Relationship (Part 9) in Gujarati Fiction Stories by Parul books and stories PDF | સંબંધ (Part 9)

The Author
Featured Books
Categories
Share

સંબંધ (Part 9)

કવિતાએ મનપસંદ કલા હસ્તગત કરીને પોતાની જાતને સંભાળી લીધી હતી. ઉદાસ ચહેરા પર પ્રસન્નતા આવી ગઈ હતી. શરીર અને મન બંને સ્વસ્થ રહેતાં હતાં. જિંદગી પહેલાં કરતાં વધારે સારી લાગવા માડી હતી. એક સવારે ચા પીતાં પીતાં આકાશ બોલ્યો,

"કવિતા , રોજ સવારે તું આ ભજન વગાડે છે. એ ઘણું સારું કરે છે. ચિત્ત થોડુંક આધ્યાત્મ રહે છે, તો મન એકદમ હળવું બની જાય છે."

"મને પણ રોજ સવારે ભજન સાંભળીને ખૂબ જ સારું લાગે છે. અજબ પ્રકારની માનસિક શાંતિ મળે છે."

"કેટલાં વાગ્યા છે?"

"સાડા આઠ."

"હું નીકળું છું હવે, નવ વાગ્યે મારી એક ક્લાયન્ટ સાથે મીટીંગ છે. બપોરે ઘરે જમવા માટે નહિ આવું. સીધો સાંજે જ મળીશ."

"હા, ઠીક છે."

આકાશનાં ગયાં પછી કવિતા પોતાનાં રૂટિન કામ કરવા માંડે છે. અચાનક એને મોટેથી બોલવાનો કોઈનો અવાજ સંભળાય છે. કવિતા જઈને જુએ છે.

"તું મારાં વિશે આવું બોલી જ શકે કઈ રીતે?" વર્ષા વનિતાને રોષે ભરાઈને પૂછી રહી હતી."

"હું તો એ જ બોલી છું જે વાત તેં મને જણાવી છે. એમાં મેં કંઈ ખોટું નથી કર્યું, સમજીને."

"મેં તને પોતાની સમજીને બધી વાત કરી ને તેં એને એક મજાક બનાવીને રાખી દીધી."

"તું બધું ઉંધું જ સમજી રહી છે. મારાં મોઢાંમાંથી નીકળી ગયું તો નીકળી ગયું. એમાં આટલો મોટો હંગામો નહિ કર."

વનિતાનાં મોઢાંમાંથી નીકળેલાં કટુ વચનો વર્ષા વધુ સમય સુધી સાંભળી ન શકી. વનિતા સાથે વધારે મગજમારી કરવી તેને યોગ્ય ન લાગી. તે પોતાનાં ઘરમાં અંદર જતી રહી.

કવિતાને પણ વચ્ચે બોલવું યોગ્ય ન લાગતાં એ લોકોની વાત કાને ન ધરી પોતાનાં કામ કરવા લાગી.

વનિતા થોડીવાર સુધી ગમેતેમ બોલ્યે જ રાખતી હતી. મનમાં હતી એ બધી જ ભડાશ નીકળી ગઈ. એ દિવસ પછી વર્ષા અને વનિતાનાં સંબંધમાં અવિશ્વાસ અને અણગમાની ભાવના પેસી ગઈ હતી. બંને વચ્ચે અબોલા થઈ ગયાં. જે સંબંધ એકદમ જ મધુરતાથી સચવાયેલો દેખાતો હતો એમાં કડવાશ પ્રસરી ગઈ હતી. વર્ષાએ વનિતા સાથેનો સંબંધ કાપી નાખ્યો. થોડાં મહિનાઓમાં વનિતાનાં હસબન્ડની ટ્રાન્સફર થતાં એ બીજાં શહેરમાં રહેવા માટે ચાલી ગઈ.

વર્ષાને હવે પોતાની ભૂલ સમજાઈ હતી. પોતાનું જ કરેલું એને પાછું મળ્યું હતું. કવિતા સાથે એણે ખોટું કર્યું એ વાતનો તેને એહસાસ થઈ રહ્યો હતો. કવિતા સાથે સંબંધ ફરી શરૂ થાય એવુ મનમાં ઈચ્છતી પણ હતી. એક દિવસ એ કવિતાને મળવા આવી.

"હું અંદર આવીને તારી માફી માંગી શકું છું?"

"આવ, આવ."

"મને માફ કરી દે. મેં જે તારી સાથે કર્યું એનો મને પસ્તાવો છે."

"અરે, આવું નહિ બોલ. સંબંધમાં તો આવું બધું ચાલ્યા જ કરે. મનમાં કોઈ પણ પ્રકારનો રંજ નહિ રાખ. આપણા વચ્ચે એક બહુ મોટી ગેરસમજૂતી થઈ હતી, જે હવે દૂર થઈ ગઈ છે."

કવિતાની વાત સાંભળી વર્ષા ઘણી હરખાઈ ગઈ.
આંખોંમાંથી છલકાયેલાં આંસુનાં ટીપાં જે ગાલ પર પડ્યા હતાં તે લૂછી હરખથી ઉભી થઈ ને બોલી,

"હું હમણાં જ તારાં માટે ગરમા- ગરમ દાળ- ઢોકળી લઈ આવું છું, તને મારાં હાથની બહુ ભાવે છે ને."

"વર્ષા થોડીવાર ત્યાં સોફા પર જ બેસી રહેજે. મારે તને કંઈ કહેવું છે."

"હા, બોલ. શું છે?"

"આજે તો મેં તારી સાથે વાત કરી લીધી છે, પણ હવે પછી હું તારી સાથે બોલીશ નહિ. ન તો તારે મારાં ઘરે કોઈ ખાવાની વસ્તુ ઢાંકી જવી કે ન તો હું તારાં ઘરે કોઈ ખાવાની વસ્તુ ઢાંકી જઈશ."

"પણ , કેમ?" વર્ષાએ આશ્ચર્યથી પૂછ્યું.

(ક્રમશ:)