ઉભડક પગે બેસી પાંચ આંગળીઓના ટેકે ચાની રકાબી ઠેરવી એક હાથે કપથી રકાબીમાં ચા કાઢતા રામજીકાકાએ ચાનો સબડકો બોલાવતા ચા પૂરી કરીને ઉભા થઈ ખીટી એથી સાયકલની ચાવી લીધી."જીવી!!!...હુ બજાર જાવ છુ, લાવવાનું છે કાઈ?" પુછતા બાર નીકળ્યા.
ચોકડીમાં બેસી સાડલાની પાટલી એક બાજુથી ઉચીીં ભરાવેલી, માથે ઉંમર સાથે પતલા થઈ ગયેલાને થોડા થોડા ધોળા દેખાતા વાળમાાં ઈલાસટીક ખેંચાઈને પહોળુ થઈ ગયેલું રબરની અંબોડી વાળતા બોલતાં બોલતાં રામજીકાકા પાછળ આવીને લીસ્ટ બોલવા લાગ્યા જીવીકાકી,
"બટેટા, ટમેટા,કાંટા, ચણાનો લોટ આટલું લેતા આવજો."
ને પાછા જલદી આવજો કયાય ચોવટે બેહી નઈ 'રેતા
જરા એના સ્વભાવનો પરીચય કરવાતા છણકાથી બોલ્યા.
"એ....હો.....!!!ટોકયા વગર જવા નહીં દે'તું, સ્વભાવ નઈ સુધેરે તારો," રામજીકાકા મનનો બળાપો કાઢતા સાઈકલ
બજાર તરફ હંકારી. ને જીવીકાકી એના કામે વળગ્યા.----
----------------------------------------------
શાક માર્કેટથી થોડે આગળ ચોકમાં ખુબ ટ્રાફીક વાહનોની અવર જવર ,મંજુ શાક લઈ ઘરે જવા બસની વાટ જોતી ઉભી રહી.(મંજુ જીવીકાકીની ભત્રીજાવહુ)બસને થોડી વાર હતી.એને જીવીકાકીની ફોન કરી કરી વાત કરી "કેમછો ફઈ?મજામા? શાક લેવા બજારે આવીતી બસની વાટ જોતી ઉભીતી તો થયું તમારી સાથે વાત કરી લઉ,હમણા વાત નો'તી થઈ એટલે"
"હા સારું હો બેટા બધાં મજામા તારા ફુવા શાક લેવા જ ગયા હમણા, મારા થી હવે થેલા ઉંચકી નહીં હલાતુું. "
આટલી વાત થઈ ત્યા રોડની સામેની બાજુ કઈ ધડામ આવાજ આવ્યો,કોઈ વાહન ભટકાયુ હોય એવું લાગ્યુને
બધાં માણસો દોટ મુકી ઈબાજુ ટોળું વળી ગ્યા.અને અવાજ આવા લાગયા "108બોલાવો, માણસ મરી ગયો લાગે છે, તો કોઈ કે ના ના જીવેછે હજી નસ હાલે છે, પણ કોણે છે ?
બધા એક બીજા ને સવાલ કરે.
મંજુ એ બધું સાંભળ્યું એને વીચાર આવીયો કઈ ફુવા તો નહી હોયને?લાવને જોવતો ખરી,મંજુ રોડ ક્રોસ કરી માણસોના ટોળા ને ધકકા મારતી વચ્ચે પોહચી એક માણસ સાઈકલ અને બાઈક ભટકાઈ પડયા તા,ને સાઈકલ વાળા માણસને માથે વાગયુ તુ ઈ ઉંધો પડયો તો
લોહી બહુ નીકળી રહયું હતું. એ જોઈ મંજુ મુજાઈ ગઈ એણે એ માણસ પડખે જઈ થોડુ મોઢું ઉંચુ કરી જોયુ. ને
એણે બરાડા ચાલું કર્યા, "એ....ફુવા.!!!!!આ શું થયુ? આજુ બાજુ ઉભેલા બધાને કરગવા લાગી મારા ફુવા છે એને દવાખાને લઈ જવા મદદ કરો!!!...."
એક ભાઈ ફોન કાઢી એમબયુલંસને બોલાવી, અને ફુવાને દવાખાનામાં લઈ જવામા આવીયા, મંજુ પણ સાથે એમબયુલંસ માં બેઠી અને ત્યાંથીજ એના વરને ફોન કર્યો,"હલ્લો.... રઘા ફુવાને એક્સીડન્ટ થયું છે અને હું 108માં લઈને મોટા દવાખાને જાવ છું"મંજુ એકદમ હેબતાઈ ગયેલા અવાજ સાથે બોલી રહી હતી, અને તમે બાબુને પણ દવાખાનામાં બોલાવી લેજો ....પણ હા જોજો હમણા ફઈને નો કેહતા નહીતો એને સંભાળવા
મુસીબત થાશે,ડોક્ટર તપાસીલે પછી બધુ જાણી પછી કેશુ ફઈને..."સારુ ઠીક છે તું હવે ફોન મુક તો હુ જલ્દી આવુ ત્યા.રઘા એ કહ્યુ અને મારતી ગાડીએ દવાખાને પહોચ્યો.
સ્ટ્રેચરમાં ફુવાને સુવાડેલા અને લોહીથી લથબથ મોઢું રઘલો પણ મુંજાણો એણે નાડ તપાસી એનો જીવ હેઠો બેઠો જીવે તો છે.ત્યા બાબુ (રામજીકાકા નો દીકરો)આવીગયો એણે તો બાપાની આ હાલત જોઈ રઘાના ખભે પોક જ મુકી "આ શુ થઈ ગયુ બાપા ને......?
રઘો એ બાબુને પીઠે હાથ ફેરવતા સાંત્વના આપી "ચીંતા નહી કરો બાબુ આપડે જરૂર પડશે તો અમદાવાદ લઈ જાશુ પણ ફુવાને કઈ નહીં થવા દઈ એ..."બાબુ રોતો રોતો
બાકડે બેઠો, રામજીકાકાને ડોક્ટર ઓપરેશન થિયેટરમાં લઈ ગયા,
રામજીકાકાના એકસીડન્ટ સમાચાર વાયુ વેગે દવાખાનેથી નીકળી, એના દુકાનવાળી ગલીએ પહોચ્યા, એ ગલીમા જ કેટલાંય એના સગાવાલા ધીરે ધીરે બધે સમાચાર પોચી ગયાં.અને બધા એક પછી એક એમ લગભગ 70/80માણસ ભેગા થઈ ગયા દવાખાનામાં. કાકા સીરીઅસ છે,કાકા ઓકસીજન પર છે,માથું ફાટી ગયું છે, જાત જાતના ગણગણાટ અંદર અંદર થાવા લાગ્યા.
અહીં જીવીકાકી કાકાની વાટ જોઈ થાકયા મનમાં ગણ ગણ કરતા થેલી હાથમાં લીધી, "એ....કયાય ચોવટ જમાવી બેહીગયા હશે, ઘરે આવાની ભાન નો પડે..."
સાડલાનો છેડો સરખો કરતા કરતા બડબડ કરતા એની ધુનમાં શાક લેવા નીકળ્યા,
રામજીકાકાની બાજુ વાળા ઘનાભાઈ એ જોયુ, એટલે એણે જીવીકાકીને પુછયું "લે...!!કેમ ભાભી તમે અહીં આટા મારો દવાખાને નહીં ગયા..?"
જીવીકાકી વીચારમા પડયા આ શુ પુછે છે?એટલે એણે સામો સવાલ કર્યો, "કેમ મને શું થયું તે દવખાને જાવ...?"
"અરે...!! ભાભી તમને નહીં રામજીભાઈનુ એકસીડન્ટ થયું છે તમને નથી ખબર...?"
આ સાંભળતા તો જીવીકાકીના હોશ કોશ ઉડી ગયાં અને રીક્ષા કરી સિધ્ધા દવાખાનામાં પોહચીીં ગયા. અને રોકકળ
ચાલુ કરી દીધી, બધા એને સાંત્વના આપવા લાગ્યા, ડોક્ટર બાર આવીયાની સમાચાર આપ્યા કેસ બહુ સીરીયસ છે,આમારાથી બનતી મહેનત કરી છે પણ હવે અમદાવાદ લઈ જવા પડશે.
રધો અને બાબુને એના કાકા બાપાને થોડા બાબુના ભાઈ બંધ બાધા ભેગા થઈ સલાહ મશવરા કરી એમબયુલંસ નુ નકકી કર્યુ, એમબયુલંસ આવી, રામજીકાકાને સ્ટ્રેચર માનાખી એમબયુલંસ માં ગોઠવતા હતા, ત્યા સામેથી કોઈ
જાણીતું આવતુ દેખાયુ એ મણસે આવીને બાબુ પાસે ઉભો રહયો અને "શુ છે આ બધું.....!!? પુછવા લાગયો,
બધાની નજર એ માણસ પર પડતા આંખો ફાટી રહી ગઈ.
બધા ઘડીક એ માણસને અને ઘડીક સ્ટ્રેચરમા સૂતેલા માણસ સામું જોવા લાગ્યા, એ.....!!!બીજું કોઈ નહીં પણ સાજા સારા રામજીકાકા હતા, કોઈ ને સમજાયું નહીં આ શું થયુ. રામજીકાકા એ ખૂલાસો કર્યો ઈ બજાર નુ કહીને નીકળ્યાતા પણ જીવી પર ગુસ્સો આવીયો એટલે બજાર ગયા જ નહીં અને મંદિરે જઈ ને બેઠાતા. ત્યા આપડી શેરી ની રસીલા મંદીરે આવી એણે કહયું કે તમે બધાં દવાખાને દોડયા છો એટલે હુ અહીં આવ્યો,
તો તમને કઈ નથી થયું તો આ કોણ છે..?જેને અમે બધા તમે સમજી દોડાદોડ અને કરતા હતા, પછી ખબર પડી એ રામજીકાકાના હમ શકલ કોઈ અજાણ્યા માણસ હતો. માથામાં વાગેલૂં અને લોહી માઢે આવી ગયેલુ અને આંખને મોઢું સુજાય ગયેલા એટલે ઓળખાયા નહીં અને કપડાને સાયકલ પરથી અનુમાન લાગવી બધા હાંફળા ફાંફળા થઈ દોડવા લાગ્યા હતા,
ચાર જણા થઈને ઉપાડેલુ સ્ટ્રેચર આ જોઈ હાથમાંથી પડી ગયુ,અને પેલો માણસ હોશમાં આવી ગયો પડવાના થડકારાથી, તમે બધા કોણ? મને અહીં કોણ લાવીયુ પુછવા લાગ્યો,બધા એક બીજા સામુ જોઈ નીચી મુંડી એ આઘા પાછા થવા લાગ્યા અને મનમાં ને મનમાં પોતાની મૂર્ખાઈ પર હસવાં લાગ્યા.દવાખાનાની બાર નીકળી બાર ટોળું વળી આપડી મૂર્ખાઈ આપડા મોઠે કોઈ ને ન કહેવી એવું નકકી કર્યુ,
અને છેલ્લે એ હસતાં હસતાં ધરે આવીયા.
🙏જય શ્રી કૃષ્ણ 🙏