" સૌંદર્યા-એક રહસ્ય " ( ભાગ -23)
સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-22) માં જોયું કે શ્રાપ પુરો થતા પુનઃ સૌરભ બને છે..પછી એક પછી એક ઘટનાઓ બને છે.સૌરભ 'માં' ના આશ્રમથી વિદાય લે છે. ત્યાંથી નર્મદા કિનારેના સ્થાન નરસિંહપુર અને હોશંગાબાદ જાય છે.. ત્યાંના વિવિધ અનુભવ પછી ઓમકારેશ્વર જવા રવાના થાય છે..
હવે આગળ..
સૌરભ હોશંગાબાદથી નીકળતી ટ્રાવેલ્સ ટુર સાથે ઓમકારેશ્વર દર્શન કરવા પહોંચે છે..
ત્યાં મહાદેવ જીના દર્શન કરીને ખંડવા થઈને ચાણોદ, ગુજરાત જવા રવાના થાય છે.
સૌરભ ચાણોદ કરનાલી, કુબેર ભંડારીના દર્શન કરે છે.
ચાણોદના કિનારે નર્મદામાં સ્નાન કરતો હોય છે ત્યારે એક વ્યક્તિ એને જોતો હોય છે.
સૌરભ સ્નાન કરીને બહાર કિનારે આવે છે ત્યારે એ વ્યક્તિ સૌરભને બુમ પાડે છે...
સૌરભ... સૌરભ......
સૌરભની નજર પડે છે.
એક યુવાન સફેદ ઝભ્ભો અને પિતાંબર પહેરેલો હોય છે.
એ યુવાન સૌરભ પાસે આવે છે.
બોલે છે:-" મારું નામ ભાર્ગવ છે.. ને તારૂં નામ સૌરભ ને?"
"હા,બોલો , તું મને ઓળખે છે?"
"હા, તારો ફોટો મારી મમ્મી એ બતાવ્યો હતો.. લગભગ ત્રણ વર્ષ પહેલાં મધ્યપ્રદેશ ની ટુર પર ગયો હતો ને ખોવાઈ ગયો હતો.એ જ ને?"
"હા,પણ તને ખબર કેવીરીતે પડી?"
"મારી મમ્મીએ એ વાત કહી હતી. તારા એક મામા ઉમરેઠમાં રહે છે એમણે લાગતા વળગતા લોકોને તારો ફોટો અને માહિતી મોકલી હતી. તને શોધવા કેટકેટલા પ્રયત્નો કર્યા હશે? ને તારા માં બાપ પણ કેટલા દુઃખી થતા હશે? ચાલ ભાઈ મારા ઘરે.. આપણે નિરાંતે વાત કરીશું?"
સૌરભ આ વાત સાંભળીને આશ્ચર્ય પામ્યો.
સૌરભ ભાર્ગવ સાથે એના ઘરે જાય છે.
ઘરે ભાર્ગવ એની પત્ની સાથે ઓળખાણ કરાવે છે.
ભાર્ગવ:-" આ મારી પત્ની શ્યામા અને મારો નાનો દિકરો દેવ.. હમણાં તો અમે ત્રણ જણા રહીએ છીએ. ને શ્યામા, આ મારા મમ્મીના ગામનો ભાણિયો... સૌરભ.."
સૌરભને જોઈ ને શ્યામા બોલે છે:-" ભાઈ ક્યાંક ખોવાઈ જતા લાગે છે.. અહીં કેવી રીતે મળ્યા? કોઈ વિધિ કરાવવા આવ્યા છે.?"
ભાર્ગવ:-" ના,ના. બહુ જુની વાતો છે.. હું નાનો હતો ત્યારે એને ઉમરેઠમાં જોયો હતો ત્યારે એ રાધા બની હતી.." આમ બોલીને ભાર્ગવ હસ્યો.
"હા,પણ સૌરભ તું ક્યાં ખોવાઈ ગયો હતો?" ભાર્ગવ બોલ્યો.
સૌરભ બોલ્યો:-" કંઈ નહીં.. મમ્મી પપ્પા ને ખબર છે. બસ નર્મદા દર્શન કરતો અહીં આવી ગયો.... પણ મારે અહીં નારાયણ બલિ કરાવવી છે.. ભાર્ગવ તને કોઈ પંડિતજી ઓળખે છે?"
ભાર્ગવ:-" અરે હું જ કરાવું છું. હું આમ તો ભરૂચ પાસેના ગામનો પણ શ્યામા સાથેના લગ્ન પછી ચાણોદ રહેવા આવી ગયો.. અહીં સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થીઓને ભણાવું છું અને ગોરપદુ તેમજ ગુરુજી સાથે નારાયણ બલિ કરાવું છું.. હું કાલે તારા માટે વ્યવસ્થા કરી આપું.. શ્યામા તું જમવાનું બનાવ."
શ્યામાની નજર સૌરભના ડાબા હાથ પરના ટેટુ પર પડી..
જોઈને હસી..
બોલી:-" સ્વામી, આ સૌરભભાઇ તમારા મિત્ર કે સગા થતાં હસે પણ .. પણ.."
ભાર્ગવ:-" પણ..પણ.. શું ?..શ્યામા એ મારા ભાઈ જેવા જ છે.. હું ઉમરેઠ ખબર આપી દઉં કે સૌરભ ચાણોદ છે."
શ્યામા:-" નાથ, આ સૌરભભાઇ તો મારા ભાઈ જ થાય ..કેમ સૌરભભાઇ? એમ બોલીને શ્યામા ધીમેથી બોલી... સાચું ને સૌંદર્યા..!"
( શ્યામા વિશે જાણવા વાંચો મારી ધારાવાહિક વાર્તા 'દેવપ્રિયા' )
આ સાંભળીને સૌરભ ચમકી ગયો..
એણે ટેટુ સંતાડવાનો પ્રયત્ન કર્યો..
શ્યામા:-" હું શું કહું છું સ્વામી, આ થોડું કરીયાણાની વસ્તુઓ લાવવાની છે તો આ દેવ ને પણ લેતા જાવ ત્યાં સુધી અમે ભાઈ બહેન વાતો કરીએ.."
" સારું સારું.. તો હવે સૌરભને ભાઈ કહું કે સાળો?" હસતા હસતા ભાર્ગવ બોલ્યો.
ભાર્ગવ પુત્ર દેવને લઈને બજાર ગયો.
સૌરભને શ્યામાની વાતથી નવાઈ લાગી.
બોલ્યો :-" તમે મને ભાઈ તો બનાવ્યો.. પણ કેવીરીતે?"
શ્યામા:-" ભાઈ તમારા પર મહાદેવ ની કૃપા છે. મારા પર માતાજી ની.. બસ એ રીતે.. હા પણ ભાઈ તમે એક ભવમાં બે ભવ જીવન જીવ્યા! બહુ કષ્ટો ભોગવવાં પડ્યા સૌંદર્યા બનીને?"
સૌરભે શ્યામા સામે આશ્ચર્ય થી જોયું..
શ્યામા બોલી:-" ભાઈ ,તમને મહાદેવ નો શ્રાપ પછી મહાદેવ ની કૃપા મલી એ મારી દિવ્ય દ્રષ્ટિ થી જાણી લીધું."
"પણ દીદી તમે છો કોણ? આ દિવ્ય દ્રષ્ટિ તો દૈવી શક્તિ હોય તો જ મલે."
શ્યામા બોલી:-" આગાઉ હું દેવ કન્યા દેવપ્રિયા હતી.. તમારા ભાઈની સેવા તેમજ કૃપા દ્રષ્ટિથી હું પણ શ્રાપ મુક્ત થઈ. એ રીતે પણ આપણે ભાઈ બહેન.. જુઓ.. ભાઈ બીજ હમણાં તો નથી.. પણ પૃથ્વી પર તો તમે જ મારા ભાઈ.. એટલે જ્યારે ભાઈ મલે ત્યારે ભાઈ બીજ.... તમારા નવા જીવનનો ઉદય થાય છે.. હું તમને રક્ષા સૂત્ર બાંધીને જમાડીશ.. મારા ભાઈ બનશો ને?"
"હા,દીદી ,તમને તો મારો ભૂતકાળ ખબર પડી ગઈ.. હવે મારે નવા જીવનની શરૂઆત કરવાની છે ને મા-બાપ ની સેવા કરવાની છે.. એમની પસંદગી પ્રમાણે લગ્ન."
શ્યામા મજાકમાં બોલી.
"મારી બે ત્રણ સહેલીઓ સ્વર્ગમાં જ છે તેઓ પણ પૃથ્વી પર યોગ્ય પાત્ર હોય તો લગ્ન કરવા થનગને છે.. ભાઈ શું કહો છો? મેસેજ કરૂં?"
"દીદી , મારી મજાક ના કરો.. પપ્પા કહે એ પ્રમાણે જ.."
થોડીવારમાં ભાર્ગવ અને દેવ આવી ગયા.
શ્યામા એ કંકુ ટીકો કરીને રક્ષા સૂત્ર બાંધીને સૌરભ ને ભાઈ તરીકે જમાડ્યો..
બીજા દિવસે સૌરભે ભાર્ગવ પાસે નારાયણ બલિ કરાવીને પિતૃઓનું તર્પણ કર્યું.
સાંજે સૌરભે સંસ્કૃત પાઠશાળાના અગિયાર વિદ્યાર્થીઓને લાડુ નું પાકું જમણવાર કરાવ્યું..
ત્રીજા દિવસે સૌરભ સવારે અમદાવાદ જવા નીકળી ગયો.
સૌરભ અમદાવાદ પોતાના ઘરે પહોંચ્યો.
સૌરભના પપ્પા બહાર જતા હતા.ને સૌરભ ઘરે પહોંચ્યો.
સૌરભની મમ્મી અને પપ્પા ખુશ થયા.
" પપ્પા, તમે બહાર જતા હતા." સૌરભ બોલ્યો.
હા, બેટા તું આવી ગયો એટલે બધું ટેન્શન દૂર થયું. બેટા મેં નવી નોકરી કરવાની શરૂઆત કરી છે. પણ તું આવ્યો એટલે આજે રજા પાડી દઉં." એમ બોલીને સૌરભના પપ્પા એ ફોન કરીને ઓફિસમાંથી રજા લીધી.
થોડીવારમાં સૌરભ ફ્રેશ થઈ ને આવ્યો. પ્રાર્થના,પુજા કરીને મમ્મી, પપ્પા ને પગે લાગ્યો.
સૌરભની મમ્મી એ ચા નાસ્તો સૌરભને આપ્યો. ને વાતો કરવા લાગ્યા.
સૌરભના પપ્પા:-" બેટા,મારા પર ઉમરેઠથી કાલે ફોન આવ્યો હતો કે સૌરભ ચાણોદ છે.. એક બે દિવસ માં અમદાવાદ પહોંચશે . બેટા તને સારૂં તો છે ને..આ તારી મમ્મી તારી ચિંતામાં બરાબર જમતી પણ નહોતી. મને હવે માંડીને વાત કર."
"હા, પપ્પા.. કહું થોડીવારમાં"...
સૌરભની મમ્મી બોલી:-" બેટા , તું ગુજરાતમાં આવી ગયો છે એ વાત મેં પાયલને કહી હતી. એ તારી બી.કોમ.ની માર્કશીટ અને સર્ટિફિકેટ આપી ગઈ છે. એને તો ભરોસો જ નહોતો..કે તું જીવતો પાછો આવ્યો.."
થોડીવારમાં સૌરભે પોતાની વિતકકથા વિગતવાર કહી.. તેમજ પુત્ર હેમિશ વિશે પણ કહ્યું.
આ સાંભળી ને સૌરભના પપ્પા બોલ્યા:-" તો હેમિશને અહીં લાવવો હતો ને.. અમે એનો ઉછેર કરતા."
સૌરભ :-" પપ્પા,મને સૌંદર્યા તરીકે નવજીવન આપનાર તેમજ શ્રાપનું નિવારણ કરવા મદદરૂપ થનાર નો પહેલો હક્ક છે...પણ પપ્પા ,મને જીવનમાં ઘણા અનુભવો મલી ગયા.. સૌરભ તરીકે મને ચાર ચાર દીદીઓનો પ્રેમ મલ્યો.. અજાણ્યા લાગતા લોકોનો પ્રેમ ...એના લીધે જ હું અહીં આવી શક્યો."
"સારૂં.. સારું.. બેટા.. હવે બની ગયેલી ઘટનાઓ ભુલી જા. હવે નવેસરથી જીવન શરૂ કર. સાંજે તારો બાયોડેટા આપજે.. મારા શેઠને આપીશ. તને ખબર છે... હરદ્વાર થી આવ્યા પછી જુના શેઠે મારી ભલામણ હાલના મારા શેઠને કરી . મને નોકરીમાં રાખ્યો.. ઘર ચલાવવા માટે નોકરી તો કરવી પડેને. શેઠ અગ્રવાલ મારવાડી ગૃપ છે.. બહુ સારા છે."
" હા, પપ્પા મારો બાયોડેટા આપીશ. મારે પણ જોબ તો કરવાની જ છે.. પણ મારી મહેનત થી મલે તો સારું. પણ પપ્પા તમારો ફોન તો લાગતો જ નહોતો."
"બેટા, હરદ્વારમાં મારો ફોન ખોવાઇ ગયો હતો. ને તારો જુનો નંબર ડાયરીમાં હતો.. અમદાવાદ આવીને સાદો ફોન લીધો."
થોડીવાર પછી સૌરભે પાયલને ફોન કરીને માર્કશીટ માટે આભાર વ્યક્ત કર્યો.
પાયલ:-" સૌરભ ,હવે તારે શું કરવાનું છે? જોબ?"
"હા..પાયલ "
"તો હું મારા પપ્પાને કહું.. તું તો વિજયની મદદ તો લેવાનો નથી..જો જોબ ના કરવી હોય તો મારી સાથે પાર્ટનરશીપ માં બીઝનેસ.."
"ના.. હમણાં તો જોબ.. બીઝનેસ કરતા મને આવડે નહી."
"હા પણ સૌરભ.. ખરેખર તું જ સૌંદર્યા હતો? મને હજુ સમજાતું નથી.. પણ સૌંદર્યા ખરેખર સુંદર હતી.. એ કોણ થાય?"
સૌરભ:-" ભુલી જા.. હવે એ વાત.. હવે મારા જીવનની નવી શરૂઆત કરવાનો છું."
"ઓકે.. છતાં કંઈ કામ હોય તો મને કહેજે.. "
એક મહિના સુધી સૌરભે જોબ માટે પ્રયત્ન કર્યો.. પણ નિષ્ફળતા મલી..
આખરે સૌરભના પપ્પાના શેઠના એક ઓળખીતા બીઝનેસ મેન ના ત્યાં જોબ પર લાગ્યો..
સૌરભ event & exhibition કરનારી કંપનીમાં એક મહિના સુધી ટ્રેનીંગમાં રહ્યો..
પછી આસીસ્ટન્ટ મેનેજર તરીકે જોબ શરૂ કરી..
૧૫ મી ઓગસ્ટના સરકારી પ્રોગ્રામનું કામ સૌરભે સફળતા પૂર્વક કર્યું .
આમને આમ ત્રણ મહિના પસાર થયા..
હવે ડિસેમ્બર મહિનો શરૂ થવાનો હોય છે...
સૌરભની કંપનીને marriage ના event મલતા સૌરભને કામ વધી ગયું..
એટલામાં એક દિવસ એના પપ્પા એ કહ્યું.
" બેટા, હવે તું તારી પસંદગી ની છોકરી જોઈ ને લગ્ન કર. તારા બધા મિત્રોના લગ્ન થઇ ગયા. વહુ આવશે તો તારી માં ને રાહત તેમજ એને કંપની પણ મલશે."
"પપ્પા, તમારી અને મમ્મીની પસંદગી જે હશે એની સાથે લગ્ન કરવા તૈયાર છું.."
"તો બેટા.. તારા માટે માંગા ઘણા આવ્યા છે.જોઈએ તારા ભાગ્યમાં કોણ છે?. "
પછી બોલતા રોકાઈ ગયા . સૌરભ સામે જોયું..
અને હસ્યા.. બોલ્યા..
"સૌરભ બેટા, મારા શેઠની મોટી દિકરી બિંદુના લગ્નની કંકોત્રી આવી છે. સહકુટુંબ આમંત્રણ છે." સૌરભના પપ્પા બોલ્યા.
"સારું , પપ્પા, તમારા શેઠ ઘણા સારા છે. લગ્નમાં સહકુટુંબ આમંત્રણ? એ પણ કર્મચારી ને!"
"હા,બેટા એ મને એમના કુટુંબના માણસની જેમ જ માને છે. બેટા તારે પણ આવવાનું છે."
"પપ્પા, તમે ને મમ્મી જજોને."
"પણ બેટા આવતા રવિવારે જ છે. તારે રજા પણ છે.."
"પણ પપ્પા, હું આવીને શું કરીશ? મને કોઈ ઓળખતું નથી.. ખાલી જમવા માટે જ?"
"બેટા ફક્ત જમવા માટે નહીં..પણ આ લગ્ન પ્રસંગ તારા માટે શુભ સમાચાર લાવવાનો છે. તારે તો આવવું જ પડશે. જો તું નહીં આવે તો અમે પણ નહીં જઈએ."
"પણ પપ્પા મારા જવા પાછળ નું કોઈ કારણ?"
"જો સૌરભ ,તને ખબર છે ને કે તારા જોબ માટે મારા શેઠે બાયોડેટા મંગાવ્યો હતો. મારા શેઠ અને એમના એક મિત્ર અમદાવાદમાં નવો બિઝનેસ શરૂ કરવાના છે. શેઠે તો તને સિલેક્ટ કરી દીધો છે.. પણ એમના એ મિત્ર લગ્નમાં આવવાના છે.. એ તારી સાથે મુલાકાત લેશે પછી નિર્ણય કરશે."
" પણ પપ્પા, હું અત્યારે જોબ તો કરું છું."
" બેટા આ તારી જોબમાં ફ્યુચર ઓછું છે.. ને એક બીજી વાત પણ છે."
"સારૂં પપ્પા હું આવીશ. તમે કહો છો એટલે.. જો મને યોગ્ય લાગશે તો જોબ સ્વીકારશ. ને બીજું શું?"
"બેટા, તું મારી પસંદગી ની છોકરી સાથે લગ્ન કરીશ ને!"
"હા, પપ્પા. તમારી અને મમ્મી ની પસંદગી જે હશે એની સાથે લગ્ન કરીશ. હવે હું તમને દુઃખી કરવા માંગતો નથી."
"તો બેટા આવતા રવિવારે અમારી સાથે શેઠની દિકરીના લગ્ન માટે આવવાનું છે.. ત્યાં જ તારી નવી જોબ અને તારા માટેની છોકરીનું નક્કી કરીશું"
"એટલે પપ્પા,છોકરી વાળા પણ એ લગ્ન માં આવવાના છે.તમે ઓળખો છો? તમારા સાથી કર્મચારીની છોકરી છે?"
"હા,છોકરી એના માબાપ સાથે આવવાની છે.. એમની સાથે વાતચીત કરીને તારે ફાઈનલ કરવુ છે કે અમે જ કરીશું?..શેઠે એ પણ સગવડ કરી આપી છે. હા હું.. છોકરી અને એના માબાપ ને મલી ચુક્યો છું. તો આવતા રવિવારે "
"સારું પપ્પા જેવી તમારી મરજી"
નિરાશ થઈ ને સૌરભ બોલ્યો..
સૌરભ એની જુની યાદોમાં ખોવાઈ ગયો..
એને ડો.સુભાષના લગ્નની સુગંધાની યાદ..
તેમજ સૌરભ બન્યા પછીની સુગંધાની મુલાકાત તેમજ એણે સૌરભને પ્રેમ વ્યક્ત કર્યો..એ બધું યાદ આવી ગયું..
સુગંધા.. ઘણી સારી. ..ને લાગણીશીલ.. જો અન્ય પરિસ્થિતિ હોત તો એના પ્રેમનો સ્વીકાર કર્યો હોત...
પણ મમ્મી પપ્પાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા છે.. હશે....જેવી ઈશ્વરની ઈચ્છા...
અગ્રવાલ શેઠની દિકરીનો લગ્ન દિવસ હોય છે.
લગ્ન પાર્ટી પ્લોટમાં સૌરભના ઘરથી દૂર હોય છે.
એ દિવસે બપોરે સૌરભના મોબાઇલમાં અજાણ્યા નંબર થી મેસેજ આવે છે....
'અમારી નવી event કંપનીમાં આપનું સ્વાગત છે..આપને અમારી કંપનીમાં મેનેજર તરીકે નિમણૂક કરીએ છીએ.. અગ્રવાલજીના ઘરના લગ્ન પ્રસંગે રૂબરૂ મુલાકાત કરીશું...'
સૌરભ આ વાંચીને ખુશ થાય છે..
સૌરભ એના પપ્પા મમ્મી ને કહે છે..
લગ્ન રાત્રે હોય છે..
સાંજે તૈયાર થવાનું હોય છે..
સૌરભના પપ્પા:-" બેટા આજે સુટ પહેરજે. તારી જોબ માટે મુલાકાત પણ છે."
"ના.. પપ્પા આ આપણા ઘરના કે મિત્રના લગ્ન ક્યાં છે..?"
"તો બેટા ટ્રેડિશનલ ઝભ્ભો પહેરજે."
"ના.. પપ્પા. હું તો બ્લ્યુ જીન્સ અને શર્ટ પહેરીશ.. સાદગીથી જવાનું.. કપડાથી પસંદગીઓ ના હોય.. આવડત જ અગત્યની છે.."
આમ સૌરભ તૈયાર થયો. પપ્પા અને મમ્મીની સાથે ટેક્સી કરી પાર્ટી પ્લોટ પહોંચ્યો..
લગ્ન પ્રસંગે અવરજવર વધારે દેખાતી હતી.
સૌરભના પપ્પા:-" સૌરભ, હું ને તારી મમ્મી થોડીવારમાં સ્ટાફ મિત્રોને મલી ને આવું. ત્યાં સુધી તું આ રાહ જો. હમણાં કદાચ શેઠના મિત્ર આવતા જ હશે.
સૌરભના પપ્પા અને મમ્મી થોડીવારમાં સૌરભથી દૂર થયા.
સૌરભને મનમાં વિચારો આવવા લાગ્યા...
કોણ હશે ?.. જેણે મેસેજ કર્યો.. ને મુલાકાત માં શું પુછશે?.. પાછા. પપ્પા તો મારા માટે છોકરી પણ જોઈ છે.. એ પણ આ લગ્ન માં આવવાની છે.કોણ હશે? આ પપ્પા એ બંને પ્રોગ્રામ અલગ અલગ કરવાના હતા. છોકરી વાળાને ઘરે બોલાવ્યા હોત તો.. અથવા.. અમે જ એના ઘરે જવાનું રાખ્યું હોત તો?..
હશે.. પપ્પા છે .. મારૂં સારૂં જ ઈચ્છે...
આમ વિચારે છે... ત્યાં જ એક સુંદર છોકરી લહેંગા ચોલી પહેરેલી .. સૌરભ પાસે આવે છે..
"હાય.."
સૌરભ:-" હાય.."
યુવતી:-" તમે જ સૌરભજી.. ને!..આ ડ્રેસ માં કેવી લાગું છું? "
સૌરભ:-" હા, મારૂં નામ સૌરભ.. તમે કોણ? સરસ દેખાવ છો."
"હાશ.. કોઇકે તો પ્રશંસા કરી. હા.. પણ અંકલ ક્યાં છે? અમારી કંપનીમાં આપનું સ્વાગત છે."
સૌરભ:-" Thank u. પપ્પા અને મમ્મી હમણાં જ આવશે.. અહીં મારી સાથે જ હતા.. આટલામાં જ હશે. પણ આપની ઓળખ?"
" અરે.. હાં.. હું તો મારો introduction આપવાની જ ભુલી ગઈ... મારૂં નામ સુલેખા.. તમે આ ડ્રેસમાં સ્માર્ટ દેખાવ છો... હું બિંદુ દીદીની નાની બહેન.. તમારા પપ્પા મારા પપ્પાની કંપનીમાં જોબ કરે છે. હવે તમે..પણ..મારી સાથે કામ કરવું પસંદ પડશે ને.!"
"હા..હા.. સ્યોર.. પણ તમારે મને શું પુછવું છે? ને બીજા પાર્ટનર પણ પુછશે ને?"
"હા, અમારા તરફથી હા.. છે.. મેસેજ પણ મેં જ કર્યો હતો.. કંપનીમાં એક પાર્ટનર મારી બિંદુ દીદી છે.. હું પણ તમારી સાથે કામ કરવાની છું.. ફાવશે ને! મને અનુભવ નથી.. હોં.."
સૌરભ :-" હા.. મને પણ અનુભવ તો ત્રણ મહિનાનો જ છે.."
સુલેખા:-" અરે.. હા.. આજે તો તમને પસંદ કરવા પણ કોઈ આવવાનું છે.. પપ્પા એ કહ્યું હતું.. જો તમને પસંદ ના પડે તો કહેજો.. હું પણ સારા પાર્ટનરની શોધમાં છું.. પણ મને ખાતરી છે કે તમે એ છોકરીને જોશો તો એક જ નજરમાં પસંદ કરી લેશો.. તો પછી તમારા લગ્ન નું આયોજન હું જ કરીશ.. આજ થી આપણે ફ્રેન્ડ.."
( ક્રમશઃ ભાગ-૨૪ માં સૌરભની જોબ નક્કી થાય છે.. કંપનીના બીજા પાર્ટનર સાથે મુલાકાત.. તેમજ... સૌરભની.. એના માબાપ ની પસંદગીની છોકરી સાથે મુલાકાત....અને.. અને..વધુ જાણવા વાંચો મારી ધારાવાહિક વાર્તા "સૌંદર્યા-એક રહસ્ય" * ***આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને આવનારા જીવનનો આનંદ માણો.. કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ🙏🙏).