એકાતાં ની ઓળખ અને અનભવ માનવીને ક્યાંકને કયાકાં થયો જ હોય છે. કોઈ માતાપિતા વગર એકલ હોય છે તો કોઈ પરિવાર વગર એકલ હોય છે, કોઈક મિત્રો વગર એકર્લતા અનભવતુ હોય છે તો કોઈ જીવનસાથી વિહોણુ હોય છે. એકર્લતા એ જીવનનો એક પડાવ છે,જેમા થી આપણે ક્યારેક, કોઈક સંજોગો દ્વારા પસાર થયા હોઈશું અથવા પસાર થતા હોઈશું.
એકલતાના પણ કેવા કેવા પ્રકારો હોય છે. કયારેક એકાંત ગળચટ્ટુ કે મીઠૂં લાગે છે તો ક્યારેક કડવાટ સમાન હોય છે.
ક્યારેક શમણાઓના સ્મરણોથી ભરેલું તો ક્યારેક આંસઓની ખારાશથી સભર બની જાય છે. ક્યારેક પોતાની જ જાત સાથે વાતો કરવાનો ઉત્તમ અવસર બને છે તો ક્યારેક ખુદ આપણે જ તેમાથી છૂટવા માટે તરફડીએ છીએ.એકલતાને આપણે એક જ દ્રષ્ટિકોણ થી જોઈએ છીએ.
તેમા આપણે પીડા, મુંઝારો, વિહવળતા, વિવશતા, મશ્કેલી કે નિરાશાની જ કલ્પના કરીયે છીએ. એકલતામાં કોઈ પિડાતું પણ હશે અને કોઈક પિસાતું પણ હશે, કોઈક એકલતા સાથે સમાધાનકારી રીતે જીવાત હશે તો કોઈ એકલતાને માણતું પણ હશે.
આવાજ વિચારો મને એકલતાના વમળમા ખેંચાતી જતા હતાાં. એવા તો ઘણા લોકો મારી આસપાસ છે જ, જે મારી સાથે વાત કરે છે, હળવાશના સમયે હસે છે, તકલીફમા
મદદ કરે છે. મિત્રો છે, સ્નેહીઓ છે સગાં છે, મશ્કેલીમા સાથે ઊભા રહવેા જીવનસાથી પણ સાથે જ હોય છે.આખો સસાંર પોતાની આસપાસ હોવા છતા પણ આપણે કયાકને કયાક એકલતા અનુભવતા હોઈએ છીએ. ખરા અર્થમાં એકલતાની વ્યાખ્યા શ હોય છે ? માનવીનું એકલા હોવું એ શું હોય છે ? શું કુટુંબમા એકલા હોવું એ ? સબાંધમા એકલા હોવું એ? જીવનમા એકલા હોવું એ? ઘરમા એકલા હોવું એ કે પછી લોકોની નજરમા એકલા હોવું એ ? ના, કોઈ ખાસ વ્યક્તિ વગર, કુટુંબ વગર કે સબાંધીઓ વગર એકલા રેહવું કે એકલા પડવું તે એકલતા નથી અથવા અમુક પરિસ્થિતિ કે સંજોગોમા કોઈ આપણો સાથ છોડી દે એ પણ એકલતા નથી જ.
ફકત કોઈનો સાથ એ એકલતા ક્યારેય દૂર નથી કરી શકતો. ફકત સાથ કે સહવાસ એ જીવનના એકાતાંને મારી નથી શકતો. ઘણીવાર એવ બને છે વ્યક્ત સાથે આખો પરિવાર હોય છે, મિત્રો, સબંઘીઓ, શુંભચિંતકો, બધા જ હોય છે, ઘર એક લીલી વાડી સમાન હોય છે છતા પણ હૃદય એકાતાં ની આગોશમા ધરબાયેલું હોય છે.
ખરેખર મનુષ્ય એકલતાના વમણમા ત્યારે અટવાય છે જયારે કોઈ તેની પાસે તો હોય પણ તેને સમજી ના શકે, તેને આંખોના આંસું તો દેખાતા હોય પણ તેની વેદનાથી વંચીત હોય, શબ્દો થી વ્યક્ત તમારી સાથે હોય પણ મન વેગળાં હોય,આપણાં વ્યવહારો સાથે વ્યક્ત સહમત હોય પરંતુ આપણા વિચારો તેમને વ્યર્થ લાગતા હોય, પોતાના કહેવાય એવા ઘણા હોય પણ ફકત શરીર અને સગપણથી જ પોતાના હોય ત્યાં વ્યક્તિ બધા સાથે હોવા છતા એકલતાનો અનુભવ કરે છે. જગતની એજ વિષમતા છે કે જયારે કોઈ તમારા એહસાસને ના સમજે, તમારા સ્પંદનોને ના સ્પર્શે. તમારા શબ્દો થી વધારે તમારા અવાજના રણકારને ના સમજે તયારે એ એકાંત માનવીને જીવર્લેણ લાગે છે. જયારે કોઈ હૃદયથી છેહ આપે ત્યારે એ શળૂ વેધક બની જાય છે. આ સ્થિતિ માણસને ભરેલી મિજલસ ( પાર્ટી, મેહફીલ ) માં પણ એકલા પાડીદે છે.
જયા સબંધો સગવરડયા બને છે અને સગપણ સ્વાર્થના રચાય છે ત્યાં માનવી એકલો જ પડે છે. જો સંબંધો સાચા અર્થે સાચવશે તો વ્યક્તત પણ સચવાઈ જશે.
માનવી એ ઈશ્વરનુ ઉત્તમો ઉત્તમ સર્જન છે. ઈશ્વરે આપણને અદ્દભત રીતે બનાવ્યા છે તેના માટે બનાવ્યા છે અને આપણે નિરાશાઓ, ચિંતાઓ એકલતા ઉચાટમા વેડફાઈ ગયા છીએ. જે ઈશ્વરનો છે તેના જીવનમા ક્યારેય એકલતા કે એકાંત હોતું નથી કેમકે પ્રભ સદા તેની સાથે રહે છે.વિશ્વાસ વગરનો માનવી કયારેય જીવી નથી શકતો ક બીજાને ઉત્સાહી નથી કરી શકતો.
બસ નિરાશાઓ છોડો ને આગળ વધો.
બસ તમે વિશ્વાસનુ એક ડગ ભરો બાકીના નવ્વાણું એ ભરવા તૈયાર જ છે.