ભાગ - 24
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
એકબાજુ વેદ અને રીયા,
જ્યારે બીજીબાજુ શ્યામ.
એ લોકોની ફોન પર વાત ચાલી રહી છે.
ચાલુ લગ્નમાં વેદને,
શ્યામના પપ્પાએ જણાવેલ વાતથી વેદની જે મુંઝવણ હતી, શ્યામે વેદના એ તમામ પ્રશ્નોનો જવાબ આપી દીધો છે.
વેદના મોઢેથી શ્યામને પુછાયેલ પ્રશ્ન અને એ પ્રશ્નનો શ્યામે આપેલ જવાબ જાણી,
રીયા પણ સરપ્રાઇઝ થઈ ગઈ છે.
કેમકે
રીયાને તો આ વાતની ખબર જ ન હતી.
અને આમ જોવા જઈએ તો, વાસ્તવિકતામાં આવું કંઈ હતુ પણ નહીં.
એટલે આ બાબતે આજ સુધી એ ત્રણમાંથી કોઈએ, સ્વપ્ને વિચારયુ પણ ન હોય.
અને
ખરેખર જોવા જઈએ તો શ્યામના મનમાં એવું કંઈ હતું જ નહીં.
આ તો માત્ર શ્યામના પિતાનો એક માત્ર વહેમ હતો.
એમાય પાછા..
શ્યામના પીતા ખોટા પણ ન હતા.
વેદના લગ્નને દિવસે થયુજ એવું હતુ કે,
ગમે તેને ચિંતા થઈ જાય, અને એજ કાલ્પનિક ચિંતામાં ના-છુટકે શ્યામના પપ્પાએ એ વાત વેદને કહી હતી.
બાકી અત્યાર સુધી આ બધી વાતોથી અજાણ.. હવે...
રીયા પણ શ્યામને લઈને ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે.
રીયાની સામે અત્યારે શ્યામે, ફોન પર જે વાત કરી તે રીયાને ખૂબ જ ગમી ગઈ.
સાફ-સાફ શબ્દોમાં શ્યામે એના જીવનની બધીજ જાણી-અજાણી વાત જણાવી દીધી હતી, અત્યારની શ્યામની વાત સાંભળી
રીયા અને સાથે-સાથે વેદને પણ...
આજ સુધી અને આજે પણ શ્યામને અમારા માટે
મતલબ
વેદ અને રીયા માટે, એના દિલમાં કેટલી જગ્યા છે, અને શ્યામે અમારાં માટે કેટલું કર્યું છે, અને આગળ અમારાં માટે શ્યામ શું કરી શકે છે, તે જાણી રીયાનો એક મિત્ર તરીકે નો, એક સ્વજન તરીકે નો, એક વ્યક્તિ તરીકેનો પ્રેમ... શ્યામને લઈને ખૂબ જ વધી જાય છે.
શ્યામ માટે રીયા અને વેદના દિલમાં પણ એક વિશેષ જગ્યા અને માન આજે ઉભુ થઈ જાય છે.
રીયા અને વેદના મનમાં અત્યારે શ્યામ માટે એક જેવીજ ભાવના જાગી રહી છે, કે
ભગવાન શ્યામનું જીવન પણ બધી પ્રકારની ખુશીઓથી ભરી દે.
અમારા કરતા પણ સારી રીતે ભરી દે.
હવે આગળ...
શ્યામ : વેદ, રીયા ગુડનાઈટ
મારા ઓપરશનનો સમય થઈ ગયો છે, તો હવે આપણી આનાથી વધારે આગળ વાત થઈ શકશે નહીં.
હું ફોન મુકું છું.
વેદ અને રીયા, થોડીવાર માટે શ્યામની વાતનો જવાબ આપી શકતા નથી.
થોડીવાર પછી, દર્દ અને આંસુ સાથે વેદ
વેદ : શ્યામ તે તો અમને ગુડનાઇટ કહી દીધુ, પણ અમે તને ગુડ નાઈટ પણ કહી શકતા નથી યાર.
કેમકે
આજની રાત તારા માટે કસોટીની રાત છે.
અમને ખબર છે કે, તારા જીવનની આજની રાત સૂવા માટે નથી.
પરંતુ
અમે બંને પણ આજની આખી રાત, તારૂ ઓપરેશન સફળ થાય તે માટે ઉપરવાળાને પ્રાર્થના કરીશું, અને...
વેદ આગળ બોલી નહીં શકતા...
રીયા : અને તું જોજે શ્યામ, બધું જ બરાબર થઈ જશે.
તું જરાય ચિંતા ના કરતો, તુ થોડા દિવસોમાં જ સાજો થઈ જઈશ, અને પછી...
એ જ પહેલાની જેમ, અરે પહેલાં કરતાં પણ સારી રીતે આપણે સાથે હોઈશું, સાથે મળીશું.
પણ શ્યામ અત્યારે મને એ સમજાતું નથી કે...
તારા વિશે અત્યારે જે વાતો મે જાણી, મને એ સમજાતું નથી કે... અત્યારે
હું તને વઢુ, કે થેન્ક્યુ કહું ?
અત્યારે હું અહી રહું કે, ત્યાં તારા ઓપરેશન થિયેટરની બહાર ઊભી રહુ ?
શ્યામ : જુઓ, અત્યારે તમારા બંનેમાંથી કોઈ ક્યાંય જઈ નહીં શકો.
ઘરનાં બધા લોકો હજારો સવાલ કરશે.
હા કાલે સવારે, તમે ક્યાંક મંદિર દર્શન કરવાને બહાને મને મળવા આવી જજો.
હું તમારી રાહ જોઈશ.
ઓકે, ગુડનાઈટ અગેઇન.
આટલુ કહી, શ્યામ ફોન મુકી દે છે.
વધું ભાગ - 25 મા