મુંબઈ... હા આમચી મુંબઈ.. સપના દેખાડતી દુનિયા. માત્ર 2 થી 3 કલાક નિદ્રાધીન થતું હશે આ શહેર. જેટલી ઉંચી અહીંની ઇમારતો એટલા જ ખુશમિજાજ લોકો. સામાન્ય રીતે મુંબઈ માટે કહેવાય છે અહીં નોકરી અને રોટી મળવી જેટલી સહેલી છે એટલો ઓટલો મળવો નહીં અને વાત કેટલેક અંશે સાચી પણ છે.
આવા ભાગતા, પોતાની જ ધૂનમાં દોડતા શહેરમાં કંઈક બનવાના સપના સાથે પલાશી એ કામ શરૂ કર્યું હતું. ફઈ ને ત્યાં રહી ફેશન ડિઝાઇનર સાથે કામ કરતી પલાશીને મુંબઈ ની આબોહવા સદી ગઈ હતી. રોજ સવારે 8 વાગે અંધેરીથી સાંતક્રુઝ ની લોકલ પકડતી. એના માટે લોકલમાં મુસાફરી કરવી એક રોમાંચ હતો.
રોજ નવા લોકોની સાથે વાતો કરવાની, સતસંગ કરવાની એને મજા પડતી. રોજની જેમ આજે પણ પ્લેટફોર્મ પર ઉભી લોકલની રાહ જોતી હતી, ત્યાં એની નજર એક આધેડવયના પુરુષ પર પડી. ઉંચો, જરા શ્યામવર્ણ પરંતુ મનમાં વસીજાય એવો આ પુરુષ જાણે એની તરફ આવતો લાગ્યો અને ખરેખર એવું જ હતું. હાય ! આઈ એમ પુનિત.. કેન ઉ હેલ્પ મી પ્લીઝ.. બસ આટલું પર્યાપ્ત હતું મિત્રતા માટે.
દિવસો પસાર થતા બંનેના સંબંધો ઘનિષ્ઠ મિત્રતામાં ફેરવાયા. પાલસીને પુનિતનો સાથે ગમવા લાગ્યો હતો. એક દિવસ પુનિત ખૂબ વ્યાકુળ અને વિચારોના વમળમાં ઉડે ઉતારતો મધ દરિયે પોતાની ડૂબતી કશ્તીને બચાવવા પ્રયત્ન કરતો હોય એમ પલાશી પાસે આવીને બેઠો. રોજની જેમ પલાશી એ પૂછ્યું, હાય સ્વીટહાર્ટ કેમ આજે આમ ખોવાયેલો છે.
પુનિતને તો જાણે જોઈતું તું ને વૈદે કીધું જેવું થયું. પોતાના મનનો ઉભરો ઠાલવતા બોલ્યો, " શું કરું સમજાતું નથી. હવે આ ઉંમરે પણ જો બાળકો ના સમજે તો શું કરવું." થોડીવાર માટે સમજવાનો પ્રયત્ન કરતી હોય એમ પલાશી મૌન રહી. પછી આશ્ચર્યથી કહ્યું, " તમે તો કહેતા હતાને કે તમારા લગ્ન..." હા મારા લગ્ન નથી થયા પલાશી. પરંતુ મારે બાળકો છે.. અને મનથી માનેલી પત્ની પણ.
પલાશી માટે આ વાત સમજવી કદાચ કઠિન હતી. છતાં પોતાની જાતને સ્વાસ્થ કરતા આગળ સમજવાનો પ્રયત્ન કરતી રહી અને પુનિત કહેતો રહ્યો.
છેલ્લા 20 વર્ષોથી હું અને બેલા એકબીજાની સાથે છીએ. ચોક્કસ અમે કારણોવસાત લગ્ન નથી કર્યા. પરંતુ એકબીજાને આજે પણ અતૂટ પ્રેમ કરીયે છીએ. આજે આટલા વર્ષે બેલના બાળકો સામે આ સત્ય આવ્યું છે અને તેઓની નજરમાં તેમની માં ચરિતરહીન બની ગઈ છે. આજની આ પરિસ્થિતિ માટે હું જવાબદાર છું. હવે સમાજમાં અત્યાર સુધી છુપાવેલા સંબંધ નો સામે આવશે અને બદનામી થશે એ અલગ.
આખી વાતનો બરાબર ચિતાર મેળવ્યા પછી પલાશી એ પુનિતનો હાથ પોતાના હાથમાં લઈ સાંત્વના આપતા કહ્યું, "તમે મારા કરતાં મોટા તથા અનુભવી છો. અહીં મને કશું જ ખોટું નથી લાગતું. તમારો સંબંધ તમારો પોતાનો છે. તમે એકબીજાને પ્રેમ કરો છો એ છુપાવું શા માટે જોઈએ. એવું કયાં પુરાણ કે કાયદામાં લખ્યું છે કે તમે જેને પ્રેમ કરો એની સાથે જ જીવન વિતાવો અથવા એને કોઈ નામ આપો. આ બધા આપણાં સમાજે ઉભા કરેલા ઢકોસલા છે. દંભી સમાજ અને તેના કહેવાતા આગેવાનો ની વિચારધારા છે.
એક સ્ત્રી જાણે છે કે એણે કોની સાથે શું અને કેટલા અંશે સંબંધ આગળ વધારવો જોઈએ. આ અંગે દુનિયા કઈપણ નક્કી કરવા અસમર્થ છે. પ્રેમ પૂછીને થોડો થાય છે.. એ તો સ્ત્રી અને પુરૂષ વચ્ચે પગરતાં અનન્ય, દીર્ઘ લાગણીઓનું એક પ્રતીક છે. મારા મતે તો આવો પ્રેમ શારીરિક જરૂરિયાત કે માનસિક ગઠબંધનથી પર એક અનુભૂતિ છે.
પલાશીની આ વાતથી પરમ તૃપ્તતાના આલિંગનનો એહસાસ સમાવતો પુનિત ચીર નિદ્રામાં પોઢી ગયો.
ક્રમશ :