Wolf Dairies - 13 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 13

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 13

“આટલું બધુ પણ શું વિચારે છે?” શ્લોકની બાજુમાં આવીને બેસતા કિમએ કહ્યું.

“કંઈ નહીં.” શ્લોક અચાનક કિમના આવવાથી પાછો વિચારોના ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યો.

બાકી બધા પણ ત્યાં સુધીમાં પાછા આવ્યા. બધા જમ્યા અને પોતપોતાના ઘર તરફ પાછા ફર્યા. ઘરે આવીને શ્લોક ધાબા પર તારા જોઈ રહ્યો હતો અચાનક જ તેનું ધ્યાન નીચે પડ્યું. નીચે બગીચામાં ઘાસ પર બેઠી બેઠી સેમ પણ તારા જોઈ રહી હતી. તે બંનેની નજર મળતા સેમ ઘરમાં જતી રહી. શ્લોક પણ પછી રૂમમાં આવીને સુઈ ગયો.

બીજા દિવસ બધા જ કયુરેટરના હેડક્વાર્ટર પર પહોંચ્યા.

“હેલ્લો હીરોઝ. હું સુમેર છું. તમારો કમાન્ડિગ ઓફિસર તમારું અહીં સ્વાગત છે. પોતપોતાની ઓળખાણ આપી દેશો તો મને નામ યાદ રાખવા સરળ રહેશે.” તે એક મજબૂત બાંધાનો યુવાન માણસ હતો. તેનું શરીર બહુ જ સફેદ હતું.

“હું જેક્શન ડિસુઝા છું.” જેકએ કહ્યું.

“હું ઇવલીન રિચર્ડ છું.” ઇવએ કહ્યું.

“હું શ્લોક ભાગવત છું.” શ્લોકએ કહ્યું.

“રોમીલ ભાગવત.” રોમીએ કહ્યું.

“હું ક્રિયા ભાગવત છું.” કિમએ કહ્યું. શ્લોક અને રોમિલ કિમ સામે જોઈ રહ્યા.

“સમાયરા ડિસુઝા.” સેમના બોલતા જ શ્લોક અને રોમીને બીજો ઝટકો લાગ્યો.

“ઓકે, તો ઓળખાણ થઈ જ ગઈ છે. આપણે અહીં જ કામ કરવાનું છે હમણાં પૂરતું તો. તમને પોતાનું કેબિન એક મિશન પછી મળશે. કોઈ સવાલ?” સુમરએ કહ્યું.

“નો સર.” બધાએ કહ્યું.

“ઓકે. તો આ તરફ.. આ હમણાં તમારો રૂમ છે. તમારે અહીં જ કામ કરવાનું છે.” સુમેરએ કેબિનમાં પ્રવેશતા કહ્યું. બધા તેની પાછળ આવ્યા.

તે એક મોટું કેબિન હતું. જેમાં વચ્ચે મોટું લંબગોળ ટેબલ હતું. જેની આસપાસ થોડી ખુરશીઓ ગોઠવી હતી. એક છેડા પર મોટી સ્ક્રીન હતી. અને એક તરફ હથિયારો મુક્યા હતા. આખે આખું જ કેબીન કાચનું બનેલું હતું.

“અહીં તમારા અને મારા ફિંગર પ્રિન્ટ છે. તેથી બીજું કોઈ અહીં આવી શકે નહીં.” સૂમેરએ કહ્યું.

બધા કેબીનને જોઈ રહ્યા હતા. બધા જ બહુ ખુશ હતા. જે તેમના ચહેરા બતાવી રહ્યા હતા.

“તો અહી છે તમારુ પહેલું મિશન.” સ્ક્રીન પર હાથ ફેરવતા સુમેરએ કહ્યું. તેને હાથમાં પહેરેલા કડા જેવા બ્રેસલેટમાંથી એક વાદળી પ્રકાશ પડ્યો. અને તે સ્ક્રીન પર દેખાવા લાગ્યો.

“આ છે..” તે બોલી રહ્યો હતો.

“પર્સી..” સેમ અને જેક બંને એક સાથે બોલ્યા.

“બિલકુલ સાચું. દુશ્મનને પહેલાથી જાણતા હોઈએ તો આમાં વધારે મજા આવશે.” હસીને સુમેરએ કહ્યું.

“જેક તું અહીંની લોકલ બ્રાન્ચનો બેસ્ટ ઓફિસર રહ્યો છે. એ સિવાય પણ બધાનું કામ સારું જ છે. એટલે જ તો તમે અહીં ઉભા છો. પણ હું જેકને લીડર તરીકે નિયુક્ત કરું છું. તો બેસ્ટ ઓફ લક. ઇન્ફોર્મેશન તમારા લેપટોપમાં નાખેલી જ છે. અને હથિયાર પણ અહીં જ છે.” સુમેરએ કહ્યું.

બધાએ હામાં માથું હલાવ્યું.

“અને હા મુજરીમને પકડવાના કોઈ નિયમ અહીં નથી. તમે એને મારી પણ શકો અને પકડી પણ... પણ એક વસ્તુ માટે અહી નિયમ છે... તમે કોઈ પણ સામાન્ય નાગરિકનો જીવ જોખમમાં નહિ મૂકો. લોકોના ધ્યાનમાં આવ્યા વગર જ કામ કરવાનું રહેશે. સમાયરા અને ક્રિયા તમે બંને આ ટીમમાં છો એટલે એ બાબતે મને કોઈ ચિંતા નથી. છતાં ધ્યાન રહે.” કહીને સુમેર બહાર નીકળી ગયો.

રોમી અને શ્લોકના મનમાં બહુ બધા સવાલો ચાલી રહ્યા હતા પણ તેમને કોઈને કઈ પૂછ્યું નહીં.

“ઓકે તો આપણે એક કામ કરીએ, બધા પહેલા ઇન્ફોર્મેશન સ્ટડી કરીએ, અને નક્કી કરીએ કે આપણે ક્યાં અને ક્યારે અને કોને પકડવાનું છે.” જેકએ કહ્યું બધા જ પોતપોતાના લેપટોપ લઈને ખુરશી પર ગોઠવાઈ ગયા. થોડીવાર સુધી બધા જ ઇન્ફોર્મેશન વાંચતા રહ્યા. જેકે બધાને કોફી બનાવીને આપી.

શ્લોક અને રોમી પણ હવે તેની સાથે સારી રીતે વાત કરી રહ્યા હતા.

“બધાનું પતી ગયું હોય, તો આપણે પ્લાન બનાવી દઈએ.” જેકએ કહ્યું.

“હા.” બધાએ કહ્યું.

“તો આપણો મેઈન ટાર્ગેટ તો ડકોટા છે, પણ તેનો એક સાથી પર્સી...” ફોટો સ્ક્રીન પર બતાવતા જેકએ કહ્યું.

“પર્સીએ આ બંને વચ્ચે ડીલ કરાવી રહ્યો છે. મતલબ એનો પણ આમાં ભાગ હશે જ. અને સિવાય ત્રીજો મુખ્ય વ્યક્તિ ઇન્ડિયાનો છે. જેનું નામ કરન છે. આટલા લોકો પર આપણે નજર રાખવી પડશે.” જેકએ ઉભા થતા કહ્યું.

“એમની ડીલ કાલે રાતે છે હોટલ ક્વીનમાં. તો આપણે સવારથી જ તેમની ઉપર નજર રાખવી પડશે.” શ્લોકએ કહ્યું.

“હા. આપણા ત્રણ આરોપી છે. આપણે છ છીએ. આપણા બે બેની ટીમમાં વહેચાઈ જઈએ. તો આ સહેલું રહેશે.” જેકએ કહ્યું.

“ડકોટાએ મને જોયો છે પહેલા. તો આપણે આસપાસ હોઈશું તો પકડાઈ જઈશું.” સેમએ કહ્યું.

“બિલકુલ. એટલે જ ડકોટા પર રોમી અને કિમ નજર રાખશે. તમે બંને ત્યાં હોટલ સુધી એનો પીછો કરશો. અને તમે ત્યાંના વેઈટરના વેશમાં જશો. જેથી તેમની ડીલ પર નજર રાખી શકાય.” જેકએ કહ્યું.

ઇવ અને હું પેલા ઇન્ડિયન પર ધ્યાન રાખીશું. કેમકે જો એ કોઈ ઇન્ડિયન ઓફિસરને જોશે તો સાવધાન થઇ જશે. તો અમે બંને કપલ બનીને ત્યાં એ હોટલમાં ડિનર પર આવશું.

પર્સી બહુ જ શાતિર માણસ છે. એ ક્યારેય હાથમાં આવશે નહીં. સેમ એને બસ તું જ સંભાળી શકે છે. કેમકે એ તારાથી આજે પણ એટલો જ ડરે છે. તો તું અને શ્લોક, પર્સી પર ધ્યાન રાખજો. આપણને જેટલી માહિતી મળે તેટલી ભેગી કરી લેવી જોઈએ.

“ઓકે.” કહી બધા પોતપોતાના કામમાં લાગી ગયા.

સેમ અને શ્લોક બાજુ બાજુની ખુરશીમાં જ બેઠા હતા. અને પર્સી વિશે બધી માહિતી ભેગી કરી રહ્યા હતા.

“સેમ.. શ્લોક..” તે બંને પાસે આવીને જેકએ કહ્યું.

“હા.” બંને એક સાથે બોલ્યા.

“મેં સુમેરને આપણો રિપોર્ટ આપી દીધો છે. તેનું કહેવું છે કે પર્સી આ વખતે મુખ્ય વ્યક્તિ છે. તેને આ પહેલા પણ ઘણા આવા કામમાં ભાગ ભજવ્યો છે. અને આ બસ હથિયારની હેરફેર જ છે કે બીજું કઈ તે સુમેર જાણવા માંગે છે. તો તે ઈચ્છે છે આપણે પર્સીને પકડીને અહી લાવીએ. પુછતાછ કરવા.” જેકએ કહ્યું.

“અમે જોઈ લઈશું.” સેમએ કહ્યું.

“શ્લોક. તારું ધ્યાન રાખજે.” શ્લોકના ખભા પર હાથ મુકીને જેકએ કહ્યું.

સેમ એની વાત સાંભળીને હસી. શ્લોકને કઈ સમજાયું નહિ.

બધાએ પોતાના હથિયાર લઇ લીધા હતા. સિવાય કિમ અને સેમ.

જેક અને ઈવ સાથે ઘરે જતા રહ્યા હતા.

કિમ પણ સેમના ઘરે આવી ગઈ હતી. જમીને બધા હજુ પણ કામ કરી રહ્યા હતા. કિમ અને રોમી પોતાના રૂમમાં કામ કરી રહ્યા હતા.

“જો મેં ત્યાં હોટેલમાં મારા એક મિત્રની મદદથી આપણી જોબ કાલ માટે ફિક્ષ કરી દીધી છે. આપણે કાલે સાંજે હોટેલમાં જઈશું.” કિમએ કહ્યું.

“ઓકે. ડકોટા કાલે સવારે અહી લેન્ડ થવાનો છે. આપણે સવારથી જ એના પર નજર રાખીશું. પણ આપણી ઓળખાણ બદલીને.” રોમીએ આગળનો પ્લાન જણાવ્યો.

“હા. ચાલો પત્યું કામ.” કિમએ કહ્યું.

“હા.” રોમીએ પલંગ પર લંબાવ્યું.

"એક વાત પૂછું તને?” કિમએ તેની બાજુમાં બેસતા કહ્યું.

રોમીએ હકારમાં માથું હલાવ્યું.

“મને ખબર છે અત્યારે આ પૂછવું યોગ્ય નથી. પણ સેમ અને શ્લોક વચ્ચે.. મતલબ કઈ થયું હતું? હું સેમને જ પૂછી લેતી. પણ હું તેને દુઃખી નથી કરવા માંગતી.” કિમએ શાંતિથી કહ્યું.

“હા.. આ બહુ લાંબી સ્ટોરી છે..” હસતા રોમીએ કહ્યું.

“મારી પાસે સમય છે..” રોમીની બાજુમાં સુતા કિમએ કહ્યું.

“હા તો થોડાં સમય પહેલા જયારે અમે કોલેજમાં હતા ત્યારે..” રોમીએ કહેવાનું શરુ કર્યું.

****

● પર્સી કેમ સેમથી ડરતો હશે?

● સેમ અને કિમએ કેમ કોઈ હથિયાર નહી લીધા હોય?

● જેકએ કેમ શ્લોકને સાવધાન રહેવા જણાવ્યું હશે?

ક્રમશઃ