ગત અંક મા આપણે જોયું કે પ્રદીપ ને અંજના જૂની યાદો વાગોળતા હોય છે એટલા માં રીમા ની ચીસ સંભળાય છે. રીમા ની ચીસ સાંભળી ને પ્રદીપ ને અંજના રીમા ની રૂમ તરફ દોડી જાય છે.
હવે આગળ ..........
*********************************************
પ્રદીપ ને અંજના રીમા ની ચીસ સાંભળી ને રીમા ની રૂમ તરફ દોડી જાય છે ને જુવે છે તો રીમા પલંગ પર થી નીચે પડી હોય છે આ દૃશ્ય જોઈ ને જ અંજના ખૂબ જ દ્રવી ઉઠે છે. રીમા ના ચહેરા પર ગંભીર અને ડર ના આવરણને જોય કંઇક અજુગતું બન્યું હશે એવો આભાસ સ્પષ્ટ પણે જણાતો હતો. પ્રદીપ રીમાના બેરંગ ચેહરાને જોઈ ને પૂછે છે કે "શું થયું બેટા તને? કેમ આમ પલંગ પર થી નીચે પડી ગઈ?. ને આટલી મોટે થી ચીસ કેમ પાડી તે બેટા?..
રીમા:- મમ્મી મને બહુ જ ખરાબ સપનું આવ્યું એટલે મેં મોટે થી ચીસ પાડી ને હું બેડ પર થી પડી ગઈ.મમ્મી મે સપનામાં જોયું કે કોઈ એ મારા hair cut કરી નાખ્યા.
આ સાંભળતા જ પ્રદીપ અને અંજના ના પગ તળિયે જમીન ખસી જાય છે. બંને એક બીજા સામે જોઈ ને હેરાન થઈ જાય છે. બંને નું હ્રદય એક ધબકારો ચૂકી જાય છે. કહેવાય છે ને બાળક એ ભગવાન નું જ સ્વરૂપ હોય છે. જાણે આવનારી મુસીબત નો આભાસ રીમા ને થઈ રહ્યો હોય એવું લાગતું હતું. અંજના તો રીમા ને ગળે વળગી ને રડી જ પડી. એનું આક્રંદ જોઈ ને રીમા પણ ગભરાય જાય છે. ને પૂછવા લાગે છે કે મમ્મી તું કેમ આટલું બધુ રડે છે? ડેડી શું થયું મમ્મી ને અચાનક આટલું બધું કેમ રડવા લાગી? મને તો ખાલી સપનું જ આવ્યું છે!
પ્રદીપ:- હા બેટા! તારી મમ્મી ને આજે બા યાદ આવી ગયા છે. અમે હમણાં બા ની જ વાતો કરતા હતા. એટલે એમને યાદ કરી ને રડી પડી..
રીમા:- ઓહ! બા! મમ્મી તું જ કેતી હતી ને કે બા ભગવાન પાસે બેસી ને આપણી રક્ષા કરે છે. તો પછી શું કામ આટલું રડે છે. બા ને ખબર પડશે કે તું આટલું રડતી હતી. તો બા મને વઢશે. એમ ને એવું લાગશે કે હું તોફાન મસ્તી કરતી હતી એટલે તું રડે છે.
આ સાંભળતા જ અંજના હીબકા ભરતી રીમા ની રૂમ માંથી બહાર નીકળી જાય છે. પ્રદીપ પણ રીમા ને સૂવાનું કહી ને અંજના ને શાંત કરવા રૂમમાં થી નીકળી જાય છે. ને અંજનાને કહે છે કે અંજના પ્લીઝ તું હિંમત રાખ આ તો હજી આપણી કસોટી ની શરૂવાત છે. તું આમ ભાંગી પાડીશ તો હું એકલો આ સફર કેમ પાર કરીશ? હું સમજુ છું કે એક માં ની મમતા તને કમજોર બનાવી દે છે. પરંતુ આપણે રીમા ને જિંદગી ની આ લડાઇ માં વિજેતા સાબિત કરવાની છે. ને એના માટે આપણે હૈયુ કઠણ રાખવું જ પડશે..
અંજના:- તમે મને કહો છો પ્રદીપ પણ શું હું નથી જાણતી તમારા મન ની વેદના. ઉપર થી મજબૂત હોવાનો દેખાવ કરો છો પરંતુ શું હું નથી જાણતી કે તમારું હૃદય કેટલું ધ્રુજી ઉઠ્યું છે. પ્રદીપ તમારા મન નો ડર મારા થી વધુ સારી રીતે કોણ પારખી શકે.
પ્રદીપ:- હા તારી વાત સાચી પણ તું જ કે અંજના કે હું શું કરું આમ હાર માની ને રડવા થી કાંઈ નથી થવાનું અત્યારે આપણી પાસે પરિસ્થિતિ નો સામનો કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. ને આપણે જ હિંમત હારી જશું તો રીમા નું શું થશે? આપણે અત્યારે વૈષ્ણોદેવી માતાજી ને આપણી દીકરી ની જિંદગી માટે પ્રાર્થના કરવા સિવાય કોઈ રસ્તો જ નથી..
અંજના:- હા પ્રદીપ તમે સાચું કહો છો મને મારી વૈષ્ણોદેવી માં પર પૂર્ણ શ્રધ્ધા છે. એ મારી રીમા ને કાંઈ જ નહિ થવા દે..
એટલા માં જ ડૉ સંજય શાહ નો ફોન આવે છે. ને બંને એક બીજા ની સામે પ્રશ્નાર્થ ચિન્હ એ જુએ છે..
પ્રદીપ સ્વસ્થ થઈ ને ફોન ઉપાડી ને વાત કરે છે..સામેથી ડો સંજય કહે છે કે પ્રદીપ આપણા માટે એક ખુશ ખબર છે. રીમા ને કેન્સર ની હજી શરૂવાત છે ત્યાં જ ખબર પડી ગઈ હોવાથી રીમા ની જાન ને ઓછો ખતરો છે. ને કહે છે કે આપણે હવે રીમા ની ટ્રીટમેન્ટ જલદી થી શરૂ કરી દેવી પડશે. રીમા ને કેન્સર ની શરૂવાત જ હોવાથી રીમા ને 4 વખત કીમો થેરેપી આપવી પડશે. આ દરમિયાન રીમા ને કદાચ લોહી ની ઉલ્ટીઓ પણ થાય. કિમો થેરેપી થી લોહી માં રહેલા કેન્સર ના કીટાણુ નષ્ટ થઈ જાય છે. હું કાલે જ એક નર્સ ને તમારા ઘરે મોકલી આપીશ જેથી આપણે જલ્દી થી ટ્રીટમેન્ટ ચાલુ કરાવી શકીએ..
પ્રદીપ આ બધું સાંભળી ને એક દમ અવાચક થઈ જાય છે. ડૉ સંજય ની વાત સાંભળી ને પ્રદીપ ને એક નવી આશાનું કિરણ નજર આવે છે. અત્યાર સુધી મન માં વિચારી રહેલ અકલ્પનીય વિચારોને એક નવી રાહ ડૉ.સંજય ના શબ્દો એ બક્ષી. સૂકા રણ માં જાણે પાણીનું સરોવર મળે એમજ પ્રદીપ ના સતત વિચારોથી ખોર્વાયેલા ચેહરા પર એક નવી ચમક આવે છે. ડૉ. સંજય ના શબ્દોની ખુશીમાં જ પ્રદીપની આંખ માંથી આંસુ ની ગંગા જમના ની ધારા વહેવા લાગે છે.પ્રદીપ અંજના ને ભેટી ને રડી પડે છે ને ડો સંજય એ કહેલી વાત અંજના ને કહી સંભળાવે છે. એ રાતે અંજના ને પ્રદીપ આખી રાત રીમા ની પાસે બેસી ને રીમા ને મીઠી નીંદર લેતા નિહાળતા રહ્યા.આવનારી સવાર પોતાની દીકરી માટે ચેલેન્જ સમાન હતી.ઉગતા સુરજની સાથે જાણે એક યુધ્ધ નો પ્રારંભ થવાનો હોય.જિંદગી ની એક નવી જ સવાર આલિંગન આપવા રાહ જોઈ રહી હોય એમ જાણે એ રાત ની એક એક શણ વિતાવી ખૂબ જ અઘરી હતી..
ક્રમશ....
મારી વાર્તા વાચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏 મારા લખવામાં જો કોઈ ઉણપ રહી ગઈ હોય તો જણાવવા વિનંતી. તમારા કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં...