Why are cryptocurrencies so volatile? in Gujarati Business by MAHADAO books and stories PDF | ક્રિપ્ટોકરન્સીઝ શા માટે આટલી બધી અસ્થિર હોય છે?

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ક્રિપ્ટોકરન્સીઝ શા માટે આટલી બધી અસ્થિર હોય છે?

ક્રિપ્ટોકરન્સીઝ શા માટે આટલી બધી અસ્થિર હોય છે?

ક્રિપ્ટોકરન્સીનું બજાર આમતો શરૂઆતથી જ અત્યંત અસ્થિર રહ્યું છે પરંતુ છેલ્લા બે વર્ષથી તો તેના કરોડો રોકાણકારો માટે આ અસ્થિરતાએ માઝા મૂકી છે. ઘણા લોકોએ ખૂબ મોટા ભાવવધારા સમયે કરોડોની કમાણી કરી છે પરંતુ ઘણા લોકોએ, ખાસકરીને નાના રોકાણકારોએ ભાવમાં અચાનક જ આવેલા કડાકાને કારણે લાખો ગુમાવ્યા પણ છે.

આમ કેવી રીતે થઇ શકાય તેને સમજવા માટે, આપણે આ ડિજીટલ કરન્સી પર અસર કરતાં પરિબળોને ખાસ જાણવા જોઈએ અને તેને આપણા લાભ માટે કેમ ઉપયોગમાં લઇ શકાય તેની પણ સમજણ લેવી જોઈએ.

આ રહ્યા બીટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સીઝ શા માટે આટલી બધી અસ્થિર હોય છે તેના મુખ્ય પરિબળો.

1. ક્રિપ્ટોકરન્સીઝનું બજાર હજી પણ વિકસી રહ્યું છે

આટલા બધા વર્ષોથી ક્રિપ્ટોકરન્સીઝ પર મિડિયાનું ભરપૂર ધ્યાન હોવા છતાં આ બજારનું કદ અન્ય ચલણ તેમજ સોનાના બજાર કરતાં અતિસુક્ષ્મ જ ગણી શકાય. જ્યારે આ બજાર તેની સરટોચ પર હતું ત્યારે પણ તેનું મૂલ્ય લગભગ 800 બિલીયન અમેરિકન ડોલર્સ જેટલું જ હતું. જો આની અંદાજીત સરખામણી સોના અને અમેરિકાના સ્ટોક માર્કેટ સાથે કરવી હોય તો સોનાના બજારનું મૂલ્ય 7.9 ટ્રિલિયન અમેરિકન ડોલર્સ અને અમેરિકન સ્ટોક માર્કેટનું કુલ મૂલ્ય 28 ટ્રિલિયન અમેરિકન ડોલર્સ જેટલું છે.

અન્ય બજારો કરતાં આ બજારનું ઓછું કદ હોવાનો મતલબ એ છે કે અહીં નાની શક્તિઓ મૂલ્યો પર બહુ મોટી અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે જો રોકાણકારોનું એક જૂથ સોનામાં 500 મિલિયન અમેરિકન ડોલર્સનું રોકાણ કરવાનો નિર્ણય કરે તો સોનાના ભાવમાં ખાસ ફરક પડતો નથી, પરંતુ જો આ જ વસ્તુ બીટકોઈનમાં થાય તો આખું બજાર અસ્થિર થઇ જાય છે અને કિંમતો ધડાકાભેર નીચે તૂટી પડે છે.

જો કે ક્રિપ્ટોકરન્સીનું બજાર હજી પણ વિકસી રહ્યું હોવાનો મતલબ છે કે નવા અને યોગ્ય પ્રોજેક્ટ સાથે તેમાં પ્રવેશવાની ઘણીબધી તકો અહીં રહેલી છે. ઉદાહરણ તરીકે, થોડા સમય અગાઉ ટેલિગ્રામના ડેવલોપર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ TON અને COIN GRAM જેવા બ્લોકચેઈન પ્લેટફોર્મ શરુ કરી રહ્યા છે. રસપ્રદ બાબત એ હતી કે હજી સુધી આ બંનેમાંથી એક પણ પ્રોજકેટ પૂર્ણ થયા નથી, પરંતુ ન્યૂઝ અને મિડિયાએ અત્યારસુધીમાં આ બાબતની ચિક્કાર જાહેરાતો કરી દીધી છે. આથી વિકસી રહેલા બજારમાં પ્રવેશ કરવાથી તમારી પ્રોડક્ટ વિષે ચર્ચા જરૂર થાય છે જેને કારણે તમે અહીં જાણીતા બનો છો અને તમને એક નવી ઓળખ પણ મળે છે.

2. ક્રિપ્ટોકરન્સીઝ એ સંપૂર્ણપણે ડિજીટલ છે

બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીઝ એ સંપૂર્ણપણે ડિજીટલ છે અને તે અન્ય ચલણ કે પછી વસ્તુઓની જેમ સ્થૂળ આકારમાં મળતી નથી. તેનો મતલબ એજ થયો કે તેમની કિંમત ફક્ત માંગ અને પુરવઠાના નિયમ હેઠળ જ નક્કી થઇ શકતી હોય છે. બીટકોઈન જેવી અનેક ક્રિપ્ટોકરન્સીઝનો પૂરવઠો નક્કી હોવાથી અથવાતો તેની પૂર્વધારણા થઇ શકતી હોવાથી તેની કિંમત આ સમયે કેટલા લોકોને બીટકોઈન જોઈએ છીએ તેની સંખ્યા પર આધારિત હોય છે.

મહત્ત્વની ક્રિપ્ટોકરન્સીઝના મૂલ્યને સમર્થન મળે તે અંગે અહીં કોઇપણ પ્રકારનું સ્થૂળ સમર્થન પણ ઉપલબ્ધ નથી અથવાતો સરકારો તેને આધિકારિક ચલણ તરીકે ઉપયોગમાં લેવા માટે ફરજ પાડી શકતી નથી. આનો સીધો મતલબ એજ છે કે તેનું મૂલ્ય ફક્ત વિશ્વાસ પર જ આધારિત છે. જો લોકોને એ વિશ્વાસ ન પડે કે તેમના બીટકોઈનનું મૂલ્ય જળવાઈ રહેશે અથવાતો વધી પણ શકે છે તો તેઓ તેને વેચી શકે છે. આમ થવાને કારણે તેનું મૂલ્ય ઘટવા લાગે છે અને તે અન્યોને પણ તેમાં બીટકોઈન વેંચી નાખવા માટે ફરજ પાડી શકે છે, આમ મૂલ્ય ઘટવાની સાયકલ શરુ થાય છે અને ક્રિપ્ટોકરન્સીના ભાવમાં મોટો ઘટાડો આવે છે. આનાથી ઉલટું પણ થઇ શકે છે જેનાથી ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં વધારો થાય છે અને વધારે પડતા મૂલ્યનો એક માયાવી ફુગ્ગો ફુલાય છે.

3. ટેક્નોલોજી હજી પણ વિકસિત થઇ રહી છે

બ્લોકચેઈન અને અન્ય વૈકલ્પિક ક્રિપ્ટો ટેક્નોલોજી હજીપણ તેના પ્રાથમિક તબક્કામાં છે. બીટકોઈન શ્વેતપત્રમાં ક્રિપ્ટોગ્રાફી પર આધારિત વિકેન્દ્રિત ચલણનો વિચાર પ્રકાશિત થયાને હજી માંડ માંડ એક દાયકો જ થયો છે, આથી આ બજારને મજબૂત થતાં હજી વાર લાગશે. તેમ છતાં ઘણી કંપનીઓએ અત્યારથીજ બ્લોકચેઈન ટેક્નોલોજી અપનાવી લીધી છે અને તેઓ તેનો ઉપયોગ માર્કેટિંગ અને જાહેરાતના હેતુ માટે કરી રહ્યા છે. આ તબક્કામાં સહુથી આશાસ્પદ પ્રોજેક્ટ્સ AdEx, Brave તેમજ Steemના છે. અસંખ્ય ગ્રાહકોને બ્લોકચેઈનની પારદર્શિતા અને અન્ય લાભોએ આકર્ષિત કર્યા છે, બ્રાંડ માર્કેટિંગ માટે આ ટેક્નોલોજીનો વધુ વિકાસ લાભપ્રદ બની રહેશે.

બીજી તરફ ટેક્નોલોજીમાં થતા કેન્દ્રીય સુધારાની જબરદસ્ત અસર થતી હોય છે. તેમાં બીટકોઈન લાઈટનીંગ નેટવર્ક અથવાતો બ્લોકચેઈન પ્લેટફોર્મ્સ પર નવી અને લોકપ્રિય એપ્લીકેશન જેવી કે Ethereumની માળખાકીય પ્રક્રિયા સામેલ છે. એવી ઘણી નવી ક્રિપ્ટોકરન્સીઝ લગભગ દરરોજ બહાર આવે છે જે સ્પર્ધા કરવા માંગે છે અને હાલની સ્થાપિત ક્રિપ્ટોકરન્સીઝના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માંગે છે.

4. અટકળો

ક્રિપ્ટોકરન્સીના બજારમાં રહેલી અસ્થિરતા માટે મુખ્ય કોઈ જવાબદાર કારણ હોય તો તે છે અટકળો. આ અટકળોમાં રોકાણકારો ક્રિપ્ટોકરન્સીઝને ખરીદી કે વેંચીને વિવિધ ક્રિપ્ટોકરન્સીઝના ભાવ ઉપર જશે કે નીચે જશે તેના પર શરત લગાવતા હોય છે. એ  હકીકત છે કે ક્રિપ્ટોકરન્સી બજારની અસ્થિરતા જ છે જે અટકળો કરતા ટ્રેડર્સને તેના ભાવમાં થતા વધારા-ઘટાડાની અટકળો કરવા માટે આકર્ષિત કરતા હોય છે.

જો તમે બીટકોઈન અથવાતો XRPની કિંમત ક્યારે ઉપર જશે એની અટકળ લગાવીને સમયસર તેની ખરીદી કરશો તો તમે અઢળક કમાણી કરી શકશો. એવીજ રીતે જો ક્રિપ્ટોકરન્સીના ભાવમાં કડાકો આવ્યા અગાઉજ જો તમે શોર્ટસેલ કરશો તો પણ તમને નફો જ મળશે. ઘણા રોકાણકારો ક્રિપ્ટોકરન્સી બજારમાં થતી ઉતરચડની અટકળો સતત કરતા રહે છે. આ અટકળો પર લગાડવામાં આવતી શરતો અગાઉથી જ અસ્થિર બજારમાં વધુ અસ્થિરતા લાવતી હોય છે.

5. મિડિયા

ક્રિપ્ટોકરન્સી એ ડિજીટલ સંપત્તિઓનું ભરપૂર અટકળો ધરાવતું નાનું બજાર છે, તેના પર કિંમતોની વધઘટ અંગે મિડીયાની જબરદસ્ત અસર પડતી હોય છે. અટકળો કરનારા તેમજ રોકાણકારો સતત એ મોટા સમાચાર પર નજર રાખતા હોય છે જે બજારને ઉપર અથવા નીચે લઇ જતા હોય છે. જ્યારે આવું કશુંક બહાર આવે છે ત્યારે દરેક લોકોને ખબર જ હોય છે કે તેમણે ખરીદી કે પછી વેચાણની દોડમાં ભાગ લેવાનો છે, જેમાં સહુથી તેજગતિએ દોડનારને સહુથી વધુ નફો મળતો હોય છે અને ધીમીગતિએ દોડનારને સહુથી મોટું નુકશાન થતું હોય છે.

ક્રિપ્ટોકરન્સીની આસપાસ ફરતી મિડિયા સ્ટોરીઝની તેની કિંમત પર જબરી અસર થતી હોય છે. ક્રિપ્ટોકરન્સીના ઉદ્યોગમાં જોડાયેલા લોકો માટે એ બિલકુલ લાભપ્રદ નથી હોતું કે તેમને સમાચારો અવિશ્વાસુ સુત્રો પાસેથી અથવાતો સોશિયલ મિડિયામાંથી મળે.

ઘણીવાર ક્રિપ્ટોકરન્સીને લગતા મોટા અને ઉત્સાહપ્રેરક સમાચારો પોતે પહેલા આખી દુનિયાને આપે તેવી મિડીયામાં હોડ લાગી હોય છે. આથી કેટલાક બજાર નિષ્ણાતો બીટકોઈનના મૂલ્યમાં થતા વધારા તેમજ ઘટાડાની આસપાસ ફરતી અટકળોનો લાભ લેવાનું શીખી ગયા છે. ઉદાહરણ તરીકે જો ક્રિપ્ટોકરન્સીનો ભાવ વધે છે તો તમને તમારી બ્રાંડની જાહેરાત કરવા માટે ક્રિપ્ટોકરન્સી દ્વારા ચુકવણી કરવાનું પણ કહેવામાં આવી શકે છે.

6. ક્રિપ્ટોમાં રોકાણ કરનારની પ્રોફાઈલ

છેલ્લું પરીબળ છે ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગમાં રોકાણ કરનારની પ્રોફાઈલ. અન્ય બજારોની સરખામણીમાં, જેવી કે રિયલ એસ્ટેટ કે સ્ટોક માર્કેટ, ક્રિપ્ટોકરન્સીના વ્યાપાર અને રોકાણમાં વિઘ્નો ઘણા ઓછા હોય છે. તમારે વકીલ, ટ્રેડીંગ લાઈન્સ કે પછી રોકાણ માટે ઓછામાં ઓછી મૂડીની જરૂરિયાત નથી હોતી. જે કોઈની પાસે પણ થોડા રૂપિયા હોય અને એક ઈન્ટરનેટ કનેક્શન હોય તે તુરંત જ અહીં ટ્રેડીંગ શરુ કરી શકે છે.

આ જ કારણ છે કે ક્રિપ્ટો બજાર એ સમગ્ર વિશ્વના કરોડો શીખાઉ અને શોખીન ટ્રેડરોની પસંદ બની ગયું છે. બીજી તરફ સંસ્થાગત રોકાણકારો ક્રિપ્ટો બજાર અંગે વધારે પડતા સાવધ હોય છે. ઘણા લોકોને તો આ બજારની નજીક જવામાં પણ ભય લાગતો હોય છે ત્યારે તેમાં તેઓ ગંભીર થઈને રોકાણ ક્યાં કરે?

આ બંનેનો જો સુમેળ કરીએ તો ક્રિપ્ટોકરન્સી બજારનો સામાન્ય રોકાણકાર અન્ય બજારોની સરખામણીએ બિનઅનુભવી અને ઓછો શિક્ષિત હોય છે. તેનો મતલબ એવો થયો કે ક્રિપ્ટોકરન્સીઝના બજારો પ્રચાર માટે, FUD (fear, uncertainty and doubt – ડર, અનિશ્ચિતતા અને શંકા) અને હાથચાલાકી માટે અતિશય સંવેદનશીલ હોય છે. એવી પરિસ્થિતિમાં જ્યાં અનુભવી ટ્રેડરો કદાચ શાંત રહી શકે છે, ક્રિપ્ટો ટ્રેડર્સ મોટેભાગે ગભરામણ અનુભવતા હોય છે.

પરિણામે...

આ બધાજ પરિબળો ભેગાં થઈને ક્રિપ્ટોકરન્સીના ભાવને કોઇપણ સમયાંતરે કોઇપણ દિશા તરફ ધકેલતાં હોય છે. ક્રિપ્ટો બજાર અંગે નિષ્ણાતો સતત ખોટા પડી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં કોઈ તાત્કાલિક ફેરફાર થાય એવું લાગતું નથી. જો કે આ બજારને તમે બહુ જલ્દીથી સમજી શકો છો , MAHADAO તમને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ સંબંધિત માહિતી અહીં આપતું રહેશે.