Rudra nandini. - 20 in Gujarati Fiction Stories by BHAVNA MAHETA books and stories PDF | રુદ્ર નંદિની - 20

Featured Books
Categories
Share

રુદ્ર નંદિની - 20



પ્રકરણ-૨૦

કાવ્ય એ પ્રિયા ને પોતાની છાતી સાથેે વળગાડી દીધી. પ્રિયા કાવ્ય ને વળગી ને ખુબ જ રડી. એને થયું કે આજે કાવ્ય સમયસર ન આવ્યો હોત તો હું કેવી રીતે આ લોકોથી.....? મારુંં શું થયુંં હોત આજે.....? અને પ્રિયા વધારે ને વધારેે રડવા લાગી.....

કાવ્યને પણ પોતાની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો..... કે તે પ્રિયા ને કેમ એકલો મૂકીને જતો રહ્યો... એને ખબર હતી કે કોલેજમાથી બધા જ જતા રહ્યા છે અને પ્રિયા પોતાની રાહ જોતી ઊભી છે , તોય પોતે જતો રહ્યો હોવાથી એને પોતાની જાત ઉપર નફરત થઈ ગઈ ! એને વિચાર્યું કે તે કદાચ પાછો ન આવ્યો હોત તો આ પ્રિયા નું શું થયું હોત.... એમ વિચારીને જ એને કંપારી આવી ગઈ.... એને એ છોકરાઓ ને સબક શીખવવાનો નિર્ણય કર્યો....

" પ્રિયા.... પ્લીઝ.... પ્રિયા ચૂપ થઈ જા....."

પ્રિયા થોડીવાર પછી ચૂપ થઈ અને કાવ્ય થી છૂટી પડી.

" આઈ એમ સોરી પ્રિયા...! હું તને આમ મૂકીને જતો રહ્યો.... મારે આવું નહોતું કરવું જોઈતું...!"

" ઇટ્સ ઓકે કાવ્ય....."

પ્રિયા કાવ્યની વાતને અધવચ્ચેથી જ કાપી નાખતા બોલી.

" ચાલ પ્રિયા હું તને ઘરે ડ્રોપ કરી દઉં...."

" ના કાવ્ય ...હું જતી રહીશ ....એન્ડ થેન્ક્સ ....!"

" પ્રિયા સોરી યાર...! પ્લીઝ મને માફ કરી દે....! ચલ હું તને ઘરે મૂકી જાઉ છું ....અત્યારે તું ક્યાં એકલી જઈશ.....??"

" નહીં કાવ્ય ...હું ઓટો માં જતી રહીશ. આમ પણ તને રોજ થોડું મને ઘરે ડ્રોપ કરવાનું કહેવાય.....!!?"

એમ કહીને પ્રિયા ઉભી થઇ અને ગેટમાંથી બહાર નીકળી અને ઓટો વાળાને બૂમ મારી તેમાં બેસી ગઈ .કાવ્ય તેની પાછળ પાછળ આવ્યો ત્યાં સુધીમાં તો તેની ઓટો જતી રહી હતી.

કાવ્યને પોતાના વર્તન ઉપર અને પોતાની ભૂલ ઉપર ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. એ ઘરે ગયો પણ આજે જમવામાં પણ તેનું મન નહોતું .જેમ તેમ કરી ખાધું ન ખાધું કરીને તે બહાર આવ્યો .બહાર આવીને તેણે સ્પેશ્યલ બોયઝ ના ગ્રુપમાં એક મેસેજ ટાઈપ કર્યો અને બાઇક લઈને ઘરેથી નીકળી ગયો. જતાં-જતાં ઘરે એની મમ્મીને પણ કહ્યું કે કદાચ એને ઘરે આવવામાં મોડું થઈ જાય તો ચિંતા ના કરે.

પહેલા તો બધા જ મેસેજ વાંચીને વિચારવા લાગ્યા કે કાવ્ય ને આમ અચાનક શું કામ પડ્યું હશે કે બધાને મેસેજ કરીને તાત્કાલિક બોલાવ્યા ....? આજે આખો દિવસ તો કોઈ વાત નહોતી થઈ પણ અત્યારે આમ એકાએક કેમ બધાને મેસેજ કર્યો ....!? રુદ્ર અને વીર પણ વિચારવા લાગ્યા .....તેઓનું ઘર નજીક નજીક હોવાથી તે બંને એક જ બાઈક ઉપર આવ્યા. રસ્તામાં આદિ પણ તેમને મળી ગયો .કાવ્ય ભિખલા ની કીટલી ઉપર બધા ની રાહ જોતો બેઠો હતો. ત્યાં જ વિરેન , રુદ્ર અને આદિ પહોંચ્યા....

" Hi કાવ્ય..... શું વાત છે bro...."

આદિ એ પૂછ્યું .કાવ્ય પોતાના વિચારોમાં જ ખોવાયેલો હતો. તેણે ત્રણેય સામે જોયું તો રુદ્ર ને કાવ્ય ની આંખમાં જાણે કે અંગારા હોય એવો ક્રોધાગ્નિ દેખાયો.....! એ વાતને પામી ગયો કે .... " કાંઈક ન બનવાનું બન્યું છે .....! I hope કે બધું જ બરાબર હોય....!"

વિરને પણ પૂછ્યું....." કાવ્ય કેમ બધુ બરાબર છે ને ....? આમ અચાનક મેસેજ કરીને બધાને કેમ બોલાવ્યા.....? "

રુદ્ર બોલ્યો...." વિરેન બધાને આવી જવા દે પછી ક્યાંક શાંતિથી બેસીને વાત કરીએ...."

કાવ્ય ને થયું કે રુદ્રને વાતની ગંભીરતાનો કેવી રીતે ખ્યાલ આવી ગયો .....! તેને આવી સિચ્યુએશન માં પણ રુદ્રની વાતને પામી જવાની આવડત ઉપર માન થયું .થોડી વાર થઈ ત્યાં શાંતનુ અને અભિષેક પણ આવ્યા. તેમની પાછળ ને પાછળ અવિનાશ અને પ્રતીકનું બાઈક પણ આવી ગયું .બધાનો એક જ કોમન સવાલ હતો...." કાવ્ય શું વાત છે......"

બધાના આવી ગયા પછી રુદ્ર એ કહ્યુંઃ" ફ્રેન્ડસ.... અત્યારે રિવરફ્રન્ટ જઈશું તો થોડી વાર જ બેસવા મળશે ,એના કરતા અહિયા નજીકમાં પાર્ક છે ત્યાં જઈને બેસીએ, ત્યાં શાંતિથી વાતો થશે અહીંયા વાતો કરવાની મજા નહીં આવે..."

" Ok bro‌......." એમ કહીને બધા ત્યાં થોડે દૂર આવેલા નાના એવા પાર્કમાં ગયા અને એક જગ્યાએ શાંતિથી બેસી ગયા .રુદ્ર એ કાવ્ય ના ખભે હાથ મૂકીને પૂછ્યું.....

" હવે બોલ કાવ્ય શું થયું ....? તું કેમ આટલો ગુસ્સામાં છે....?"

રુદ્રના આમ પૂછવા પર વિરેન અને આદિ એ ધ્યાનથી જોયું ત્યારે એમને ખબર પડી કે સાચે જ કાવ્ય ખૂબ જ ગુસ્સામાં છે.

" યાર રુદ્ર.....! તને કેવી રીતે ખબર પડી કે કાવ્ય ગુસ્સામાં છે....." વિરેને આશ્ચર્ય ચકિત થઇ ને પૂછ્યું.

" એની આંખો જોઈને....!

આપણે આવ્યા ત્યારે આદિ એ જ્યારે કાવ્યને પૂછ્યું કે ....." શું થયું ....ત્યારે મને કાવ્યની આંખમાં સળગતા અંગારા જેવો ક્રોધાગ્નિ દેખાયો એટલે જ હું બધાને અહીંયા લઈ આવ્યો....

કાવ્ય વાત સીરીયસ છે ને.....! બોલ શું થયું....?"

" પ્રિયા ...!! રુદ્ર.... પ્રિયાની....!"

કાવ્ય બોલવા તો ગયો પણ..." પ્રિયા..... બોલતાની સાથે જ એના ક્રોધાગ્નિ યે કરુણા નું સ્થાન લઈ લીધું . એની આંખ સામે રડતી પ્રિયા નું દ્રશ્ય તરવરી ઉઠ્યું એને પ્રિયા ની હાલત ઉપર દયા આવી ગઈ અને કાવ્યની આંખોમાંથી આંસુઓ ટપકવા લાગ્યા.....!!!

વિરેન અને આદિ પણ કાવ્ય ની નજીક આવી ગયા ... વિરેને પૂછ્યું ...." શું થયું પ્રિયાને કાવ્ય.....? તું રડે છે કેમ....?"

" વિરેન....! પ્રિયાની એ લોકોએ છેડતી કરી....."

" What ....? પ્રિયા ની છેડતી....? કોણ હતા એ બદમાશો ......? "

રુદ્ર એ હવે સાક્ષાત્ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું...!

" હા કાવ્ય..... કોણે પ્રિયા ની છેડતી કરી.....? શું વાત છે કાવ્ય.....? તું અમને બધુ પહેલાથી જણાવ....." અભિષેક બોલ્યો.

પ્રિયા ની આજુબાજુ બાઇક લઇને ગોળ ચક્કર લગાવતા ટપોરી જેવા માણસો .....તેમની બિભસ્ત વર્તણૂક અને ભાષા... તેમની પ્રિયાને જબરજસ્તીથી પોતાની બાઈક પાછળ બેસાડવા ની ધમકી ભરી વાતો..... તેમની ગંદી ભાષા .....આ બધી જ વાતો કાવ્ય એ કરી.

બધાની આંખોમાં હવે ક્રોધ અને ગુસ્સો હતો.

" કાવ્ય તું તો હંમેશા પ્રિયાને તારી બાઇક ઉપર ઘરે ડ્રોપ કરવા જાય છે ને તો આજે તું ક્યાં હતો . કેવી રીતે આ બધું શક્ય બન્યું ....? તું શું કરતો હતો ત્યારે....?"

રુદ્ર એ એકસાથે કાવ્યને બધુ પૂછવા માંડ્યું.

" એ જ તો મોંકાણ છે કે હું આજે પ્રિયા ની સાથે નહોતો. "

" But why..... એવું તો શું થયું કે તું પ્રિયા ની સાથે નહોતો..... " આદિ બોલ્યો

કાવ્ય કાંઈ બોલ્યો નહીં .

અવિનાશે પૂછ્યું ...." કેમ કંઈ બોલતો નથી કાવ્ય ....? જવાબ આપ.... તું કેમ પ્રિયા ને મૂકીને જતો રહ્યો હતો.....?"

" કારણ કે આજે હું પ્રિયા થી હર્ટ થયેલો હતો , એથી એના ઉપર ખૂબ જ ગુસ્સે હતો .એટલે એને મૂકી ને હું જતો રહ્યો . એ તો બિચારી મારી રાહ જોતી છેલ્લે સુધી ઊભી હતી. બધા જતા રહ્યા તો પણ ઊભી હતી .પણ હું જ એનાથી એટલો બધો ગુસ્સે હતો કે એની પાસે બાઈક પણ stop ના કરી અને ગેટમાંથી બહાર નીકળી ગયો."

" What ...…!? એવું તે થઈ ગયું કે તું એનાથી આટલો બધો ગુસ્સે થઈ ગયો. જ્યાં સુધી અમને યાદ છે ત્યાં સુધી તો બિચારી પ્રિયા તારી સાથે આજે એક પણ વાર ઝઘડી નથી, નહીંતર તમારા બંનેના ઝઘડા તો કોમન છે....." આદિ બોલ્યો.

" હા આદિની વાત સાચી છે અને જો તું ગેટમાંથી બહાર નીકળી ગયો હતો તો તું પાછો કોલેજ માં કેવી રીતે આવ્યો.....? શું પ્રિયા નો ફોન આવ્યો હતો....?"

" ના . હું જ્યારે બહાર નીકળ્યો પછી પ્રિયાની પણ બહાર નીકળવાની રાહ જોતો કોલેજની બહાર જ ઉભો હતો ,પણ ઘણી વાર થઈ હોવા છતાં પ્રિયા જ્યારે બહાર ન આવી તેથી હું અંદર ગયો. અને જોયું તો...!!!"

" અચ્છા.... તો ભાઈ સાહેબ પહેલા ગુસ્સે થઈને જતા રહ્યા પછી બહાર જઈને પ્રિયાની આવવાની રાહ જોવા લાગ્યા . કેમ.....?"

" મને પ્રિયાની ચિંતા થઈ એટલે યાર......!"

" એટલી બધી ચિંતા થતી હતી તો એને મૂકીને કેમ જતો રહ્યો....!? એવું તો શું કર્યું હતું પ્રિયાએ કે તું એની ઉપર આટલો બધો ગુસ્સે થઈ ગયો....?"

રુદ્ર એ પૂછ્યું છતાં પણ કાવ્ય ચૂપ રહ્યો .હવે આદિ બોલ્યો ...." કાવ્ય જવાબ આપ ....! આ બધું થયા પછી તો બિચારી પ્રિયા ની હાલત કેવી થઈ ગઈ હશે...!? ખૂબ રડતી હશે ને...!?"

" હા યાર....! મને વળગીને ખુબ જ રડી પ્રિયા....!"

" તે પેલા લોકોને કાંઈ સબક ન શીખવાડ્યો.....? એમને એમ જવા દીધા .....? " અવિનાશે ગુસ્સે થઇ ને પૂછ્યું.

" મને જોઈને જ એ લોકો ભાગી ગયા .હું એમની પાછળ જતો હતો ત્યાં જ પ્રિયાના રડવાનો અવાજ સાંભળીને પ્રિયા પાસે ગયો અને એને શાંત કરી."

" બધા જ પ્રશ્નોના ફટાફટ જવાબ છે તારી પાસે કાવ્ય....! પણ એ પ્રશ્નનો જવાબ નથી કે એવું તો શું કર્યું પ્રિયા એ કે તું એનાથી આટલો બધો ગુસ્સે થઈ ગયો અને એને આમ સાવ એકલી છોડીને જતો રહ્યો ....!!?" રુદ્ર એ પાછું પૂછ્યું.

" કારણ કે આજે સવારથી..... પ્રિયા આવી ત્યારથી આ વિરેનીયા ના વખાણ કરતા થાકતી જ નહોતી .....! પહેલા વિરેન નું પ્રપોઝ જોવા જવું હતું .ઈશિતાની જગ્યાએ એ પોતાની કલ્પના કરતી હતી પ્રિયાડી....! અને આ વિરેનીયાને શું કહેતી હતી ......? કોહિનૂર હીરો ....! ચોકલેટી બોય....! સ્માર્ટ એન્ડ હેન્ડસમ...! સવારથી સાંજ સુધી આ વિરેનીયાના જ વખાણ હતા એની જીભ ઉપર.....!! એટલે હું....!"

હવે કાવ્યને અચાનક ભાન થયું કે તે વધારે પડતું બોલી ગયો છે અને એના દિલની વાત કદાચ બધાની સામે આવી ગઈ છે....! તેથી તે આડુ જોઈ ગયો.

" અચ્છા...! તો આ વાત છે ....!બંદા જેલીસ થતાં હતાં નહીં મારા વખાણ સાંભળીને ....? અને એ પણ પ્રિયાના મોઢેથી .....! " વિરેને હસતા હસતા કહ્યું.....

હવે તો રુદ્ર અને આદિને પણ હસવું આવી ગયું અને પછી બધા હસવા લાગ્યા.

" આમ હસો છો શું ....?પાગલની જેમ...! "

" પાગલ તો તું થઈ ગયો છે કાવ્ય...!!!"

" હું..…!?"

" હા તું .....હજી પણ તું તારા દિલની ફીલિંગ્સ ને સમજી નથી શક્યો કાવ્ય...!?" વિરેને કહ્યું.

" મારા દિલની ફીલિંગ....? મારા દિલમાં તો કોઈ ફિલીંગ નથી....!"

" કેમ....? પ્રિયાએ આજે મારા થોડા અમથા વખાણ શું કરી લીધા કે તું જેલીસ ફિલ ન કરવા લાગ્યો .....? અને એટલો બધો ગુસ્સે થઈ ગયો કે તું પ્રિયાને એકલી મૂકીને જતો રહ્યો કાવ્ય....! તારા દિલમાં રહેલી આ ઈર્ષા .....કે પ્રિયા જો કોઈના પણ વખાણ કરે.... કે કોઇની સાથે ફ્લર્ટ કરવા લાગે ....તો તને બીલકુલ નથી ગમતું ....! એને તું શું નામ આપીશ....?"

" શું ....? એને શું નામ આપવાનું હોય ....? એ તો પ્રિયા એવી રીતે બોલી જેના કારણે મને ગુસ્સો આવ્યો બસ.....!"

" કાવ્ય આમ જેલીસ ફિલ કરવું .....ગુસ્સો આવવો... આ બધું આપણને એ વ્યક્તિ માટે જ થાય છે કે જે આપણા માટે સ્પેશિયલ હોય !આપણા દિલની સૌથી નજીક હોય...!!!"

" અને જ્યારે તું પ્રિયા પાસે પાછો આવ્યો ત્યારે તને તારા ઉપર પણ પ્રિયા ને એકલા છોડીને જવા માટે ગુસ્સો આવ્યો હતો રાઈટ.....?" રુદ્ર બોલ્યો.

" તને કેવી રીતે ખબર રુદ્ર....!?"

" કારણ કે એણે સાધના કરી છે ....બધાના દિલ ની વાતો જાણી શકે છે બાબા બ્રહ્મચારી .....!" વિરેને હસીને કહ્યું અને આદિ પણ હસ્યો.

" તું એ વખતે ભલે પ્રિયા ઉપર ગુસ્સે હતો પણ તને તેની ચિંતા તો હતી જ તેથી તો કોલેજની બહાર ઊભો રહ્યો અને જ્યારે એ ના આવી તો અંદર પણ ગયો રાઈટ....!?"

" હા બરાબર મને એની ચિંતા થતી હતી...."

" આ ચિંતા ....આ ગુસ્સો ....આ બધું તારા દિલમાં જે પ્રિયા પ્રત્યે પ્રેમની ફીલિંગ છે તેમાંથી જ ઉદ્ભવ્યું છે કાવ્ય ! પણ તને ચિંતા તો દેખાય છે ....ગુસ્સો પણ આવે છે .....ઈર્ષા પણ જન્મે છે .....પણ આ બધાના મૂળમાં પ્રેમની જે લાગણી છુપાયેલી છે એને તું જોઈ શકતો નથી કાવ્ય....!!? કાવ્ય ....you are in love....!!! "

" What....? ના હું નથી માનતો કે મને પ્રિયા પ્રત્યે....."

" ભલે તું આ વાત સ્વીકારવા તૈયાર નથી પણ કાવ્ય એક દિવસ એવો આવશે જ્યારે તું સામેથી જ આ અહેસાસનો અનુભવ કરીશ. તારું દિલ ભલે અત્યારે એ માનવા તૈયાર નથી કે તું પ્રિયાને ચાહે છે, પણ એક દિવસ એવો જરૂર આવશે જ્યારે તું જ પ્રિયા ની ચાહત પામવા માટે વ્યાકુળ બન્યો હોઈશ . તું જો જે ત્યારે તું પ્રિયા ને પામવા માટે તડપતો હોઈશ કાવ્ય.....!!! " વિરેન બોલ્યો.

કાવ્ય બબૂચક ની જેમ આ બધાને જોઈ રહ્યો અને પછી બોલ્યો.

" મને તો તમારા લોકોની વાતોમાં કાંઈ જ ખબર નથી પડતી ! આ શું કહો છો તમે લોકો....?"

" રુદ્ર , વિરેન.... આ બબૂચક ને અત્યારે એના આ જ હાલ ઉપર છોડી દેવો જોઈએ. એ અત્યારે આપણી વાત નહીં સમજી શકે પણ એનું દિલ જ એને એ વાત સમજાવશે ‌હવે કાલે આપણે પેલા લોકોને સીધા કરવાનો કોઈ આઈડિયા વિચારો .છોડો આ પાગલ ને એના આ જ હાલ ઉપર .....! "આદિ બોલ્યો.....

" હા આદિ.... હવે કાલે જઈને પહેલા તો એ લોકોનો વારો લેવો છે ...." શાંતનુ ગુસ્સામાં બોલ્યો.

" શાંતનુ ...આદિ... અને તમે બધા .... મારી વાત શાંતિથી સાંભળો .આપણે કાલે એ લોકો સાથે ચોક્કસ મળીને વાત કરીશું ,પણ મને લાગે છે કે એ કાવ્યના આવવાથી ડરીને ભાગી ગયા એથી હવે એમની એટલી હિંમત તો નથી જ કે તે પ્રિયા સાથે કે કોઈપણ ગર્લ્સ સાથે હવેથી ગેરવર્તણૂક કરે. આપણે કોઈ જ લડાઈ ઝઘડા માં બને ત્યાં સુધી ઊતરવાનું નથી ...ઓકે...?" રુદ્ર બોલ્યો.

" કાવ્ય.. પછી તું પ્રિયાને એના ઘર સુધી મૂકી આવ્યો હતો ને ....? ખુબજ અપસેટ થઈ ગઈ હશે નહીં.....?"

" મેં એને કહ્યું પણ તેણે ના પાડી .એ બોલી કે હું જતી રહીશ ,અને એ ઓટો કરીને જતી રહી. હું એની પાછળ પાછળ ગયો ત્યાં સુધીમાં તો એની ઓટો જતી રહી હતી."

" હવે આ બબૂચક ને બરાબર ની ખબર પડવાની છે. ફક્ત ચાર જ દિવસમાં જો તું તારા જ મોઢેથી પ્રિયા પ્રત્યેની તારી ફીલિંગ્સ નો સ્વીકાર ન કરે ને કાવ્ય....! તો હું મારું નામ બદલી નાખીશ ....! " રુદ્ર એ કહ્યું....

" રુદ્ર ....! પ્રિયા એ કાવ્યના બાઈક પાછળ બેસવાની ના પાડી એમાં એવું તો તને શું લાગ્યું કે તે ચાર જ દિવસમાં કાવ્ય પોતાની ફિલીંગ્સ નો સ્વીકાર કરી લેશે એવું એલાન કર્યું ....." વિરેનને કાંઈ સમજ ન પડતા પૂછ્યું.

" વિરેન .....એ હું અત્યારે નહીં કહું .પણ તમે બધા જોઈ શકશો ,આ કાવ્ય ની બેચેની....એની તડપ .... પ્રિયા માટે એને તરસતો તમે તમારી નજરથી જ જોશો.... just wait and watch ....." આટલું બોલીને રુદ્ર હળવું હસ્યો અને કોઈકને કોલ કરવા મોબાઈલ જીન્સના ખિસ્સા માંથી કાઢ્યો.

" અરે રુદ્ર , અત્યારે તું કોને ફોન કરે છે !?"અભિષેકે પૂછ્યું.

" નંદિનીને......"

" નંદિનીને.....?"

" હા અભિષેક ...નંદિની ને .....! નંદિની પ્રિયા અને બીજી બધી જ ગર્લ્સથી એકદમ ક્લોઝ છે .તેને ફોન કરીને વાત કરવી પડશે જેથી એ પ્રિયા સાથે વાત કરીને પ્રિયાને થોડી હિંમત આપે. i think હજી સુધી પ્રિયા એ એના મમ્મી-ડેડીને આજની આ ઘટનાની વાત નહીં કરી હોય , અને એટલે એ મનમાં ને મનમાં જ મૂંઝાતી હશે."

" રુદ્ર તું કેવી રીતે બધાના દિલની લાગણીઓ ના મૂળ સુધી પહોંચી શકે છે ....!?"

કાવ્ય એ પૂછ્યું અને પછી આગળ બોલ્યો ...

"સારું થયું રુદ્ર કે તેં નંદિનીને ફોન કરવાનો વિચાર કર્યો....નંદિનીને ફોન કરીને બધું જણાવ અત્યારે પ્રિયાને કોઈકના સપોર્ટ ની ખૂબ જરૂર છે .એ ખૂબ જ ભાંગી પડી હતી રુદ્ર....!!!"

રુદ્ર એ નંદિની નો નંબર ડાયલ કર્યો.....

પોતાના રોજના નિત્યક્રમ પ્રમાણે રાત્રે જમ્યા પછી ધનંજય , સુભદ્રા અને નંદિની ત્રણેય બહાર ગાર્ડનમાં હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. એટલામાં નંદિનીના ફોનમાં રીંગટોન વાગી આટલી મોડી રાત્રે નંદિનીએ સ્ક્રીન ઉપર રુદ્ર નું નામ જોયું અને બોલી....

" આટલી મોડી રાત્રે રુદ્ર એ કેમ ફોન કર્યો હશે....!?"

ફ્રેન્ડસ તમને શું લાગે છે...... શું કાવ્ય પોતાની પ્રિયા તરફની ફીલિંગ્સ નો સ્વીકાર કરશે....? કે તે હજી સુધી એ માનવા જ તૈયાર નહીં થાય કે તેને પ્રિયા પ્રત્યે કોઈ જ ફીલિંગ્સ છે.... !!! કાલે કોલેજમાં રુદ્ર અને બધા બોયઝ ઝઘડો કરશે કે વાતને શાંતિથી હેન્ડલ કરશે....? રુદ્ર નો આટલી મોડી રાત્રે ફોન કરવા માટે નંદિની નું શું રીએક્શન હશે ......? જાણવા માટે વાંચો "રુદ્ર નંદિની "નો આગળનો ભાગ..... મિત્રો...! તમને મારી નવલકથાનું આ પ્રકરણ પસંદ આવ્યું હોય તો વધારે રેટિંગ આપી મારા ઉત્સાહમાં વધારો કરશો.

ક્રમશઃ.......***