાખીશ...” કહીને પંછી તેને મારવા તેની પાછળ દોડી.

“પકડ.. પકડ મને..” કહીને ક્રિસ આખા ઘરમાં દોડી રહ્યો હતો. અને પંછીને પોતાની પાછળ દોડાવી રહ્યો હતો.

“હાય પંછી...” અચાનક જ પ્રિયા ઘરમાં દાખલ થઇ. તેના અચાનક બોલવાના અવાજથી ક્રિસ પાછળ ફર્યો અને તે નીચે પડ્યો અને પંછી પણ ક્રિસના પડવાથી તેના ઉપર પડી.

“સોરી.. હું પછી આવું.” કહીને પ્રિયા પાછળ ફરી ગઈ.

****

● પંછીના મમ્મી પપ્પા તેનાથી શું છુપાવી રહ્યા હતા?

● ક્રિસને કયું કામ સોપ્યું હતું?

● કોણ હતો એ માણસ જેણે પંછીને બચાવી હતી?

● શું પ્રિયા, પંછી અને ક્રિસ વિશે ખોટું સમજશે?

ક્રમશઃ