પૈસા તો જોઈશે જ.
લેખક - મોદી મિત
નમસ્તે મિત્રો
આપણા જીવન માં પૈસા મહત્વ તો તમને ખબર જ હસે પૈસા થી જ બધું અત્યારે મળે છે . આપણે જન્મીએ ત્યાર થી લઈને મરીએ ત્યાં સુધી પૈસો આપડો પીછો ની છોડતો . પૈસા થીજ તમે તમારા સપના અને સોખ પૂરા કરી શકો છો .
તેથી આ નોવેલ પૈસા માટે ની છે .
ભાગ ૧
પાત્રો
મોહિત - મુખ્ય પાત્ર
રોશન - મોહિત નો મિત્ર
ઝીલ - મોહિત અને રોશન ની મિત્ર ( મોહિત અને રોશન તેને એક તરફા પ્રેમ કરતા હતા )
રોહિણી - ઝીલ ની મમ્મી
બીનીતા - મોહિત , ઝીલ અને રોશન ની મિત્ર
મહેશ ભાઈ - મોહિત ના પિતા
વિશાલ - મોહિત નો ખાસ મિત્ર અને ઝીલ ની ભાઈ
મહેશ ભાઈ - " મોહિત ચલ હવે ભણવા બેસ ક્યારનો ટીવી જોવે છે . હવે તું આઠમા માં આવ્યો છે અને આઠમું દસમા નો પાયો હોય છે."
મોહિત - " હા પપ્પા બસ આટલું તારખ મહેતા જોઈ ને બેસું જ છું . "
મહેશ ભાઈ - " જોતું આજ ભણવા નાઈ બેસેને તો તને નીચે રમવા નાઈ જવદઉં ."
મોહિત મન માં - " મને નીચે નાઈ જવાદે તો હું ઝીલ ને કેવી રીતે મળીશ ? એના કરતા હું અત્યારે ભણી લઉં પછી નીચે ઝીલ ની જોડે રમવા જોઉ."
એમ વિચારી ને મોહિત ભણવા બેસી ગયો.
મહેશ ભાઈ - " અરે વાહ! એક વાર કીધું તને અને તું બેસી ગયો . તું ક્યાર થી આવો ડાયો ડમરો બની ગયો ? હે!"
એક કલાક પછી
મોહિત - " લો પપ્પા મારું ભણવાનુ પાતી ગયું હવે હું નીચે જાઉં છુ રમવા ."
મહેશ ભાઈ - " નવ વાગ્યા છે સાઢા દસ સુધી મા ઉપર આઇ જજે નાઈ તો આખી રાત પેલા રોશન ની જોડે આખી રાત ઘર ની બહાર રેજે હોને ?."
મોહિત - " હા હા ભાઈ આઇ જઈશ વેલા હવે જાઉં ? "
મહેશ ભાઈ - " હો જા હવે ."
મોહિત - " રોશન તું બિનીતા ને બોલાય હું ઝીલ ને બોલાવી આવું ."
રોશન - " ના હું જાઉં છું ઝીલ ને બોલવા જા તું બિનીતા બોલાવી ને આય ."
મોહિત - " તારા બોલવા થી ઝીલ નાઈ આવે હું જઈ ને બોલાવીશ ને તો પેહલા આવશે ."
રોશન (ગુસ્સા માં ) -" એવું કંઈ નથી અને એવું હોય તો આપણે બંને જઈ ને જોઈએ કોનું પેલા સાંભળે છે."
મોહિત - " ચલ"
રોશન - " હું પેહલા બૂમ પાડીશ."
મોહિત - " સારું પણ એક જ બૂમ પાડવા ની ."
રોશન - " ઝીલ....! "
પણ કંઈ ઝીલે કઈ જવાબ ન આપ્યો પછી મોહિતે પાડી બૂમ.
મોહિત - " ઝીલ.........! "
ત્યારે ઝીલ નો જવાબ આયો .
ઝીલ.- " એ! પાચ મિનિટ માં આઇ મોહિત . "
મોહિત (ખુશ થઈને મોટા આવજે ) - " જોયું જોયું !! "
રોશન ( ગુસ્સા માં ) - " તે હવે જોર થી બૂમ પડી એટલે એને તારું સાંભળ્યું ."
એટલાં માં બીનિતાં આઇ .
બિનીતા - " આજે શું રમવું છે ? પત્તા કે ફૂલ રેકેટ ?
રોશન - " પત્તા "
મોહિત - " ઝીલ ને આવાદે એને પૂછી એ. "
ઝીલે આવી ને મોહિત ના ગાલ પર હાથ ફેરવીને ચૂંટલો ભર્યો અને કહ્યું
ઝીલ - " આજ તું બેઉ ક્યૂટ લાગે છે મને .! "
બિનીતા ( હસતા હસતા ) - " તો એની જોડે અત્યારે લગન કરીનાખ ."
ત્યારે રોશન જીવતોજ સળગવા લાગ્યો . અને મોટેથી બોલ્યો.
રોશન - " શું રમવું છે ? ! "
ઝીલ - " ફૂલ રેકેટ ! . "
બિનીતાં - " પહેલા હું અને ઝીલ રમીએ છીએ જે હારસે એના પછી મોહિત નો દાવ . હોને !"
રોશન - " ના હાર્યા પછી મારો દાવ ! "
ઝીલ - " સારું તું લેજે દાવ ."
રમતા રમતા એ લોકો વાતો કરતા હતા . એટલા માં બીનિતા હારી ગઈ ને રોશન નો દાવ આયો.
રોશન - " લાવ જલ્દી મારે રમવું છે . "
રોશન અને ઝીલ ની રમત લાંબી ચાલી એટલે બિનિતા બોલી
બિનીતા - " બે તમારી બંને ની જોડી બઉ ચાલી યાર .! "
મોહિત ( ગુસ્સા માં ) - " મારો વારો ક્યારે આવશે યાર...! "
એટલામાં જ ઝીલ હારી ગઈ તેના થી મોહિત વધારે ગુસ્સે થયો .
રોશન - " બસ તારો વારો આયો ! "
ઝીલ - " લે મોહિત તારા લીધે હું હારી ગઇ બસ .."
મોહિત - " થેક્યું યાર .. !"
ઝીલ - " તારા માટે કંઈ પણ . "
આ વાક્ય સાંભળી ને રોશન ને બઉ ગુસ્સો આયો .અને બોલ્યો
રોશન - " હા હા હા ! "
બિનિતા - " તને શું થયું કેમ હાહાહા બોલવા લાગ્યો.? "
રોશન - " કંઈ નાઈ તું ચલ ને રમવા . "
ઝીલ રોશન થી વધારે મોહિત ને પસંદ કરતી હતી . અને એ વાત થી રોશનને મોહિત પર બઉ ગુસ્સો આવતો તેના મન માં આ વાત ની બેચેની અનુભવો હતો .
થોડી વાર પછી રોશન હારી ગયો અને બિનિતા નો વારો આયો એટલાં માં ઝીલ બોલી
ઝીલ - " બે ચાલો ને હવે પત્તા રમીએ ! ."
મોહિત અને રોશન એક સાથે - " હા... ચાલો ! "
બિનિતા - " શું રમવું છે ? મંગુસ કે ગ્ધાચોર ? "
ઝીલ - " ગ્ધચોર રમીએ જોઈએ આજ ગધેડો કોણ બને છે. ! "
રોશન - " જોવાનુ શું એતો મોહિત છે જ ! "
બિનિતા અને ઝીલ મોટે હસવા લાગ્યા તે જોઈને મોહિત ખુબ ગસ્સે થયો અને બોલ્યો .
મોહિત - " જોઈએ આજ ગધેડો કોણ બને છે .! "
આ લોકો માં એવો નિયમ હતો કે જે ગધેડો બને એને ટપલી ઓ મારવાની પરંતુ મોહિત અને રોશન ઝીલ ને મારતા ન હતા .
અને આ ફેરી પણ ઝીલ ગધેડો બની . અને બોલી
ઝીલ - " લો ટપલી મારો પણ ધીમે થી મારજો .. !"
મોહિત - " મારે તને નાઈ મારવું આ રોશન મારવા ની રાહ જોતો હોય છે ..!"
રોશન - " ના હો હું પણ તને નાઈ મારું ! "
એટલામાં રોહિણી બેન આઇ ને ઝીલ ને બૂમ પાડી.
રોહિણી બેન - " ચલ ઝીલું હાલ ઘરે હવે બઉ રાત થઈ ગઇ છે. "
ઝીલ - " હા મમ્મી આવું . ચાલો હું જાઉં છુ યાર .! કાલ રાતે મળીશું ."
બીજા દિવસે રોશન અને મોહિત ક્રિકેટ રમતા હતા . ત્યારે એ રોશન બોલ્યો .
રોશન - " ચલ જલ્દી બોલ નાખ ઝીલ ના ભાઈ .!"
મોહિત ( ગુસ્સામાં ) - " આજ પછી જો તે મને ઝીલ નો ભાઈ બોલ્યો ને તો બઉ મારીસ તને . "
રોશન - " હું તો બોલીશ જ .! "
મોહિત - " બોલી ને તો બતાય! ! "
રોશન - " મોહિત ઝીલ નો ભાઈ છે ! "
રોશન આવું મોટે મોટે થી બોલવા લાગ્યો તેથી મોહિતે ગુસ્સા માં રોશન ને ધકો માર્યો તે થી રોશન પડી ગયો અને રોશને મોહિત નું ગળું પકડી ને તેને ભિતે પછાડ્યો અને બને વચ્ચે મારા મ મારી ચાલુ થઈ તેના થી મોહિત ને હાથ માં ચિરો પડ્યો અને રોશન નો પગ મચકોડ ખાઈ ગયો
હવે એ બને એક બીજા ને બોલાવતા ન હતા .
હવે રાત નો સમય આયો ને ઝીલ ને નથી ખબર કે આ બને ની વચ્ચે જગડો થયો તો . !
શું થાય છે એ આના પછી ના ભાગ એટલે
ભાગ - ૨ માં જોઈએ . ....