Premdiwani - 17 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | પ્રેમદિવાની - ૧૭

Featured Books
Categories
Share

પ્રેમદિવાની - ૧૭

મીરાંનું મન ખુબ જ વ્યાકુળ હતું. રડી રડીને એની આખો સોજી ગઈ હતી. એના ચહેરાનું નૂર જતું રહ્યું હતું. મીરાં ઘરના એક ખૂણામાં બેઠી હતી અને મનમાં અનેક વિચારોએ તેને ઘેરી લીધી હતી. મીરાંને પોતાની સચ્ચાઈ સાબિત કરવાનો કોઈ જ રસ્તો મળતો નહોતો. એને પ્રથમ દ્વારા મળેલ પ્રહારને ઝીલવો જ પડે એવી સ્થિતિ તેની સામે હતી.

પ્રથમ પોતાના મનમાં રહેલ કપટ રચીને ખુબ જ ખુશ હતો. એનું મન એકદમ શાંત થયું હતું. ઈર્ષાએ પ્રથમના મગજને એટલું બગાડ્યું હતું કે પ્રથમ સાચું કે ખોટુનું ભાન જ ભૂલી ગયો હતો. અને મીરાં માટે તકલીફનું કારણ બન્યો હતો.

અમન તો હજુ આ દરેક વાતથી અને પ્રથમના સડયંત્રથી હજુ અજાણ જ હતો. આખો દિવસ પૂરો થયો છતાં મીરાં અમનના નજર સમક્ષ આવી નહોતી. અમનની હવે ધીરજ તૂટી હતી. મીરાંનો મોબાઈલ પણ સ્વીચઑફ જ આવતો હતો. ફરી અમનના મનમાં સંદેહ થયો કે મીરાં જરૂર કોઈ તકલીફમાં છે. મીરાં ગામમાં હોય અને અમનને દિવસમાં એકવાર પણ નજરે ન આવે એ શક્ય નહીં પણ એવું બન્યું આથી અમનને હવે મીરાંની ચિંતા થવા લાગી હતી. મીરાંને કોઈ તકલીફ ન થાય એની પૂરતી તકેદારી અમને રાખી હતી આથી એ ખુબ ચિંતામાં પડ્યો કે મીરાંને કોઈ તકલીફ તો નહીં ને? પણ એ જાણવું કેમ? આ પ્રશ્ન સાથે તુરંત અમનને પ્રથમ યાદ આવ્યો હતો. પ્રથમ અમનના પ્રશ્નનો જવાબ શોધી લાવશે એ વાતનો અમનને વિશ્વાશ હતો.

અમને પ્રથમ પર જે વિશ્વાસ મુક્યો હતો એ જ મીરાં અને અમન માટે પરેશાનીનું કારણ બન્યું હતું. અમન માટે પ્રથમ હજુ પણ એજ બાળપણનો સાથી હતો જે દરેક મુશ્કેલીમાં હલ શોધી આપતો, પણ પ્રથમમાં હવે બદલાવ આવી ચુક્યો હતો. અમન પ્રથમ પાસે ગયો અને ખુબ જ વિશ્વાસ પૂર્વક અમને પ્રથમને મીરાં માટેની કોઈ માહિતી છે એવું પૂછ્યું હતું.

પ્રથમ જાણે કઈ બન્યું જ ન હોય એ રીતે વળતો જવાબ આપતા બોલ્યો, 'તારા પ્રેમની માહિતી મને કેમ પૂછે છે જાતે જ જાણી લે ને..'

અમનને પ્રથમનો આવો પ્રતિઉત્તર વિચિત્ર તો લાગ્યો છતાં એ સકારાત્મક રીતે આ વાતને સમજીને બોલ્યો,'હા યાર સાચી વાત છે.' અને નિર્દોષ હાસ્ય સાથે એ હસ્તો હસ્તો તપાસ કરીને આવું એવું કહી તરત પ્રથમ પાસેથી રવાના થયો. વ્યક્તિના વિચાર સારા હોય તો ખરાબ વ્યક્તિનું વલણ પણ સારું જ લાગે... અમનનું સારાપણું પ્રથમમાં પણ સારાય જ જોઈ રહ્યું હતું.

અમનને રસ્તામાં જતા જતા મીરાંની બહેન ભેગી થઈ, અમને એને રોકી અને મીરાં કેમ છે એ પૂછ્યું હતું.

અમનનો પ્રશ્ન સાંભળીને મીરાંની બહેન બોલી, ' મીરાં કાલે ખુબ રડી.. અને વાત આગળ વધારતા આગલા દિવસે જે બધું જ બન્યું એ પણ કહ્યું હતું. મમ્મી અને પપ્પાએ મીરાંનું બહાર નીકળવાનું બંધ કરી દીધું છે આથી હવે મીરાં તને મળી શકશે નહીં અને મીરાંને ફોન વાપરવાની પણ મનાઈ ફરમાવી છે, તું મીરાંથી દૂર રહેજે નહીતો એના માટે વધુ મુશ્કેલી ઉભી થશે.' આટલું કહી એ તો જતી રહી પણ અમન ને ધોળે દિવસે તારા નજરે આવી ગયા હતા.

મીરાં અને અમનના જીવનમાં અચાનક જ ઠરાવ આવી ગયો હતો જેમ તેમ કરી ને દિવસો પસાર થઈ રહ્યા હતા. પ્રથમનું સાચું રૂપ જાણીને અમન ખુબ દુઃખી થયો હતો છતાં હંમેશા પ્રથમ અમનને સહાય કરતો એ એક જ વાત એને પોતાના મનમાં યાદ રાખી અને પ્રથમના કપટને અમને નજરઅંદાજ કર્યો હતો. પ્રથમને પણ સમય જતા અમનના પ્રતિભાવને લીધે ખુબ શરમ આવી હતી કે મેં મારા ખાસ મિત્ર જોડે કપટ કર્યું પણ પૂર આવી ગયા બાદ પાડ બાંધવાનો શો મતલબ?

મીરાં માટે એમના માતાપિતાનું વલણ ખુબ કડક થઈ ગયું હતું. મીરાંને હવે ઘરની બહાર એકલા જવાની પણ છૂટ નહોતી, મીરાંનું ભણતર પણ અધૂરું રખાવ્યું હતું. હવે, મીરાં ફક્ત ઘરમાં રહી બધા જ કામમાં એના મમ્મીને મદદ કરતી હતી. મીરાંની સાથે કોઈ એક હંમેશા હાજર જ રહેતું હતું. મીરાંના મનમાં આવું પરિવારનું વલણ ખુબ તકલીફ ઉપજાવતું હતું. મીરાં કઈ જ બોલતી નહોતી પણ એના મનમાં થયેલ ઘા એને ખુબ તકલીફ દેતો હતો.

મીરાંના પરિવારને મીરાં માટે ખુબ લાગણી હતી. પણ પોતાની દીકરીનું સગપણ હિન્દૂ માં કોઈ પણ નાતમાં થાય એ ચાલે પણ અમનની નાત સાથે એમને ખુબ તકલીફ હતી. મીરાંના પપ્પા એવું ચોખ્ખું બોલતા કે, 'હું મારી દીકરીનું કન્યાદાન મુસ્લિમ નાતમાં કઈ રીતે કરું? મારે માટે એ શક્ય જ નહીં. મીરાં સમય સાથે બદલાવ લાવશે અને એણે એનો ભુતકાળ ભૂલવો જ પડશે.' મીરાંના પપ્પાએ પોતાનું ઘર પણ બદલી નાખ્યું, એ ગામમાં જ એવા સ્થળે રહેવા જતા રહ્યા કે જ્યાં અમન આવતા જતા મીરાંને જોઈ જ ન શકે.. અમન મીરાંને વારંવાર નજર આવે તો મીરાંને બધું ભૂલવું સહેલું ન લાગતા એમના પપ્પાએ પોતાનું ઘરનું ઘર વેચી બીજે ઘર લઈને ત્યાં રહેવાનો નિર્ણય અમલમાં લીધો હતો. મીરાંના પપ્પા જેટલું સરળ સમજતા હતા એટલું આ થોડી સરળ હતું?? ગામમાં પણ ગણગણાટ ચાલુ થઈ ગયો હતો પણ બધી જ વાત મુઠ્ઠીમાં બાંધીને મીરાંના પપ્પાએ પોતાની વહાલસોઈ દીકરીને માટે યોગ્ય એટલા પગલાં લીધા હતા. છતાં મીરાંના મનમાં અમનનું સ્થાન હંમેશ માટે અકબંધ હતું.

અમનના ઘરમાં પણ હવે બધા મીરાં અને અમનના પ્રેમને વિષે જાણી ચુક્યા હતા. પણ અમનના મમ્મીને જેમ પેલા વાંધો નહોતો એમ હજુ પણ આ સગપણથી આખા પરિવારને કોઈ જ તકલીફ નહોતી. અમન ભણવાની સાથોસાથ પોતાના ઘરના ધંધામાં પોતાનું ધ્યાન પરોવવા લાગ્યો હતો.

અમન અને મીરાંએ પહેલા જ આ વાત નક્કી કરેલી હતી કે બંનેના પરિવાર લગ્નમાટે તૈયાર થાય તો જ લગ્ન કરવા નહીતો હવે બંને પુખ્ત ઉંમરે હતા છતાં બંને માંથી કોઈ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરે એવું ઇચ્છતા નહોતા, અને એ વાત પણ નક્કી જ હતી કે મીરાં અમન માટે અને અમન મીરાં માટે જ બન્યા છે. ખુબ ભાગ્યશાળી હતા મીરાં અને અમનના બંનેના માતાપિતા.. આજના સમયમાં માતાપિતાની સામે એક પણ અવાજ એમના સંતાનોએ ઉઠાવ્યો નહોતો. મીરાં અને અમન બંને પોતાના પ્રેમની પવિત્રતા જાણતા હતા છતાં ખોટા આક્ષેપોની સામે પણ કોઈ જ ઉંચો અવાજ કર્યા વગર બંને પોતાના પરિવારના વડીલોના આદેશને માન આપતા હતા.

દોસ્ત! સરળ નહીં છતાં મનને મારવું પડે છે,
અઘરું હોય તો પણ કસોટી માંથી પસાર થવું પડે છે.

શું કાયમ આમ જ રહેશે મીરાં પરિવારના આદેશની અંકુશમાં?
શું મીરાં પ્રથમના જૂઠ પરથી પડદો ક્યારેય ઉઠાવશે જ નહીં?
શું હશે આવનાર ભવિષ્ય બંને પ્રેમીઓનું?

જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની'...