રાજા વેદાંત તેમના દેશ જઈ લગ્ન ની તૈયારી શરૂ કરી. અને લગ્ન ના મુહર્તના દિવસે જાન લઈને વિભૂતિ ના દેશ જવા રવાના થયા. આજે રાજા વેદાંત એક અલગ જ રાજાના રૂપમાં હતા. તેમના શરીર પર સોના, ચાંદી અને હીરા મોતી ના આભૂષણો થી સજ હતા.
રાજકુમારી વિભૂતિ જાન આવવાની કાગડોળે રાહ જોઈ રહી હતી. ઝરૂખે બેસીને દૂર દૂર સુધી તેની નજર રાખી ને રાજા વેદાંત ની આવવાની વાટ જોતી જોઈ રહી હતી. તો મહારાજ વિચલ પણ જાન માટે ની બધી વ્યવસ્થા કરી રાખી હતી અને તે પણ જાન ક્યારે પધારે તે રાહ જોઈ રહ્યા હતા. ત્યાં બે સૈનિકો આવી મહારાજ વિચલ ને સમાચાર આપે છે કે જાન આપણા દેશની સરહદ પર આવી ચૂકી છે ને થોડા જ સમયમાં અહી આવી પહોંચશે. જાન આવી રહી છે તે સમાચાર સાંભળી મહારાજે દાસીને આજ્ઞા કરી કે જાન ના સ્વાગત માટે સ્વાગત તૈયારી કરવામાં આવે.
ઝરૂખે બેઠેલી વિભૂતિ જાન આવવાના સમાચાર સાંભળી ઉભી થઇ દૂર દૂર સુધી નજર કરવા લાગી અને તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. થોડો સમય થયો એટલે જાન મહેલમાં આવી પહોંચી અને જાન નું સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું. રાજા વેદાંત ને આગતા સ્વાગતા લગ્ન મંડપ સુધી લાવવામાં આવ્યા. બ્રાહ્મણ દેવતા લગ્નના શ્લોકો બોલવા લાગ્યા અને કન્યા ને મંડપ માં લાવવામાં આવે એવું કહી લગ્ન ની વિધિ શરૂ કરી.
ઠુમક ઠુમક કરતી રાજકુમારી વિભૂતિ દાસી સાથે મંડપ સુધી આવી પહોંચી. વિભૂતિ સોળે શણગાર સજીને રાજા વેદાંત પાસે આવીને બેસી ગઈ ને રાજા વેદાંત પર નજર કરી ત્યાં તે નજર તેમના પર અટકી રહી તો રાજા વેદાંત પણ વિભૂતિ નું આવું રૂપ જોઈ ને તે પણ મંત્રમુગ્ધ થઈ ગયા. ત્યારે બ્રાહ્મણ દેવતા એ એકમેકમાં ખોવાયેલા ને તેમણે જગાડ્યા ને લગ્ન ના સાત ફેરા ફરવા કહ્યું. બંને એ સાત ફેરા સાથે સાત વચન પણ લીધા. મહારાજ વિચલે બંને ને આશીર્વાદ આપ્યા. ને ભીની આંખો એ દીકરી વિભૂતિ ની વિદાય કરી. આજે વિભૂતિ રાજા વેદાંતની પત્ની બની ચૂકી હતી. લગ્ન કરી રાજા વેદાંત વિભૂતિ ને પોતાની અર્ધાગીની બનાવી તેમના દેશ જવા નીકળ્યા.
દેશમાં પ્રેવશ કરતા રાજા વેદાંત જુએ છે તો રસ્તામાં એક પરણેલી સ્ત્રી રસ્તા પર બેઠી બેઠી રડી રહી હતી. તેમની આજુ બાજુ કોઈ જ હતું નહિ. જ્યારે રાજા વેદાંત તેની નજીક આવ્યા એટલે તે સ્ત્રી ઉભી થઈ અને ચૂપ થઈ ચાલવા લાગી. આ બધું વિભૂતિ જોઈ રહી હતી. આખી જાન તે સ્ત્રી પાસે થી પસાર થઈ ગઈ એટલે તે સ્ત્રી ફરી ત્યાં બેસીને રડવા લાગી. મહારાણી વિભૂતિ એ પાછળ નજર કરી તો તે સ્ત્રી રડતી હતી એટલે તેમની ડોલી સૈનિકો ને કહી પાછળ વાળી અને ત્યાં લઈ જવા કહ્યું. ડોલી પાછી વળતા રાજા વેદાંત પણ તેની પાછળ ગયા ને બધા ને ત્યાં જ ઉભા રહેવા કહ્યું.
વિભૂતિ ડોલી માથું નીચે ઉતરી તે સ્ત્રી ને કહ્યું બેન તને કોઈ તકલીફ છે, કેમ તું અહી રસ્તા પર રડી રહી છે. જે તકલીફ હોય તે જણાવ હું તારી મદદ કરીશ. પાસે ઉભેલા રાજા વેદાંત ને જોઈ તે સ્ત્રી કઈ બોલી નહિ ને ચૂપ રહી. વિભૂતિ તેની આજુ બાજુ ફરતી નજર જોઈ સમજી ગઈ એટલે રાજા વેદાંત ને થોડા દૂર જવાનું કહ્યું. વિભૂતિ ના આંખના ઈશારા થી રાજા વેદાંત દૂર ગયા ને ત્યાં ઊભા રહી તે સ્ત્રી અને વિભૂતિ ને જોઈ રહ્યા.
રાજા વેદાંત દૂર ગયા એટલે તે સ્ત્રી એ કહ્યું મહારાણી હું કાલે જ આ નગરમાં પરણી ને આવી છું. તમારી જેમ મારા શરીર પર ઘણા આભૂષણો હતાં અહી ના રિવાજ પ્રમાણે બે દિવસ શરીર પર આભૂષણો રાખવાના હોય છે. કાલ નો દિવસ તો મારાથી સુખમય પસાર થઈ ગયો, પણ સવારે હું પાણી ભરવા જઇ રહી હતી ત્યારે મારા કામમાં પહેરેલાં આભૂષણો ખોવાઈ ગયા. હું તે આભૂષણો ને શોધતી રહી પણ મને તેની ક્યાંય ભાળ મળી નહિ. જો તે આભૂષણ વગર ઘરે જાવ તો મને ઘરે થી કાઢી મૂકવામાં આવે એટલે સવાર ની અહી બેસી ને રડી રહી છું. આટલું કહી ફરી તે રડવા લાગી.
ત્યારે તે સ્ત્રી ના આંખમાં આવેલા આંસુ વિભૂતિ લૂછવા લાગી અને કહ્યું તું હવે રડીશ નહિ તારે કાનના આભૂષણો જોઈએ છે ને એમ કહી વિભૂતિ એ પોતાના કામમાં પહેરેલાં આભૂષણો કાઢીને તે સ્ત્રી ને આપી દીધા ને કહ્યું જા બેન હવે તું ખુશી ખુશી ઘરે જા અને તને ત્યાં ઘરે કોઈ પણ કોઈ સમસ્યાઓ થાય તો આ મહારાણી ને સંદેશો મોકલ જે એટલે તરત તારી સમસ્યાઓ દૂર કરવામાં આવશે. હાથમાં આભૂષણો જોઇને તે સ્ત્રી ખુશ ખુશ થઈ ગઈ. ત્યાં રાજા વેદાંત ની સાથે ત્યાંની પ્રજા પણ આવી ગઈ ને રાણી વિભૂતિ નો જય જય કાર થવા લાગ્યો. રાજા વેદાંત પ્રજા ને આટલી ખુશ થયેલી જોઇને રાજા વેદાંતે એક જાહેરાત કરી કે આજથી આ દેશ નું નામ કર્ણાવત રાખવામાં આવે ને રાણી વિભૂતિ નું નામ પણ કર્ણાવતી રાખવામાં આવે છે.
વાત આટલી અટકી ગઈ એટલે કર્ણાવતી ના ખોળામાં સૂતેલી રાધિકા જાગી ને બોલી માતા તમે અહી મહારાણી કર્ણાવતી થઈ ને આવ્યા એ તો બરોબર પણ મારા પિતાજી વીરગતિ કેમ પામ્યા તે મારે જાણવું છે. ત્યારે કર્ણાવતી એ કહ્યું બેટી રાધિકા રાત્રિનો ત્રીજો પહોર થઈ ચૂક્યો છે. હમણાં સવાર થઈ જશે હવે સૂઈ જા આગળ ની વાતો કાલે કરીશું. જલ્દી જાણવા ની જીજ્ઞાશા થી રાધિકા એ હઠ પકડી. પણ મહારાણી કર્ણાવતી એ પ્રેમથી સમજાવી એટલે રાધિકા તેના માતાની બાજુમાં સૂઈ ગઈ.
સવારે સૂરજ ઊગ્યો પણ રાધિકા તે સૂરજ ક્યારે આથમશે તેની રાહ જોવા લાગી. આખરે રાત્રિ થઈ એટલે તેમની માતા કર્ણાવતી ના ખોળા માં બેસી ને કાલાવાલા કરતી માતા ને કહ્યું માતા હવે આગળ ની મારા પિતાજી ની શોર્યગાથા કહો. સાંભળવાની ઉત્સુકતા જોઈ કર્ણાવતી એ દીકરી ના માથા પર હાથ મૂકી કહ્યું તો બેટી સાંભળ તારા પિતાશ્રી ની શોર્યગાથા.
આ દેશમાં મારા આવવાથી દેશ ની રોનક સાથે કીર્તિ પણ વધવા લાગી હતી. મારા રૂપમાં દેશ વિદેશ માં ચર્ચાઓ થવા લાગી હતી. પણ મને ગર્વ હતો તારા પિતાશ્રી પણ તેને ક્યારેય મારા રૂપ ને નહિ પણ મારા દિલને પ્રેમ કર્યો હતો. તે હંમેશા મને સાદા પહેરવેશમાં જોવા માંગતા પણ હું રહી પટરાણી એટલે શણગાર થી સજી ને રહેતી.
એક દિવસ દેશ માં એક પ્રતિયોગિતા રાખવામાં આવી તે સ્પર્ધા હતી પોતાની વીરતા અને બળ દેખાડવાની. આ પ્રતિયોગિતા માં તલવાર બાજી થી સામે પક્ષ વાળાને હરાવી પુરસ્કાર મેળવવાનો હતો. તે પુરસ્કાર રાજા વેદાંતે દેશ ની સીમા પર આવેલો એક આબેહૂબ અને સૌંદર્ય થી ભરપુર એવો એક પહાડ હતો. તે પહાડ જે કોઈ જીતે તેને પુરસ્કાર રૂપે આપવાનો હતો. તે સમયે રાજા વેદાંતે દેશ પરદેશ માં આ સંદેશો મોકલાવી બધા રાજા અને રાણીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું.
આમંત્રણ મળતાં દેશ પરદેશ થી રાજાઓ કર્ણાવત દેશમાં પધારવા લાગ્યા. તો અમુક રાજા ની સાથે તેમની રાણીઓ પણ હતી તો કોઈક દેશ થી ખાલી રાણીઓ અને રાજકુમારી ઓ પણ આવી. રાજા વેદાંતે બધાનું ભવ્ય સ્વાગત કરી તેમને રહેવાની અને જમવાની બધાને અલગ અલગ ખુબ સારી સગવડ કરી આપી. આવેલા દેશ પરદેશ થી રાજાઓ અને રાણીઓ આ દેશ અને રાજાના વખાણ કરવા લાગ્યા. પણ અમુક રાજાઓ તો જાણે પોતેજ આ દુનિયાનો માલિક હોય તેમ ઠાઠમાઠ બતાવવા લાગ્યા. અને વારે વારે મ્યાન માથું તલવાર ખેચી ને જાણે યુદ્ધ કરવા જવાનું હોય તેમ બીજા રાજા સામે તલવાર બાજી દેખાડવા લાગ્યા.
રાજા વેદાંતે એક બહુ વિશાળ અને ભવ્ય મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું ત્યાં બધા રાજા અને રાણીઓ ને બોલાવી તેમને તેમનું આશન આપ્યું. એક બાજુ રાજાઓની હારમાળા હતી તો બીજી બાજુ રાણીઓ ની હારમાળા. તો મેદાન ની ફરતે નગરજનો પણ તલવાર બાજી અને કરતબ જોવા આવી પહોચ્યા હતા. નગરજનો આવી પ્રતિયોગિતા પહેલી વાર જોવા આવ્યા હતા એટલે તેમને જોવાની બહુ ઉત્સુકતા હતી. હવે બધા પોતપોતાની જગ્યા લઈ બેસી ગયા હતા પણ મહારાણી કર્ણાવતી હજુ સુધી આવી ન હતી. મહારાણી કર્ણાવતી ના વરદ હસ્તે આ સ્પર્ધા ની શરૂઆત કરવાની હતી. સ્પર્ધા શરૂ કરવાનો સમય આવી ગયો હતો એટલે સૈનિકો ને આજ્ઞા કરી કે મહારાણી કર્ણાવતી ને અહી ઉપસ્થિત થવાનું કહેવામાં આવે.
રાજા વેદાંત નો આદેશ મળતા સૈનિકો મહારાણી કર્ણાવતી ને બોલાવવામાં આવે છે. આજે મહારાણી કર્ણાવતી સોળે શણગાર સાથે એક યોદ્ધા ના રૂપ માં પણ હતી. મહારાણી કર્ણાવતી બધાની સામે આવતા બધા રાજાની નજર તેમની સામે અટકી રહી ને તેમને નિહાળતા રહ્યા. અમુક રાજાઓ તો તેમનું રૂપ જોઈ બેભાન થઇ આસન પરથી નીચે પડી ગયા.
ક્રમશ.....