ખુદ નું નવનિર્માણ...
મારી જાત ને નવનિર્માણ કરવા નો..
કોરોના...કયાંથી લાગ્યો
અજાણતા કર્યા હશે એવા કાંઈક ગુન્હા
નહીંતર દિવાલી ઉપર કોરોના થાત નહી
પીધાતા ઉકાળા, પહેર્યા તા માસ્ક
સુદર્શન ને ગીલોય ની ડબ્બી ઓ કરી તી ખાલી
ઉકાળા પીધાતા અને નાસ પણ સમયસર લીધા તા
લીંબુ ના પાણી ને મોસંબી ના જ્યુસ પીધા હતા
બાબા રામદેવ ની કોરોનિલ, સમશમવતી
આદુ હળદર વગેરે ના ઉપાયો કર્યા હતા
કસરત ના દાવ, યોગ, સાયકલિંગ પણ
કરી જોયા હતા
કોરોના થી બચવાં ના એકપણ ઉપાય
અમે છોડ્યા નહોતા
સકારાત્મક વિચારો થી મન ને ભરી દીધું હતું
ખબર નહી ક્યાં ચૂક રહી ગઈ
અજાણતા કર્યા હશે એવા કાંઈક ગુન્હા
નહીંતર દિવાલી ઉપર કોરોના થાત નહી
નકારાત્મક વિચારો થી હૂં છુ જોજનો દૂર
વિશ્વાસ છે મને ટૂંકમાં કોરોના ને હરાવીશ હૂ
કાવ્ય 06
મોબાઈલ મારો સાથી...
છે મારાં ઘણા સાચા સ્નેહીજન અને સાથી
પરંતુ કોરોના કાળ માં મોબાઈલ
મારો તૂ જ છો એક સાચો સાથી...
એકલો ના પડવા દે સ્નેહીજનો ને સાથી મારાં
કોરોના નો સમય જ઼ કાંઈક એવો આવ્યો
એકલો પડી ગયો ચાર દીવાલો વચ્ચે રૂમમાં
દુનિયા હમણાં મારી સીમિત થઈ
મારાં રૂમની બહાર લક્ષમણરેખા ખેંચાઈ
મને જોઈ ભાગે લોકો જાણે કોઈ ભૂત આવ્યું
મોબાઈલ છે તો છુ સતત સૌના સંપર્ક માં
રણકી રણકી પુરાવે એ તો સૌની હાજરી
મારો મોબાઈલ મને એકલો પડવા દે નહી
દુનિયા ની મનગમતી વિગતો છે હાથવગી
ડૂબકી મારું મોબાઈલ ની દુનિયા માં
તો સમય ની અછત લાગે મને ઘણી
છે મારાં ઘણા સાચા સ્નેહીજનો અને સાથી
પરંતુ કોરોના કાળ માં મોબાઈલ
મારો તૂ જ છો એક સાચો સાથી...😍
કાવ્ય : 07
મુસીબત આવે અને જાય....
કૅમ છો સાંભળો છો?સારુ છે?
હા સારુ છે મને કહી
હૂં મૂછ માં મુશકરાવ છુ
છતાં મને ચિંતા ની લકીર
સ્પષ્ટ દેખાય એના મોઠા ઉપર
સમજાતું નથી કૅમ કરી વિશ્વાસ દેવડાવું??
ચિંતા તો આમ કરતી હોય છે મારી
પણ આટલી બધી ચિંતા એના મોઠા
ઉપર આજ પહેલા ક્યારેર મેં જોઈ નથી
તકલીફ તો આવે અને તકલીફ જાય
સામનો કરો એનો મગજ ઉપર બરફ રાખી
દુવા અને સકારત્મક્ત વિચાર છે એની બીજી અકસીર ચાવી
કહું છુ તૂ પણ મારી જેમ વિશ્વાસ રાખ
ઉપરવાળા ઉપર હેમખેમ પાર ઉતરીશું
આપણે આ મુસીબત માંથી પણ ..
કાવ્ય : 08
અંધકાર
આવી ઉપાધીઓ લઇ એક અંધારી રાત
ચારેકોર ભાસે બસ ધોર અંધકાર
આ કરું, ઓલું કરું, શું કરું??
અંધારા માં સુજે નહી કોઈ મારગ
આફત થી ઘેરાતા મગજ થઈ જાય સુન્ન
જાણે કસોટી કરવા આવ્યો અંધકાર
પથ્થરો, કંકર અને કાંટાળો ભૂતાવળ માર્ગ
બસ ચારેકોર ભાસે ધોર અંધકાર
આવી અગણિત ઉપાધિ વારાફરતી
એક સાંધી એ ત્યાં તેર તૂટે થયો એવો ઘાટ
મુશ્કેલીઓ ડગમગાવી ગઈ અતૂટ વિશ્વાસ
હાલકડોળક થવા લાગી શ્રદ્ધા તણી નાવ
ત્યાં સોનેરી આશા નું કિરણ લઇ આવે સંદેશ
જાણે કહે કાળી રાત પછી ઉગશે સોનેરી સવાર..
કાવ્ય : 09
ભૂકંપ, અતિવૃષ્ટિ, વાવાઝોડું જેવી
હોનારત એક ઝાટકે વિનાશ નોતરી જાય
તે ભારે મન સાથે સહન થઈ જાય
કયાંથી આવી મંદ ગતિ ની કોરોના આફત
ધીમા પગલે કોરોના એ કર્યો વિશ્વ ઉપર કબ્જો
ફેલાતો જાય છૅ ધીમે ધીમે વિકરાલ રાક્ષસ બની
ખૂટવા લાગી છૅ લોકો ની ધીરજ હવૅ
ક્યાં સુધી નિશઠૂર બની આમ જોયા કરીશ
લઇ લીધી તે હવૅ ઘણી કસોટી
લેવા ની છૅ બાકી હજુ તારે કેટલી કસોટી
હે પ્રભુ હવે તો તારી કૃપાદ્રષ્ટિ વરસાવ
અર્જુન ને કર્યા અધર્મ સામે લડવા તમે તૈયાર
બની સારથી જીત્યા મહાભારત ધર્મ ની લડાય
બે હાથ જોડી તમને વિનવીયે
ગોતી લાવો અર્જુન કોરોના નો વિનાશ કરવા
જો ના મળે અર્જુનતો ખુદ ઉઠાવો સુદર્શન ચક્ર
ને કરો કોરોના નો વિનાશ....
કાવ્ય : 10
યુદ્ધ એજ કલ્યાણ..
આ કળિયુગ માં કોણ કહેશે
પાર્થ હવૅ ચડાવો બાણ
બસ યુદ્ધ એજ કલ્યાણ
ક્યાંથી આવશે શ્રી કૃષ્ણ રૂપી સારથી
કોણ બનશે પાર્થ અધર્મ નું યુદ્ધ લડવા
છે કોરોના રૂપી વિકરાલ રાક્ષસ અહીંયા
બદલ્યા કરે છે એ તો રૂપરંગ એના
ઠીલા પોચા નો આરામ થી કરે શિકાર
થૉડી ગફલત પણ ભારે પડી જાય
રાત દિવસ ખડે પગે કોરોના સામે
લડે છે ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ
કરો કોરોના નો એવો અંતિમ ઉપાય
દુનિયા માંથી લે એતો કાયમ ની વિદાય
બનો તમે ખુદ કૃષ્ણ ને ખુદ પાર્થ
કોરોના સામે યુદ્ધ એજ કલ્યાણ...
કાવ્ય : 11
અજબ સન્નાટો....
તૂ રાખ હિમ્મત તૂ રહેજે બુલંદ
તૂ રહેજે સાબ્દો છે અતિ વિકટ મારગ
કણ કણ માં છુપાયેલી છેં તકલીફ
કઈ બાજુ થી આવશે તકલીફ કોને ખબર
કાતિલ, ઝેરીલી ને ઠંડી હવા
ભયંકર ભૂતાવળ ભાતીગલ માર્ગ
ઉડતા ધુમાડા ને ઘુમમ્સ થી
ઘેરાયેલી ભાયાવહ લાગતી સડક
એક ગજબ નો સન્નાટો છવાયો સડકો માં
આવું સ્તબ્ધ મારું શહેર ક્યારેય નથી જોયું
શું થવા બેઠું મારાં અમદાવાદ શહેર ને
સુમસાન ભાસે છેં મારું દોડતું અમદાવાદ
નજીક નહી આવી શકે નજીક ના
દેશે સ્વજનો દૂર થી દિલાસો..
અંતિમ ઘડી એ નથી મળતા નનામી ને
ટેકો દેવા ચાર ડાઘુંઓ કોરોના કાળ માં
તૂ રાખ હિમ્મત તૂ રહેજે બુલંદ
તૂ રહેજે સાબ્દો છે અતિ વિકટ મારગ
કાવ્ય : 12
નવી શરૂઆત....
આવ્યું એક ઓચિંતું તોફાન
અસ્તિત્વ મારું હલાવી ગયું
એક તકલીફ માંથી ઉભરી એ
ત્યાં આવી ઉભી રહે મોટી તકલીફ
તે પણ કસોટી ઓ એક સાથે મોકલી
ઉતીર્ણ થતો રહ્યો છુ થતો રહીશ
બાકી ના રાખીશ તૂ કસોટી લેવાનું
પછી નહી આપું હૂં તને કોઈ કસોટી
દૂર થી લાગતું કઈ નથી આ કોરોના માં
પણ છાતી ના પાટિયા ભીડી નાંખે કોરોના
હાથ પગ ફેફસા કિડની જેવા અવયવ
ને કરી નાંખે એ તો સાવ ઠીલા
તે ભલે આપ્યો મને કોરોના પરંતુ
ઈશ્વર દુશ્મન ને પણ ના આપે કોરોના
કાલે હારી ગયા હતા તો શું થયુ,
ચાલો આજે નવી શુરૂઆત કરીએ!!