Astitva - 8 in Gujarati Fiction Stories by Aksha books and stories PDF | અસ્તિત્વ - 8

The Author
Featured Books
Categories
Share

અસ્તિત્વ - 8

આગળના પ્રકરણમાં જોયું કે અવની સાથે પાઠક સર ખરાબ વર્તન કર્યું, ........એ ઘટના પછી અવની રૂમ બંધ કરીને બહુ રડે છે..., હવે આગળ.......,

અવનીની આંખોમાંંથી અશ્રુુની ધાર વહેવા લાગી ,... આંખોની સમક્ષ પાઠક સરનું એ કરેલું કૃત્ય તરવતું હતું,, અને મનોમન બાળપણના જખ્મો પણ તાજા થઈ ગયા... યાદ આવી ગયો એ દિવસ પણ....મનમાં જ વિચારોનું વમળ ઉપડે છે....,

કેટલી નાની ઉંમર હતી મારી ,જ્યારે મંદિરમાં હું કોઈનો શિકાર બની હતી.. બરોબર યાદ છે એ દિવસ જ્યારે હું મારા નાના-નાના ફ્રેન્ડ્સ સાથે મંદિરમાં ગઈ હતી......
પહેલા તો શિવજીના દર્શન કર્યા કે ના કર્યા પણ પ્રસાદી લેવા માટે બહુ જાપ-જપી કરી....એટલે મંદિરના પુજારીએ કહ્યું કે સામેની દીવાલ પર બધા બાળકો ભેગા થઈ ભગવાનના પોસ્ટર લગાવી દો....., પછી તમને પ્રસાદી આપીશ...
બાળપણમાં કંઈક આવું કામ મળે એટલે કેવો આનંદ આવતો... હરખ ની સાથે અમે બધાય દીવાલ પર પોસ્ટર લગાવતા હતા..., પહેલા તો કાંઈ ફેવિકોલ જેવું નહિ,,,, દેશી ઉપાય ચાલતા...
ઘઉંના લોટમાં પાણી નાખી એની પેસ્ટ જેવું બનાવ્યું... કહેવાય એને દેશી ફેવિકોલ .... બધા એક એક પોસ્ટર અને નાની વાટકી દેશી ફેવિકોલની લઈને ટેબલ પર ચડ્યા....
જોત જોતામાં બધાનું કામ થઈ ગયું એટલે પુજારીએ બધાને પ્રસાદી આપી...મારી સાથે રહેલા તમામ જતા રહ્યા બસ હવે હું હતી મંદિરમાં...
મંદિર એક એવી પવિત્ર જગ્યા કે ત્યાં કોઈપણ જાત નો ભય ના લાગે... અને હું તો માત્ર દસ વર્ષની તો મારી માટે શું ભય,,,? શું દુઃખ ?
હું મારા ધ્યાનમાં બાકી રહેલું એ એક પોસ્ટર લાગવતી હતી..... ત્યાંજ પગ ઉપર કંઈક ચડતું હોય એવો અહેસાસ થયો... ત્યાંતો એ હાથ સાથળ પર આવી ગયો... તરત પાછું વળી જોયું તો એ બીજું કોઈ નહિ પણ એ પૂજારીનો હાથ હતો...
મારા હાથમાં રહેલી એ દેશી ફેવિકોલની વાટકી સીધી મારી ફેવરિટ મરૂન ફ્રોક પર પડી ,અને ત્યાંથી હું હેબતાઈને બહાર નીકળી ગઈ..... નાની ઉંમર હતી છતાં સારા ખરાબ સ્પર્શ અનુભવી શકાય એવી તો બુદ્ધિ હતી.....પણ ત્યારે નાતો ઉંમર હતી, કોઈને કાંઈ કહેવાની અને ના બદલો લેવાની....
દસ વર્ષ એટલે બાળપણ.... આ ઘટના બહુ મન પર ના લીધી અને સમય સાથે થોડી ઝાંખી પડી ગઈ.... પણ આજે આ વાત યાદ આવી ગઈ એ
ઘટના પછી હું કોઈ દિવસ એ મંદિરે પણ નથી ગઈ....
મંદિર અને શાળા કહેવાય છે એકદમ પવિત્ર સ્થળ પણ ત્યાં આવા પાપીઓ પણ રહેતા હશે એની કદાચ જાણ ન હતી......
આજે બધું જાણવા છતાં હું શું કરી શકીશ...? કોણ સમજશે મને? વાત બહાર આવી તો પપ્પાની ઈજ્જત નું શુ.., ? આંગળીઓ તો મારી પર જ ઉઠશે..... મયંક? પણ કંઈ રીતે ?
એ તો પહેલાથી જ ના પાડતા હતા કે નથી જવું ટ્યૂશન છતાં હું માની નહિ ...જો એને ખબર પડશે તો મારો વિશ્વાસ કરશે શુ? એક એમનો ગુસ્સો અને બીજો એમનો શક વાળો સ્વભાવ... હું ક્યાંક આ ઘટનાથી મયંકને ખોઈ નાખીશ તો???
વિચારોમાં ખોવાયેલી અવનીનું ધ્યાન તૂટ્યું જોયું તો બેડ પર પડી રહેલા મોબાઈલમાં ફોન આવતો હતો... મોબાઈલ ડિસ્પ્લે પર જોયું તો મયંકનો ફોન હતો....
મોબાઈલ હાથમાં લેતા અવનીના હાથ પણ ધ્રુજતા હતા... , છતાં ફોન રિસીવ કર્યો...

અવની : હલ્લો ( રડુમસું અવાજે)

મયંક : કેમ રડે છે તું.. ? તારો અવાજ કેમ ભારે લાગે લાગે છે???

અવની : કંઈ નહીં તમને એમ જ એવું લાગે છે...

મયંક : દુનિયાથી તું છુપાવી લઈશ પણ મારાથી નહીં... બોલ શું થયું તને..( ગુસ્સામાં)

અવની : કાંઈ નથી થયું...

મયંક : તારે બોલવું છે કે હું ઘરે આવું ?

અવની : પાઠક સરના ઘરે બનેલી ઘટનાની દરેક વાત એ મયંકને કહે છે....( રડતા રડતા)

મયંક : તને પહેલા કીધું હતું, પણ તારે ક્યાં માનવું છે મારું..., હવે જે થયું એ.. તને કોઈ જોવે એ પણ મને નથી ગમતું તો તને સ્પર્શ કરે એ હું ક્યાંથી ચલાવી લેવાનો હતો...( ગુસ્સામાં)

અવની : તમને મારી પર વિશ્વાસ છે ??

મયંક : હા..માનું છું કે બહુ ઝગડો કરું છું તારી સાથે... શક પણ કરું છું...., તું ભલે ફ્રી માઈન્ડની છે.., તને વેસ્ટર્ન કલચર ગમે છે.... તને ડ્રેસ પણ પહેરવા નથી ગમતા છતાં તું મારી માટે આ બધું મુકવા તૈયાર છે... અને આ બાબત પર જો હું તારો સાથ ના આપું તો મારાથી સ્વાર્થી કોઈ માણસ ના કહેવાય....હું ઘરે આવું છું.. ફોન કરું એટલે છત પર આવજે...

અવની : હા...
( શું કરશે મયંક.......)
* ક્રમશ..........*