Wolf Dairies - 15 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 15

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 15

“કરન... એ ભાગી ગયો. સોરી.” ઈવએ પોતાના ઘવાયેલા હાથને લૂછતાં કહ્યું.

“કોઈ વાંધો નથી આ બંનેને કસ્ટડીમાં લઇ લો. અને તેમના આ બીજા સાથીઓને જેલમાં નાખી દો.” ક્યુરેટરના નીચલા વર્ગના ઓફિસરને બોલાવીને જેકએ કહ્યું.

“મારે તમારા બધા સાથે ખાસ વાત કરવી છે.” કિમએ કહ્યું.

“મારા ઘરે જઈએ. ત્યાં બેસીને વાત કરીએ. અને આ જીત પર પાર્ટી પણ બને જ છે.” સેમએ ખુશ થતા કહ્યું.

“બહુ સારો વિચાર છે. પણ આજે બહુ થાકી ગયા છીએ. કાલે રાખીએ.” ઈવએ પોતાના ઘવાયેલા હાથ તરફ જોતા કહ્યું.

“ઓકે.. કાલે જ રાખીએ. મારી પાસે એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે..” જેકને કંઇક યાદ આવતા તેણે કહ્યું.

“શું?” તેના ખભા પર હાથ મુકતા સેમએ પૂછ્યું.

“સરપ્રાઈઝનો મતલબ શું હોય સેમ..?” સેમને ટપલી મારતા જેકએ કહ્યું.

“હા. તો કાલે સાંજે મારા ઘરે મળીએ.” સેમએ કહ્યું.

બધા પોતપોતાના ઘર તરફ વળ્યા.

“કિમ.. ચાલને મારા ઘરે.” સેમ તેના મનની વાત જાણતી હોય તેમ કહ્યું.

“કેમ નહી.” રોમી સામે જોઇને કિમએ જવાબ આપ્યો.

જમીને રોમી અને શ્લોક પોતપોતાના રૂમમાં બેઠા હતા. કિમ અને સેમ મેઈન હોલમાં બેઠા હતા.

“શું થયું કિમ? તું કેમ ગભરાયેલી છે?” કિમને વિચારોમાં ખોવાયેલી જોઇને સેમએ પૂછ્યું.

“સેમએ કરનને આપણા જેવા જાદુ કરી શકે તેવા વ્યક્તિની શોધ છે. તને યાદ છે ને, આ પહેલા પણ આપણી સાથે શું થયું હતું? અને તેમાં પણ પર્સી હતો. અને આજે પણ તે અહી હાજર હતો.” ગભરાતા કિમએ કહ્યું.

“પર્સી જેલમાં છે. અને હવે આપણે તેની સામે લડવા માટે સક્ષમ છીએ. એટલે ચિંતા ના કરીશ. તું બસ રોમી વિશે વિચાર.” કિમને છેડતા સેમએ કહ્યું.

અહી તે બંને વાતો કરી રહી હતી. જયારે બીજી બાજુ રોમી અને શ્લોક પોતાના સવાલોમાં ગૂંચવાયેલા હતા.

“મને તો કઈ સમજાયુ જ નહી રોમી. સિયાએ કઈ રીતે એ બધું કર્યું? એની પાસે પણ નાની જેવી કોઈક શક્તિ છે. શું આ શક્તિ એ જયારે આપણા ઘરે હતી ત્યારે નાનીએ તેને આપી હશે?” આશ્ચર્ય સાથે શ્લોકએ કહ્યું.

“તો એ શક્તિ કિમ પાસે કઈ રીતે હોઈ શકે? અને તે જોયું? એ બધા જ પ્રોફેશનલ ફાઈટરની જેમ લડતા હતા. આપણને તો મોકો જ ના મળ્યો લડવાનો. આ ત્રણ છોકરીઓ એકલી હોત તો પણ પુરતી હતી આજની લડાઈ માટે. અને પેલો જેક.. યાર શું લડે છે એ. એની સામે કોઈ બે મિનીટ ના ટકી શકે.” રોમીએ કહ્યું.

“ચલ બહાર જઈને એમને પૂછીએ, કે આ બધું શું હતું.” શ્લોકએ કહ્યું.

“હા.” કહી રોમી અને શ્લોક મેઈન હોલમાં આવ્યા.

“અમારે કંઇક વાત કરવી હતી. મતલબ કંઇક પૂછવું હતું.” રોમીએ કિમ સામે જોઇને કહ્યું. કિમ જયારે પણ રોમી સામે જોતી ત્યારે તેના હોશ ઉડી જતા. અત્યારે પણ એવું જ કંઇક થઇ રહ્યું હતું.

“હા કેમ નહી. બેસોને..” કિમએ કહ્યું.

“તમે બધા આજે જે રીતે લડી રહ્યા હતા એ પરથી લાગતું નથી કે તમે પહેલી વાર કોઈ મિશન પર હતા.” શ્લોકએ સીધી જ વાત પર આવતા કહ્યું.

“હા. આ પહેલી વાર નહોતું. અમે આ પહેલા પણ લડી ચુક્યા છીએ. ક્યુરેટર સંસ્થામાં મેઈન ડિરેક્ટર એવું કઈ જ નથી. આ સંસ્થામાં મેઈન ડિરેક્ટર તરીકે આખી બોર્ડ છે. અને આ બોર્ડના અમુક સભ્યો છે. જેમની પાસે અલગ અલગ શક્તિઓ છે. અમારા બધાના પેરેન્ટ્સ પણ એ બોર્ડના સભ્યો છે. એટલે પોતાના રક્ષણ માટે લડતા તો અમારે શીખવું જ પડે.” કિમએ કહ્યું.

“બોર્ડ મેમ્બર્સ... સાચે જ...” રોમી અને શ્લોક બંનેના મોઢાં ખુલ્લા રહી ગયા.

“અને તમારા બંનેના હાથમાંથી નીકળતો ગુલાબી પ્રકાશ... એનાથી તે પેલા પર્સીનો પગ પકડી એને પછાડ્યો હતો. આ બસ તમે બે જ કરી શકતા હતા, એ શું હતું?” શ્લોકએ સેમ સામે જોઇને પૂછ્યું.

“અમે બંને જાદુ કરી શકીએ છીએ. અમારા ગ્રુપમાં અમે બંને જ આવું કરી શકીએ છીએ. માત્ર અમારી પાસે આ તાકત છે. અને તેથી એ ગુલાબી પ્રકાશ અમારા હાથમાંથી નીકળે છે. આ વારસાગત છે.” કિમએ કહ્યું.

“શું જાદુ?” ગભરાતા રોમીએ કહ્યું.

“ચલ હવે. એમાં ગભરાવા જેવી શું વાત છે? ક્યુરેટરમાં તો ઘણા લોકો પાસે આવી શક્તિઓ હોય છે. જેક પણ વુલ્ફ છે. અને સુમેર એક વેમ્પાયર છે. એમાં શું નવી વાત છે?” કિમએ મોઢું બગડતા કહ્યું.

“શું...? જેક વુલ્ફ છે?” લુચ્ચું હસતા શ્લોકએ કહ્યું.

“તો એનાથી શું ફર્ક પડે છે? તમે બંને પણ તો વુલ્ફ છો.” સેમએ કહ્યું.

“તને.. તને ખબર હતી? ક્યારે? કઈ રીતે?” શ્લોક અને રોમી બંનેને આંચકો લાગ્યો.

“હેય દોસ્તો.. સોરી મેં તમને બધાને આટલી રાતે હેરાન કર્યા.” ઘરનો દરવાજો ખોલતા જેકએ કહ્યું.

“જેક.. શું થયું? તું અત્યારે? અને આમ હાંફે છે કેમ?” જેક પાસે જતા સેમએ પ્રશ્નો વરસાવ્યા.

“હું પાણી લાવું..” કિમ ઉભી થઇ.

“ના કિમ. હું ઠીક છું. સેમ પ્લીસ બે મિનીટ બહાર આવીશ? મારે તારી જોડે બહુ જ જરૂરી વાત કરવી છે. જલ્દી...” જેક હજુ પણ હાંફી રહ્યો હતો.

“હા.” કહી સેમ અને જેક ઘરની બહાર નીકળ્યા. અને ગાર્ડનમાં જઈને ઉભા રહ્યા. બહાર સ્ટ્રીટ લાઈટ અને ઘરની થોડી લાઈટના પ્રકાશથી ગાર્ડનમાં પણ અજવાળું પથરાયેલું હતું.

“હું કોફી બનાવી લાવું ત્યાં સુધી.” કહી કિમ રસોડા તરફ જવા લાગી.

“હું આવું મદદ કરવા.” કહી રોમી પણ એની સાથે ગયો.

શ્લોકએ બારીમાંથી બહાર નજર કરી. તે જેક અને સેમને જોઈ શકતો હતો. પણ સાંભળી શકતો નહોતો.

જેકએ એના ખિસ્સામાંથી એક લાલ બોક્ષ બહાર કાઢ્યું. અને તે ખોલી સેમ સામે મુક્યું. તે એક વીંટી હતી. તે જોઈ સેમએ બંને હાથ વડે પોતાનું મોઢું બંધ કરી દીધું. અને તે કુદવા લાગી. તે અચાનક જ જેકને ભેટી પડી. જેક પણ એટલો જ ખુશ લાગી રહ્યો હતો. પણ તેને એ વીંટી સેમને પહેરાવી નહિ.

સેમએ જેક સાથે કંઇક વાત કરી અને જેક તેને ગળે લગાવી, વીંટી ખિસ્સામાં નાખીને બહાર નીકળી ગયો. સેમ ખુશ થતી ઘર તરફ પાછી ફરી.

“કિમ... કિમ.. અહી આવ.. જલ્દી..” સેમએ ઘરમાં આવતા જ બુમ પાડી.

“મારી પાસે એક ખુબ જ સારી ખબર છે.” તેને કિમના કાનમાં કંઇક કહ્યું.

કિમ પણ સેમને ખુશીથી ભેટી પડી.

“બહુ જ ખુશીની વાત છે આ તો. આખરે એ સમય આવી જ ગયો જેની આપણે બહુ રાહ જોઈ છે.” કિમએ કહ્યું.

“બહુ જ બધા કામ કરવાના છે. કાલે અહી જ બધું ગોઠવ્યું છે. કાલનો દિવસ બેસ્ટ હશે.” ખુશ થતા સેમએ કહ્યું.

એટલામાં શ્લોકનો ફોન રણક્યો.

“હા સર. ઓકે. હું તેને કહી દઈશ.” કહી શ્લોકએ ફોન મુક્યો.

“શું થયું?” રોમીએ પૂછ્યું.

“ક્રિસ સર.. કાલે આવે છે.” શ્લોકએ ધીમેથી કહ્યું.

“અરે વાહ.. આનાથી વધારે ખુશીની વાત બીજી શું હોઈ શકે? કાલે એક સાથે બે ખુશખબર.. કાલની બધી તૈયારી હું જ કરીશ.” ખુશ થતા કિમએ કહ્યું.

“તો ચાલ હવે સુઈ જઈએ જલ્દી.” કિમને રૂમમાં લઇ જતા સેમએ કહ્યું.

“અજીબ છે આ છોકરીઓ..” હસતા રોમીએ કહ્યું.

“અજીબ કઈ નથી રોમી. કાલનો દિવસ સાચે જ ખાસ બનવા જઈ રહ્યો છે.” ઉદાસ થતા શ્લોકએ કહ્યું.

“તું કહેવા શું માંગે છે?” રોમીને શ્લોકનું દુઃખ સમજતા વાર ના લાગી.

“તમે બંને રસોડામાં ગયા ત્યારે મેં બારીમાંથી બહાર જોયું. જેકએ સેમને વીંટી બતાવી પણ ખબર નહિ કેમ પહેરાવી નહિ. આ એની જ તૈયારીઓ કરવાના છે કાલે.” શ્લોકએ માથું ઝુકાવતા કહ્યું.

“આ તો બહુ ખોટું થઇ રહ્યું છે. સેમ તને પ્રેમ કરે છે. આપણે કંઇક કરવું જ જોઈએ.” માથે હાથ મુકતા રોમીએ કહ્યું.

“નહિ રોમી. મેં તે બંનેને બહાર જોયા. તે બંનેના ચહેરા બહુ જ ખુશ હતા. મેં સિયાને આવી ખુશી ક્યારેય આપી નથી. અને જેક સારો છોકરો છે. એ એના લાયક છે. હું નહી. હું એની ખુશીઓ વચ્ચે આવવા નથી માંગતો.” કહીને શ્લોક રૂમમાં જતો રહ્યો.

શ્લોકને આખી રાત ઊંઘ ના આવી. એમાં જ આખી રાત પસાર થઇ ગઈ.

****

● શું શ્લોક સેમને પોતાના મનની વાત કહી શકશે?

● શું કરન, કિમ અને સેમની શોધમાં છે?

● જેક એ વીંટી કોના માટે લાવ્યો હતો?

● સેમએ કિમને શેની તૈયારી કરવા કહ્યું?

ક્રમશઃ