Wolf Dairies - 2 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 2

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 2


“તું...?” શ્લોક અને રોમી બંને લગભગ એક સાથે જ બોલી ઉઠ્યા.

“તું આ કોને ઉઠાવીને લઇ આવી છે મારા ઘરમાં?” પોતાની આંખો પર વિશ્વાસ ના થતા સેમએ કહ્યું.

“વાહ.. તમે લોકો એક બીજાને ઓળખો છો. એનાથી વધારે સારું બીજું શું હોઈ શકે? કોઈ કોફી પીશે?” કહીને કિમ રસોડામાં જવા લાગી. તેને ખબર હતી કે આગળ હવે શું થવાનું હતું.

“આ નમુના તને ક્યાં મળ્યા? અને એમને અહી કઈ ખુશીમાં લાવી છું?” અકળાઈને ઉભા થતા સેમએ કહ્યું. તે ખુબ જ ગુસ્સામાં દેખાઈ રહી હતી.

“સેમ, મેં કાલે તો તને કહ્યું હતું કે આપણી સાથે જે લોકો છે તે તારા ઘરે રહેશે બે દિવસ. અને તે મને હા પણ તો કહ્યું હતું?” કોફી બનવતા કિમએ તેને સમજાવતા કહ્યું.

“તો આ એ બે છે? સાચે જ યાર? ક્યાં ગધેડાએ આ બંનેને અહી આવા માટે પસંદ કર્યા છે?” માથે હાથ મુકતા સેમએ કહ્યું.

“ઓયે.. નમુના મતલબ શું? અમે બેસ્ટ ઓફિસર રહ્યા છીએ અમારી જગ્યા ના.” અકળાઈને ઉભા થતા શ્લોકએ કહ્યું. હવે શ્લોકને પણ ગુસ્સો આવી રહ્યો હતો.

“હું એની સાથે વાત નથી કરી રહી... સમજાઈ દે રોમી એને.” ગુસ્સાથી સેમએ શ્લોકને અવગણતા કહ્યું.

રોમીએ ઉભા થઈને શ્લોકને શાંત કરવા માટે તેનો ખભો પકડ્યો.

“વાહ શું દોસ્તી છે. જો સેમ મને ખબર છે કે આ પાછળ કોઈ સ્ટોરી હશે બાકી તું આમ ગુસ્સે ના જ થાય. પણ આજનો દિવસ સંભાળી લે. હું અત્યારે બહાર જઈ રહી છું. અને ચિંતા ના કર જેક આજે પાછો આવે જ છે. અને હું પણ બને તેટલી જલ્દી આવીશ. તું પ્લીસ સાચવી લે આજે.” હાથ જોડતા કિમએ કહ્યું.

“તારે એવું કઈ કરવાની જરૂર નથી કિમ. અમે હોટેલમાં રહી લઈશું.” અકળાતા શ્લોકએ પોતાનું બેગ પકડતા કહ્યું.

“ડેડ પણ આવશે થોડાં દિવસોમાં. મારે એની તૈયારી પણ કરવાની છે. તો મેં ડેડને પણ એક દિવસ અહી રોકવા માટે કહ્યું છે.” સેમ સામે જોઇને કિમએ છેલ્લો પ્રયાસ કર્યો. તે જાણતી હતી કે આગળ શું થવાનું છે.

“શું? ક્રિસ? વાહ..” અચાનક સેમના ચહેરાના ભાવ બદલાઈ ગયા.

“ઓકે. પણ હું આને આજનો દિવસ જ સાચવીશ.” શ્લોક સામે જોતા આખરે હાર માનતા સેમએ કહ્યું. તે ઈચ્છતી નહોતી કે શ્લોક ત્યાં રહે. પણ કિમ માટે તેણે હા કહ્યું.

“થેંક્યું.” કહીને સેમને ગળે લગાવતી કિમ, શ્લોક અને રોમીને હાથના ઇશારાથી બાય કહીને ઘરની બહાર નીકળી.

“ઓકે. તો ઉપર એક રૂમ છે અને આ પહેલો રૂમ પણ ખાલી છે, તો તમે બંને ત્યાં સામાન ગોઠવી શકો છો. પણ ઉપરના રૂમમાં જેકએ એનો કોઈક સામાન મુક્યો છે.” સેમ કહી રહી હતી.

“અમે બંને એક રૂમમાં જ રહી લઈશું.” સેમની વાતના સાંભળતા, સામાન લઈને રૂમ તરફ જતા શ્લોકએ કહ્યું.

“હાઈ સિયા.” ઘણા સમય પછી સેમને જોઈ તેને ગળે મળતાં રોમીએ કહ્યું.

“હવે હું સેમ છું.” હસતા સેમએ કહ્યું.

“ઓકે.” કહીને રોમી પણ સામાન લઈને રૂમ તરફ ગયો.

“સિયા... અહી કઈ રીતે? અને તે અહી શું કરી રહી..” સામાન ગોઠવતા શ્લોક બોલી રહ્યો હતો.

“જો શ્લોક. મને ખબર છે જે પણ થયું તે બરાબર નહોતું. પણ હવે તારે બધું ભૂલી જવું જોઈએ. કોણ સાચું હતું અને કોણ ખોટું તે આપણે કહી શકીએ તેમ નથી. સિયાને જોઇને એવું લાગે છે કે તે પોતાના જીવનમાં બહુ આગળ વધી ગઈ છે. તો તારે પણ હવે આગળ વધી જવું જોઈએ. આમ ઝગડવાનો કોઈ અર્થ નથી.” રૂમની વચ્ચે આવેલા પલંગ પર બેસતા રોમીએ કહ્યું.

“હા.” હકારમાં માથું હલાવતા શ્લોકએ કહ્યું.

“તું એક વાર એની સાથે વાત કર. સિયા સમજદાર વ્યક્તિ છે. એ સમજશે તને. અને બધું સરખું થઇ જશે.” શ્લોક સામે જોઇને રોમીએ કહ્યું.

“હું આજે જ વાત કરીશ.” શ્લોકએ રોમીની વાતથી સહમત થતા કહ્યું.

રોમી અને શ્લોક બંને પોતાના રૂમમાંથી બહાર નીકળીને મુખ્ય હોલમાં આવ્યા.

“કોફી..” હાથમાં કોફીના બે કપ પકડીને રોમી અને શ્લોક તરફ લંબાવતા સેમએ કહ્યું.

“થેંક્યું.” બંનેએ કપ હાથમાં લેતા કહ્યું.

સેમ પછી રસોડામાં જવા લાગી. આંખના ઇશારાથી રોમીએ શ્લોક સામે જોઇને વાત કરવા માટે ઈશારો કર્યો.

અચાનક જ ઘરનો દરવાજો ખુલ્યો અને એક સ્ત્રી ઘરમાં દાખલ થઇ.

“ગુડ મોર્નિંગ સેમ..” ઘરનો દરવાજો ખોલી અચાનક જ દાખલ થતા એક છોકરીએ કહ્યું.

તેણે વાદળી સ્કર્ટ અને સફેદ સર્ટ પહેરી રાખ્યો હતો. તેના વાળ પણ કિમની જેમ સોનેરી જ હતા. તે લાંબી અને પાતળી હતી. તેનો નાનકડો ચહેરો હૂંફથી ભરેલો હતો. તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

અચાનક જ તેના ઘરમાં દાખલ થવાથી શ્લોક અને રોમી ગભરાઈ ગયા.

“હાય...” સેમના ઘરમાં બેઠેલા બે નવા છોકરાઓને જોઇને તે યુવતીએ કહ્યું.

“ગુડ મોર્નિંગ.” કોફીનો કપ પકડેલા તે બંનેએ પણ જવાબ આપ્યો.

“રોમી...” અચાનક જ તેનું ધ્યાન ખેચાતા તે સોફા નજીક જઈને બોલી.

“હા. પણ તને કઈ રીતે ખબર કે મારું નામ...” તે છોકરીને જોઇને આશ્ચર્ય સાથે રોમી કહી રહ્યો હતો.

“બસ હું તને ઓળખું..” તે રોમી સામે આવીને ઘુટણના સહારે નીચે બેઠી. તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.

“તું કેમ? અરે રડીશ નહિ.. પ્લીસ..” કોફી શ્લોકને પકડાવતા, તે છોકરીના આંસુ લુછી, તેને ચુપ કરાવતા રોમીએ કહ્યું.

“ઈવ.. શું થયું?” અચાનક જ અવાજ સાંભળી રસોડામાંથી બહાર આવતા સેમએ કહ્યું.

“સેમ... આ.. રોમી..” રોમીનો હાથ પકડતા ઈવએ કહ્યું. તે હજુ પણ રડી રહી હતી.

“ઈવ.. પ્લીસ તું ઉભી થા. મારી સાથે ચાલ હું પાણી આપું તને.” કહી ઈવને ઉભી કરીને પોતાના રૂમમાં લઇ જતા સેમએ કહ્યું.

“મેં કઈ નથી કર્યું.. એ અચાનક જ રડવા...” રોમીએ સેમ સામે જોઇને કહ્યું.

“હા. ખબર છે. હું આવું.” રોમી સામે જોઇને સેમએ રૂમમાં જતા કહ્યું.

“ઈવ.. શાંત થઇ જા.” ઈવને પાણીનો ગ્લાસ આપીને બેસાડતા સેમએ કહ્યું.

“સેમ.. એ રોમી છે. એ અહી કઈ રીતે?” પાણી પીધા બાદ આંસુ લૂછતાં ઈવએ કહ્યું.

“હા ઈવ. એ રોમી જ છે. તારો રોમી. પણ હમણાં તેને એ વિશે કઈ જ ખબર નથી. અને આપણે તેને જણાવાનું પણ નથી. આપણી એક ભૂલના કારણે આખી વાત બગડી પણ શકે છે. સમજી?” ઈવને સમજાવતા સેમએ કહ્યું.

“હા. હું સમજી ગઈ.” સેમને ગળે લાગતાં ઈવએ કહ્યું.

“બધું સરખું થઇ જશે. બસ આપણે એવો ઢોંગ કરવાનો છે કે બધું ઠીક જ છે. અને આપણે કઈ જ નથી જાણતા.” ઈવના માથે હાથ ફેરવતા સેમએ કહ્યું.

“સોરી.. ઈવની તબિયત આજે જરા ઠીક નહોતી. એટલે એ જરા..” બહાર આવતા સેમએ કહ્યું.

“કોઈ વાંધો નહિ.” રોમીએ ઈવ સામે જોઇને કહ્યું.

“આ ઈવ છે. મારી દોસ્ત. અને આપણી ટીમની એક મેમ્બર પણ. અને ઈવ આ રોમી છે અને આ શ્લોક.” બધાને મળવતા સેમએ કહ્યું.

“સેમ.. આજે આપણે શોપિંગ કરવા જવાનું હતું. તને યાદ તો છે ને?” ઈવએ સેમને કહ્યું.

“શેની શોપિંગ?” શ્લોકએ પૂછ્યું.

“આપણે બધા જે ટીમમાં સિલેક્ટ થયાં છીએ તો એની ખુશીમાં એક પાર્ટી રાખી છે. તો આપણે બધાએ ત્યાં જવાનું છે. તો એના માટે ખરીદી તો કરવી પડશે ને?” ઈવએ જણાવ્યું.

“વાહ.. પાર્ટી? બહુ મજા આવશે.” ખુશ થતા રોમીએ કહ્યું.

“હા તો આપણે બધા જઈએ. એ બહાને તમે શહેર પણ જોઈ લો.” સેમએ કહ્યું.
“સારું. અમે તો તૈયાર જ છીએ.” શ્લોકએ કહ્યું.

“હા. પાંચ જ મિનીટ. હું ફટાફટ તૈયાર થઈને આવું.” કહીને સેમ પોતાના રૂમમાં જવા લાગી.

સેમ ફટાફટ તૈયાર થઈને બહાર આવી.

“તું બીમાર છે? કે પછી તને ઠંડી લાગે છે?” આખા જીન્સ અને લાંબી બાયના શર્ટ પહેરેલી સેમને જોઇને ઈવએ કહ્યું.

“અરે ચાલને હવે. મને કઈ નથી થયું.” વાત બદલતા સેમએ કહ્યું.

“તું ક્યારથી બિયર પીવા લાગી? તને તો...?” ટેબલ પર પડેલી બીયર જોઇને ઈવએ કહ્યું.

“એ જેકની છે. એ કાલે રાતે અહી જ હતો. ખબર નહિ, એ ક્યારે ઘરે ગયો. મને યાદ નથી.” હસતા સેમએ કહ્યું.

“હવે આપણે જઈએ?” અચાનક જ રોમીનું ધ્યાન શ્લોકના ગુસ્સા ભર્યા ચહેરા તરફ ધ્યાન જતા તેણે કહ્યું.

બધાએ મળીને ખુબ ખરીદી કરી. અને મસ્તી પણ બહુ જ કરી.

“બસ એ જેક મારી સામે ના આવી જાય. નહી તો બધું જ બગડી જશે.” શ્લોક મનમાં વિચારી રહ્યો હતો. એટલામાં ગાડીને બ્રેક વાગી.

*****

● ઈવ અને રોમીને શું સંબંધ હતો?

● જેક કોણ છે?

● સેમ અને ઈવ શું છુપાવી રહ્યા છે?

● શું સિયા અને સેમ એક જ વ્યક્તિ છે?

● શ્લોક અને સેમ વચ્ચે શું થયું હતું?

ક્રમશઃ