My Favourite Poems - 1 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારી મનગમતી કવિતાઓ - ભાગ 01

Featured Books
Categories
Share

મારી મનગમતી કવિતાઓ - ભાગ 01

મારી લખેલી કવિતા ઓ માંથી મારી મનગમતી કવિતા ઓ અહીં રજુ કરું છું.. આશા રાખું કે આપ સૌ ને પસંદ આવશે... 🙏🙏🙏

કવિતા : 01

મિત્રો થી જીંદગી...

સંગીત દેખાય નહીં પણ કાન ને મેહસૂસ થાય છે,

હવા દેખાઈ નહીં પણ હૃદય ધડકી ના શકે તેના વગર,

સુગંધ દેખાતી નથી પણ નાક ને અનુભવાય છે,

સ્વાદ દેખાતો નથી પણ જીભ ને અનુભવાય છે,

શબ્દો ને હાથ પગ નથી પણ જીભ દ્વારા મન અને હૃદય ને અસર કરી જાય છે,

લાગણી ની કોઈ ભાષા નથી હોતી પણ આંખો ને વંચાઇ જાય છે,

દિલ ની દુઆ દેખાઈ નહીં પણ ઈશ્વર સુધી પહોંચી જાય છે,

મિત્રતા નો કોઈ રંગ નથી હોતો પણ જીંદગી મિત્રો થી જ સપ્તરંગીન બને છે,

મિત્રો જ મારો શ્વાસ છે, સંગીત છે, મીઠી ચાસણી છે ને દિલ ની ધડકન છે,

મિત્રો વગર એકપળ પણ ના રહી શકાય તો જીંદગી ની શું વાત છે...

મિત્રો થી જ જીંદગી ધબકતી, ઉત્સાહિત, સંગીતમય ને આનંદમય બને છે..

મિત્રો તો ઈશ્વર તરફ થી મળેલ અમૂલ્ય વરદાન છે,

કાવ્ય : 02

સપનાં ઓ ની દુનિયા

આખો દિવસ ભાગદોડ થી થાકી રાત્રે આવે મિંઠી નીંદર,

નીંદર મા જાત જાત ના સપના ઓ આવે,

સપનાં ઓ દેખી મન ને આંખો હરખાય,

મન ની કલ્પના ઓ સપનાં મા સાકાર થતી અનુભવાઈ,

ના જન્મ, ના જરા, ના મૃત્યુ માત્ર અભય વચન,

ના કશી ચિંતા, ના કશી ભાગદોડ, ના કોઈ વેરઝેર કે ખટપટ આવે આડે,

ના કોઈ દુખ, ના કોઈ ગમ, ના કોઈ પરવા બસ ચારે બાજુ આનંદ જ આનંદ,

ચારે બાજુ સૌંદર્ય, હર્ષ, શાંતિ ને અમન વર્તાય,

સપનાં ઓ મા અલૌકિક ને દિવ્ય દુનિયા ના દર્શન થાય,

સપનાં ઓ થી હજુ મન ભરાઈ ના ભરાઈ ત્યાં આંખો ખુલ્લી જાય,

બંધ આંખે જોયેલા સપનાં અને ખુલ્લી આંખે જોયેલી દુનિયા મા જમીન આસમાન નો ફરક વર્તાઈ,

હું માંગુ માત્ર ઈશ્વર એટલું કે, નથી જોઈતું મારે કાંઈ વધુ, સાકાર કર તું મારા સપના ની દુનિયા ...


કવિતા. : 03

સામાન્યરીતે આઝાદી શબ્દ નો પ્રયોગ આપણે દેશ ને ગુલામી માંથી મૂકત કરવા માટે વાપરી એ છીએ, પરંતુ અહીં થોડું અલગ રીતે આઝાદી શબ્દ પ્રયોગ કરું છું જેને હું સાચા અર્થમાં આઝાદી માનું છું.. ...

આઝાદી

મારે જોઈ એ છે ભેદ ભરમ થી આઝાદી,

બાંધેલા નાતજાત ના વાડા થી જોઈએ આઝાદી,

મારે નકારાત્મક વિચારો થી જોઈએ આઝાદી,

મારે માનસિક દુશ્મનો થી જોઈએ આઝાદી,

મારે સફળતા - નિષ્ફળતા ની અસર માંથી જોઈએ આઝાદી,

મારે માન-અપમાન થી જોઈએ આઝાદી,

મારે શ્રદ્ધા અંધશ્રદ્ધા થી જોઈએ આઝાદી,

મન ની દોરેલી લક્ષ્મણ રેખા થી જોઈએ આઝાદી,

આમ અલગ અલગ ભયરૂપી અદ્રશ્ય પિંજરા થી જોઈએ આઝાદી,

મારે વૈમનસ્ય ભાવ થી પર થઈ વિહરવું છે ખુલા આકાશ મા મૂકતમને આઝાદ થઈ,

વિચારું છું શાંત ચિતે શું મળશે મને આવી આઝાદી???

ક્યારે મળશે મને આવી આઝાદી???

કવિતા : 04


આંખો ની ભાષા

બોલ્યા વગર ઘણું બધું કહી જાય છે મૌન આંખો,

દુખ મા આંખો છલકાય તો સુખ મા પણ આંખો છલકાય જાય,

વિખૂટા પડતાં આંખો છલકાય તો કોઈ ની યાદ મા પણ આંખો છલકાઈ જાય,

છલકાતી આંખો માં લાગણી ઓ દેખાય ને સાગર પણ નાનો પડી જાય,

સાગર માંથી મળે એને મોતી કહેવાય, તો આંખો માંથી નીકળે એને લાગણી કહેવાય,

આંખો થી પ્રણય થઈ જાય તો કાંઈક ગહેરા ઝખમ ના રાઝ પણ છૂપાઈ જાય,

સમજી ગ્યાં જે આંખો ની લાગણી ની મૌન ભાષા તે અંગત થઈ ગ્યાં,

ગજબ ની છે મૌન ભાષા ની આ દુનિયા, જ્યાં મૌન આંખો થી ઘણું બધું કેવાય ને વણ કહી લાગણી ઓ પણ સમજી જવાય ....

કવિતા : 05


એક વાદળડી..

ધોમ ધકતા તડકા મા આવી પાણી ભરી એક વાદળડી,

આપી મીઠો છાંયડો એતો વરસી ગઈ,

વરસી ને એતો મને ભીંજવી ગઈ,

ભીંજવી ને યાદો થી તરબોળ કરી ગઈ,

મિત્રો ની જૂની યાદો થી મારી આંખો ભીંજવી ગઈ,

ભીંજાયેલી આંખો વરસાદ મા ધોવાઈ ગઈ,

આંશુ ની સાથે મિત્રો ની યાદો એતો આપતી ગઈ,

વર્ષો વીતી ગ્યાં મિત્રો સાથે વરસાદ મા પલળ્યા ને,

નહીં આવે હવે એ મિત્રો પાછા વાતે આંખો સાથે દીલ પણ છલકાવી ગઈ. ...

આવી એક વાદળડી ને મીઠી યાદો મા ભીંજવી ગઈ..

કવિતા : 06

ફિલ્મ - જિંદગી એક રંગમંચ

ઈશ્વર ના ખેલ નો રંગ મંચ એટલે દુનિયા,

તો એ દુનિયા મા ફિલ્મ એ માનવ સર્જીત રંગ મંચ,

જીંદગી ના અનુભવ થી ફિલ્મ ને બનાવાઈ,

તો જીંદગી ના અધૂરા સ્વપ્ન ને ફિલ્મ ના રંગીન પડદે કંડોરાઈ,

ફિલ્મ જોઈ અમુક પોતાના અધૂરા સ્વપ્નાઓ સાકાર થતાં જુએ,

ફિલ્મી પાત્રો નો અભિનય જોઈ મન માં હરખાઈ ને રાજી થઈ જાય,

અભિનય જોઈ લોકો ખટખડાટ હસી પણ પડે ને પોતાના દર્દ ને બે ઘડી ભૂલી જાય,

અભિનય લોકો ને નાચતા ગાતા, હસતા રોતા કરી દે તો ક્યારેક વિચારતા પણ કરી દે,

પોતા ના અધૂરા સ્વપ્ન ની અધૂરી જીંદગી ફિલ્મ થકી જીવી જાય,

રંગમંચ મા પડદો પડે ને ફિલ્મ પૂરી તો ઈશ્વર ના રંગ મંચ મા શ્વાસ બંધ થતાં પડદો પડી જાય,

આમ બન્ને રંગમંચ ઉપર મનુષ્ય કઠપૂતળી,

તમારો રોલ આ રંગમંચ ઉપર એવો નિભાવી જાવ,

કે જીંદગી નો પડદો પડી જાય તો પણ લોકો તાળી પાડતાં ના થાકે,

ને દુશ્મન પણ મૈયત મા રડી પડે ને કહી જાય જીંદગી જીઓ તો ઐસી,...

કવિતા : 07

દરિયો

પાણી ના અવાજ થી ઘૂઘવતો દરિયો,

ઓટ ને ભરતી થી હિલોળે ઝૂલતો દરિયો,

ખારાઊશ પાણી થી બનેલો દરિયો,

મીઠી નદીઓ ને મળવા થનગનતો દરિયો,

પાતાળ લોક ને આશરો આપતો દરિયો,

મધદરિયે શાંત ને કિનારે તોફાને ચડતો દરિયો,

વિસ્મયકારક જળચર પ્રાણી ઓથી ભરપૂર ભરેલો દરિયો,

છીપલાં અને શંખ ને કિનારે ધકેલતો દરિયો,

સાચા મોતી ને પેટાળમાં છુપાવતો દરિયો,

સમી સાંજે સૂરજ ને વિરમવા દેતો દરિયો,

આકાશ ને સાત રંગે ખીલવા દેતો દરિયો,

પૃથ્વી ઉપર પોતા ના રાજ ની જમાવટ કરતો દરિયો,

સવાર ને સાંજે આહલાદક રૂપ ધારણ કરતો દરિયો,

દુનિયાભર ના કાંઈક રાઝ છુપાવી ને બેઠો દરિયો,

આંખો સામે ઊછલતો ને દિલ ની ભીતર મા ઉત્પાત મચાવતો દરિયો.....

નાના મોટા સૌને વ્હાલો લાગતો વિશાળ દીલ નો દરિયો

કવિતા : 08


આશા

આશા ના નાના કિરણ થી પત્થર મા પણ કૂપળ ફુટી નીકળે,

આશા થકી સમુદ્ર નું પાણી પહાડો ને કોતરી નાખે,

આશા થકી જ મુશ્કેલ લાગતો જીવનપંથ આશાની થી કપાઈ,

આશા થકી જ મંગળ અને શનિ ગ્રહ ઉપર પહોંચી શકાય,

આશા થી જ નાની નાની નિષ્ફળતા ઓ મોટી સફળતા મા પરિણમે,

આશા રાખવા થી જ દિપક રાગ થકી અગ્નિ પ્રગટાવી શકાય,

આશા રાખવા થી જ મલ્હાર રાગ થકી વરસાદ વરસાવી શકાય,

આશા રાખવા થી જ અશકય કામો શકય બને,

લાખો નિરાશા કરતા એક નાની આશા નું કિરણ લાખ દરજજે સારું..

આશા રાખવા થી જ જીવન માં નવો દોરી સંચાર થાય....

આશા નું કિરણ જ અનેક નિરાશા ઓ વચ્ચે જીવન જીવવાં નું કારણ બને.. ..

કવિતા : 09


ભગવાન ને કર્યા કેદ

કવોરન્ટાઇન થયો હતો ખુદ માનવી ઘર મા, તો કર્યા તેને ઈશ્વર ને ધાર્મિક સ્થળો મા કેદ,

હિંમત કરી માનવી નિકળ્યો ઘર ની બહાર તો પ્રભુ શરણું લેવાં ફરી ખોલી નાખ્યા દરેક ધાર્મિક સ્થળો ના દ્વાર,

ઈશ્વર હસી ને સપનાં મા આવી કહી ગ્યાં કે તે દ્વાર ખોલવા ના નામે ફરી શરૂ કર્યા અંધ શ્રદ્ધા ના ખેલ???

ભલે તે બાંધ્યા મારા નામે મોટા મોટા ધાર્મિક સ્થળો પણ તેની મારે શી જરૂર???

શું તું જાણતો નથી કે આખું વિશ્વ છે મારું ઘર???

તું બેસ ને શાંત ચિત્તે કુદરતના ખોળે એક નિર્દોષ નાના બાળક ની જેમ બસ તે મારા માટે ઘણું છે,

તું બાંધ નહીં ગગન ચુંબી મહેલ મારા રહેવા માટે પણ તુ મને સાચા દિલ થી શોધીશ તો મળીશ તને દરેક જગ્યા એ,

મને સાચું સુખ મળે છે નિર્દોષ હાસ્ય મા, નાના બાળકો ના ચહેરા મા નહીં કે તે બાંધેલા ઊંચા ઊંચા મહેલ મા....

તને ક્યારે સમજાશે કે દરેક ધાર્મિક સ્થળ મારા માટે તો કેદ સામાન જ છે...!!???

કવિતા : 10


2020 - કસોટી નું વર્ષ

ક્રિકેટ ની દુનિયા મા ફાસ્ટ મા ફાસ્ટ રમત Twenty - 20 મેચ,

કેલેંડર નું વર્ષ 2020 જાણે માનવી ની કસોટી લેવા ઊતર્યું છે મેદાન મા,

કુદરત દ્વારા ફટાફટ એક પછી એક કસોટી ઓ લેવાનું ચાલુ જ છે વર્ષ 2020 માં,

વર્ષ 2020 શરૂ થતાં આર્થિક કસોટી માંથી પાર ઉતર્યા ના ઉતર્યા,

ત્યાં કોરોના રૂપી લોઢા ના પાયે બેઠી પનોતી વર્ષ 2020 માં,

ઈમફા ને નિસઁગ રૂપી વાવાઝોડા, તીડ ના ટોળા, અતિ વરસાદ જોયા વર્ષ 2020 માં,

બાકી છે તો ભૂકંપ ના આંચકા જોવા મળ્યા વર્ષ 2020 ના મધ્ય મા,

ના જોવા નું જોઈ લીધું આ ફાની દુનિયા એ Twenty - 20 ના ઈન્ટરવલ સુધી મા,

આભ માંથી પાણી, પૃથ્વી ઉપર કોરોના ને પેટાળમાં ભૂકંપ તો સમુદ્ર મા તોફાન,

આમ આખી દુનિયા ને હંફાવી દીધી વર્ષ 2020નો અંત આવતા સુધી મા,

હે ઈશ્વર ખમૈયા કરો કસોટી લેવા નુ તો સારું વર્ષ 2020 માં,

મોકલો ડિસેમ્બર મહિના ને જલ્દી અને કરો વર્ષ 2020 પૂરું ફટાફટ ક્રિકેટ ની Twenty - 20 મેચ ની જેમ.. ...

કવિતા : 11


મૃગજળ

ગમતું હતું એ બધું મૃગજળ નીકળ્યું,

ને મહોબ્બત કરી બેઠા ઝાંઝવા ના નીર સાથે ..

જંગલી બાવળ આગળ ગુલાબ ની આશા રાખી,

ભૂલી ગ્યા હતા કે નકલી ફુલ સુગંધ આપતા નથી ,

દરેક વખતે કાદવ મા કમળ ખિલતા નથી,

વગર હવા એ ફુગ્ગા આકાશે ચડતા નથી,

ભૂલી ગયા રણ ના મૃગજળ ક્યારેય પ્યાસ બુઝાવતા નથી,

તૂટેલા તળિયા નો ઘડો લઈ અમે તો પાણી ભરવા નીકળી પડ્યા,

મીઠા જળ ની આશ રાખી હતી દરિયા થી ને નાની મીઠી વીરડી ને અજાણતા ખોઈ બેઠા,

ઊભા રહ્યા વિશાળ દરિયા ની સામે અને તરસ્યા રહી ગ્યાં.. ....

હિરેન વોરા
તા. 18/06/2020