“સમાયરાની મિત્ર પાસેથી અમને જાણવા મળ્યું છે કે તેને ઘણા દિવસોથી ધમકી અપાઈ રહી હતી. તો આ કોઈક જાણી જોઈને કરી રહ્યું હતું. તમે એના ભાઈ છો. જો તમે ત્યાં જશો તો તમારા જીવને પણ જોખમ થઇ શકે છે. માફ કરશો. પણ અમારું ડીપાર્ટમેન્ટ કામ કરી જ રહ્યું છે. જો અમને કોઈ મદદની જરૂર પડશે તો અમે તમને જણાવીશું.” કહી તે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો.
“કેવી ધમકી?” ઈવ પાસે જઈને જેકએ કહ્યું.
“સેમને કોઈક પાર્સલ મોકલી રહ્યું હતું. લોહીવાળી ઢીંગલી, રમકડા અને આપણા ફોટો. એ એનાથી ડરેલી જ હતી.” ઈવએ ધીમેથી કહ્યું.
“અને તમે મને આ જણાવવું યોગ્ય કેમ ના સમજ્યું?” ગુસ્સામાં જેકએ કહ્યું.
“અમને લાગ્યું કે કોઈક મજાક કરે છે.” ઈવને ખબર હતી કે જેક બહુ જ ગુસ્સામાં છે.
નિરાશ થતો જેક કિમ પાસે આવ્યો. તેને પલંગ પર સુવડાવવામાં આવી હતી. તે હજુ સુધી ભાનમાં આવી નહોતી.
“કિમ.. ક્યાં છે સેમ? એને કઈ થયું તો નહિ હોય ને? ઉઠી જા કિમ.. પ્લીસ..” રડતા જેકએ કિમનો હાથ પકડ્યો.
“જ્યાં સુધી મને યાદ છે.. તું એક વુલ્ફ છે.” જેક પાસે આવતા ઈવએ કહ્યું.
“હા. તો?” જેકએ પાછળ ફરી તેની સામે જોયું.
“તો તું તારી શક્તિઓ વાપરીને એને શોધી શકે છે.” ઈવએ કહ્યું.
“મને એ શક્તિઓ વાપરવાની પરવાનગી નથી.” જેકએ માથું ઝુકાવતા કહ્યું.
“નિયમો તોડવા માટે જ બન્યા હોય છે. આપણે મળીને સેમને શોધી લઈશું. ચાલ જલ્દી.” કહી ઈવ અને જેક ત્યાંથી બહાર નીકળ્યા.
તે બંને જ્યાંથી વિમાન મળ્યું તેની આસપાસના વિસ્તારમાં શોધવા લાગ્યા. જેક એક વુલ્ફમાં બદલાઈ ગયો અને સેમને શોધવા લાગ્યો.
“તો તું જાગી ગઈ છે.” સેમની આંખ ખુલતા પર્સીએ કહ્યું.
“મને અહી કેમ બાંધી છે? અને હું ક્યાં છું?” પોતાના બાંધેલા હાથ પગ જોઇને સેમએ કહ્યું.
“કહી દઈશ. એટલી પણ શું જલ્દી છે?” હસતા પર્સીએ કહ્યું.
સેમએ પોતાના હાથ પગ છોડવા માટે સાંકળો ખેચી, પણ તે ખુલી નહિ.
“હું પર્સી છું. એ સિવાય બીજું કઈ અત્યારે જાણવું જરૂરી નથી. તને મારી મોકલેલી ભેટ પસંદ આવી કે નહી?” ત્યાં ખૂણામાં તૂટી ગયેલી ઢીંગલીઓ જોઇને પર્સીએ કહ્યું.
“તો તું જ હતો એ. જે મને આવી વસ્તુઓ મોકલતો હતો. જેક તને છોડશે નહિ.” સેમએ ગુસ્સામાં કહ્યું.
“બીજાના દમ પર મને ડરાવે છે? તારી પોતાની કોઈ જ ઓળખ નથી. તું કઈ જ નથી. અને તારામાં ખામીઓ છે એટલે જ તો તારા માતા પિતાએ પણ તને છોડી દીધી.” સેમનો નબળા ખૂણા પર વાર કરતા તેણે કહ્યું.
“એનાથી તને શું લેવા દેવા છે?” અકળાતા સેમએ કહ્યું.
“તારી પાસે કોઈ શક્તિ નથી. તું તો પોતાનો બચાવ પણ કરી શકે તેમ નથી.” સેમને વધારે ઉશ્કેરવા તેણે કહ્યું.
“હું પાયલટ છું. લડવું એ મારું કામ નથી.” સેમની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઈ હતી.
“આમ પણ તું તો બીજા પર જ આધાર રાખે છે. ઘરમાં તારો ભાઈ અને બહાર તારી મિત્ર કિમ. કદાચ તારી પાસે પોતાની કોઈ શક્તિઓ હોત તો પણ તું એને વાપરી શકવા જેટલી પણ લાયક નથી.” પર્સીએ તેને ગુસ્સે કરવા માટે બધી જ વસ્તુઓ કહી દીધી.
“તું તારી હદ પાર કરે છે..” કહી સેમએ પોતાના હાથની મુઠ્ઠી વાળી.
તેની આંખો ગુલાબી થઇ ગઈ. તેના વાળ પણ ગુલાબી થઇ ગયા. જાણે તેનું આખું શરીર ગુલાબી આગમાં લાગી રહ્યું હતું. તેની શક્તિથી તેના હાથ પગએ બાંધેલી સાંકળો તૂટી ગઈ.
“આ શું.. તું કઈ રીતે...” ગભરાતો પર્સી પાછળ ખસ્યો.
“ભાગ જ્યાં ભાગવું હોય ત્યાં. આજે તને મારાથી કોઈ નહિ બચાવી શકે..” સેમ ધીમે ધીમે આગળ વધી રહી હતી.
“મને છોડી દે.. મારી પાસે ના આવીશ.” કહી પર્સી ભાગવા લાગ્યો.
જેક વોલ્ફના રૂપમાં જ સેમને સુંઘતો તેની પાસે પહોચી ગયો હતો. ત્યાં એક રૂમ જેવું દેખાતા જેક પોતાના અસલી રૂપમાં પાછો ફર્યો. તે અને ઈવ તે રૂમમાં પ્રવેશ્યાં.
“કોઈ બચાવો..” પર્સીની બૂમ સાંભળતા તે બંને અવાજની દિશા તરફ ભાગ્યા.
“સેમ..” જેકએ સેમના આ રૂપને જોઇને મોટેથી બુમ પાડી.
પોતાનું નામ સાંભળતા જ સેમ પોતાના અસલી રૂપમાં આવી ગઈ. અને તે ત્યાં જ બેભાન થઇને ઢળી પડી.
“બચાવો..” કહી પર્સી ત્યાંથી ભાગી છૂટ્યો.
પાછળ કરન પોતાના બોસને લઈને છુપાયો હતો. સેમની શક્તિઓ આવતા જ તેના બોસની શક્તિઓ પણ પાછી આવી ગઈ હતી. તેની આંખો લાલ થવા લાગી. તે એક શક્તિશાળી વેમ્પાયરમાં ફેરવાઈ ગયો. પણ તે બંને ત્યાંથી ભાગી છૂટ્યા.
“સેમ.. તું ઠીક તો છે?” જેકએ તેના માથાને પોતાના ખોળામાં લેતા કહ્યું.
“તે બેભાન થઇ ગઈ છે. આપણે તેને હોસ્પિટલ લઇ જઈએ.” ઈવએ ગભરાતા કહ્યું.
સેમને હોસ્પિટલમાં દાખલ કરી હતી. પર્સીએ જ તેને કોઈ કારણથી કિડનેપ કરી હતી. પણ પર્સીનો કોઈ અતોપતો લાગ્યો નહોતો. કિમને પણ ભાન આવી ગયું હતું.
જેક, સેમ, કિમ, ઈવ બધાને તેમના ઘરે બોલાવવામાં આવ્યા હતા. સેમ હજુ સુધી હોશમાં આવી નહોતી.
જેક, ઈવ, કિમ તેમના માતા પિતા સાથે એક રૂમમાં હતા.
“અમે તમને બધાને કંઇક બતાવવા માંગીએ છીએ.” જેકના મમ્મીએ કહ્યું.
બધાએ ખાલી માથું હલાવ્યું.
જેકના મમ્મીના હાથમાંથી એક ગુલાબી પ્રકાશ રેલાવા લાગ્યો.
“બિલકુલ આવો જ પ્રકાશ એ દિવસ સેમના શરીરમાંથી પણ નીકળી રહ્યો હતો.” જેકએ યાદ કરતા કહ્યું.
“હા. કેમકે એ મારી જેમ જાદુ કરી શકે છે. વર્ષો પહેલા એક કારણથી મારો જાદુ જતો રહ્યો હતો. પણ જયારે સેમના શરીરમાં જાદુ આવ્યો.. તો તેની સાથે જુના બધા જ જાદુ તૂટી ગયા. તો મને મારી શક્તિઓ પાછી મળી ગઈ. અને એનાથી એક બહુ જ સારું કામ થયું.” દરવાજા તરફ ઈશારો કરતા તેમણે કહ્યું.
“મમ્મી.. શું હું સપનું જોઈ રહી છું? તમે કઈ રીતે..” ઈવએ રૂમમાં દાખલ થતા પોતાના મમ્મીને જોઇને કહ્યું.
“બધો જાદુનો કમાલ છે. હવે હું બિલકુલ ઠીક છું બેટા.” ઈવને ભેટતા તેમણે કહ્યું.
“સેમની જેમ, કિમ તું પણ જાદુ કરી શકે છે. એ તને હું શીખવીશ. પણ હમણાં તમારે આ વાત કોઈને કહેવાની નથી. અને બને ત્યાં સુધી આ શક્તિઓ બીજા સામે વાપરવાની પણ નથી. સેમને પણ કઈ જણાવશો નહિ. એને કાલે જે થયું તે કઈ યાદ નહિ હોય. એ હમણાં આ બધાથી દુર રહે તે જ સારું રહેશે.” જેકના મમ્મીએ કહ્યું.
“જેક અને ઈવ તમે બંને ક્યુરેટરમાં જોડાશો. અમે ત્યાં વાત કરી લીધી છે.” જેકના પપ્પાએ કહ્યું.
ઈવ અને જેકએ એકબીજા સામે જોયું.
“કિમ અને સેમ તમે બંને પાછા ટ્રેઈનીંગમાં જતા રહેજો. જેથી બધું ઠીક જ લાગે. સમય આવ્યે તમને પણ ક્યુરેટરમાં મોકલી દઈશું.” કિમની મમ્મીએ કહ્યું.
“કાલે જેકનો જન્મદિવસ છે. તો એ અહી જ ઉજવીશું. એ પતાવીને જ જજો.” કહી બધા ત્યાંથી બહાર નીકળી ગયા.
કિમ પોતાની મમ્મી સાથે ઘણા સમય પછી મળ્યા હોવાથી વાતો કરી રહી હતી.
સેમ પણ ભાનમાં આવી ગઈ હતી. તેને ત્યાં થયેલું કઈ પણ યાદ નહોતું. પણ બધા જ ખુશ હતા. ઈવ કંઇક વધારે જ.
“જેક.. મારે તને કંઇક કહેવું છે.” જેકના રૂમમાં આવતા ઈવએ કહ્યું.
“હા. બોલ.” જેકએ તેની સામે જોયું.
“મને માફ કરી દે. મેં તને એવા ગુનાહ માટે દોષી ઠરાવ્યો જે તે કર્યો જ નહોતો.” ઈવએ પોતાના કાન પકડ્યા.
“એક શરત પર.” ગંભીરતાથી જેકએ કહ્યું.
“તારી બધી શરત મને મંજુર.” ઈવએ ફટાફટ જવાબ આપ્યો.
“તો મારી શરત એ છે કે તું પહેલાની જેમ જ મારી મિત્ર બનીને રહીશ.” હસીને જેકએ કહ્યું.
“હા બિલકુલ.” ઈવ જેકને ભેટી પડી.
આ પછી જેકના જન્મદિવસમાં અચાનક હમલો થયો, જેના લીધે સેમ તમારી પાસે પહોચી ગઈ.
વાત સંભાળતા સાંભળતા જ કિમ, શ્લોક અને રોમી ત્યાં જ હોલમાં સુઈ ગયા.
****
“તો આખરે તું મને લેવા આવી જ ગયો.” હસીને પર્સીએ જેલના એ ઓરડામાં ઉભા થતા કહ્યું.
“આપણી પાસે સમય નથી. જલ્દી ચાલ.” કહી તેણે પર્સીને જેલમાંથી બહાર કાઢ્યો.
****
● હુમલો કોણે કર્યો હશે?
● પર્સીને જેલમાંથી કોણે બહાર કાઢ્યો?
● શું તે હવે સેમ પર હમલો કરવાના છે?
ક્રમશઃ