virgatha - 15 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 15

Featured Books
Categories
Share

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 15

વીવિચલ દેશ હવે પાડોશી દેશ ના કબ્જા માં આવી ગયો હતો. પણ વીવિચલ દેશની શાંતિ અને પ્રેમાળ પ્રજાને જોઈ પાડોશી દેશ ફરી રાજા વિચલ ને તેનો વીવિચલ પાછો આપી દે છે ને તેમની સાથે મૈત્રી કરે છે. પણ આ ઘટના વિભૂતિ પર બહુ પ્રભાવ પડી જાય છે. તેના મનમાં બસ એક જ વિચાર આવતો હતો કે તે હવે આ દેશનું એવું પરિવર્તન કરાવીશ કે આ દેશનો કોઈ સામે હાથ પણ ફેલાવો ન પડે ને કોઈ દેશ સામે ઝૂકી પણ ન જવું પડે. આ એક દ્રઢ વિશ્ર્વાસ થી તે કઠોર થઈ પોતાની જાતને મજબૂત બનાવવા લાગી. અને દેશને કેમ આગળ ને મજબૂત બનાવવું તે વિચારવા લાગી.

નાનપણ થી જ વિભૂતિ તેમના પિતા વિચલ પાસે વિદ્યા શીખવાનું શરૂ કરી. તેમના પિતા પાસે થી સારી વિદ્યા નું સિંચન થયું, હવે વિભૂતિ યુવાની માં પ્રવેશી ત્યાં તો તે એક મહા પરાક્રમી બની ચૂકી હતી. તેમાં તેની માતા નો પણ હાથ હતો તેણે સહનશકિત અને પ્રેમ શીખવાડ્યું. એટલે વિભૂતિ સંપૂર્ણ રીતે પરાંગત થઈ ગઈ હતી. હવે તે યુવાનીમાં કઠોર તો બની ચૂકી હતી એક પ્રેમાળ સ્ત્રી પણ હતી એટલે તે ઉંમરે પ્રેમની ભાષા સમજવી એ એક સ્વાભાવીક છે. પણ તેણે ક્યારેય કોઈ પણ નજર કરી પણ હતી નહિ. એમ કહો તો તેના યોગ્ય કોઈ પાત્ર હજુ સુધી જોવા પણ મળ્યું હતું નહિ.

નાનપણ થી તેમાં રહેલો શિકાર અને સૈનિકો સાથે યુધ્ધ કરવાનો બહુ શોખ હતો. ખાલી તેને યુદ્ધ કે શિકાર પ્રત્યે પ્રેમ ન હતો પણ તે કુદરતી પ્રેમી પણ હતી. તેના મહેલમાં રહેલા બગીચાઓ બહુ પ્રિય હતા તો જંગલમાં ફરવુ શિકાર કરવા જવું પણ બહુ પસંદ હતું.

એક દિવસ વેદાંત રાજા શિકાર ની શોધમાં તેના સૈનિકો સાથે જંગલ તરફ નીકળી ગયા. જંગલમાં આખો દિવસ શિકાર ની શોધમાં આમ તેમ ભટકતા રહ્યા પણ તેને એક પણ શિકાર મળ્યો નહિ, હજુ તો સાંજ પડી પણ ન હતી. સૂર્ય આથમવા ને હજુ ઘણી વાર હતી. ત્યાં અચાનક ઘનઘોર વાદળો ચડી આવ્યા ને જોત જોતામાં તો જંગલમાં અંધારું છવાઈ ગયું. મહારાજ ની સાથે સૈનિકો પણ ઘોડેસવાર હતા તેઓ બધા થોડા થોડા અંતરે હતા. પણ અંધારું થયું એટલે ઘોડાઓ એકબીજા આમ તેમ જવા લાગ્યા. થોડો સમય થયો ત્યાં બધા સૈનિકો સાથે મહારાજ પણ એકબીજા થી ઘણા દુર થઈ ગયા. અને સૈનિકો મહારાજ... મહારાજ.. સાદ કરતા રહ્યા પણ મહારાજ તો બહુ દૂર નીકળી ગયા હતા. આખરે સાંજ તો પડી ગઈ. ને વરસાદ શરૂ થઈ ગયો.

ભારે વરસાદ પડવા લાગ્યો હતો એટલે મહારાજ વેદાંત ઘોડા પરથી નીચે ઉતરી કોઈ મોટા ઝાડ શોધવા લાગ્યા. ગાઢ જંગલ હતું એટલે રાજા ને નજીકમાં જ એક મોટું ઝાડ દેખાયું ને તેણે ત્યાં વિસામો કર્યો. આખો દિવસ ના થાક્યા હતા એટલે તેને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર રહી નહિ. ને સૈનિકો આખી રાત મહારાજ ને શોધતા રહ્યા ને તે પણ થાકીને એક ઝાડ નીચે સૂઈ ગયા.

સવાર થયું એટલે વરસાદ પણ બંધ થઈ ગયો હતો. ને પક્ષી અને પ્રાણીઓ ના અવાજ થી જંગલ ગુંજવા લાગ્યું હતુ. મહારાજ કાલના ભૂખ્યા હતા પણ એક સુંદર સવાર ને આહલાદક વાતાવરણ થી તેની ભૂખ પણ સમેટી ગઈ હતી. રાજા ઊભા થઈ ઘોડા પર ચાલતા થયા. તે રસ્તો તો ભૂલી ગયા હતા એટલે જયા ઘોડો લઈ જાય ત્યાં ચાલવા લાગ્યા. રસ્તામાં તેમણે એક શિકાર ( એક પ્રાણી ) જોયો. શિકાર જોતા રાજા ની આંખમાં ઠંડક વળી ને શિકાર નો પીછો કરવા લાગ્યા.

ઘોડા પર બેસીને તે શિકાર કરવો યોગ્ય લાગ્યો નહિ. એટલે રાજા એ ઘોડાને ત્યાં જ ઉભો રહેવાનું કહી તે શિકાર પાછળ દોડવા લાગ્યા. કાલ ના ભૂખ્યા હતા પણ હિમ્મત એવી હતી કે થોડી જ ક્ષણોમાં શિકાર કરી લેશે. હવે શિકાર બરોબર તેની સામે આવી ગયો હતો. એક વાર કરે ત્યાં તો શિકાર ત્યાં જ પડી જાય તેમ હતો. હવે રાજાએ નિસાન થાકી જેવો વાર કરવા જાય છે ત્યાં તો વાર પહેલા તો તે પ્રાણી નો શિકાર થઈ જાય છે. રાજા ને કઈ સમજ પડી નહિ. આખરે વગર ઘા કર્યે પ્રાણી કેમ ઢળી ગયું. પણ ખોરાક મળી ગયો છે તે ખુશીમાં તે શિકાર પાસે આવ્યા.

તે પ્રાણી ને હજુ હાથ અડાડે છે ત્યાં તેની પાછળ કોઈ તલવાર લઈને ઉભુ હોય છે ને સાવધાન કહી તેના હાથમાં રહેલી તલવાર મહારાજ ના ડોક પર રાખી. મહારાજ ને કઈ સમજ પડી નહિ કે પાછળ કોણ છે. એક રાજા તે કયારેય હથિયાર મૂકે નહિ તેમ મહારાજ વેદાંત ઊભા થયા ને પોતાના હાથમાં રહેલી તલવાર થી સામે વાળા વ્યક્તિ પર નજર કરી. સામે એક યોદ્ધા ના પહેરવેશમાં કોઈ યુવાન સ્ત્રી હતી. તેની પાછળ ચાર સૈનિકો પણ હતા. પણ રાજા વેંદાંત કોઈ ડર વગર તેને યુઘ્ધ કરવા સાવધાન કર્યા ને તેમની સાથે લડાઈ કરવા લાગ્યા.

બંને વચ્ચે ટક્કર વાળું યુધ્ધ થઈ રહ્યું હતું. સૈનિકો ને કઈજ સમજ પડી રહી ન હતી કે આખરે એક શિકાર માટે આટલું મોટી લડાઈ અને કોણ જીતશે તે પણ નક્કી નથી થતું. સૈનિકો તો બસ લડાઈ નિહાળતા રહ્યા. ને કોણ કોના પર ભારી પડે છે તે જોઈ રહ્યા. બંને વચ્ચે માં કોઈ વાર મહારાજ પેલી યુવાન સ્ત્રી પર ભારી પડી રહ્યા હતા તો ક્યારેક તે યુવાન સ્ત્રી મહારાજ પર ભારી પડી રહી હતી.

આખરે બંને યોધાઓ થાકી ને લોથ પોથ થઈ જમીન પર બેસી ગયા. ને એક બીજા સામે જોઈ રહ્યા. મહારાજ ને આજે કોઈ ટક્કર આપવા મળ્યું એવું લાગ્યું. તો યુવાન સ્ત્રી બસ તેને જોઈ જ રહી ને મનમાં વિચાર કરવા લાગી આ કોઈ સામાન્ય માણસ નથી કોઈ યોદ્ધો લાગે છે. શરીર પર બહુ થાક દેખાઈ છે. છતા પણ તેમનો જૂસ્સો હજુ અકબંધ જ છે. લાગે છે તેમની સામે જીતવું મુશ્કેલ છે.

થાક ઉતરતા જ મહારાજ પેલી યુવાન સ્ત્રી પાસે આવી ને કહ્યું આપ કોણ છો.? અને એક નાનકડા શિકાર માટે આવડી મોટી લડાઈ કેમ કરી રહ્યા હતા. કૃપા કરી આપ તમારો પરિચય કરાવો.

એક વીર પુરુષ અને એક સંસ્કારી માણસ ની ભાષા સાંભળી તે સ્ત્રી એ પોતાનો ચહેરો બતાવ્યો. અને તેનો પરિચય આપ્યો. હું વીવિચલ દેશના રાજા વિચલ ની પુત્રી વિભૂતિ છું. અને અહી શિકાર કરવા નીકળી છું. પણ તમે કોણ છો ને અહી કેમ..? આપ ની કુશળતા થી આપ એક રાજા લાગો છો પણ તમારી હાલત જોઈ લાગે છે તમે ખુબ થાકી ગયા છો.

અહી થી થોડે દૂર એક પર્વત પર દેશ આવેલો છે તે દેશનો રાજા વેદાંત છું. શિકાર નો શોખ હોવાથી શિકાર કરવા નીકળી ગયો હતો. પણ આખો દિવસ કોઈ શિકાર મળ્યો નહિ ને ખબર ન પડી ક્યારે સાંજ પડી ગઈ ને વરસાદ શરૂ થઈ ગયો. મારી સાથે આવેલા સૈનિકો પણ મારી જેમ ભડકી ગયો. જેમ તેમ કરી ભૂખ્યા તરસ્યા સવાર કરી. ખબર હતી નહિ કે હું ક્યાં પહોંચી ગયો છું ને દેશ તરફ જવાનો રસ્તો કયો છે. આખરે મે તે નિર્ણય ઘોડા પર છોડ્યો ને ઘોડો જ્યાં લઈ જાય તેમ ઘોડા પર બેસીને ચાલવા લાગ્યો. આખરે એક શિકાર મળ્યું. ને તમે મળ્યા.

વાત સાંભળી ને વિભૂતિ હસવા લાગી. ભૂખ્યા તરસ્યા હતા એ પહેલા કહેવાય ને આપણે પછી લડાઈ કરેત. આટલું કહી વિભૂતિ ફરી હસવા લાગી. પણ વિભૂતિ જે કંઈ બોલી રહી હતી તે મહારાજ વેદાંત સાંભળી રહ્યા ન હતા તેમની નજર બસ વિભૂતિ ના સૌન્દર્ય પર હતી. નમણી આખો, ગુલાબી હોઠ, કોમળ ગાલ અને હંસ જેવી ડોક જોઈ મહારાજ વેદાંત તેના રૂપમાં ખોવાઈ ગયા હતા.

વાત પૂરી થતાં વિભૂતિ મહારાજ વેદાંત પર પાણી છાંટી ને તેને હોશમાં લાવે છે. ને તે શિકાર ને તેની પાસે લાવી કહ્યું લો મહારાજ આપનો શિકાર. ત્યારે મહારાજ બોલ્યા મને શિકાર થી ભૂખ નહિ મટે. મારે તો કોઈ સુંદર ભોજન જોઈએ જેનાથી મારી ભૂખ મટી શકે. અને તે પણ એક સુંદર મહેલ હોય ને સુંદર ભોજન પીરસવા વાળી હોય.

પહેલી વાર કોઈની પ્રેમ ભરી માંગણી જોઈ વિભૂતિ ના પાડી શકી નહિ ને મહારાજ વેદાંત ને કહ્યું ચાલો મહારાજ મારા મહેલમાં અમારા મહેમાન બનીને ત્યાં તમને ભાવતું ભોજન કરાવીશું.

મહારાજ વેદાંત ઊભા થઈ ઘોડા પર બેસીને વિભૂતિ ના ઘોડા પાછળ ચાલવા લાગ્યા. આગળ સૈનિકો હતા ને પાછળ વિભૂતિ અને રાજા વેદાંત. રાજા વેદાંત બસ વિભૂતિ ને ચાલતા ચાલતા તેમને જ નિહાળી રહ્યા હતા. તેઓ કઈ તરફ જઈ રહ્યા છે તેનો ખ્યાલ પણ રાખ્યો નહિ. થોડું ચાલ્યા હશે ત્યાં એક મહેલ આવ્યો. મહેલ બહાર સૈનિકો પહેરો કરી રહ્યા હતા. મહેલ પાસે પહોંચતા ત્યાં ઉભેલા સૈનિકો મહારાજ વેદાંત ને ઘેરી લે છે. તેમની સામે તલવાર તાકી ને ઉભા રહ્યા.

ક્રમશ....