Wolf Dairies - 7 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 7

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 7

થોડી જ વારમાં સિયા અને શ્લોક બંને એક તળાવ પાસે આવી પહોચ્યા. ત્યાં આસપાસ બહુ બધું ઘાસ હતું. એ જગ્યાએ થોડાં લાકડા મુકીને આગ પેટાવી હતી. તેની આસપાસ બે છોકરા અને બે છોકરીઓ બેઠી હતી. રોમી પણ ત્યાં જ હતો.

“હેય દોસ્તો. આખરે તું એને અહી લઇ જ આવ્યો.” રોમીએ સિયા અને શ્લોક તરફ આગળ વધતા કહ્યું.

શ્લોક અને રોમીની મદદથી સિયા ત્યાં આગ પાસે જઈને બેઠી.

“આ અમારી કોલેજના મિત્રો છે. અમારી સાથે ઇન્ટર્ન ડોક્ટર છે. અને દોસ્તો આ છે સિયા. અમારા બંનેની દોસ્ત.” શ્લોકએ બધાની ઓળખાણ કરાવી.

સિયા બધા સાથે વાત કરવા લાગી.

શ્લોકએ ગિટાર લઈને અચાનક જ મ્યુસિક વગાડવાનું શરુ કર્યું. અને રોમીએ એક છોકરી તરફ હાથ લંબાવ્યો. બીજા બે કપલ પણ નાચવા લાગ્યા.

“સુન મેરે હમસફર.. ક્યાં તુજ્હે ઇતની સી ભી ખબર... કે તેરી સાંસે ચાલતી જિધર.. રહુગા બસ વહી ઉમ્મર ભર...” શ્લોક સિયા સામે જોઈને ગાઈ રહ્યો હતો.

સિયાએ જાંબલી રંગનો નાઈટ ડ્રેસ પહેર્યો હતો. તેના કાળા વાળ ખુલ્લા હતા. તે શ્લોક સામે જોઇને શરમાઈને પોતાના ઉડતાં વાળ કાન પાછળ લાવી રહી હતી.

સિયાએ આજ પહેલા શ્લોક પર ધ્યાન આપ્યું નહોતું. પણ આજે તેની નજર શ્લોક પરથી હટતી નહોતી. શ્લોકનો લાંબો ચહેરો.. કાળી આંખો.. લાબું નાક.. થોડી દાઢી મૂછો.. અને ઘેરા વાળ.. તેને એક સુંદર દેખાવ આપી રહ્યા હતા. અને જ્યારે તે હસતો ત્યારે સિયાનું હૃદય એક ધબકારો ચુકી જતું હતું.

બધાએ ત્યાં બેસીને બહુ વાતો કરી. નાસ્તો કર્યો અને પછી બધા છુટા પડ્યા.

સિયા, રોમી અને શ્લોક પણ ઘરે આવી ગયા. બાય કહીને રોમી પોતાના રૂમ તરફ જવા લાગ્યો.

“મજા આવીને?” શ્લોકએ સિયાને રૂમ તરફ લઇ જતા કહ્યું.

“હા. થેંકયુ.” સિયાએ ખુશ થઈને કહ્યું.

“તમારી સેવામાં હાજર.” કહીને શ્લોકએ માથું ઝુકાવ્યું.

“તને ખબર છે શ્લોક? હું જયારે મારા ઘરે હતી, ત્યારે રાતે ધાબા પર જઈને તારાઓને જોતી. મને એ ક્ષણ બહુ સુંદર લાગતી.” સિયાએ યાદોમાં ખોવાતા કહ્યું.

“તો એમાં શું વાંધો છે? ચાલ આપણે અત્યારે જઈએ.” શ્લોકએ વ્હિલચેર રોકતા કહ્યું.

“હું સીડીઓ કઈ રીતે ચડીશ ડફર?” સિયાએ હસીને કહ્યું.

“આવી રીતે.” કહીને શ્લોકએ સિયાને પોતાની બાહોમાં ઉઠાવી લીધી. અને સીડીઓ તરફ ચાલવા લાગ્યો.

“શ્લોક પ્લીસ મને છોડ. હું પડી જઈશ.” બુમ પાડતા સિયાએ કહ્યું.

“એય.. બુમો ના પાડીશ. બધા ઉઠી જશે. અને હું તને છોડી દઈશ તો તું પડી નહિ જાય?” હસીને તેણે કહ્યું.

“મને ડર લાગે છે યાર. નથી જવું મારે.” સિયાએ ગભરાતા કહ્યું.

“તને મારા પર વિશ્વાસ છે ને? તો તું મારી સામે જો. બીજું કઈ ના વિચારીશ.” શ્લોકએ ઉભા રહેતા કહ્યું.

સિયાએ હકારમાં માથું હલાવીને શ્લોકની આંખોમાં જોયું.

“મને પકડી લે નહિ તો પડી જઈશ.” હસીને શ્લોકએ કહ્યું.

સિયાએ શ્લોકના ખભા ફરતે પોતાના હાથ વીટાળી દીધા. શ્લોક સીડીઓ ચડવા લાગ્યો.

“સિયા. આપણે આવી ગયા. છોડવાનો ઈરાદો નથી કે શું?” સિયાની નજીક જતા શ્લોકએ કહ્યું.

સિયા અચાનક જ ભાનમાં આવી. તેણે શ્લોક ફરતેથી હાથ હટાવી લીધા.

ધાબા પર નીચે જ તે બંને બેસી ગયા. ચાંદનું અજવાળું ફેલાયેલું હતું. અને તારા આકાશની સુંદરતા વધારી રહ્યા હતા.

“આ કેટલું સુંદર છે ને?” સિયાએ તારાઓ તરફ જોતા કહ્યું.

“હા બહુ જ.” સિયા તરફ જોઇને શ્લોકએ કહ્યું.

“શ્લોક...” સિયાએ તેની તરફ ખોટા ગુસ્સાથી જોયું.

“મજાક કરું છુ. સોરી.” શ્લોકએ હસીને કહ્યું.

બંને થોડી વાર ત્યાં એમ જ ચુપચાપ બેઠા રહ્યા. અને પછી નીચે આવી પોતપોતાના રૂમમાં જઈને સુઈ ગયા.

ધીમેથી નાની ધાબળો ઓઢીને સિયાના રૂમ તરફ આવી રહ્યા હતા. તે આજુબાજુ ધ્યાન રાખી રહ્યા હતા, જેથી કોઈ તેમને જોઈ ના જાય.

તેમણે ધીમેથી સિયાના રૂમનો દરવાજો ખોલ્યો. સિયા સુતી હતી.

“તું ભલે એ નાં હોય. પણ ખબર નહિ કેમ આટલા વર્ષો પછી મને તેની યાદ અપાવે છે. હું તને આમ દુઃખમાં તો નહિ જ જોઈ શકું.” તેમણે નજીક આવી સિયાના માથા પર વ્હાલથી હાથ ફેરવ્યો.

તે સિયાના પગ તરફ વધ્યા. અને ધીમેથી પોતાનો હાથ તેના પગ પર ફેરવ્યો. તેમાંથી એક ગુલાબી પ્રકાશ આવવા લાગ્યો. જેવો નાનીએ હાથ હટાવ્યો, તે પછી પ્રકાશ આવતો બંધ થઇ ગયો. સિયા સામે જોઇને તે બહાર નીકળી ગયા.

“શ્લોક, રોમી, ક્રિસ અંકલ.... નાના નાની... જલ્દી આવો...” સિયાએ બુમ પાડી.

“સવાર સવારમાં શું થયું?” આંખો ચોળતા રૂમની બહાર આવતા શ્લોકએ કહ્યું.

“શું થયું?” રોમી અને ક્રિસ પણ સિયાના રૂમ પાસે આવ્યા.

“જોવો...” સિયા પોતાના પગ પર ઉભી હતી.

“તું ચાલવા લાગી. પણ કેવી રીતે?” સિયાને જોઇને ક્રિસએ કહ્યું.

“હા. હજુ કાલે તો તું ઉભી પણ નહોતી થઇ શકતી.” રોમીએ કહ્યું.

“ખબર નહિ. આ કઈ રીતે થયું. મને પણ નથી ખબર. હું આજે સવારે ઉઠી તો મારા પગમાં જરાય દુઃખાવો નહોતો. મેં નીચે પગ મુકવાની કોશિશ કરી જોઈ. અને હું ચાલી શકતી હતી. દુઃખાવો પણ ગાયબ થઇ ગયો.” ચાલીને બતાવતા સિયાએ કહ્યું.

નાના નાની પણ ત્યાં આવી પહોચ્યા.

“નાની.. જોવો હું ચાલી શકું છું.” સિયાએ નાની પાસે જઈને કહ્યું.

“હા” સિયાનો હાથ પકડી ખુશ થતા નાનીએ માથું હલાવ્યું.

ક્રિસ અને નાનાએ નાની સામે જોયું.

“તમે વાતો કરો. હું ચા નાસ્તો તૈયાર કરી દઉં.” નાની કહીને બહાર નીકળી ગયા. ક્રિસ અને નાના પણ સમજી ગયા હતા કે આ કામ નાનીનું જ હતું. પણ તેમણે કઈ કહ્યું નહિ.

“વાહ સિયા હવે તો તું કોલેજ પણ જઈ શકીશ.” શ્લોકએ કહ્યું.

સિયા વિચારમાં પડી ગઈ.

“હવે તો આપને ત્રણ ફરવા પણ જઈ શકીએ. અને મુવી જોવા પણ. બહુ જ મજા આવશે.” ખુશ થતા રોમીએ કહ્યું.

“તમારે બંનેને આજે હોસ્પિટલ નથી જવાનું?” તેમની વાતો અટકાવતા સિયાએ કહ્યું.

“આ તારી બુમો સાંભળીને આવી ગયા. બાકી હું તો હોસ્પિટલ જ જતો હતો.” હોશિયારી મારતા શ્લોકએ કહ્યું.

“ચલ જુઠ્ઠા, હજુ હમણાં જ ઉઠ્યો છે. નાહ્યા વગરનો આમ જ હોસ્પિટલ જવાનો હતો?” શ્લોકના કપડા સામે જોઇને મજાક ઉડાવતા સિયાએ કહ્યું.

“પોતે જાણે ભૂત જોઈ લીધું હોય એમ બુમો પાડે છે ને મને કહે છે.” કમર પર હાથ મુકતા શ્લોકએ કહ્યું.

“તું છે તો ખરો ભૂત..” શ્લોકને ટપલી મારતા સિયાએ કહ્યું.

“હા, બહુ સારું. જાઉં જ છુ હવે. આનો બદલો લઈશ જોજે.” કહી શ્લોક રૂમની બહાર નીકળ્યો. સિયા તેને જતા જોઈ રહી.

“તને એ પસંદ છે ને?” સિયાને શ્લોક તરફ જોતા જોઈ રોમીએ પૂછ્યું.

“શું...? ના. એ બસ મારો સારો દોસ્ત છે. અમારી વચ્ચે એવું કશું જ નથી.” સિયાએ ખચકાતા કહ્યું.

“સાચે જ?” હસીને રોમી બહાર નીકળી ગયો.

રોમીને જતો જોઈ સિયા મુસ્કુરાઈ રહી હતી.

“શું મને એનાથી પ્રેમ છે? ના હવે.. એ બસ મારું ધ્યાન રાખે છે. આ રોમી પણ ને..”

“તો પછી હું કેમ આટલી બધી ખુશ થાઉં છું..?” અરીસામાં પોતાના હસતા ચહેરાને જોઇને તેને વિચાર આવ્યો.

“એવું કઈ નથી.” વિચાર ખંખેરતી સિયા નાની પાસે ગઈ.

સિયા આજે પહેલી વાર રસોડામાં ગઈ હતી.

“નાની.. શું બનાવો છો?” સિયાએ પૂછ્યું.

“લાડવા. તું ઠીક થઇ ગઈ એની ખુશીમાં.” નાનીએ ડબ્બો ભરતા કહ્યું.

“મને ખવડાવો.” કહી સિયાએ મોઢું ખોલ્યું.

નાનીએ તેના મોઢામાં લાડવો મુક્યો.

“વાહ નાની.. તમે દુનિયાના બેસ્ટ કુક છો.” ખુશ થતા સિયાએ કહ્યું.

“તે પણ આવું જ કહેતી હતી.” વિચારોમાં ખોવાતા નાની ચુપ થઇ ગયા.

“આ ડબ્બા કેમ ભર્યા?” સિયાએ પૂછ્યું.

“શ્લોક અને રોમી હોસ્પિટલ જાય છે. તો એમના માટે ડબ્બામાં પેક કરી દીધા. જયા આ રોમીને આપી આવ.” જયા તરફ ડબ્બો લંબાવતા નાનીએ કહ્યું.

“શ્લોકને હું આપી આવું?” સિયાએ ઉત્સાહમાં આવતા કહ્યું.

“હા. તું જાતે જ એનું મોઢું મીઠું કરાવી દે.” નાનીએ સિયાને ડબ્બો પકડાવતા કહ્યું.

સિયા ફટાફટ શ્લોકના રૂમ તરફ દોડી.

સિયાએ ઉતાવળમાં પૂછ્યા વગર અચાનક જ રૂમનો દરવાજો ધક્કો મારીને ખોલી દીધો.

“શ્લોક.. તારા માટે હું શું લાવી..” રૂમમાં પ્રવેશતા સાથે જ સિયાએ કહ્યું.

“સિયા નહિ...” શ્લોકએ અચાનક જ બુમ પાડી.

****

● શ્લોકએ કેમ સિયાના આવતા જ બુમ પાડી?

● નાનીએ કઈ રીતે સિયાના પગ ઠીક કર્યા?

● શું હવે સિયા કોલજ જશે?

● સિયા અને શ્લોકની પ્રેમ કહાની આગળ વધશે ખરી?

ક્રમશઃ