virgatha - 16 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 16

Featured Books
Categories
Share

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 16

વિભૂતિ સૈનિકો ને કહે છે કે આ આપણા મહેમાન છે તેનું સ્વાગત કરવામાં આવે, નહિ કે તેને દુશ્મન ની જેમ જોવામાં આવે. એટલે મારો આદેશ છે રાજા વેદાંત નું ભવ્ય સ્વાગત કરવામાં આવે. અને વાજતેગાજતે તેમને મહેલમાં લાવવામાં આવે. આદેશ મળતા જ સૈનિકો એક ફૂલો થી શણગારેલો રથ લાવ્યા ને રાજા વેદાંત ને તેની પર સવાર થઈ મહેલમાં પ્રવેશવાનું કહ્યું. મહારાજ વેદાંત રથ પર બેસી ગયા. આગળ વાજિંત્રો વગાડવા માં આવી રહ્યા હતા સાથે દાસીઓ તેની પર ફૂલો નો વરસાદ વરસાવી રહી હતી. ભવ્ય સ્વાગત જોઈ રાજા વેદાંત તો મંત્રમુગ્ધ થઈ ગયા. અને મહેલ ની શુષોભિતતા ને નિહાળતા રહ્યા.

મહેલમાં પ્રવેશ કરતા જ સામે વિચલ રાજા ઊભા હતા. આ રીતે કોઈ મહેમાન નું સ્વાગત તે રાજા વેદાંત પહેલી વાર જોઈ રહ્યા હતા. રાજા વિચલે મહેમાન બનીને આવેલા રાજા વેદાંત પર નજર કરી તો તેઓનો પહેરવેશ જોઇને સમજી ગયા કે આ એક રાજા હોવો જોઈએ.

રથ રાજા વિચલ પાસે આવીને ઊભો રહ્યો. ત્યાં પાછળ પાછળ આવી રહેલી વિભૂતિ તેમના પિતા વિચલ પાસે આવી પ્રણામ કરી કહ્યું પિતાશ્રી આ છે આપણા પાડોશી દેશના રાજા વેદાંત. રાજા વેદાંત મહારાજા વિચલ ને પ્રમાણ કરે છે. રાજા વિચલ તેમને તેમની સાથે મહેલની અંદર લઇ જાય છે. ને દાસીઓ ને કહેવામાં આવે છે થાકેલા મહેમાન ની સેવા સાકરી કરવામાં આવે. આટલું કહુ રાજા વિચલ તેમાં કક્ષ માં ચાલ્યા ગયા.

ચાર દાસી આવીને રાજા વેદાંત ની સેવા કરવા લાગી. ત્યાં વિભૂતિ આવીને બધી દાસીઓ ને ત્યાં થી હટી જવાનું કહે છે. હવે તે ઓરડામાં વિભૂતિ અને રાજા વેદાંત જ હતા. રાજા વેદાંત ને કહ્યું આપ સ્નાન કરી આવો ત્યાં તમારા માટે ભોજન ની વ્યવસ્થા કરી આપુ. રાજા વેદાંત તો સ્નાન કરી ને આવ્યા એટલે તેમના માટે સારા સારા પકવાન તૈયાર હતા. મહારાજ વેદાંત તો ધીરે ધીરે જ્મવા લાગ્યા. જમતાં જમતાં બસ વિભૂતિ ને નિહાળી રહ્યા હતા. ત્યારે વિભૂતિ તેમની સેવા કરતી બોલી મહારાજ આપ પહેલા ભોજન કરી લો પછી મને નિહાળજો. નિહાળતા નિહાળતા જોજો આંગળી ને બચકું ન ભરાય જાય. એમ કહી વિભૂતિ હસવા લાગી.

મહારાજ વેદાંત ને ભૂખ બહુ લાગી હતી અને સામે વિભૂતિ નું સૌદર્ય, એટલે તેઓ પોતાના સીમિત બહાર નું ભોજન કરી લીધું ને જમીને તેઓ તરત જ પથારી પર પડી ગયા ને ઘસઘસાટ ઉંઘી ગયા. રાજા વેદાંત સૂઈ ગયા પછી વિભૂતિ પણ તેમને ઘણા સમય સુધી નિહાળતી રહી તેને પણ તેમના મનમાં રાજા વેદાંત છવાઈ ગયા. ને તેમની પાસે સૂઈ ગઈ. જ્યારે ઊઘ ઊડી ત્યારે ખબર પડી કે હું મહારાજ વેદાંત ની બાજુમાં સૂતી છું એટલે થોડી સરમ આવી ને તેમના ઓરડામાં જઈ સૂઈ ગઈ. પણ ઊંઘ આવી રહી ન હતી તેમની સામે બસ રાજા વેદાંત જ દેખાઈ રહ્યા હતા. માંડ માંડ વિભૂતિ થી સવાર થયું.

સવાર થયું એટલે મહારાજ વેદાંત તૈયાર થઈ તેના દેશ જવા નીકળી રહ્યા હતા. ત્યાં વિભૂતિ આવીને તેમને રોકે છે ને કહે છે મહારાજ મહેમાન થયાં જ છો તો થોડા દિવસ વધુ રોકાઈ જાવ ને. ખુશનુમા સવારમાં વિભૂતિ ની આખો કઈક અલગ કહી રહી હતી લાગે કે તેની આંખોમાં રાજા વેદાંત સમાઈ ગયા હોય. વિભૂતિ ઘણો આગ્રહ કરે છે. મહારાજ રોકાઈ જાવ પણ મહારાજ ને તેમની સૈન્ય અને પ્રજા ની ચિંતા હતી. એટલે તેમણે વિભૂતિ ને કહ્યું રાજકુમારી અત્યારે મારે મારા દેશ જવું ખુબ જરૂરી છે. ત્યાં મારી પ્રજા અને સૈનિકો મારી ચિંતા કરી ને શોધી રહ્યા છે. એટલે અત્યારે મને જવા દો. ને જો કુદરત ની ઇચ્છા હશે તો આપણે જરૂર થી ફરી મળીશું.

રાજા વેદાંત ને તેમના દેશનો રસ્તો ભૂલી ગયા હતા એટલે રાજકુમારી વિભૂતિ એ કહ્યું મહારાજ આપ તમારા દેશનો રસ્તો ભૂલ્યા છો જો આપ કહો તો હું થોડે દૂર આપણી સાથે આવીને રસ્તો બતાવી જાવ. રાજા વેદાંત ના કહી શક્યા નહિ ને બંને ઘોડા પર બેસીને ચાલતા થયા. ચાલત ચાલત અધ વચ્ચે પહોંચ્યા ત્યાં એક સુંદર સરોવર આવ્યું ને તેમના કિનારે સુંદર ફૂલો ખીલ્યાં હતા અને લાગે કે કોઈ સુંદર બાગ હોય. આટલું સરસ રમણીય સૌંદર્ય જોઈ વિભૂતિ ત્યાં ઉભી રહી ને સૌંદય ને નિહાળવા લાગી. તેમને પહેલે થી ફુલ છોડ બહુ પસંદ એટલે ઘોડા પરથી નીચે ઉતરી ફૂલો ને સ્પર્શ કરવા લાગી.

રાજા વેદાંત આ બધું જોઈ રહ્યા હતા. એક કઠોર ને પ્રતાપી સ્ત્રી આટલી પ્રેમાળ હોય તે આજે તેમને ખબર પડી. આમ તો રાજા ને ખબર પડી ગઈ હતી કે વિભૂતિ એ તેમના દિલમાં મારી જગ્યા બનાવી લીધી છે. બસ તે કહેવા નથી માંગતી. મહારાજ ઘોડા પરથી નીચે ઉતરી વિભૂતિ નો હાથ પકડી કહ્યું. આપ કહો તો અહી ચાલતા ચાલતા સૌદર્ય નિહાળીએ અને થોડી વાતો કરીએ. રાજકુમારી વિભૂતિ ના પાડી શકી નહિ ને પહેલા તેણે એક ડગલું માંડી ચાલતા થયા. હાથમાં હાથ નાખીને ચાલતા ચાલતા એક બીજા વાતો પણ કરી રહ્યા હતા ને એક બીજાને નિહાળી પણ રહ્યાં હતા. એવું લાગે કે જાણે બંને પ્રેમમાં વિલીન થઈ ગયા હોય. આમ ખબર પડી નહિ ને માથે સૂર્ય આવી ચડ્યો. ધૂપ થી બંને ને ભાન થઈ એટલે એક ઝાડ નીચે બેસી ગયા.

ઘણો સમય ત્યાં બેઠા પછી મહારાજ વેદાંત કહ્યું હે પ્રિયે હવે ઘણો સમય થઈ ગયો છે. એટલે મારે જવું જોઈએ. મન તો જવાનું નથી થતું પણ જવું પડે તેમ છે એટલે તમે હવે મને જવાની રજા આપો.

વિભૂતિ એ મહારાજ વેદાંત નો હાથ પકડી કહ્યું એક શરત પર જવા દવ મહારાજ. વચન આપો કે હું આ હાથ ક્યારેય નહિ છોડું. ત્યારે મહારાજા વેદાંત વચન આપે છે આપે મારું દિલ જીતી લીધું છે એટલે હું વચન આપુ છું તમારો હાથ ક્યારેય નહી છોડું અને આપને દર પૂનમ ના દિવસે અહી આપણે મળતા રહીશું. કહી મહારાજ ઘોડા પર બેસીને તેમના દેશ ચાલતા થયા. દૂર દૂર સુધી રાજા નીકળી ન ગયા ત્યાં સુધી રાજકુમારી વિભૂતિ તેમને નિહાળતી રહી ને મહારાજ વેદાંત દેખાતા બંધ થઈ ગયા એટલે વિભૂતિ પણ તેમના દેશ જવા નીકળી ગઈ.

વિભૂતિ જાણે રાજા વેદાંત ના પ્રેમ મા ડૂબી ગઈ હોય તેમ તેના જ વિચારોમાં ખોવાઇ રહેતી અને આવનારી પૂનમ ની રાહ જોવા લાગી. પૂનમ આવવાની ઘણી વાર હતી પણ જાણે એક દિવસ વિભૂતિ ને એક વર્ષ જેવું લાગી રહ્યું હતું. અને રાજા વેદાંત નું પણ એવું જ હતું. તે પણ પૂનમ ની રાહ જોઈ રહ્યા હતા પણ તેઓ રાજ્યના કામ માં વ્યસ્ત રહેતા એટલે દિવસ તો એમ જ પસાર થઈ જતો પણ રાત વિભૂતિ ની યાદમાં પસાર થતી ન હતી. વિભૂતિ ની યાદ તેને આખી રાત જગાડી રહી હતી. અને પૂનમ ક્યારે આવશે તેના દિવસો રાજા વેદાંત પણ ગણી રહ્યા હતા.

આખરે વિરહ નો અંત આવ્યો ને બંને પૂનમ ની વહેલી સવારે તે સરોવર જવા નીકળી ગયા. વિભૂતિ આજે સુંદર શ્રૃંગાર સજીને ઘોડા પર સવાર થઈ જાણે પરી બની ને જઈ રહી હતી. તો રાજા વેદાંત પણ કોમળ રાજકુમાર લાગી રહ્યા હતા. બંનેનું હવે મિલન થવા જઈ રહ્યું હતું. રાજા વેદાંત તો રાજકુમારી વિભૂતિ પહેલા ત્યાં આવી પહોંચ્યા હતા. ને રાજકુમારી વિભૂતિ ની રાહ જોવા લાગ્યા. પણ થોડીક ક્ષણમાં તો રાજકુમારી વિભૂતિ ઘોડા પર સવાર થઈ આવી રહી રહી હતી. પહેલા તો રાજા વેદાંત ને લાગ્યું આ પરી જેવું કોણ આવી રહ્યું છે. જ્યારે વિભૂતિ પાસે આવી ત્યારે રાજા વેદાંત તેની ઓળખી શક્યા ને તેમણે વિભૂતિ ને ઘોડા પર થી નીચે ઉતારી ને એક આલિંગન આપ્યું ને પછી બંને હાથમાં હાથ નાખી ચાલતા થયા.

પહેલા કરતા આજે સરોવર અને ત્યાંનું સૌંદર્ય વધુ પ્રફુલ્લિત લાગી રહ્યું હતું. જાણે કે સ્વર્ગ જ હોય. પણ અસલ માં તે બંનેની આખો માં પ્રેમના કારણે બધું સુંદર લાગી રહ્યું હતુ. સૌંદર્ય ને નિહાળતા નિહાળતા એક મોટું વૃક્ષ ની નીચે આવી ને બેઠા. બંને જાણે પ્રેમમાં ડૂબી ગયા હોય તેમ વિભૂતિ નાં ખોળામાં માથું રાખી રાજા વેદાંત સૂઈ ગયા ને વિભૂતિ તેમના હાથ થી તેમના વાળ પંપાળવા લાગી. બંને વાતો માં એટલા તલ્લીન થઈ ગયા એકબીજા માં ખોવાઈ ગયા.

અચાનક ત્યાં જંગલ માં રહેતા આદિવાસીઓ ત્યાં આવી ચડ્યા ને બંને ને ચારે બાજુથી ઘેરી લીધા. તે ટોળા માંથી એક આદિવાસીઓ નો મુખ્ય માણસ આગળ આવી બંને ની સામે ભાલો રાખી તેમની ભાષામાં સાવધાન કર્યું. પણ હજુ તેઓ બંને પ્રેમીઓ એકબીજાં માં તલ્લીન હતા. તે મુખ્ય માણસે બે ત્રણ વાર હું હું હા હા કર્યું પણ તે બંને જરા પણ ભાન માં આવ્યા નહિ એટલે તે મુખ્ય માણસ ની પાછળ થી એક આદિવાસી માણસે તે બંને પર તીર છોડ્યું ને તે તીર રાજા વેદાંત ના કાન પાસે થી પસાર થયું. એક કંપન થયું ને અચાનક બંને ભાન માં આવ્યા ત્યાં તો બધા આદિવાસીઓ તેમના તીર કામઠા લઈ રાજા વેદાંત અને રાજકુમારી વિભૂતિ ને ઘેરી લીધા. રાજા વેદાંત અને વિભૂતિ કઈ કરી શક્યા નહિ ને આદિવાસીઓ એ તે બંને ને બંધક બનાવી લીધા.

ક્રમશ...