virgatha - 19 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 19

Featured Books
Categories
Share

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 19

મહારાણી કર્ણાવતી એ પહેલાં તેમનું આસન ગ્રહણ કર્યું. અને મહારાજ તરફ નજર કરી એટલે મહારાજ વેદાંત ઊભા થયા ને પહેલા આવેલા મહારાજાઓ, રાણીઓ, રાજકુમારીઓ અને નગરજનો નો આભાર પ્રગટ કર્યો ને પ્રતિયોગિતા વિશે ની માહિતી આપતા કહ્યું. આ પ્રતિયોગિતા એક તલવાર બાજી અને શક્તિ પ્રદર્શન ની છે. આ પ્રતિયોગિતા ફક્ત બે યોદ્ધાઓ વચ્ચે થતી રહેશે, જે સ્પર્ધક હારતા જશે તે પ્રતિયોગિતા માંથી નીકળતા જશે. અને જે જીત છે તેને એક સુંદર, રમણીય, સ્વર્ગ સમાન એક પહાડ જેનું નામ છે પુસ્પાંક. આ પુસ્પાંક એટલો અદભુત છે કે દુનિયામાં આવો એક પણ પહાડ આવેલો નથી.

હજુ તો રાજા વેદાંત નું બોલવાનું ચાલુ જ હતું ત્યાં સ્ટેજ પર બિરાજમાન દૂર દેશ થી આવેલો એક રાજા ઉભો થયો ને જોર જોર થી બોલવા લાગ્યો. એક પહાડ માટે આટલી કઠિન સ્પર્ધા જાણે કે યુદ્ધ કરવાનું હોય. આની કરતા તો યુધ્ધ કરી તે પહાડ જીતી લેવો સારો. ગુસ્સે થઈ તે રાજા સ્ટેજ પરથી નીચે ઉતરી ચાલવા લાગ્યો.

રાજા વેદાંતે તેમને સમજાવ્યા પણ તેણે કોઈ વાત સાંભળી નહિ ને તે રાજા સ્ટેજ પરથી નીચે ઉતરી ચાલ્યા ગયા. ત્યારે રાજા વેદાંત ને થોડી સમજ પડી કે આવડી મોટી સ્પર્ધા ને વિજેતા ને બસ એક પહાડ જ. ત્યારે રાજા વેદાંતે ફરી સ્પર્ધકો ને સંબોધી ને કહ્યું. પ્રતિયોગિતા નો નિયમ થોડો બદલાયો છે. હવે સ્પર્ધા માં જે યોદ્ધા વધુ તલવાર થી તલવાર ની કરતબ બતાવશે તે વિજેતા થશે. અને તેને પણ તેમનું બળ બતાવવું પડશે. આટલું સાંભળતા જ વૃષ્ટ પુષ્ટ અને તલવાર બાજી માં માહિર હતા તે ખુશ થઈ ગયા.

રાજા વેદાંતે આ સ્પર્ધાનું આયોજન કર્યું ને એક પછી એક રાજા તેના વિરોધ માં ઉતર્યા હોય તેમ એક મહાન બળવાન, પરાક્રમી, એક રાજા ઊભા થઈ આ પ્રતિયોગિતા નો વિરોધ કરી કહ્યું. આ સ્પર્ધા નું આયોજન હું માનું છું બહુ સરસ છે પણ વિજેતા માટે નું ઈનામ ખાલી એક પહાડ જ જો મહારાણી ને દાવ પર મૂકવામાં આવે તો આ પ્રતિયોગિતા માં ભાગ લેવો યોગ્ય ગણાય.

આટલું સાંભળતા રાજા વેદાંત ઊભા થયા ને તે રાજા સામે લાલ આંખ કરી કહ્યું આ એક સ્પર્ધા છે નહિ કે સ્વયંવર. અહી કોઈ ને દાવ પર મૂકવામાં નહિ આવે આવેલા મહેમાનો ને ભાગ લેવો હોય તે રહે બાકીના કા શાંતિ થી ભાગ લેવા બેસી રહે નહિ તો અહી થી જતા રહે.

તે બળવાન રાજા આગળ આવી ને રાજા વેદાંત ને કહ્યું કોઈ વીર પુરુષ હોય તો મને હરાવી જુવે જો હું હારી જાવ તો મારું અડધું રાજ્ય તેને આપી દવ કહી તેણે હુંકાર ફેકી. હવે રાજા વેદાંત ને શું કહેવું તે ખબર પડી નહિ. તે વિચારોમાં ખોવાઇ ગયા ત્યાં રાણી કર્ણાવતી ઉભી થઇ અને તે મહા પરાક્રમી રાજાને કહ્યું હે મહારાજ આપ ભલે પરાક્રમી રહ્યા. અને આ પ્રતિયોગિતા માં પરાક્રમ દેખાડવા માટે જ આયોજન કરવામાં આવ્યું છે. આપ પણ તમારો પરાક્રમ બતાવો. રહી વાત મારા દાવ પર રાખવી તો સાંભળો.

જે પરાક્રમી બળવાન રાજા આ પ્રતિયોગિતા જીતી જશે તેને એક સુંદર પહાડ પણ આપવામાં આવશે. અને તે વિજેતા રાજા જો મારી સામે જીતી જાશે તો હું તેમની દાસી બનવા તૈયાર છું પણ શરત એટલી કે જો મારી સામે હારી જશે તો આ દેશમાં તેને દાસ થઈ રહેવું પડશે.

રાણી કર્ણાવતી ની વાત સાંભળી ને બધા રાજા ઓ સ્તબ્ધ થઈ ગયા. અને એક બીજા સામ સામે વાતો કરવા લાગ્યા. હવે શું કરવું તે વિચારો કરવા લાગ્યા. બીજી તરફ બેઠેલી રાણીઓ ના ચહેરા ખીલી ઉઠ્યા હતા. આજે તેને એક સાક્ષાત દેવી ના રૂપમાં મહારાણી ને જોઈ.

રાજા વેદાંતે આજ્ઞા કરી કે પ્રતિયોગિતા શરૂ કરવામાં આવે ને જે રાજાઓ અને રાણીઓ ને પ્રતિયોગિતામાં ભાગ લેવો હોય તે આગળ આવે. એક પછી એક એમ બધા રાજાઓ પ્રતિયોગિતા ના મેદાન પાસે આવી ગયા. તો બીજી બાજુ પણ રાણીઓ અને રાજકુમારીઓ પોતાનું શોર્ય બતાવવા તે પણ મેદાન ની બીજી બાજુએ આવી ને ઉભા રહી ગયા.

મહારાજ વેદાંતે શંખ વગાડ્યો ને પ્રતિયોગિતા શરૂ થઈ. એક પછી રાજા પોતાની તલવાર બાજી દેખાડવા લાગ્યા. મેદાનમાં ભયંકર તલવારો ના અવાજ સંભળાવવા લાગ્યો. જીતવા ની હોડમાં તો ઘણા રાજાઓ પોતાની બધી શક્તિ અને શોર્ય બતાવવા લાગ્યા. કોઈ રાજા હાથમાં બબ્બે તલવારો લઈ પ્રદશન કરી રહ્યા હતા તો કોઈ ચાર ચાર તલવારો લઈને. આમ જે જે રાજાઓ હારતા ગયા તેમ તેમ તે મેદાન થી દુર જઈ બેસવા લાગ્યા તો અમુક રાજાઓ તો પોતાનું મો બગાડી ને પોતાના દેશ જવા રવાના થઈ ગયા.

આમ આખરે બે યોદ્ધાઓ પ્રતિયોગિતા માં બાકી રહ્યા હતા જે બધા રાજાઓ ની હરાવી ચૂક્યા હતા. બંને રાજાઓ મહારાજ અને મહારાણી સમક્ષ આવ્યા. બંને એટલા પરાક્રમી સાથે ક્રૂર પણ હતા જે તેને જોઈને પણ સામાન્ય માણસ ડરી જાય. રાણી કર્ણાવતી પાસે આવી કહ્યું હે રૂપ સુંદરી આ પ્રતિયોગતા માં અમે બંને બાકી રહ્યા છે. આપ કહો તમે કોની દાસી બનવા માંગો છો. આટલું સાંભળતા રાણી કર્ણાવતી સમજી ગઈ કે આ બંને રાજાઓ મળી ગયા છે. અને આવા મહાન પરાક્રમી રાજા સામે જીતવું મુશ્કેલ છે. એટલે તેમને એક યુક્તિ સૂઝી ને તે બંને રાજાઓ ને કહ્યું. હે પરાક્રમી રાજાઓ આપ બંને અલગ અલગ દેશ થી આવેલા છો અને આપ બંને મહાન પરાક્રમી સાથે દેખાવે પણ સુંદર છો. હું અસમંજસ માં પડી ગઈ છું કે આપના બંને માંથી દાસી કોની થાવ. એટલે આપ બંને પ્રતિયોગિતા ના નિયમ અનુસાર બંનેએ લડવું પડશે અને જે જીતશે તેની સામે હું લડીશ અને મારી સામે જીતી જાશે તેની હું દાસી થઈ જઈશ.

મહારાણી કર્ણાવતી ના આટલા શબ્દો સાંભળી ને બંને રાજાઓ કઈ વિચાર કર્યા વગર એક બીજા તલવાર થી લડવા લાગ્યા. અત્યાર સુધીની બહુ રોચક તલવાર બાજી જોવા મળી રહી હતી. તલવાર ના અવાજો આખ મેદાનમાં ગુંજવા લાગ્યા હતા. બંને માંથી કોણ જીતશે તે નક્કી થઈ રહ્યું ન હતું. ઘણો સમય સુધી બંને વચ્ચે તલવાર બાજી થઈ તેમાં બંને થોડા ઘાયલ પણ થઈ ગયા. પણ હજુ સુધી કોઈ નક્કી થઈ રહ્યું ન હતું કે કોણ જીતશે. પણ રાણી કર્ણાવતી ના ચહેરા પર ખુશી છવાઈ રહી હતી. જાણે કે તેની યુક્તિ કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું.

આખરે જેની રાહ જોવાઇ રહી તે ઘડી આવી ગઈ. તે બંને રાજા માંથી એક રાજા પ્રતિયોગિતા જીતી ગયો. હારેલો રાજા આખો લોહી લુહાણ થઈ જમીન પર પડી ગયો હતો તો જીતેલો રાજા પણ ઘણો ઘાયલ થઈ ગયો હતો ને તેનામાં હવે પહેલા જેવી શક્તિ રહી ન હતી એકદમ થાકીને લોથપોથ થઈ ગયો હતો.

મહારાણી કર્ણાવતી એ યોગ્ય સમય જોઈ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં પુસ્પાંક પહાડ ના નામની ટકતી લઈ મેદાન માં ઉતરી પડી ને તે વિજેતા થયેલ રાજાને તે સુંદર પહાડ પુસ્પાંક તેમના નામ ની તકતી બનાવી ને તેના હાથમાં અર્પણ કરી ને કહ્યું હે પરાક્રમી રાજા આપ પ્રતિયોગિતા જીતી શુક્યાં છો અને તે સુંદર પહાડ પુસ્પાંક તમારા નામે કરવામાં આવે છે. કહી રાણી કર્ણાવતી તેના આસન તરફ જવા લાગી ત્યાં તે વિજેતા રાજાએ કહ્યું હે સુંદરી હજુ પ્રતિયોગિતા બાકી છે. આમ ક્યાં જઈ રહી છે. આવ અહી, ને મારી સાથે તલવાર થી યુધ્ધ કર.

રાણી કર્ણાવતી એ મહારાજ વેદાંત સામે નજર કરી અને યુદ્ધ કરવા તેમની પાસે થી પરવાનગી લીધી. રાજા વેદાંત ના મનમાં તો યુદ્ધ કરવાની ના હતી પણ પ્રતીઠા નો સવાલ આવ્યો હતો એટલે મહારાણી ને આદેશ કર્યો કે આપ તેની સામે લડાઇ કરો ને તેમને હરાવી એક યોદ્ધા સાબિત થાવ.

આદેશ મળતા મહારાણી પોતાની તલવાર લઈ તે રાજા પાસે આવી અને તેમની સાથે યુધ્ધ કરવા લાગી. પહેલા તો મહારાણી કર્ણાવતી તે રાજા પર હાવી થઈ રહી હતી પણ ધીરે ધીરે તે રાજાનો થાક ઉતરી રહ્યો હતો તેમ તેમ તે પોતાની શક્તિ બતાવી રહ્યો હતો ને મહારાણી કર્ણાવતી પર હાવી થવા લાગ્યો. એક મહા બળવાન પુરુષ સામે કોમળ સ્ત્રી બહુ લાંબો સમય ટકી શકે નહિ તેમ મહારાણી કર્ણાવતી પણ તે રાજા સામે હારતી હોય તેમ દેખાઈ રહી હતી.

મહારાણી કર્ણાવતી ને હારતી જોઈ રાજા વેદાંત બેચેન થવા લાગ્યા શું કરવું તે ખબર પડતી ન હતી. અહી થી તે બંનેને રોકવામાં આવે કે રાણી કર્ણાવતી ની મદદે જઈ પેલા રાજા ને હરાવવા. કઈ સમજ પડતી ન હતી બસ તે આ બંને નું યુધ્ધ ચૂપચાપ જોઈ રહ્યા.

ક્રમશ...