virgatha - 21 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 21

Featured Books
Categories
Share

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 21

એક સરખી અને બધી સુંદર લાગતી રાજકુમારી જોઇને તે બાળકી પણ થોડી વાર બધી રાજકુમારી ને જોઈ રહી. પછી અચાનક રાજકુમારી રૂપકલા પાસે આવી. અને તેમને ભેટી પડી. ત્યારે તે બાળકી ને મહારાણી કર્ણાવતી એ પૂછ્યું દીકરી તને આ રાજકુમારી રૂપકલા માં શું એવું લાગ્યું કે તું તેને ભેટી પડી. ત્યારે હસતી હસતી બાળકી બોલી તેમના મારા પ્રત્યે રહેલો પ્રેમભાવ અને તેનો હસતો ચહેરો મને બહુ પસંદ આવ્યો એટલે હું તેમને ભેટી પડી.

મહારાણી કર્ણાવતી એ પોતાના ગળામાં રહેલી કીમતી હાર ઉતારી વિજેતા થયેલી રાજકુમારી રૂપકલા ના હાથમાં આપ્યો. તે રાજકુમારી એ તે હાર લઈ તે બાળકીના ગાળામાં પહેરાવી દિધો. આ જોઈ બધા ખુશ ખુશાલ થઈ ગયા. ત્યારે મહારાણી કર્ણાવતી એ હાર કેમ બાળકી ને આપી દિધો તે પૂછ્યું નહિ પણ એટલું કીધું તમે આજે મારું અને મારા નગર નું દિલ જીતી લીધું છે. આપ હજુ કઈક માંગો જે અમે આપી શકીએ.

ત્યારે તે રાજકુમારી રૂપકલા એ કહ્યું મહારાણી મારે કોઈ કમી નથી, ઘણું બધું મને ભગવાને આપ્યું છે. મારે કીમતી હાર પણ જોઈતો ન હતો ને દાસ પણ નહિ. હું અહી નારી શક્તિ ની અહેમિયત બતાવી આવી હતી. પણ મને અહી તમારો પ્રેમ મેળવી ખુબ ધન્ય થઈ ગયું છું.

મહારાણી કર્ણાવતી માં આંખમાં ખુશીના આશુ આવી ગયા ને તે રાજકુમારી રૂપકલા ને ગળે લગાડી લીધી ને કહ્યું તું આજ થી મારી પ્યારી સખી બની ગઈ છે. બોલ તારે શું જોઈએ તું જે જઈશ તે હું આપીશ. ત્યારે રાજકુમારી રૂપકલા એ કહ્યું આપે મને સખી તરીકે સ્વીકારી ને હું ધન્ય થઈ ગઈ છું પણ હું તમને મારી મોટી બહેન બનાવવા માંગુ છું. ત્યારે મહારાણી કર્ણાવતી ફરી તેને ગળે વળગાડી ને કહ્યું આજ થી તું મારી નાની બહેન હવે આ મોટી બહેન તને કઈક આપવા માંગે છે તું જે માંગીશ તે આપીશ.

ત્યારે પહેલા તો તે રાજકુમારી રૂપકલા એ કહ્યું પેલા હારેલા પરાક્રમી રાજા ને દાસ પણા માંથી મુક્ત કરવામાં આવે અને તેને તેના દેશ જવા દેવામાં આવે. તે પણ એક મહેમાન ને વિદાય આપતા હોય તે રીતે. બીજું મારે જે જોઈએ છે તે હું માંગી પણ શકતી નથી ને તમે આપી પણ શકો તેમ નથી. એટલે હે મોટી બહેન મારે કઈજ નથી જોઈતું બસ તમારા દિલમાં મને કાયમ બહેન તરીકે ની જગ્યા આપજો.

મહારાણી કર્ણાવતી એ ફરી કહ્યું હવે તો તારે માંગવું જ પડશે જે માંગીશ તે આપીશ કહે તો મારા પ્રાણ આપી દવ. અને જો નહિ માંગીશ તો મારી કસમ છે. આટલું બોલતા જ રાજકુમારી રૂપકલા તેમને આગળ બોલતા રોકે છે ને કહ્યું મોટી બહેન મારે તમારી નાની બહેન થઈ કાયમ રહેવું છે અને રાજા વેદાંત ની પટરાણી થવું છું. રાજકુમારી રૂપકલા ની આટલી માંગણી સાંભળી ને તો હાજર રહેલા બધા સ્તબ્ધ થઈ ગયા. ને સન્નાટો છવાઈ ગયો.

મહારાણી કર્ણાવતી તો જાણે અચાનક વીજળી પડી હોય તેમ ઝબકી ગઈ. અને કોઈ જવાબ આપ્યા વગર ત્યાંથી મહારાજ વેદાંત પાસે જઈ બેસી ગઈ. અને મહારાજ વેદાંત સામે જોઈ રહી એટલે મહારાજે પૂછ્યું પ્રિયે આમ અસમંજસ માં પડીશ તો નિર્ણય ક્યારે તું લઈશ. મને તારા પર ગર્વ છે તું જે નિર્ણય લઈશ તે મારા માટે યોગ્ય નિર્ણય જ હશે એટલે પ્રિયે ચિંતા કર્યા વગર યોગ્ય નિર્ણય લે. અને તું વચને બંધાઈ છો એટલે તારે આપવું તો પડશે. રહી વાત મારી તો જ્યાં તારી ખુશી હશે ત્યાં મારી ખુશી હશે.

નાથ તમારી વાત સાથે હું સહમત છું પણ આ તો તમારા દિલમાં કોઈને જગ્યા આપવાની વાત છે. તો મારી જગ્યાએ હું કોઈ બીજાને કેમ સ્થાન આપી શકું.! એક સ્ત્રી હંમેશા ઇચ્છતી હોય કે એક પતિ હોય અને તે પતિના દિલના તેની જ જગ્યા હોય બીજા કોઈની નહિ. તમે જ કહો હું છું કહુ.


મહારાજ વેદાંત મહારાણી કર્ણાવતી ની નજીક આવી કહ્યું પ્રિયે રૃપકલા એ તને મોટી બહેન માની છે. તો તું કેમ ચિંતા કરે છે. તેમને એમ જ કઈ તારું સ્થાન નહિ માંગ્યું હોય તે પણ તારી જેમ એક દયાળુ અને શક્તિ શાળી રાજકુમારી છે. એટલે હું કહું છું ભલે મારી બીજી પત્ની ગમે પણ આ નિર્ણય તારો છે એટલે હું તને બીજું કઈ જ કહી શકું નહિ. પણ હા તેનું આ દેશમાં આવી જવું દેશ વધુ મજબૂત અને શક્તિ શાળી થઈ જશે. ધીરે ધીરે મહારાજ વેદાંત ની વાત મહારાણી કર્ણાવતી ને સમજાવવા લાગી.

મહારાજ વેદાંત પાસે થી ઉભી થઇ ને બધા ની નજર તેમની સામે રહે એવી જગ્યાએ આવીને ઊભી રહી અને રાજકુમારી રુપકલા ને તેમની પાસે બોલાવી. રૂપકલાં તેમની પાસે આવી એટલે મહારાણી કર્ણાવતી એ રાજા વેદાંત ને પણ તેની પાસે બોલાવ્યા. અને સૈનિક ને કહ્યું બે ગુલાબના ફૂલો વાળા હાર લાવવામાં આવે. હજુ તો રાજા વેદાંત મહારાણી કર્ણાવતી પાસે પહોંચે છે. મહારાણી કર્ણાવતી એ રાજકુમારી રૂપકલા નો હાથ લઈ રાજા વેદાંત ના હાથમાં સોંપ્યો ને કહ્યું મહારાજ આજથી રાજકુમારી રૂપક્લા નહિ પણ રાણી રૂપકલા સાથે રાજા વેદાંત ની પત્ની પણ છે. થોડી વારમાં સૈનિક ફૂલો ના હાર લાવ્યો એટલે બંનેએ એકબીજાને હાર પહેરાવ્યા. રાણી રૂપકલાએ મહારાજ વેદાંત ના પગ ચૂમ્યા ને તેમની અર્ધાગની બની ને તમારી જીવનભર સેવા કરતી રહું તેના આશિષ માંગ્યા.

મહારાજ વેદાંત રાણી રૂપકલા ને પોતાની પત્ની તરીકે સ્વીકારી તેમને ગળે લગાવી લીધી. તો બીજી બાજુ કર્ણાવતી ને પણ ગળે લગાવી. આજે મહારાજ વેદાંત ને બીજી મહાન પરાક્રમી અને સુંદર પટરાણી મળતા ખુબ ખુશ થયા હતા. તેમના ચહેરા પર બીજી ખુશી હતી દેશની પ્રતિષ્ઠા વધી તેની. મહાન પરાક્રમી બંને રાણી દેશમાં આવવાથી રાજા વેદાંત ને દેશની સુરક્ષાનો ભાર થોડો હળવો થઈ ગયો હતો.

આયોજન થયેલ સ્થળ હવે ધીરે ધીરે ખાલી થઈ રહ્યું હતું. બધા રાણીઓ અને રાજાઓ તેમના દેશ જવા નીકળી ગયા હતા. ને નગરજનો પણ ખુશી ખુશી પોતાના ઘર જવા નીકળી ગયા. બસ હવે રાણી કર્ણાવતી, રાણી રૂપકલા, રાજા વેદાંત સાથે થોડા સૈનિકો અને દાસીઓ રહી હતી. એટલે મહારાણી કર્ણાવતી એ કહ્યું ચાલો મહારાજ હવે આપણા મહેલ જઈએ. મારે તમારા માટે એક ભવ્ય સુહાગરાત માટે નો ઓરડો તૈયાર કરવાનો છે. ત્રણેય એકબીજાના હાથ પકડી મહેલ તરફ રવાના થયા

મહારાણી કર્ણાવતી એ સુહાગરાત માટે એક ઓરડા ને સુંદર રીતે સજાવ્યો. તેમાં બધા પ્રકારના ફૂલો અને ગુલદસ્તા થી સજાવવામાં આવ્યો. અને રગબેરાંગી કાપડ થી પલંગ ને ફરતી બાજુ સજાવવામાં આવ્યો. જાણે કે આજે કોઈ પોતાની જ સુહાગરાત હોય તેમ મહારાણી કર્ણાવતી એ ઓરડા ને સજાવવામાં કોઈ ખામી બાકી રાખી નહિ.

રાત્રિ નો સમય થયો એટલે રાજા વેદાંત સાથે તેમની પત્ની રૂપકલા સુહાગરાત ના ઓરડામાં પ્રવેશ કર્યો. સુંદર સજાવટ કરેલો ઓરડો જોઈ રાણી રૂપકલા તો ખુશ ખુશ થઈ ગઈ. તેમણે રાજા વેદાંત સામે નજર કરી તો રાજા નો ઈશારો થયો કે આ કામ તારી મોટી બહેન રાણી કર્ણાવતી નું કામ છે. એટલે રાણી રૂપકલા એ એક દાસી ને બોલાવી કહ્યું મહારાણી કર્ણાવતી ને અહી આવવા માટે કહેવામાં આવે.

મહારાણી કર્ણાવતી ત્યાં ઓરડામાં આવી એટલે રાણી રૂપકલા તેમને ગળે વળગી ને કહ્યું મોટી બહેન તમારી હું હંમેશા આભારી રહીશ. આજ ની રાત પછી હું તમારી દાસી બનીને રહીશ. આગળ વધુ બોલવા જાય ત્યાં મહારાણી કર્ણાવતી તેને રોકે છે. તું દાસી નહિ પણ મારી બહેન બનીને મહેલમાં રહીશ. આટલું કહી તે તેમના ઓરડા માં જવા રવાના થઈ. ત્યાં રાણી રૂપકલા તેમને રોકે છે. કહ્યું મોટી બહેન આજે મારી સુહાગરાત છે. હું આપની પાસે કઈક માંગવા માંગુ છું. જો આપ કહો તો.

મહારાણી કર્ણાવતી રાણી રૂપકલા પાસે આવી ને કહ્યું બોલ નાની બહેન આજે મે તને મારું સ્થાન તો આપી દીધું છે તું આ દેશની મહારાણી બની ચૂકી છે હવે બોલ તારે શું જોઈએ. પણ હા મહારાજ માં રહેલું મારું થોડું સ્થાન પણ ન માંગતી નહિ તો આ મહારાણી જીવી નહિ શકે. બસ બાદ મોટી બહેન તમારું વિશાળ દિલ અને આટલો પ્રેમ જોઈ હું ધન્ય ધન્ય થઈ ગઈ. મારે બસ તમારી પાસે એક આશીર્વાદ જોઈએ કે હું એક મહાન પરાક્રમી બાળક ની માતા બનું.

આટલું સાંભળતા જ મહારાણી કર્ણાવતી કઈજ બોલ્યા નહિ ને ત્યાંજ ઊભા રહી ગયા. એટલે ફરી રાણી રૂપકલા એ કહ્યું મોટી બહેન મને આશીર્વાદ નહિ આપો. ત્યારે રાણી કર્ણાવતી તેમની પાસે આવી કહ્યું. મારા આશીર્વાદ થી કઈક નહિ થાય કારણ કે મહારાજ વેદાંત ની કુંડળી માં એક સંતાન લખ્યું છે. હવે કા એ સંતાન ને હું જન્મ આપી શ અથવા તું આપીશ. મને પણ માતા બનવાના અબરખા છે એટલે હું પુત્ર પ્રાપ્તિ ન તને આશીર્વાદ કેમ આપી શકું. ત્યારે રાણી રૂપકલા એ કહ્યું તો રાજા વેદાંત ની કહેવા ખાતર પત્ની રહીશ. હું સુહાગરાત નહિ મનાવું. આટલું સાંભળતા રાજા વેદાંત સ્તબ્ધ થઈ જોઈ રહ્યા.

ક્રમશ ..