માથે આટીયાળી પાઘડી હોય, પગમા પાતળી મોજડી પહેરી અને હાથ માં કળિયાળી ડાંગ લઈને અમેરિકાની બજારુમાં લટારુ મારતો હોયને એ સાચો ગુજરાતી..
દેશ બદલે પણ પહેરવેશ ના બદલે એ સાચો ગુજરાતી..
દુનિયાની બધી જ ભાષા ગુજરાતીમાં બોલે એ સાચો ગુજરાતી..
ડાયાબીટીસ હોય છતા પણ લાડવા પચાવી જાય એ સાચો ગુજરાતી..
જે મનમાં ધારે એ કરીને જ જંપે એ સાચો ગુજરાતી..
અમેરિકા નાં વ્હાઇટ હાઉસ માં પણ જેને જોઈને ગુજરાત યાદ આવી જાય એ સાચો ગુજરાતી..
મીઠા બોલા અને મીઠું ખાવાના શોખીન એ આપણે ગુજરાતી..
શુધ્ધ, સાત્વિક અને શાકાહારી પ્રજા એટલે આપણે ગુજરાતી..
માણસાઈ જેના લોહીમાં હોય અને મહેમાન જેના માટે ભગવાન એ આપણે ગુજરાતી..
ટાલ અને ફાંદ નું ટેન્શન લીધા વગર આખા ગામને દોડતું કરે એ આપણે ગુજરાતી.
જે પાઘડીએ વર્તાય જાય એ આપણે ગુજરાતી..
જ્યાં ૪૫ વર્ષનાં બેનને પણ મેકઅપ કરવાનો ક્રેઝ એ આપણે ગુજરાતી..
નવરાત્રી ના નવ દિવસ જે ભાન ભૂલીને નાચે એ આપણે ગુજરાતી..
પુસ્તકની પણ પાલખી કાઢે એ આપણે ગુજરાતી..
માવા ને જે સૌથી વધારે માન આપે એ આપણે ગુજરાતી..
બે ટાઇમ ખાવાનું ન આપો તો ચાલે પણ પાંચ મિનિટ ચા માં મોડું ન ચલાવે એ આપણે ગુજરાતી..
પાણાને પણ પાટુ મારીને પૈસા પૈદા કરવાની તાકાત ધરાવે એ આપણે ગુજરાતી..
દુનિયાનાં તમામ દેશોનાં પાયામાં કોઈ હોય તો એ આપણે ગુજરાતી..
અમેરિકાની ૫૦% હોટેલ અને મોટેલનાં માલિક એટલે આપણે ગુજરાતી..
મોટી કંપનીમાં નોકરી કરવા કરતા પોતાની ચા ની લારી નાંખી ખુશ રેતા એ આપણે ગુજરાતી..
વેપાર જેની ગળથૂંથીમાં એ આપણે ગુજરાતી..
સૌથી ઊંચા સ્ટેચ્યુ ના વારસદાર એટલે આપણે ગુજરાતી
અમેરિકાની અંદર એક અમેરિકન માણસની સરેરાશ ઇન્કમ કરતા એક ગુજરાતીની સરેરાશ ઇન્કમ ત્રણ ગણી વધારે છે એ આપણે ગુજરાતી..
શેર બજારના સિંહ એટલે આપણે ગુજરાતી..
ઢોકળા ખાય ને પણ દુશ્મનોને ઢીબી નાખે એ આપણે ગુજરાતી..
દુનિયાના ગમે એ ખૂણે જાય થેપલા,ખાખરા,ફાફડા સાથે લેવાનું ન ભૂલે એ આપણે ગુજરાતી..
કપડાના થેલા કરતા ખાવાનો થેલો મોટો હોય એ આપણે ગુજરાતી..
આદિવાસીઓ નાં ઘર ઉપર પણ ટાટા સ્કાય જોવા મળે એ આપણું ગુજરાત...
ભારતને બે પ્રધાનમંત્રી આપનાર ધરતી એકશ્રી મોરારજી દેશાઈ અને બીજા શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી એ આપણું ગુજરાત...
ભારતને બે રાષ્ટ્રપુરુષની ભેટ આપનાર ધરતી એકશ્રી મોહનદાસ કરમચંદ ગાંધી અને બીજા સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણું ગુજરાત...
દુનિયાનાં ૧૦ હીરામાંથી ૮ જ્યાં ઘસાય એ આપણું ગુજરાત..
રામને પણ જ્યાં ડોકાવું પડે એ આપણું ગુજરાત...
કાનુડાને પણ જ્યાં રાજ કરવાનું મન થાય એ આપણું ગુજરાત...
દુનિયાની બધી ભાષામાં જે સૌથી મધુર ભાષા એટલે આપણી ગુજરાતી..
# આ અમારું ગુજરાત #
અમેરીકા જોયું, ઓસ્ટ્રેલિયા જોયું ન જોયું બીજું ગુજરાત,
આવી ધરતી, આવા લોકો ન જોયા ક્યાં ય પરદેશ..
રાખડી નો જ્યાં મોલ નથી ને ભાઈ બેન નો પ્રેમ નથી,
જાહલ ની ચીઠી વાંચે રા નવઘણ એવું છે ગુજરાત..
પીઝા બર્ગર ને બિયર બાટલી આના ઉપર આખો દેશ,
ઓરો - રોટલો, કઢી - ખીચડી ચાખે છે ગુજરાત..
ભાઈ-ભાઈ ને ભાવ નથી ને સમય આયા બોવ ઓછો છે,
ગામ કાજે પાળિયા ને મહેમાનો માટે માથા આ મારું ગુજરાત..
લગન ની કોઈ પ્રથા નથી ને ડાઇવોર્સ સામાન્ય વાત છે,
વાટ નીરખતી, ટોડલે ઉભી ગુજરાતણ, એવું છે ગુજરાત..
માં - બાપ ની ત્યાં કીંમત નથી છોકરા પોલીસ બોલાવે છે,
માં નું વેલણું, બાપા ની લાકડી એ મારું ગુજરાત..
પૈસા ની જ્યાં કિમત છે અને ઈજ્જત કંઈ માયને નથી,
માન, મર્યાદા ને મોભો જેની પહેચાન આ અમારું ગુજરાત.