સમય : થોડાં વર્ષો પહેલા
સ્થળ : આર્મી બેસ કેમ્પ
“હેય.. અહી બહાર કેમ ઉભો છે?” જેકનો ખભો પકડતા રેયનએ પૂછ્યું.
“મારી બેન આવવાની છે આજે. એ આમ તો લંડનમાં એક બોર્ડીંગ સ્કુલમાં ભણી હતી. પણ ત્યાંથી સિલેક્ટ થઈને અહી આવે છે.” ખુશ થતા જેકએ કહ્યું.
“ઓકે. હું જઉં ડીપાર્ટમેન્ટમાં. મળીએ પછી.” કહી રેયન ત્યાંથી નીકળી ગયો.
“જેક..” દોડતી આવીને સેમ જેકને ગળે લાગી.
“કેમ છે મારી રાજકુમારી?” જેક જાણે પોતાની દીકરીને મળી રહ્યો હોય તેવું એને લાગી રહ્યું હતું.
“હું ઠીક છું. કિમ કેમ દેખાતી નથી?” આજુબાજુ નજર કરતા સેમએ કહ્યું.
“શેતાન કા નામ લિયા ઔર શેતાન હાજીર..” પાછળથી આવતા કિમએ કહ્યું.
“મેં તને બહુ યાદ કરી.” કિમને ગળે લગાવતા સેમએ કહ્યું. તે વર્ષો પછી પોતાની મિત્રને મળી રહી હતી.
“બધી વાતો અહી જ કરીશું? ચાલો રૂમ પર સામાન ગોઠવી દઈએ.” સેમના હાથમાંથી સામાન પકડતા જેકએ કહ્યું.
“તું ઘરે ગઈ હતી?” સામાન ગોઠવી દીધા પછી કિમએ સેમને પૂછ્યું.
“હા. એક દિવસ માટે જ ગઈ હતી.” ધીમેથી સેમએ જવાબ આપ્યો. કેમકે તે જાણતી હતી કે હવે શું થવાનું છે.
“કેવું છે બધું?” કિમએ ફરી પૂછ્યું.
“એવું જ જેવું હંમેશા હોય છે. એમના માટે આપણે બસ એક જવાબદારી છીએ. બાકી એ મા બાપ તરીકે આપણને પ્રેમ તો ક્યારેય આપી જ નહિ શકે. એમની પાસે એવી અપેક્ષા રાખવી પણ બેકાર જ છે.” જેકએ અકળાઈને મનમાં રહેલો ગુસ્સો ઠાલવતા કહ્યું.
“એવું નથી જેક. હા એ વાત સાચી છે કે એમણે હંમેશા આપણને પોતાનાથી દુર રાખ્યાં છે. પણ એની પાછળ જરૂર કોઈક કારણ હશે. બાકી આપણે જયારે પણ ઘરે જઈએ છીએ, ત્યારે તે કેટલા ખુશ હોય છે. એમની આંખો ખોટું નથી બોલતી. આપણે એમની જગ્યાએ રહીને વિચારવું જોઈએ. જરૂર એમની કોઈક મજબૂરી હશે.” સેમએ સમજાવતા કહ્યું.
“હા. મજબૂરી હોઈ શકે સેમ. પણ એ આપણી સાથે વાત તો કરી શકે? આપણને સાચું તો કહી શકે..” કિમએ પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
સેમની વાત સાંભળીને જેકને કંઇક યાદ આવી ગયું. તેના મનમાં એક ડર છવાઈ ગયો. પણ તેને કોઈને ખબર ના પડવા દીધી.
“હવે છોડો એ વાતને. તમે બંને વાતો કરો. મારે આજે નવા જુનિયર્સ આવે છે. તેમને ઓળખાણ આપવાની છે. પછી મળીએ.” કહીને જેક ત્યાંથી બહાર નીકળ્યો. અને પોતાના ટ્રેઈનીંગ સેન્ટર તરફ વળ્યો.
“હેલ્લો. હું અહી નવી છું. શું તમે મને જણાવશો કે ગર્લ્સ હોસ્ટેલ કઈ તરફ છે?” નવી એકેડેમીમાં પ્રવેશ કરતા જ તેણે ત્યાં ઉભેલા અમુક વિદ્યાર્થીઓને પૂછ્યું.
“હા. કેમ નહિ.. પણ તું ફ્રેશર છે. તો એક કામ કર. અમારા બધા માટે સામેથી પાણી લઇ આવ.” તેમાંથી એકએ મજાક ઉડાવતા કહ્યું.
“હા. હમણાં જ લઇ આવું.” તેણે હિંમતથી કહ્યું.
“ઓયે.. મિસ પોઝીટીવ... એવી રીતે બોટલ લઈને નથી ભરવાનું. આ લે ચમચી. સામેના નળમાંથી આ ચમચી ભરીને પાણી લાવ. અને અહી મુકેલા આ બોટલને ભર..” રોડની સામે તરફ ઈશારો કરતા તેમનામાંથી એકએ કહ્યું.
“ઓકે.” હવે તેના ચહેરા પર ચિંતા દેખાઈ રહી હતી. પણ તેણે રોડના સામે છેડે રહેલા નળમાંથી પાણી ભર્યું, અને સંભાળીને રોડ પાર કરીને મુકેલા બોટલમાં નાખ્યું.
આસપાસ લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. તે તાપ અને ગરમીના લીધે હાંફી ગઈ હતી. રસ્તામાં અડધું પાણી તો ઢોળાઈ જતું હતું. પણ તે નવી જગ્યામાં લોકો સાથે ભળવા માંગતી હતી. તેથી તેણે કોઈ વિરોધ કર્યો નહિ.
થાકના લીધે તેને ચક્કર આવી ગયા. તે લથડિયું ખાઈને પડવાની જ હતી. પણ જેકએ ત્યાં જ તેને કમરમાંથી પકડી લીધી. તે જેકની બાહોમાં ઢળી પડી.
“આની આંખો કેટલી સુંદર છે.” જેકની વાદળી આંખોમાં જોતી તે વિચારી રહી હતી.
“આ બધું શું ચાલે છે અહી?” તેને ઉભી કરતા જેકએ ગુસ્સામાં બીજા વિદ્યાર્થીઓ સામે જોયું.
“અમે બસ મજાક..” તેમાંથી એક કહેવા ગયો.
“આવો મજાક એ પણ ફ્રેશર જોડે? આવી રીતે લોકોની રક્ષા કરતા શીખ્યા છો? સ્ત્રીઓને હેરાન કરીને?” તેણે પેલી છોકરીને પાણી આપતા કહ્યું.
“અમને માફ કરી દો.” બધાએ કહ્યું.
“જાઓ પોતાના ક્લાસમાં.” જેકના બોલતા જ બધા ત્યાંથી ભાગી નીકળ્યા.
“તું ઠીક છે?” તેની સામે નજર નાખતા જેકએ કહ્યું.
“હા. આપનો આભાર.” પોતાની જાતને સંભાળતા તેણે કહ્યું.
“ગર્લ્સ હોસ્ટેલ સામેની તરફ છે.” જેકએ આંગળી ચીંધતા કહ્યું.
“હવે હું ઠીક છું. હું જતી રહીશ. આપનો આભાર. હું ઈવ છું. તમે..?” ઈવ કહી રહી હતી ત્યાં સુધીમાં તો જેક ત્યાંથી ચાલવા માંડ્યો. તેણે ઈવની વાત પણ સાંભળી નહોતી.
“અજીબ માણસ છે.” હસીને ઈવ પોતાની હોસ્ટેલ તરફ વધી.
“હેલ્લો. હું ઈવ છું. ડિફેન્સ ડીપાર્ટમેન્ટ.” રૂમમાં આવતા જ ઈવએ પોતાની ઓળખાણ આપતા કહ્યું.
“હેય. હું સેમ છું. અને આ કિમ છે. અમે બંને એર ફોર્સ ડીપાર્ટમેન્ટમાં છીએ.” હાથ લંબાવતા સેમએ કહ્યું.
“હું જઉં હવે. તમે બંને આરામ કરો. હું બાજુના રૂમમાં જ રહું છું. જરૂર હોય તો મને કહેજો.” કહી કિમ ત્યાંથી બહાર નીકળી.
****
“તમારા બધાનું અહી સ્વાગત છે. અમે સિનીયર બેચ તરફથી તમારું સ્વાગત કરીએ છીએ. હું છું રેયન અને આ છે જેક.” રેયનએ બધાની ઓળખાણ કરાવતા કહ્યું.
“જેક.. સારું નામ છે.” જેક સામે જોઇને હસતા ઈવએ ધીમેથી કહ્યું.
“તમારી ટ્રેઈનીંગ આજથી શરુ થશે. તમને કોઈ પણ અહી હેરાન અથવા કોઈ મુશ્કેલી હોય તો તમે કોઈ પણ સિનીયરને કહી શકો છો.” જેકએ કહ્યું.
“યસ સર.” બધાએ જવાબ આપ્યો.
ધીમે ધીમે બધાની ટ્રેઈનીંગ શરૂ થઇ ગઈ હતી. કિમ અને સેમ એર ફોર્સમાં સાથે જ હતા. તેથી સેમને કોઈ મુશ્કેલી આવી નહોતી.
સેમ, કિમ અને ઈવ ત્રણેય વચ્ચે સારી એવી મિત્રતા બંધાઈ ગઈ હતી. ટ્રેઈનીંગ સિવાયનો બધો જ સમય તે સાથે જ વિતાવતા.
“સાંભળો દોસ્તો... કાલે બોક્ષિગની મેચ છે. તમે બંને પણ આવોને સાથે. બહુ મજા આવશે.” ટિકિટ બતાવતા ઈવએ, સેમ અને કિમએ કહ્યું.
“લડાઈમાં અમારું શું કામ?” સેમએ કહ્યું.
“જો તમે બંને નહિ આવો તો હું પણ નહિ જઉં.” મોઢું ફુલાવતા ઈવએ કહ્યું.
“ઓયે નખરેબાઝ.. આવશું અમે. આમ પણ કાલે અમે નવરા જ છીએ.” કિમએ હસીને કહ્યું.
“આ થઈને દોસ્તોવાળી વાત.” ઈવએ કિમ અને સેમને ગળે લગાવી લીધી.
આખો હોલ લોકોથી ભરાયેલો હતો. સામ સામે ડિફેન્સ ડીપાર્ટમેન્ટના જ બે વ્યક્તિઓ લડવાના હતા.
“જેક.. જેક..” ઈવએ ચીઅર કરતા કહ્યું.
“શું આ ની લડાઈ છે આજે?” જેકને જોઇને સેમએ હસતા ઈવને પૂછ્યું.
“હા. એ અમારો સિનીયર છે. એ બહુ સારો ફાઈટર છે.” ઈવએ ખુશ થતા કહ્યું.
“એટલો બધો કઈ ખાસ સારો દેખાતો નથી.” ઈવને હેરાન કરતા કિમએ કહ્યું.
“કિમ.. શુ તું પણ? તને ચશ્મા આવી ગયા લાગે છે. જરા આંખો સાફ કરીને એની તરફ જો. એ કેટલો હેન્ડસમ છે યાર.” ખુશ થતા ઈવએ કહ્યું. તેના મનમાં તો પતંગીયા ઉડી રહ્યા હતા.
“તને એ ગમે છે?” હસીને સેમએ તેનું મન વાંચતા પૂછ્યું.
“હા. એ હંમેશા બીજાની મદદ કરે છે. મને તો એ પહેલા દિવસથી જ પસંદ છે. એની આંખો કેટલી સુંદર છે. બિલકુલ તારા જેવી વાદળી..” ઈવએ શરમાતા કહ્યું.
“તો પછી એને તારા દિલની વાત કહી દે.” કિમએ સલાહ આપી.
“તને દેખાય છે ને અહી... કેટલી બધી છોકરીઓ એની આગળ પાછળ છે. એ મારા જેવી છોકરીને કેમ પસંદ કરશે?” આસપાસ ચીઅર કરતી છોકરીઓ તરફ નજર કરતા ઈવએ કહ્યું.
તે ત્રણેય વાતો કરતા હતા એટલામાં મેચ પતી ગઈ.
“જોયું.. મેં કહ્યું હતુ ને કે એ બેસ્ટ છે.” જેકના ફાઈટ જીતવા પર ખુશ થતા ઈવએ કહ્યું.
“ચાલ આપણે તેને મળવા જઈએ.” કિમએ સેમ સામે જોઈ આંખ મારતા કહ્યું.
“શું? આટલા બધા લોકો વચ્ચે? પાગલ થઇ ગઈ છે કે શું?” ઈવએ કહ્યું.
“હા, તો હું એને કેન્ટીનમાં લઈને આવું.” કહી સેમ જેક તરફ વધી.
****
● શું ઈવ જેકને પોતાના મનની વાત કહી શકશે?
● સેમ જેકને પોતાની સાથે લાવશે કે નહિ?
● જેક બધાથી શું છુપાવી રહ્યો છે?
● ઈવને જેક અને સેમના સંબંધ વિશે ખબર પડશે કે નહિ?
ક્રમશઃ