virgatha - 20 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 20

Featured Books
Categories
Share

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 20

મહારાણી કર્ણાવતી અને પ્રતિયોગિતા જીતનાર રાજા સાથે તલવાર બાજી ખુબ ચાલી. ધીરે ધીરે તે રાજા ની તલવારો ના વાર કર્ણાવતી ને ઘાયલ કરી રહ્યા હતા. હવે લાગી રહ્યું હતું કે કર્ણાવતી હારી જશે ને તેને દાસી પણું સ્વીકારવું પડશે. કર્ણાવતી થાકી ન હતી પણ તે રાજા ના પ્રચંડ વાર સામે કર્ણાવતી ટકી રહી ન હતી. આખરે કર્ણાવતી ને થોડો વિચારવાનો સમય મળ્યો ને નાનપણ માં શીખેલી વિદ્યા તેને યાદ આવી. અને પિતાજી ની કહેલી વાત યાદ આવી કે દુશ્મન ને અહેસાસ કરાવો જોઈએ કે તે મારા થી વધુ શક્તિશાળી છે. જો તને ખબર પડી જશે તો તે આપો આપ હાર સ્વીકારી લેશે. અને જો બળ થી જીતી ન શકાય તો યુક્તિ વાપરવી જોઈએ.

હવે કર્ણાવતી માં જોમ જુસ્સો આવી ગયો હતો. એક યુક્તિ વાપરી, તે રાજા ને આમ તેમ દોડાવા લાગી ને તે રાજા નો વાર ખાલી જાય તેમ પ્રયત્ન કરવા લાગી. હવે લાગી રહ્યું હતું કે કોઈ તલવાર બાજી નહિ પણ પકડામ પકડી થઈ રહી હોય. જોનારા બધા હસી રહ્યા હતા. પેલો રાજા દોડી ન શકવા ને કારણે વારે વારે જમીન પર પડી જતો ને લોકો નું હસીનુ પાત્ર બની જતો. લોકો તેની હસી ઉડાડતા જોઈ તે વધુ ક્રોધિત થઈ કર્ણાવતી ને પકડવા દોડ લગાડતો ને ફરી તે થાકી ને જમીન નીચે પડી જતો.

આખરે તે રાજા દોડી દોડી થાકી ને લોથ પોથ થઈ નીચે પડી ગયો ને મોકો મળતા રાણી કર્ણાવતી તેમની ગરદન પર તલવાર રાખી દીધી. ને તે રાજા એ હાર સ્વીકારી લીધી. મહારાણી કર્ણાવતી ની જીત થતાં ત્યાં ઉપસ્થિત બધા લોકો રાણી કર્ણાવતી નો જય જય કાર કરવા લાગ્યા. તે હારેલો રાજા જતો જતો એટલું કહેતો ગયો કે કર્ણાવતી હું તને એક દિવસ દાસી જરૂર થી બનાવીશ ત્યાં સુધી હું મને આરામ હરામ છે. આ એક વીર પુરુષ ની પ્રતિજ્ઞા છે. આ ત્રાડ સાંભળી ને થોડીવાર તો બધા સ્તબ્ધ થઈ ગયા. કે આટલો મોટો પરાક્રમી રાજા પ્રતિજ્ઞા લે છે તો એક દિવસ જરૂર થી પૂરી કરશે. જ્યાં સુધી આ રાજા રહેશે ત્યાં સુધી આ દેશ પર મુશ્કેલી માટે તૈયાર રહેવું પડશે.

તે પરાક્રમી રાજા ત્યાંથી જઈ રહ્યો હતો ત્યાં રાણી કર્ણાવતી સૈનિકો ને આદેશ આપે છે કે રાજા ને બંધી બનાવી અહી રાખવાના આવે. રાણી નો આદેશ મળતા દસ સૈનિકો તેને બંધી બનાવવા ગયા પણ તે દસ સૈનિકો ના હાથે કાબૂમાં આવે તેઓ હતો નહિ. ઘણી મહેનત કરી પણ તે બંધી બન્યો નહિ આખરે ત્યાં વધુ સૈનિકો મોકલી તેને બંધક બનાવવા માં આવ્યો.

ત્યાં બીજા રાજાઓ ડરી ને તે પોતાના દેશ જવા નીકળી ગયા હવે અહી રાણીઓ, રાજકુમારીઓ અને પ્રજાગણ હતું. આ સમયે પ્રતિયોગતાં માં ભાગ લેવા આવેલી રાણીઓ ચૂપ હતી અને તેનો ચહેરો કઈક કહી રહ્યો હતો. આ બધું જોઈ મહારાણી કર્ણાવતી તેમની પાસે જઈ કહ્યું આપ અહી પ્રતિયોગિતા માં ભાગ લેવા આવ્યા છો. હું સમજુ છું તમે અહી ભાગ લઈ શક્યા નહિ પણ હું તમારા માટે એક બીજી પ્રતિયોગિતા નિર્માણ કર્યું છે.

આટલું સાંભળતા બધી રાણીઓ ના ચહેરા પર ખુશી આવી ગઈ. અને એક બીજી રાણીઓ સામ સામે જોઈ વિચારવા લાગી કે આખરે હવે રાણી કેવી પ્રતિયોગિતા નું આયોજન કરવા માંગે છે.

ત્યારે મહારાણી કર્ણાવતી એ કહ્યું પ્રતિયોગિતા બે પ્રકાર ની છે એક સૌદર્ય અને બીજી સ્ત્રી શક્તિ નું પ્રદર્શન. આપ કહો તે પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવશે. અને આ પ્રતિયોગિતા ના વિજેતા ને એક બહુ મૂલ્ય હીરા જડિત મારો અતિ પ્રિય હાર આપવામાં આવશે અને સાથે પ્રતિયોગિતા હારેલો રાજા તમારો દાસ થશે.

આ સાંભળતા પેલો પરાક્રમી રાજા એ દહાડ મારી, હે કર્ણાવતી તું જે કરી રહી છે તે ખોટું કરી રહી છે. તને ભાન નથી તું કોની સામે બાથ ભીડવા જઈ રહી છે. તારે પસ્તાવાનો વારો એક દિવસ જરૂર થી આવશે. તને ખબર નહિ હોય અડધું વિશ્વ મારી પગ નીચે છે. તારી શું ઓકાત. હજુ કહુ છું મને છોડી મુક અને મારી દાસી થઈ જા તેમાં જ તારી ભલાઈ છે.

મહારાણી કર્ણાવતી તે રાજાની બધી વાતો ને અવગણી ને સૈનિકો ને કહ્યું તેનું મો બંધ કરવામાં આવે. પછી મહારાણી કર્ણાવતી એ ઉપસ્થિત બધી રાણીઓ અને રાજકુમારી ને કહ્યું આપ ક્યાં પ્રકાર ની પ્રતિયોગિતા માં ભાગ લેવા માંગો છો. ત્યારે ત્યાં ઉપસ્થિત બધી રાણીઓ અને રાજકુમારીઓ એ એક જ વાત કરી અમે અમારી શક્તિ બતાવવા માગીએ છીએ. બધાની એક જ વાત સાંભળી રાણી કર્ણાવતી એ તે પ્રતિયોગિતા નો પ્રારંભ કર્યો.

એક પછી એક મહરણીઓ અને રાજકુમારી ઓ મેદાન પર આવી, એકલી એકલી પોતાની શક્તિ પ્રદર્શન કરવા લાગી. કોઈ કોઈ તો તલવાર થી પોતાનું શક્તિ પ્રદર્શન કરવા લાગી તો કોઈ પોતાની પાસે રહેલી કટાર વડે, તો કોઈ પોતાની શરીરમાં રહેલી તાકાત નું પ્રદર્શન કરવા લાગી. આ બધું રાણી કર્ણાવતી જોઈ રહી હતી પણ તેમાંથી તે નિર્ણય કરી શકતી ન હતી કે આખરે કોનું શક્તિ પ્રદર્શન સારું છે. હવે એકલું એકલું થઈ રહેલું શક્તિ પ્રદર્શન થી રાણી પણ મુંજાઈ ગઈ કે હવે શું કરવું. ત્યારે રાજા વેદાંત આવી તેને સાનમાં સમજાવી જાય છે.

રાણી કર્ણાવતી બધી રાણીઓ અને રાજકુમારીઓ ને પ્રદર્શન કરતા રોકે છે. અને તેમને જણાવે છે કે તમારા બધાનું શક્તિ પ્રદર્શન જોઈ હું બહુ ખુશ થઈ છું પણ એ નક્કી કરી શકતી નથી કે આખરે કોનું શક્તિ પ્રદર્શન ખુબ સારું છે જે ઈનામ ને હકદાર છે. આ સાંભળી ને બધી રાણીઓ અને રાજકુમારીઓ થોભી રહી ને રાણી કર્ણાવતી ની વાત સાંભળવા લાગી. પણ અંદરો અંદર વાતો કરવા લાગી કે આપણે જે શક્તિ નું પ્રદર્શન કરી રહ્યા છે તે બધી અલગ અલગ છે. હવે જોઈએ રાણી કર્ણાવતી શું નિર્ણય લેશે.

ત્યારે રાણી કર્ણાવતી પણ અસમંજસ માં પડી ગઈ કે આખરે કરવું તો શું કરવું. ત્યારે બધી રાણીઓ અને રાજકુમારી માંથી એક સુંદર બળવાન કહી શકાય તેવી રાજકુમારી બધાની વચ્ચે થી આગળ આવી ને મહારાણી કર્ણાવતી પાસે કઈક કહેવાની પરવાનગી માંગી. રાણી કર્ણાવતી એ તે રાજકુમારી ને કહેવાની પરવાનગી આપી. એટલે તે રાજકુમારી એ તેમની વાત બધા સમક્ષ મૂકી.

હે મહારાણી કર્ણાવતી તમે જે કઈ કરી રહ્યા છો તે એક નારી શક્તિ નું પ્રદર્શન નહિ પણ નારી શું કરી શકે છે તે આપ બતાવવા માંગો છે. પણ અહી એક એક નારી શક્તિ રૂપ છે. મારે બસ એટલું કહેવું છે બધી રાણીઓ અને રાજકુમારી ઓ એક એક તમારી સાથે શક્તિ પ્રદર્શન કરે આપ તો બધી બાજુ થી નિપૂણ છો એટલે આપ જ નક્કી કરી શકશો કે કોણ અહી સર્વ શ્રેષ્ઠ છે.

તે રાજકુમારી ની વાત મહારાણી કર્ણાવતી ને યોગ્ય લાગી અને ના પણ પાડી શકી નહિ એટલે તે પણ મેદાન માં આવી એક એક મહારાણી અને રાજકુમારી સાથે શક્તિ પ્રદર્શન કરવા લાગી. ઘણી રાણીઓ તો મહારાણી કર્ણાવતી ની શક્તિ પ્રદર્શન સામે ટકી શકી નહિ, ને તેણે હાર સ્વીકારી પોતાની જગ્યાએ બેસી ગઈ. તો કોઈ કોઈ તો રાણી કર્ણાવતી ની આ શોર્ય શક્તિ જોઈ ભાગ ન લેવાનું જ મન બનાવી લીધું. તો કોઈ કોઈ તો મહારાણી કર્ણાવતી સામે પણ હાવી થઈ રહી હતી. હવે શક્તિ પ્રદર્શન નો છેલ્લો તબક્કો શરૂ થયો જેમાં મહારાણી કર્ણાવતી અને ચાર રાજકુમારી
રૃપકલા, ભેરવી, કંકાવટી, કેતકી જ બાકી રહી હતી. જે રાજકુમારી પોતાની શક્તિ થી મહારાણી કર્ણાવતી સામે શક્તિ પ્રદર્શન માં જીતી શૂકી હતી.

મહારાણી એ બધી રાજકુમારી ને કહ્યું કે આપ ચારેય રાજકુમારી થી હું શક્તિ પ્રદર્શન માં હારી ચૂકી છું હવે આપ જ નક્કી કરો કે વિજેતા કઈ રીતે ઘોષિત કરવામાં આવે. ત્યારે ચારેય રાજકુમારીઓ એ કહ્યું મહારાણી હવે અમે ચારેય સામ સામે લડાઇ કે શક્તિ પ્રદર્શન કરવા માંગતા નથી. એટલે આપ ને જે યોગ્ય લાગે તે અમારા માંથી કોઈ એક ને વિજેતા ઘોષિત કરી દો.

ફરી મહારાણી કર્ણાવતી મુંજવણ માં મુકાઈ. હવે આ રાજકુમારીઓ બધી રીતે નિપૂણ છે તેનાથી એક ની પસંદગી કરવી મુશ્કેલ છે. એટલે પ્રજાગણ જ્યાં બેઠી હતી ત્યાં મહારાણી કર્ણાવતી પહોંચી અને ખુબ ગરીબ નાની બાળકી ને તેડી ને આ ચારેય રાજકુમારી પાસે આવી અને તે નાની બાળકી ને કહ્યું કે આપ ને આ ચારેય રાજકુમારી
રૃપકલા, ભેરવી, કંકાવટી, કેતકી માંથી કોણ રાજકુમારી વધુ પસંદ છે તેની પાસે જાઓ.

ક્રમશ ....