આ વાર્તા એક પ્રેમની છે એક એવા યુગલોની જોડી છે જે પ્રેમ કર્યા પછી ફરી મળી શકતી નથી અને જીવનભર એકબીજાથી દૂર રહી જિંદગી વિતાવે છે આ એક સત્ય ઘટના ઉપર આધારીત છે કોઈ પણ વ્યક્તિ આ ની કોપીરાઇટ્સ કરવી નહીં.
આ વાર્તાની શરૂવાત 2014 માં બનેલી ઘટના પર આધારિત છે . સ્થળ,સમય, અને નામમાં ફેરફાર કરેલ છે .
અમરેલીની કે.કે. પારેખ કોમર્સ કોલેજ. જુલાઈનો મહિનો ચાલી રહ્યો છે વરસાદનું આગમન થવાનું જ છે આજે કોલેજનો પહેલો દિવસ છે આજે રુહી પોતાના ગામથી પહેલી વખત કોલેજ કરવા માટે અમરેલી આવી છે.તે આજ સુધી પોતાના ઘરથી બહાર નીકળી જ ન હતી પણ રુહીને જાણે આજે ઉડવા માટે આકાશ મળી ગયું હોય તેમ ખુશ છે તેનો સ્વભાવે એક બિન્દાસ છોકરી છે તે પ્રેમમાં માનતી નથી તે જે જિંદગી મળી છે તેને જીવી લેવી નર અહીં તે ભણવા માટે આવી છે અને તેનું સપનું પૂરું કરવા. પહેલા દિવસે કૉલેજમાં ક્લાસ રૂમ માં જાય છે પહેલી બેન્ચ પર બેસે છે અને તેની સાથે બેસતી એક છોકરી સાથે મિત્રતા કરે છે તેનું નામ કોમલ છે તેની સાથે તે હવે થોડી ઘણી વાત કરીને બહાર નીકળે છે રિશેષ પડતા અને કેન્ટીન તરફ બંને ચાલવા લાગે છે . કેન્ટીનમાં નાસ્તો કરીને ફરી ક્લાસ માં આવે છે અને લેકચર માં બેસે છે .એક દિવસ આમ જ પૂરો થઈ જાય છે તેના ગામની બીજી છોકરીઓ પણ તેની સાથે બસ સ્ટોપ પર આવે છે ને ઘરની બસ પકડી ઘર તરફ જાય છે હવે આ રોજ નું રૂટિન બનતું રહે છે. તો બીજી બાજુ તેની કૉલેજમાં બને તેની પાસે બેસતો અભી પણ તેની સાથે હવે થોડી થોડી મિત્રતા કરે છે બુક ની આપ લે થી શરૂ થઈને મેસેજ અને કોલ અમે whatsapp પર પણ હવે રુહી અને અભી વાતો કરવા લાગે છે આમ જ કોલેજના ત્રણ વર્ષ પુરા થઈ જાય છે ને અભી પણ પોતાના બિઝનેશ માં ધ્યાન આપવા લાગે છે રુહી સાથે અત્યાર સુધી મિત્રતા હતી તે ક્યારે પ્રેમમાં ફેરવાય ગઈ એતો ના રુહી ને ખબર હતી ના અભી ને .રુહી અને અભી કોલેજ પુરી થયા છ મહિના પછી થોડી ફેમિલીની વાતો પણ કરતા થાય છે અને એકબીજા લાગણીથી જોડાઈ જાય છે .
આ લાગણી તે બંને ને એટલી હદ સુધી વધી જાય છે કે એકબીજા વગર વાત કર્યા વગર હવે દિવસ કાઢવો પણ મુશ્કેલ બની જાય છે. હવે બંને એકબીજાને મળ્યા વગર જ એક પ્રેમની રાહ પર ચાલવા લાગે છે. અને તેં બંને ક્યારે મળતાં પણ નથી તો પણ તેનો પ્રેમ દિવસે ને દિવસે વધતો જ જાય છે . આમ રુહીના ઘરે રુહી માટે છોકરો જોવાની વાત શરૂ થાય છે .રુહી તો હિમ્મત કરીને રુહીના મમ્મીને અભી વિશે બધું જણાવી દે છે પણ જ્ઞાતિ અલગ હોવાથી રુહીના મમ્મી આ સબંધ સ્વીકારી શકતા નથી અને રુહીના પપ્પા ને આ બધી વાત કરે છે અને રુહીના મેરેજ અભી સાથે કરાવવાની ના પાડી દે છે રુહી પણ તેના પપ્પા વિરુદ્ધ જઈને લગ્ન કરવા માનતી નથી તો અભી પણ તેનો સાથ આપે છે રુહીના લગ્ન 1 વર્ષની અંદર લગ્ન કરાવી આપે છે . રુહી પણ લગ્ન કરી તો લે છે પણ અભીને ભૂલી શકતી નથી તો બીજી તરફ અભીનો પણ હાલ આ જ છે રુહી લગ્ન ના બે વર્ષ પછી બધા કોલેજના મિત્ર મળતા અભી અને રુહી ફરી એકવાર નજર મળે છે અને એકબીજાનો પ્રેમ ફરી બંને ની આંખોમાં જોવા મળે છે .
રુહી ફરી એકવાર અભી તરફ જુકવા લાગે છે અને કહે છે કે અભી મેં તારી સાથે લગ્ન કરી લીધા હોટ તો સારું હતું .હું ઘણી પસ્તાવું છું કે તારી સાથે લગ્ન ન કરીને મેં ઘણી મોટી ભૂલ કરી છે.જો મેં ત્યારે તારી વાત માની લીધી હોત તો હું પણ ખુશ હોત અને તું પણ. હવે જે થઈ ગયું છે તેને કોઈ બદલી શકતું નથી હા મારા લગ્ન ભલે થયા તો પણ તને તો કોઈ દિવસ ભૂલી જ નહીં શકું. હા શરીર થી મારા પતિ ની ભલે થઈ ગઈ પણ આત્મા થી અને લાગણીથી તો તારી જ રહીશ.હવે આ આપણી છેલ્લી મુલાકાત હશે તેટલી વાત કરી રુહી આંખોમાં આંશુ લઈને ઘર તરફ નીકળી જાય છે તો બીજી તરફ અભીની હાલત પણ કંઈક એવી જ હોય છે.
જરૂરી નથી કે જે જેને પ્રેમ કરે તે જ મળે ક્યારેક ના મળેલો પ્રેમ પણ જબરદસ્ત હોય છે.ના અભી હવે કોઈ બીજાને રુહી ની જગ્યા આપી શકે છે ના રુહી અભી સિવાય કોઈ ને ? શુ પ્રેમ કરવો ગુનો છે ? શું જ્ઞાતિ અલગ હોવી તો લગ્ન કેમ ના થાય ? કોઈ પાસે જવાબ હોય તો જરૂર આપજો.